Information

Chandrakant Bakshi

ચન્દ્રકાંત બક્ષી અને એમની બક્ષીયત.

Website: http://twitter.com/bakshibabu
Members: 151
Latest Activity: Jul 1, 2016

ચંદ્રકાન્ત બક્ષી - ઇન્ટરવ્યુ

નામ - અટક : ચંદ્રકાંત બક્ષી

જન્મતારીખ: ૨૦ ઓગસ્ટ, ૧૯૩૨. પાલનપુર

પિતા-માતાનું નામ: કેશવલાલ બક્ષી - ચંચળબેન બક્ષી

મૂળ વતન: પાલનપુર

ડિગ્રી-ઉપાધિ: એમ. એ., એલએલ.બી.

વ્યવસાય: નિવૃત્ત આચાર્ય/શેરિફ(મુંબઈ), લેખન.

જીવનસાથી: બકુલા બક્ષી

સંતાન: રીવા

વજન: ૬૦ કિલો

ઊંચાઈ: ૫` ૫"

સ્વભાવ: મજેદાર

હોબી: જીવન

અતિપ્રિય વ્યક્તિ: પત્ની બકુલા/ પુત્રી રીવા

વ્યસન: હતાં!

આદર્શ(રોલમોડેલ): જટાયુ

પહેરવેશ? ખાદી પહેરવી ગમે?: સ્વેડ શુઝ, ડાર્ક મોજાં, વુલન પેન્ટ, સફેદ શર્ટ, બ્લ્યુ બ્લેઝર, ટુટલની ટાઈ. ખાદી ન ગમે.

પ્રિય ભોજન: તમામ તામસિક ભોજન-પીણા!

પ્રિય મુખવાસ: લવિંગ.

તમારો તકિયાકલામ: 'યુ આર રાઈટ!'

ગમતી હિરોઈન: ઇટાલિયન અભિનેત્રી - એના મેગ્નેની.

ગમતો હીરો: રાજકપૂર.

મનપસંદ રાજનેતા: જવાહરલાલ નેહરુ.

ડિપ્રેશન આવે?: નેવર.

લગ્ન એટલે શું?: સમર્પણ.

પ્રેમ એટલે શું?: અન્યની ખબીઓનો પણ સારાઈ જેટલો જ ખેલદિલી સ્વીકાર.

ઘેલછા કહી શકાય તેવો શોખ: બધા જ શોખ મારા કબજામાં હોય છે. શોખને માલિક બનવા દેતો નથી.

સૌથી વધુ ખુશ ક્યારે થાઓ છો?: રાત્રે થાકીને પથારીમાં સૂતી વખતે.

કોઈ વહેમ ખરો: ના.

અન્યના વ્યક્તિત્વની કઈ ખૂબીઓ ગમે?: ઈમાનદારી - પારદર્શકતા.

સર્જનમાં કોઈ પ્રેરણામૂર્તિ હતાં? છે?: નર્મદ, મેઘાણી અને ક.મા. મુનશીને હું મારા પૂર્વજો માનું છું.

અંગત પુસ્તકાલયમાં કેટલી કિતાબો છે?: અસંખ્ય.

સર્વપ્રથમ મૌલિક પ્રકાશિત કૃતિનું નામ: 'મકાનનું ભૂત' - ૧૯૫૧માં કુમારમાં પ્રગટ થઇ.

સવારે લખો કે મોડી રાત સુધી: ભૂતકાળમાં રાતોની રાતો લખ્યું છે - મોડે સુધી.

અવાજો વચ્ચે, પ્રવાસ દરમ્યાન કે એકાંતમાં લખવું ફાવે?: એકાંતમાં.

લેખન માટે કોઈ ખાસ સ્થળવિશેષ: મારું ડાઈનિગ ટેબલ.

છેલ્લી નકલ પૂર્વે કેટલી વાર લખો છો?: પહેલીવાર - છેલ્લીવાર!

