Made in India
અમદાવાદના કોમી રમખાણોને લક્ષ્યમાં રાખીને કવિ શ્રી મુકુલ ચોક્સીએ લખેલ રચના ઘણાં વરસોથી વાંચું છું, અને રાસભાઈના કંઠે ગવાયેલ એ રચના સેંકડો વાર સાંભળી છે. આજે પણ આ રચના ખુબ જ પસંદ છે.
"આખા નગરની જલતી દીવાલોને કળ વળે,
ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે."
.... અહીં કવિના અંતરે આશા છે / વિશ્વાસ છે કે, જો બે અલગ કોમ ના માણસો પૂર્વગ્રહો ત્યાગી ને એકબીજાને સ્વીકારે, તો (અમદાવાદની "ભીંત પર પડેલા લોહી ના ડાઘાઓ") દુશ્મનાવટના…
Added by Janak Desai on April 2, 2013 at 3:57am — No Comments
હું, અને તું ,
વૃક્ષની ઓલી ડાળીઓની જેમ,
ભેળા રહી અળગા થતા રહ્યા;
દૂર ક્ષિતિજ મળવાના ભાસે,
ઘરઘર રમત્યું રમતા રહ્યા;
જોને,
એક જ આવાસ, ‘ને એક જ આકાશ તળે,
એક જ પ્યાલાનું સિંચન જે અધરો ને મળે;…
ContinueAdded by Janak Desai on March 25, 2013 at 8:35pm — No Comments
ઘૂંટ્યા કરે છે એકડો, જે માનવી, એમજ,
જીવ્યા વિના મરતો રહે તે માનવી, એમજ.
આદત રહી જે માનવીની જીદ કરવાની,
લે ક્યાં કશું શીખી શક્યો છે માનવી, એમજ.
હા, આ ઘડી ને તે ઘડી કરતો રહે છે માનવી,
ને બે ઘડીમાં જાય છે, લે માનવી, એમજ.
છે ધાવણી થી લાકડે…
ContinueAdded by Janak Desai on March 25, 2013 at 3:05am — No Comments
પ્રેમ અગન,
જે, પ્રિયે પામ્યા પછી,
ઓલાઈ’તી તે;
*
*
સળગી ફરી,
રૂપ બદલી, મને
બાળતી રહી
*
*
આગ ભીતરે,
સમાવી શકું, મળે
પ્રિય ફરી તો.
...જનક
Added by Janak Desai on March 25, 2013 at 2:07am — No Comments
એનું :
આવવું જાવવું, ડાળ પર બેસવું,
જોઉં છું, કેટલું સહજ લાગે;
છો ભલે બે ઘડી માત્રનું આવવુ,
ના ઘડી, તોય જો નિત્ય આવે;
ડાળ પર ઝુલવુ, કંઠમાં નાચવું,
હર ઘડી કેટલો હર્ષ આપે;
ડાળ પર બેસવું, ને ફરી ઊડવું,
દૂર આકાશ જૈ, પાંખ વ્યાપે;
જે મળ્યું તે ગળ્યું, અન્ય કૈં ના ગણ્યું,
ચિત્ત માં ચૈન લૈ, રાતમાં…
Added by Janak Desai on March 25, 2013 at 2:05am — No Comments
મારી નજરમાં હજુય છે, જે નગર પગલાં હવે ના પડે
માણેલ દ્રશ્યો મનમાં હજુય છે, આંખો ને ભલે ના જડે.
હરેક શ્વાસે માટી મહેંકતી, હરેક પગલે ધરતી ધડકતી
પરિચિત પ્રાણ, પરિચિત પ્રેમ, હજુયે મારું જીવન ઘડે
ના બાંધી છે કોઈ અવધી, ના બંધ કરી છે કોઈ બારી
રક્તવાહિની ગલીઓ માં સબંધો ની હુંફ હજુય…
Added by Janak Desai on March 22, 2013 at 11:12pm — No Comments
रह-ए-ख़िज़ाँ में उदासी को दफ़न करने मैं चल पड़ा,
सोचा, अपनों में सहज से गुम हो कर पीछा छोड़ेगी।
जनक
Added by Janak Desai on March 21, 2013 at 3:39am — No Comments
અમારી યાદમાં પણ એમને તો ફરિયાદો જ સંભળાય છે,
રહ્યો ખામોશ હું બસ એટલે જ કે મારા શબ્દો અથડાય છે;
ફરિયાદ એમણે એ કરી કે હું કદી કંઈ સમજ્યો નથી,
કેમનું સમજાવવું કે આ દિલ, અન્યોથી ક્યાં હરખાય છે.
જનક
Added by Janak Desai on March 20, 2013 at 6:22am — 1 Comment
"આ તમારા કવિતડાં મને નૈ હમજાતાં!“
મેં હોંભળ્યું હે આવું, વારંવાર.
ને વળી
‘આ લગાગાગા ય હમજાય નૈ’,
ગોખવા જાઉં ત્યાં ગાંઠો પડે”
એવુંયે હોંભળ્યું હે વારંવાર.
તો, લ્યો આ મારું નવું કવિતડું,
હાવ હરળ ભાષામાં.
લ્યો હોંભળો....
મને લાગે હે ક્યારેક, કે
હું અવળાં પગે જ હાલું તો હારુ.
લ્યો, પુછો મને કેમ એવું કહ્યું !!
