Made in India
અસત્ય અંધકાર છે ,
સત્ય ઉજાશ છે .
અસત્ય અજ્ઞાન છે ,
સત્ય જ્ઞાન છે .
અસત્ય છટકબારી બતાવે છે ,
સત્ય કર્તવ્ય સૂચવે છે .
અસત્ય ઢંકાતું નથી ,
સત્ય સ્વયં ઢાંકણ છે .
અસત્યનું આયુષ્ય ટુંકું હોય છે ,
સત્યનું આયુષ્ય લાબું હોય છે .
Added by DARSHITA BABUBHAI SHAH on July 31, 2015 at 3:39pm — No Comments
આટલી મારી સલાહ માની લો ,
જીત છૂપાયેલી કાયમ હારમાં .
જુઓ વર્ષોની મહેનત છે સતત ,
ત્યારે આવે છે કલા આકારમાં .
જીભ ના બોલે છતાં પણ આંખોતો ,
વ્હાલની ભાષા કહે અણસારમાં
જીંદગીભર તારું મારું કર્યા કરે ,
માનવી કાયમ જીવે છે ભારમાં
નવલખા રત્નોથી ગીચોગીચને ,
જ્ઞાન શોભે અકબરના દરબારમાં
Added by DARSHITA BABUBHAI SHAH on July 30, 2015 at 3:09pm — 1 Comment
Added by Rina Badiani Manek on July 29, 2015 at 6:36pm — No Comments
જંજીરોને તોડી ઉડવા ચાહતું મન ,
દૂર ક્ષીતીજે વિહરવા માગતું મન .
પાંજરામાં તડપે વર્ષોથી બિચારું ,
ને પરાણે હસતું મોઢું રાખતું મન .
યુગોથી જુલ્મોને સહેતું બંધ આંખે ,
બંધનોની બેડી તોડી ભાગતું મન .
Added by DARSHITA BABUBHAI SHAH on July 29, 2015 at 3:06pm — No Comments
આકાશ માં વિહરતા પક્ષી ,
લાલ, પીળા, ભૂરા અને સફેદ કંઇક ઉડતું ,
જોઇ વિચારે ,
અરે ,
આ પક્ષીઓ ક્યાં દેશથી આવ્યાં ,
પહેલા તો ક્યારેય ના દીઠા આવા રંગો ,
તે પતંગો છે એ આ ભોળા પક્ષીઓ
ક્યાંથી જાણે ,
તેઓ નજીક જઇ જોવા માગે ,
પરંતુ ,
તેમને નથી ખબર ,
પતંગ ની જીવલેણ દોરી ,
તેમનો જાન લઇ લેશે ,
રે અબુધ પક્ષી…
ContinueAdded by DARSHITA BABUBHAI SHAH on July 28, 2015 at 4:00pm — No Comments
એ મિસાઈલમેન હતા એ ખરી વાત છે પરતું,
દેશનો એક સાચો કોમનમેન ગયો તેનો કાયમ રંજ રહેશે........
Added by Ketan Motla on July 28, 2015 at 1:46pm — No Comments
મારી વાત -63
''મુક્ત બંધન ''
માનવ મન મુક્તિ અને સ્વતંત્રતા ઝંખે છે. તેમની ઉપર લોકલાજ,શરમ,માન મર્યાદા જેવા કારણો ને લીધે તેમની સ્વતંત્રતા ઝુંટવાઈ જતી હોય છે. જુના ચીલાચાલુ રીત રીવાજોને કારણે માણસને ગુલામીના પાંજરામાં કેદ ના કરી શકાય.
માણસને વાણી વિચાર અને…
Added by Ketan Motla on July 28, 2015 at 1:22pm — No Comments
નિરાળો છે ખેલ ગર્ભ થી સ્મશાન સુધી ,
રુપાળો છે ખેલ ગર્ભ થી સ્મશાન સુધી .
અજાણી છે રાહ અને અનોખા મુસાફર ,
અકલ્પ્ય છે ખેલ ગર્ભ થી સ્મશાન સુધી .