કઈ કઈ કૃતિઓથી કીર્તિ મળી?: પેરેલિસીસ અને મહાજાતિ ગુજરાતી અને બધી જ....!

કેટલા સાહિત્યપ્રકારો, લેખનપ્રકારો અજમાવ્યા?: વાર્તા, નવલકથા, નિબંધ, ઇતિહાસ, નાટક, પત્રકારત્વ અને કાવ્ય પણ!

પ્રસિદ્ધ પુસ્તકોની સંખ્યા: ૧૨૭

પ્રિય લેખકોનાં નામ: દર બે-ચાર વર્ષે બદલાતાં રહે છે. જુવાનીમાં હેમિંગ્વે ગમતો. હવે લેટીન અમેરિકાનાં નવલકથાકારો ગ્રબ્રીયલ ગાર્સિયા, માર્કવેમ મારિયો, વારગાસ ગ્રોસા, ઈઝાબેલ એજેન્ડે વધારે.

આપની શ્રેષ્ઠ કૃતિઓ: બધી જ. શ્રેષ્ઠતમ હવે આવશે.

માનઅકરામ: I am the highest paid author in Gujarati literature.

લેખનમાં ન હોત તો ક્યાં હોત?: ગુજરાતમાં શરાબનું બુટલેગિગ કરતો હોત. આટલો બધો નફો કદાચ બીજા કોઈ ધંધામાં નહીં હોત.

સિનેમા, ટીવી, ઇન્ટરનેટ જેવાં માધ્યમોના આક્રમણથી સાહિત્યસર્જનનો પ્રભાવ ભવિષ્યમાં ઘટશે?: ના.

મનપસંદ ટીવી કાર્યક્રમ: નેશનલ જિઓગ્રાફિક, ડિસ્કવરી, એનિમલ પ્લાનેટ. મને ટીવી પર જંગલોની, સમંદરની, આકાશની દુનિયા જોવી ગમે છે.

મનપસંદ કમર્શિયલ(જાહેરખબર): વર્ષો પહેલા 'લાઈફ'માં છેલ્લા પાનાની અત્યંત મોઘીં જાહેરખબર, જેમાં આખું પાનું કોરું હતું. નીચે ફક્ત એક જ લાઈન લખી હતી: 'સોરી, અમે અમારી દસ લાખની મર્સીડીઝ કાર હમણાં જ વેચી નાખી!

વાંચન માટે વખત બચે છે? આજકાલ શું વાંચો છો?: ગેબ્રિયલ માર્ક્વ્ઝની '100 years of solitude'.

તમારી સૌથી કડક ટીકા કોણે કરી છે?: મારી ટીકા? અને તે પણ કડક!!

ભાવકો સાથે કેવો સંબંધ છે?: વાચક માલિક છે! મારા યાર-બાદશાહો છે!

સાહિત્ય તમારા માટે ..............છે: આત્માનો એક્સ-રે!

ગમેલી એક ઉત્તમ ફિલ્મ: હિરોશિમા, મો આમુર! (French film)

સ્વદેશ-વિદેશમાં પર્યટનો-પ્રવાસ કેટલાં થયાં?: ઘણાં બધાં. ગણતરી રાખી નથી.

કયું વાહન વાપરો છો?: હ્યુન્ડાઈ એકશ્ન્ટ કાર.

ગમતાં દૈનિક-સામાયિકનું નામ: દિવ્ય ભાસ્કર, ચિત્રલેખા, ધ વીક, ઓઉટ્લૂક.

ગુસ્સો ક્યારે આવે?: દાવપેચ રમાતા હોય ત્યારે. નાની વાતમાં જુઠાણું સાંભળું ત્યારે.

એક ચોરી માફ કરવામાં આવે તો શું ચોરવું પસંદ કરશો?: હું 'ચોરી' કરું નહિ, કરું તો માફી ણ માંગું, સજા માગી લઉં.

કોઈની તસ્વીર બેડરૂમમાં રાખો છો?: મારા પરિવારની.

