Mira Anajwala's Blog (26)

મનોવ્યથા

મિશ્કા એની બીઝનેસ મિટિંગ પતાવીને નીકળે ત્યાં બપોરે થઇ ગઈ હતી. વર્કિંગ ડે નો લગભગ અર્ધો દિવસ પૂરો થઇ ગયો હતો, પણ તોયે મિટિંગ પછી પાછા ઓફિસે જવાનું હતું એટલે સ્વાભાવિક છે કે કોઈપણ નોકરીયાતને કંટાળો ચડે એવો કંટાળો ખાતા મિશ્કાએ આળસ મરડી અને એ હોટેલના પાર્કિંગ એરિયામાં પ્રવેશી, ત્યાં એક સાવ નજીવા દ્રશ્યે એનું ધ્યાન ખેંચ્યું ને મિશ્કા એકદમ વિચારે ચડી.

 

મિશ્કા આમ તો બહું મહેનતું છોકરી, એક-એક પ્રોજેક્ટમાં જીવ રેડીને કામ કરે, દિવસ રાત જોયા વગર. પણ આ હાય સ્ટેટ્સ જોબ ,ને અઢળક રૂપિયા રડી…

Continue

Added by Mira Anajwala on February 12, 2014 at 2:08pm — 1 Comment

સવાર

મને સવાર હંમેશા શિશુ સમી જ લાગે... જેમ નાના બાળકને થોડી વાર માટે પણ સાવ એકલું ના મૂકી શકો, એમ સવારની એક-એક ક્ષણને દરેક માણસ; પછી એ વિદ્યાર્થી હોય કે નોકરિયાત, દરેકે શિશુની જેમ સાચવીને એનું ધ્યાન રાખવું પડે. જેમ આપણે બેધ્યાન બનીએ ને પળવારમાં તોફાને ચડેલું બાળક આમથી તેમ નાસી જાય, તેમ સવારની ક્ષણો પણ જતનપૂર્વક ન વપરાય તો એ તરત હાથમાંથી સરકી જાય. 

આમ તો માણસના જીવનમાં અને દિવસમાં ખાસ્સી સામ્યતા રહેલી છે... જેમ અસ્તવ્યસ્ત રીતે આરંભાયેલો દિવસ લગભગ આખી દિનચર્યાને કે એના એકાદ…

Continue

Added by Mira Anajwala on January 17, 2014 at 12:56pm — 1 Comment

વિષપાન

કશેક વાંચેલી બહુ સુંદર વાત- 

કે એ મહાદેવ તો નીલકંઠ છે જેને ઝેર (અ)ટકાવી રાખ્યું; પણ સામાન્ય માનવી તો એના અંશ છે તોયે રોજે-રોજ વિષપાન કરી લે છે..., ઝેરને ગટગટાવી જાય છે 

Added by Mira Anajwala on December 26, 2013 at 10:29am — 1 Comment

નિર્ભયા

નિર્ભયા કેસ ને એક વર્ષ વીતી ગયું, ત્યારે મેં લખેલી એક કવિતા-

નિર્ભયા

શિયાળાની થીજવી નાખે એવી રાતે, ઘરે પાછા જવા લીફ્ટ માંગતી હું, નિર્ભયા…

વાંક મારો શું એટલો જ હશે કે-

   બસમાં બેઠેલા કિશોરને નાનો ભાઈ સમજી ;મેં માનવતાનું સ્મિત ફરકાવ્યું?

   ને મોટા ભાઈની ઉંમરના ડ્રાઈવરની સામે મદદ માટે હાથ લંબાવ્યો?

.

રો.જીંદી ઘટમાળનો થાક ઉતારવા ઝંખતી હું નિર્ભયા…

વાંક મારો શું એટલો જ હશે કે-

  …

Continue

Added by Mira Anajwala on December 19, 2013 at 4:21pm — 1 Comment

ક્વચિત્ થાય ખુવારી; તોયે ટકાવજે ખુમારી

ક્વચિત્ થાય ખુવારી; તોયે ટકાવજે ખુમારી,
યકીન કરજે ખુદ પર; ભલે થઇ હો તારાજી,
કપરા હો ચઢાણ તો શું?ભીડી લે બાથ,તું છે ઉત્સાહી
સ્વીકારતા શીખ બધું,સમજી ન શકાય જે કદાપી, 
અવગણ મા તારી કાબેલિયતને,ન થા તું નાસીપાસી...