આવરણો માં થતો રહે પીડાનો એહસાસ,
સુવાળો છે ખેલ…
ContinueAdded by DARSHITA BABUBHAI SHAH on July 27, 2015 at 4:00pm — No Comments
મારી વાત -62
'' નવું શીખો....નવા બનો...''
આપણાં જીવનનો પ્રત્યેક નવો દિવસ નવી તાજગી, નવી આશા અને નવો ઉમંગ લઇ આવે છે. નવ પ્રભાતે નવા વિચારો સાથે નવા કાર્યો નો આરંભ કરવો.
પ્રત્યેક દિવસે કોઈ એક નવું કાર્ય કરતા રહો. જીવનને નદીની જેમ સરળ અને સહજ…
ContinueAdded by Ketan Motla on July 25, 2015 at 7:32am — No Comments
મારી વાત -61
''સમજદાર સાથીદાર''
દરેક માણસને પોતાનું જીવન સુખ,શાંતિ અને આનંદ પૂર્વક જીવવા મળે તેવી ઝંખના રહેતી હોય છે. જીવનપથ પર દરેક સંજોગો અને સમસ્યામાં સદા સાથ ચાલે તેવા સાથીદાર જરૂર રહે છે. સમજદાર સાથી જીવને ને શ્રેષ્ઠ અને અંતિમ મુકામ પર લઇ જાય છે.
સમજદાર સાથીદાર જીવનના કઠીન માર્ગો પર…
ContinueAdded by Ketan Motla on July 24, 2015 at 7:05pm — No Comments
ગગન થી ઉતર્યુ એક પંખી,
મેઘધનુષ જેટલું સુંદર ,
જોતા વેંત પ્રેમ થઇ જાય
કુદરત સાથે,
આભાર માનવો જ રહ્યો રચેતાનો .
પણ ભુલાઇ ગયું,
જીન્દગી ની ભાગદોડમાં ,
આમ તો સ્વાર્થી અમે ,
આભાર ના માનીએ કદી ,
પણ,
આશા જરુર રાખીએ ,
કે ,
અમારો કોઇ આભાર માને ,
છતાં ,
કુદરત તો તેનું કામ કરવાની ,
સુંદર જગને સુંદરતા થી ભરશે .
Added by DARSHITA BABUBHAI SHAH on July 24, 2015 at 3:20pm — No Comments
શબ્દો મારા શ્વાસ છે,
હાથ માં આકાશ છે.
ચાર આંખો જ્યાં મળે ,
બે હ્રદય નો રાસ છે.
હાર જીત ચાલ્યાં કરે ,
જિંદગી તો તાસ છે.
દિવસોથી દિલને સખી ,
પ્રેમપત્રની આસ છે .
Added by DARSHITA BABUBHAI SHAH on July 22, 2015 at 3:07pm — No Comments
મારી વાત -60
''બસ, હવે કઈ માંગવું જ નથી ''
આપણને જીવનમાં બહુ આશાઓ,અપેક્ષાઓ અને બહુ બધું પામવાની ઝંખના રહેતી હોય છે. માનવ મનને બધું જલ્દી પામી જવું હોય છે. એના કારણે આપણા જીવનનો મહત્તમ સમય આપણી જરૂરિયાતો સંતોષવામાં જ જાય છે.
જીવનમાં ભૌતિક સુખ અને જરૂરિયાતો નું લીસ્ટ લાંબુ થતું જાય છે. પરિણામે…
ContinueAdded by Ketan Motla on July 22, 2015 at 2:40pm — No Comments
જેમ હું તડપું પ્રિયેની યાદમાં ,
તેમ તું તડપે પ્રિયેની ચાહમાં .
ક્યારે સંદેશો સજનનો આવશે ,
નયનો બિછાવીને બેસે રાહમાં .
રાહ જોઈ થાકી છે આંખો સખી ,
દર્દ જુદાઇનું ટપકે સાદમાં .