ઈશ્વરમાં માનો છો? ક્યારે યાદ આવે?: હા. યાદ અંગત છે.

જીવનમાં પાછું વાળીને નજર નાંખો, એક સાક્ષી તરીકે શું દેખાય છે?: .....અને એક સાંજે હું ચાલ્યો જઈશ ધુમાડો પેહરીને..........ફક્ત બાલ્કનીનાં તડકામાં મારો સલ્ફ્યુરિક મિજાજ તરતો હશે!

છેલ્લે ક્યારે રડેલા?: ૪૭ વર્ષનાં દાંપત્યજીવન પછી પત્ની બકુલના શરીરને ઇલેક્ટ્રિક ક્રીમેટોરિયમમાં અગ્નિની શિખાઓને સોંપી ત્યારે.

કઈ ચીજનો સૌથી વધુ ડર લાગે?: મૃત્યુ પેહલાંની લાંબી, અસહાય કરી મૂકે તેવી બીમારીનો.

મૃત્યુ વિશે શું વિચારો છો?: જીવન અને મૃત્યુ વિશેની મારી સમજ બહુ સરળ છે. વહેતું પાણી છે. પાણીમાં બરફનો ટુકડો તરી રહ્યો છે. બરફની અંદર બંધ પાણી છે. એક દિવસ બરફની કેદમાંથી પાણી મુક્ત થશે. એક દિવસ અંદરનું બંધ પાણી બહારના વહેતા પાણીમાં ડૂબી જશે. કદાચ એને જ મૃત્યુ કેહતા હશે, મુક્તિનું બીજું નામ.

જીવન પાસે શી અપેક્ષા છે?: બસ, એક જ. મરતાં પહેલાં, આંખોની કીકીઓ સ્થિર થઇ જાય એ પહેલાં, ભગવાન થોડો સમય શુદ્ધિમાં રેહવા દે તો સારું. પરપોટો ફૂટતાં પહેલાં તડકો એ પરપોટા પર સાત રંગોમાં જરા નાચી લે તો સારું, આંખો ખુશીની ઝિલમિલમાં જરા ભીની થઇ જાય તો સારું....

સંતાનને પુરતો સમય આપ્યો છે?: સંપૂર્ણ.

દેશ વિશે શું વિચારો છો?: બહુ જ ઉજ્જવળ ભવિષ્ય છે.

આપની સફળતાનું રહસ્ય: જ્યોતિષીઓ પાસે ક્યારે ગયો નથી. આંતરિક મર્દાનગી, માર ખાતા રેહવાની જબરદસ્ત ટીનોસિટી. ઝનૂન.

અન્ય લોકોને આપવા ઈચ્છતા હો તેવો સંદેશ: સંદેશ આપવા જેટલો મહાન અને દંભી હું થયો નથી. થઈશ પણ નહિ.

જીવનનો મુદ્રાલેખ: It should be good so long it lasts!

તમારા વિશે તમારા પોતાનો અભિપ્રાય: માણસ દિલદાર હતો!

તમારી જિંદગીને એક વાક્યમાં વર્ણવી હોય તો: 'ખુશહાલ જિંદગી એ વેર લેવાની શ્રેષ્ઠ રીત છે.'

Discussion Forum

This group does not have any discussions yet.

Comment Wall

Comment

You need to be a member of Chandrakant Bakshi to add comments!

Comment by Purvi Shah on February 26, 2016 at 3:14am

My favourite writer..