- મીરાં 'સંયોગિતા'

Added by Mira Anajwala on December 18, 2013 at 5:51pm — 2 Comments

વિટંબણા

ખરી વિટંબણા ત્યારે સર્જાય છે; મુકામે પહોચતાં -પહોચતાં જ્યારે રસ્તાને પ્રેમ થઇ જાય છે,
લક્ષ્યવેધ થત-થતા ઝંખનાઓને ઝાંખપ આવી જાય છે;નજરઅંદાજ જયારે 'ઈચ્છેલું' થાય છે.


- સંયોગિતા

Added by Mira Anajwala on November 27, 2013 at 5:09pm — 1 Comment

કેમ ચાલે?

એક તો આમ કાતિલ નજર ફેંક્યા કરે મારી દિશામાં,ને મને કલ્પનાના વાડામાં પ્રવેશવાનીય મનાઈ (ફરમાવે)!

...એ કેમ ચાલે?

આ તારી કેવી મગરૂરી?- કે જીવતા જીવ કત્લે- આમ કરયે રાખ તું આશીકોના ને પછી ઇચ્છે કે હું બચી નીકળું આબાદ!

...એ કેમ ચાલે?

રંગોમાં નાહીને આવે, સુગંધ ઓઢીને ફરક્યા કરે આસપાસ; ને મારી સળવળમાંય તને સંતાપ લાગે!,

...એ કેમ ચાલે?

તને નિહારવામાં થઇ જાઉં બેહાલ (હું) ભલે!!! ને તું આમ સાવ ગણકારેય નઈ, આવો ન્યાય તોળે!

…એ કેમ…

Continue

Added by Mira Anajwala on November 6, 2013 at 12:55pm — 1 Comment

તું

જીવંત, વીજળીનો તાર તું; રકઝક, મીઠી તકરાર તું,

ખનખન, ચૂડીનો રણકાર તું; ખડખડ, પાણી ની ધાર તું,

શાંત રાતે, પાયલનો ઝંકાર તું; રુદિયા કેરો ધબકાર તું,

સૌમ્યતા જેની જોઈ થઇ હાશકાર; ચંચળ, નાજુક, તેજ-તર્રાર તું,

મોહાંધ કરતો રમણીય આકાર તું; મારી સર્વ કથાઓનો સાર તું;

મસ્તીભર્યો વિચાર તું; દીવાનગીભરો આવકાર તું,

રૂપની દેવીનો સાક્ષાત્કાર તું; મારા મન-મંદિરમાં સદાય ગુંજતો ટંકાર તું,

ચોમાસે વરસતો મેહુલો અનરાધાર તું; આભને ચીરતો વીજ-ચમકાર તું,

નિરાળી છટા…

Continue

Added by Mira Anajwala on October 30, 2013 at 11:11am — No Comments

અભિગમ

આજકાલ લોકો ડ્રાઇવ કરતી વખતે થોડીય વાર જોવી પડે તો હોલ્ટ કરવાને બદલે હોર્ન વગાડે

સૂચવે છે કે, આવા માણસો જીવનમાં જરા સરખી અડચણ આવતાં થોડી ધીરજ રાખીને મૂક રેહવા કરતા હોર્ન ની જેમ 'કરક્સીયા' બની વરસવાની વાત…

Continue

Added by Mira Anajwala on October 30, 2013 at 10:37am — No Comments

કલાકારની જિંદગી

બીબાઢાળ અને અનુંભવશૂન્ય જીવન લેખક બનવા માટે ફળદ્રુપ થતું નથી.ચંદ્રકાંત બક્ષી એ કહ્યું છે કે, " લેખકના જીવનમાં ઘટના ઓ બનતી રેહ્વી જોઈએ અને જો જીવન સ્થગિત થવા માંડે તો લેખકે ઘટનાઓ પેદા કરવી જોઈએ." આ કલાકાર નો મિજાજ છે. અલબત્ત, જીવન ને કૃત્રિમ રીતે ઘટનાપ્રચુર બનાવી શકાતું નથી જિંદગી સ્વાભાવિક લયમાં વહેતી રેહવી જોઈએ કલાકાર જો નસીબદાર હોઈ તો જિંદગીના પ્રવાહમાં અણધાર્યા વણાંકો અને પડાવો આવતા રહે છે, અકલ્પ્ય આરોહ-અવરોહમાં જીવન ઉચ્કાતું- પછડાતું રહે છે, સુખ અને પીડા વરસતી રહે છે. આ બધું તેની…

Continue

Added by Mira Anajwala on October 16, 2013 at 12:44pm — 1 Comment

કવિતા લખવી એટલે?