ઢોલની માફક ધબકતું દિલ મારું ,
પ્રેમનો પડઘો પડે છે નાદમાં.
રાત આખી છે વિતાવી જાગીને ,
ચાંદ પૂરે સૂર મારી વાતમાં.
31-8-2010
Added by DARSHITA BABUBHAI SHAH on July 21, 2015 at 4:17pm — No Comments
કેવા કેવા માણસ છે.
ઓલ્વાયેલા ફાનસ છે.
તાકી તાકી જોતી રહે,
આખો જાણે કાનસ છે.
ગુમાવી ના બેસું કયાંક,
હેયું તારું પારસ છે.
જો જે લપસી ના પડ્તો,
મયખાના માં આરસ છે.
મૂકી ના દેશો પડ્તાં,
જગ થી ડરતું માનસ છે.
જીવનભર સાચવજે "સખી",
યાદો મારી વારસ છે.
ભાગ્યના હાથે રમતું,
જીવન લાગે ફારસ છે.
ધબકારા કાબુ માં…
ContinueAdded by DARSHITA BABUBHAI SHAH on July 20, 2015 at 4:27pm — No Comments
મારી વાત - 59
'' હૈયાની વાત કોને કહું ?''
માનવીનું મન લાગણીઓ ,સંવેદનાઓ, ઉર્મીઓથી ભરેલું હોય છે. માનવ મન વેદના સંવેદના વ્યક્ત કરવા ઉચિત સ્થાન શોધવા સતત પ્રયાસ કરે છે.
તમારા અંતરની લાગણીઓ ને સમજી શકે તેવી વિશ્વાસુ વ્યક્તિ પાસે હૃદયની વાત કરાય. તમારા અંતરની વાત એવી વ્યક્તિ પાસે કરો જે તટસ્થ…
ContinueAdded by Ketan Motla on July 18, 2015 at 4:18pm — No Comments
એ નજીક રહેતા હતાં ત્યારે નજીક ન્હોતાં ,
પ્રેમ ત્યારે પણ હતો જ્યારે નજીક ન્હોતાં .
દૂર નજરો થી ગયા મજબૂરી માની લે ,
ન્હોતી મજબૂરી સખી ત્યારે નજીક ન્હોતાં .
યાદ વિતતા હશે દિવસો તું શું જાણે ,
આંખો થી ઓઝલ ન થ્યાં જ્યારે નજીક ન્હોતાં .
Added by DARSHITA BABUBHAI SHAH on July 17, 2015 at 4:40pm — No Comments
તારી વાતો તારી વાતો તારી વાતો ,
દિલ ને ગમતી તારી વાતો તારી વાતો.
તારી યાદો તારી યાદો તારી યાદો ,
મન માં રમતી તારી યાદો તારી યાદો .
તારી આંખો તારી આંખો તારી આંખો ,
ઉંઘ માં ભમતી તારી આંખો તારી આંખો
Added by DARSHITA BABUBHAI SHAH on July 16, 2015 at 3:13pm — No Comments
લાગણીઓ દિલ માં ગરજે છે,
આંખોમાંથી આભ વરસે છે.
વાદળો હૈયા હિલોળે ને,
વીજળી નયનોમાં ચમકે છે.
વરસાની આ ઋતુમાં જો સખી,
પ્રેમરસ રિમઝિમ ટપકે છે.
Added by DARSHITA BABUBHAI SHAH on July 15, 2015 at 3:11pm — No Comments
Hu tamaru maan rakhu,hu tamari maryada sachvu,hu tamaru sanman jadvu,hu tamari dunia thi raksha karu,tamari darek e darek vaat manu,mara darek nirnay ma tamari salah lau, eno matlb e nathi ke hu
weak n poor n useless chuu..... pan eno matlab e che ke dunia na badha sambandho thi tamne hu upar manu chuu...so dont take granted ur luv....respect someone's luv n care-madhavnish
Added by dr vijay prajapati on July 13, 2015 at 5:35pm — No Comments
2020
2019
2018
2017
2016
2015
2014
2013
1999
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service