Made in India
મારી વાત -45
''સમયની સોબતમાં''
માનવ ના જીવનને જન્મથી લઇ મરણ સુધીના કાળને વિવિધ અવસ્થામાં વહેચાય છે. કાળ એટલે સમય,ઘડી, પળ. દરેક વ્યક્તિ ને સફળ થવા માટે કુદરતે સરખો જ સમય આપ્યો છે. બસ આપણે મળેલા સમયનો કેવીરીતે ઉપયોગ કરીએ છીએ તેના પર આધારિત હોય છે.
નિષ્ફળ માણસ માટે એમ કહેવાય છે કે તેનો સમય સારો નથી. સમયને સંયમ પૂર્વક વાપરો. જીવનમાં નક્કી કરેલા ધ્યેયો અને સ્વપ્નો નિશ્ચિત સમયમાં પુરા કરવા તૈયારી રાખો. સમય જડપથી નીકળે તે પહેલા તેને જડપી લો.
તમારા જીવનમાં સુખ ,આનંદ અને શાંતિરૂપ સારા સમયને ટકાવી રાખવા તમારા સુખમાં તમારી ખુશીમાં બધાને સહભાગી બનાવો. મનમાં બધા માટે સદભાવ રાખો.
જીવનની વિપરીત પરિસ્થિતિઓમાં એટલે કે દુખની ઘડીમાં તમારા મન પર બોજ ન લાવો. આ સમય તમારા જીવનો એક ભાગ છે તેનાંથી ચિંતિત થયા વિના માત્ર સારા સમયની રાહ જુઓ. મનને હકારાત્મક વિચારોથી યોગ્ય દિશામાં લઇ જાઓ.
જીવનમાં શ્રેષ્ઠ કાર્ય કરવા માટે તમે સર્જાયા છે તેવું સતત તમારા મનને યાદ અપાવ્યા કરો. ઈશ્વરે આપણને જે પણ સમય આપ્યો છે તેનો ઉત્તમ ઉપયોગ કરી સેવા અને સત્ત્કર્મ કરી જીવનને નવી ઉચાઇ પર લઇ જવું.
મનને ગમતું કાર્ય કરવા એટલેકે તમારા શોખ પુરા કરવા પૂરો સમય ફાળવો. મનગમતી પ્રવૃત્તિ કરતા રહો. સમયની સાથે ચાલો . સતત પ્રવૃતિમય રહો. તમને મળેલી પળોને શ્રેષ્ઠ રીતે માણો. જીવનને આનંદ,ઉમંગ અને ઉલ્લાશથી ભરી દો.
ટહુકો :
કોઈપણ ક્ષેત્રના આગેવાન બનવું બહુ કઠીન છે.
બાકી બીજાના ઝંડા ઉચકી ફરનારા ની કમી નથી.
કેતન મોટલા 'રઘુવંશી'
લખ્યા.તા. 25/06/2015
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com