કવિતા લખવી એટલે શબ્દોથી રમત રમવી?;

કે લાગણીઓનું ઘોડાપુર વહાવી વાંચનારના મનનું પાનું ભીંજવી જવું?;

કે પછી અપૂર્ણ ઉર્મીઓ ને માનસપટ પર અંકિત કલ્પનાચિત્રોને શબ્દોના વાઘા પેહરાવી સુંદર રીતે અભિવ્યત કરવા…?

કવિતામાં એના રચઈતાની પોતાના બહોળા અનુભવને ચંદ પંક્તિઓમાં સમાવી લેવાની આવડત ઝળકે છે.

આ બધું તો ખરું જ પણ કવિતા લખવાનું સુખ એ જ માણી શકે જેમણે સતત ધબકતી, નદીની જેમ વેહતી જિંદગીમાં રોજ-બરોજ થતા નાના- મોટા એહસાસને કવિતાના રૂપમાં ઢાળવાનો સુંદર પ્રયાસ કર્યો હોય છે…

-…

Continue

Added by Mira Anajwala on October 8, 2013 at 4:56pm — 2 Comments

પ્રગતિ ની ચાહ

પ્રગતિ ની ચાહમાં વિકાસ કરવાની ઝંખના સેવતા યુવાનો, જે ઘર-ગામ છોડી શહેર તરફ દોટ મુકે છે, એમને આ કવિતા અર્પણ-

 

ઘર-ગામ થી જોજનો દૂર,

તોતિંગ મકાનોવાળા પ્રગતિશીલ ને સમૃદ્ધ આ શહેરમાં-

 

                મને એકલતા ભેટી પડે છે, મુકામે-મુકામે;

                ચંચળતા મનની શમી જાય શેહરી કોલાહલના ઇશારે-ઇશારે..

                સંવેદનાઓ લપાઈને બેઠી છે અહીં ખૂણે ને ખાંચરે;

                કશાની દરકાર ન કરનારો સમાજ, આસમાને ચડાવે- ઉતારે..

       …

Continue

Added by Mira Anajwala on September 30, 2013 at 12:53pm — No Comments

તું આખે-આખો મહેલ આપે, હું ટુકડા સંઘરવાની જીદ કરું

તું ભીંજવી નાખે પ્રેમવર્ષામાં; હું ઝાંકળબિંદુ જોઈ હરખાયા કરું,

તું ઉંબરે લઇ આવે સ્નેહનો સાગર; હું વહાલના એક બુંદની ઝંખના કરું...

તું મરજીવો થઇ લાવે મોતી; હું છીપલાંમાં ભાત નવી કંડાર્યા કરું,

તું આપી દે આશાઓનો સુરજ, હું શક્યતાના સુરજમુખી ચૂમ્યા કરું...

તું ચાંદ થઇને આવે અટારીએ, હું ઝરુખે ચાંદનીમાં નાહ્યા કરું, 

તું સામે આવે હકીકત બનીને; નિંદ્રાધીન, હું સ્વપ્નમાં તને દેખ્યા કરું...

તું આકાશ બની ને વિસ્તરે અફાટ; હું લજામણી થઇ સંકોચાયા કરું,

તું…

Continue

Added by Mira Anajwala on September 20, 2013 at 1:56pm — 3 Comments

આજે સવારે

આજે સવારે વીજચમકારા જોઇને લાગ્યું કે જાણે આકાશના બે કટકા થઇ જશે, 

મેઘ ગર્જના જંગલના સિંહ ની દહાડ થી કંઈ કામ નહતી...

કાળું ડીબાંગ આકાશ કોઈક તાંડવનું સાક્ષી બનવાની તૈયારી કરતુ હતું.

આ બધું કૈક અજુગતું બનવાનું છે એમ ભિતીપ્રદ લાગતું હતુ

Added by Mira Anajwala on July 24, 2013 at 10:24am — No Comments

ચસકેલ

બહુ જ થોડા 'ચસકેલ' જ દિલચસ્પ લાગે છે;

આલમ આખું એની પાછળ જ ભાગે છે.

જે સાવ 'ઘેલું' ભાસે છે;

પળવારમાં એ જ બાજી બદલી નાખે છે.



બહુ નોખા અંદાજ છે એના,સાવ અલગ રીવાજ એના...

ખૂટે નહિ જોમ, વાતો એની દોમદોમ ;એના વિચારે ચડી ફૂલ્યું ના સમાય (મારું) રોમ-રોમ.