Comment by mukesh pandya on May 8, 2015 at 2:03pm

साल 2001 मे  बक्षी साहब से उनके पुस्तक -स्पीड़ब्रेकर-के निबंघो का हिन्दी अनुवाद की इज़ाज़त हेतु प्रथम बार ही  फोन पर मेरी बात हुई थी। पूर्व में हमारी कोई मुलाकात नही हुई थी परंतु फोन पर ही उन्होंने बगैर कोइ सवाल  कीए अनुवाद की इज़ाज़त देकर मुझे गद-गद कर दीया। प्रथम बार जब उनसे रुबरु होने का अवसर प्राप्त  हुअा उस रोज जब तक उनसे मुखातिब नहीं हुुआ तब तक की स्थिती को मैं बयां नहीं कर सकता। प्रथम मुलाकात के समय उन्होंने हस्तधुनन हेतु मेरा हाथ अपने नरम कोमल हाथों मे लिया उस क्षणों को मैंने अपने जीवन के स्वर्णिम क्षणों की तरह संजो कर रखा है। अनुवादित पुस्तक से वे काफी खुश हुए और मुझे पत्र भी लिखा,कुछ गलतियॉं भी बताई,मार्गदर्शन भी कीया। अंत मे कुछ हिदायतें देते हुए जो अहम बात कही वो बड़ी ला-जवाब और दिल को बाग-बाग करने वाली थी ।उन्होने पत्र में लिखा है - गलतीयों की चिंता मत करना चिंता करने वाले खुब मिल जाएंगे - । फीर तो हमारी काफी समय मुलाकातें हुई ,एक प्रमुख अखबार में वे मेरे मार्गदर्शक भी रहे परंतु उनकी हर मुलाकात के बाद दुसरी मुलाकात की ललक हंमेशा बनी रहती थी।  आज के लिए बस इतना ही, शेष फिर कभी।             8/5/15  मुकेश  पंडया

Comment by Ashok on November 22, 2013 at 10:24pm
Read. Their stories. Now we know persnoly
Comment by KISHORKUMAR M.MADLANI on July 3, 2013 at 1:13pm

  હટકે મિજાજ બક્ષીબાબુને માણવા એ એક લ્હાવો છે..

Comment by Gaurav Pandya on April 18, 2013 at 8:55pm

Comment by Anand Prajapati on March 3, 2013 at 10:32pm

@Manoj: Thankx for letting us know that incident. Amazing.

મને બક્ષીબાબુનો એક કટાક્ષ યાદ આવી ગયો: રાત્રે વહેલા સૂઈને સવારે વહેલા ઊઠવા વિશે.

આ ક્વૉલિટી વીરની ગણવામાં આવે છે. સૌથી વીર ધાવતાં બાળકો છે, એ વહેલાં સૂઈને વહેલાં ઊઠે છે.

Comment by manoj on March 3, 2013 at 10:21pm

બક્ષીબાબુ એકવાર એક આશ્રમ(??) માં રોકાયા હતા ત્યારે ત્યાના સંચાલકે તેમને કહ્યું કે સવારના પાંચ વાગે આશ્રમ ના બાળકો બહુ સરસ પ્રાથર્ના કરે છે વહેલા ઉઠી જજો અમને બહુ જ આનંદ થશે. બક્ષીબાબુ નો રોકડો જવાબ : ' પાંચ વાગે તો પક્ષી પણ નથી ઉઠતા તો બક્ષી કેમ ઉઠે?'

Comment by Manish S Patel on March 2, 2013 at 10:36am
I like Baxibabu and i am happy to read that you had wrote songs of Baxibabu's Novel.
Comment by Anand Prajapati on March 2, 2013 at 10:21am

@Anil Joshi: બક્ષીબાબુના અંગત મિત્રને મળીને આનંદ થયો. 

Comment by Anil Joshi on March 1, 2013 at 11:00pm

બક્ષીબાબુની " પેરેલિસીસ " નવલકથા ઉપરથી ટેલીવિઝન ફિલ્મ બની ત્યારે એના ગીતો લખાવવાનો આગ્રહ બક્ષીજીએ મને કર્યો હતો .બક્ષીબાબુ મારા અંગત મિત્ર હતા .પેરેલિસીસ ફિલ્મના એ ગીતો આજે સાંભળું છું ત્યારે મન અતીતમાં ખોવાય જાય છે

 
 
 

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service