કેમકે,
હવારથી માંડી ને હોંજ લગી,
ચંપલ હું ઘસડ્યા જ કરું, ને
પગમાં પડ્યા કરે છાલા.
કેમ હું એમ કરું?,…
ContinueAdded by Janak Desai on March 20, 2013 at 3:59am — No Comments
मैं जी रहा हूँ ऐसे कि जैसे कोई कल न हो,
चैन कि नींद सोता हूँ जैसे कोई गम न हो,
हर नई किरण अब हो जैसे जन्मदिन मेरा,
जीना है अब ऐसे कि कोई ख़्वाब कम न हो।
जनक
Added by Janak Desai on March 20, 2013 at 3:42am — No Comments
અહં બ્રહ્માસ્મિ / अयमात्मा ब्रह्म
જે બ્રહ્મ ને ગોતી રહ્યો, તે બ્રહ્મ તું જ છે
ચેતન અને જડ ના સ્વરૂપો માંય તું જ છે
જો હામ તું રાખી શકે, પામીશ તું તને
પરમાત્મામાં જીવતો આત્માય તું જ છે
….જનક મ દેસાઈ
Added by Janak Desai on March 16, 2013 at 2:00am — No Comments
ના પૂછો મને કે મારું ઘર છે કે નહિ
કશું ચાર ભીંતો ની ભીતર છે કે નહિ ?…
Added by Janak Desai on March 16, 2013 at 12:54am — 2 Comments
“તારી જરુર છે",
હા, “મને તારી જરુર છે",
એવું કહ્યાનું યાદ છે.
ચાલી રહ્યાં’તા સાથે,
શિયાળાની ઠંડી રાતે;
તે રાતે, તારો હાથ ઝાલીને,
“તારી જરુર છે",
કહ્યાનું મને યાદ છે.
અને
તારું જરા ધીમેથી ફરી ને,
નજરમાં નજર મિલાવીને,
ત્વરિત કંપન…
Added by Janak Desai on March 16, 2013 at 12:19am — 2 Comments
I shall dream of dreams,
I shall live my dreams, and
I am living one of them now,
A dream that I have longed for;
I shall cherish the moments,
I shall share the moments,
I am sharing the one I am cherishing now,
A dream that I am living now.....
I wrote this poem for a family friend who had dreamed of becoming a…
Added by Janak Desai on March 15, 2013 at 6:26am — No Comments
સપનાઓ ઢેર લઇ ને બેઠો છું, તારા વિના અંધારું છે,
રાત ક્યાંક આથમી ન જાય, દિવસે ક્યાં કંઈ મારું છે !
જનક
Added by Janak Desai on March 15, 2013 at 5:59am — No Comments
મ્યાનમાં રાખી મૌન રહ્યો, ને તલવારે મને જ કાપ્યો
મૌન રહ્યો પણ યુદ્ધ ભીતરમાં, તે યુદ્ધથી આજે થાક્યો …. જનક
ભીતરે છે જે ઘુઘવાટ,
એની ક્યાં કરું હું વાત ?
મોજાઓ જ્યાં મોકલ્યા,
ત્યાં પટ પર થયો પછડાટ ... જનક
Added by Janak Desai on March 14, 2013 at 12:41am — No Comments
આજે સવારે
ઘેરથી નીકળ્યો જ્યારે
જે સ્મિત જોયું, ચહેરે તમારે
તે ...કેવું મીઠું લાગ્યું ત્યારે !
ને શેરી પરથી
ગાડીની બારીમાંથી દેખાતા
લાગણી ઉછાળતા તમારા હાથ ને
સાથ આપવા,
મેં પણ જે હાથ-સાદ આપ્યો
તે ...પડઘાઈ ને પાછો આવ્યો
જેમાં વણબોલ્યું તમારું
‘આવજો' સંભળાયું
..’ને મને સંભળાયું
કે “વહેલા ઘેર ‘આવજો' “
ને દ્રશ્ય દેખાયું
આવતી સાંજનું
ઉંબરે ઉભી…
ContinueAdded by Janak Desai on March 13, 2013 at 10:48pm — No Comments
એક મીઠો મધુર વાયરો આવીને સમી ગયો
પળભરમાં જીવનભરના તોફાનો રમી ગયો
....જનક
Added by Janak Desai on March 13, 2013 at 9:56pm — 1 Comment
શબ્દોના વાવાઝોડા જોને કેવા તોફાની!
કે તોફાને ચઢે ત્યારે જ તું મને દેખાય છે.
જનક
Added by Janak Desai on March 13, 2013 at 9:26pm — No Comments
રજઝ છંદમાં - ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા
આવો, તમે જે પણ સ્વરૂપે આવશો, ગમશે મને,
ખુલ્લાં રહ્યાં આ દ્વારને ખખડાવજો, ગમશે મને.
બેઠો સજીને સાજ, હું તૈયાર છું, ક્યાં છો તમે ?
જો આવવામાં વાર ના થૈ જાયતો, ગમશે મને.
તૈયાર છે આ સાજ, ‘ને છે તાર સૌએ સૂર માં,
છેડી હ્રદયના તાર, જે ગવરાવશો, ગમશે મને.
તું આભ, હું ધરતી રહ્યો, વાતાવરણ બનશે અહીં,
વાતાવરણ તું જે ધરે, સૌ મોસમો…
Added by Janak Desai on March 13, 2013 at 7:30pm — 2 Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service