ગણતરીબાજ જરાય નહિ; પણ ભાવિમાં ક્ષણિક ઊંડી છલાંગ ના લગાવી જાણે એવો કાચોય…

Continue

Added by Mira Anajwala on July 9, 2013 at 10:06am — No Comments

ઈચ્છા

વર્ષો થી મનમાં ધરબાયેલી ઈચ્છાઓને ક્યાય સુધી સંકેલી રાખતા...,

વંઠી ગઈ છે.

 

સળવળ થયા કરતી ઝંખ્નાઓને દબાવી રાખવા છતાં… ,

બધીર થઇ ગયેલી સંવેદનાઓ આજે જીવી ઉઠી છે.

 

અંતરમાં અવિરતપણે ઉછળી રહેલા ઉન્માદને અજાણપણે જ પંપાળી બેસતા...,

મુક ઈચ્છાઓ પુલકિત થઇ ઉઠી છે.

 

ભીતરની અલીપ્સા જે પ્રાણવિહીન થઇ પડી'તી ક્યાંક ખૂણા માં...,

આજે સજીવન થઇ ઉઠી છે.

 

ક્યારેય ના ચર્ચાયેલો વિષય, છતાંય (જો,) આપણી વચ્ચે કેવો સંવાદ રચાય…

Continue

Added by Mira Anajwala on June 24, 2013 at 11:56am — 1 Comment

જિંદગી કે કોયડો!

"જિંદગી વિષે ક્યારેય કોઈ statement આત્મવિશ્વાસ થી ના કરવું..., કેમકે આપણે જેવું એમ  કરીએ કે તરત જિંદગી એને ખોટું પડવાના કામે લાગી જાય છે. કોણ જાણે એને શું મજા આવે છે, પણ માણસ નો આત્મવિશ્વાસ તોડીફોડી ને એને પોતાનું જ કહેલું ખોટું પડતું દેખાડવામાં જિંદગી ક્રૂર આનંદ લે છે."

- 'એક સાંજ ને સરનામે' bookમાંથી 

Added by Mira Anajwala on June 24, 2013 at 11:39am — No Comments

અલગારી

અલગારી આ કેડી, લાગે કામણગારી...

ચકચૂર થઇ જાઉ એમાં..., થઇ જાઉ  મનમોજી

ત્યાગી દઈ સઘળું; થઇ જાઉં વૈરાગી.., ને દુનિયા કહે 'આ તો રમતાજોગી'
માર્ગ એવો કંડારૂ જેનો મનસૂબો કોઈ ના હોય ,ને છતાં વિસામાની…
Continue

Added by Mira Anajwala on June 19, 2013 at 10:29am — No Comments

મુખવટો

મુખવટા પહેરી જ મહાલે છે પ્રજા...
કેમકે બેનકાબ ને 'બહારવટો' જ અપાય છે હર જગા.
ડગલે ને પગલે પંકાય એ જ કુશળતા-
કે કોને ?ક્યારે પેહર્યા કેવા વાઘા?
ઝાક્ઝામાળથી અંજાઈ ને બની ગયા સૌ અંધજન;
ઇન્સટંટ આકર્ષી લે એવાને જ બનાવે સૌ પ્રિયજન


ક્યારેક એમ થાય કે-
     મહોરા આ ઉતારી દઉં બધા;

     લાગે આ સાવ કારાવાસ સમા.

પણ  વ્યર્થ છે અહી બધું ,
કેમકે ડોળ - દેખાડાની દુનિયામાં ઘૂમટા ફરજિયાત છે...

Added by Mira Anajwala on June 10, 2013 at 11:06am — No Comments

આમ અમસ્તું જ

આમ અમસ્તું જ બધું મોકૂફ રાખે છે, જાણે કશાયથી વાકેફ ના હોય 

મારી વેદનાને પારખી તો ગયો છે; તોય ટીખળમાં કેવું સતાવી રહ્યો છે!

આપતા તો મેં વચન આપી દીધું, પણ આ તો જાણે કાળજું તે કાપી લીધું

સમયની પાળે બેસી વિચારી રહી છું, કાળની કરવટોને નિહાળી રહી છું...

કે ક્યારેક તો ચોક્કસ આવશે એ ઘડી, જ્યારે મન-મંદિરે માથું ટેકશે તું લળી- લળી 

વિચલિત કરી જાય છે આ વિટંબણા, અવિરત ચાલ્યા કરતાં આપણા મનામણાં 

અલપ-ઝલપ જોઈ આમ તું મલકાયા ના કર, વિહ્વળ થઇ જાય છે મારા મનડાનો…

Continue

Added by Mira Anajwala on June 4, 2013 at 3:36pm — No Comments

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service