Made in India
લિફ્ટ સલામતી અંગે જનજાગ્રુતિ ઝુંબેશ
પ્રતિ,
પ્રમુખ/સેક્રેટરી
..............................................................................
વિષય: લિફ્ટ સલામતી માટે ધ્યાનમાં રાખવાં જેવાં અગત્યનાં મુદાઓ
નમસ્કાર,
લિફ્ટમાં થતાં અક્સ્માતને નિવારવા માટે નીચે જણાવેલ મુદ્દાઓ ખાસ ધ્યાને રાખવાં.
1. ગુજરાત રાજ્યનાં લિફ્ટ કાયદા મુજબ દરેક લિફ્ટ્નું લાઈસન્સ હોવું જરૂરી છે. જેથી બિલ્ડર પાસે ઓરીજીનલ લાઈસન્સ અવશ્ય મેળવી લેવું.
2. લિફ્ટ લાઈસન્સ દર ત્રણ વર્ષે રિન્યુ કરાવવું આવશ્યક છે.
3. લિફ્ટની મરામત અંગેનો વાર્ષિક કોન્ટ્રાક્ટ સરકાર માન્ય અધિક્રુત ઓથોરાઇઝેશન ધરાવતી એજન્સી સાથે જ કરવો. લેભાગુ વ્યક્તિઓ પાસે કામચલાઉ મરામત કરાવવાથી અકસ્માત થવાની સંભાવનાઓ વધી જાય છે.
4. ઘણી એજન્સીઓ જે તે પેઢીના નામનું ઇલેક્ટ્ર્રીકલ કોંટ્રાકટર લાઈસન્સ કઢાવી લિફ્ટ્ની મરામત અંગેનું કાર્ય કરી પ્રજાને ગેરમાર્ગે દોરતા હોવાનું ધ્યાને આવેલ છે. લિફ્ટનાં ઇરેકશન/મેઇંટેનન્સનાં કામ કરવાં માટે સરકારશ્રી દ્વારા ખાસ ઓથોરાઇઝેશન આપવામાં આવે છે. જેથી લિફ્ટ મરામત અંગેનો વાર્ષિક કોન્ટ્રાક્ટ કોઇપણ એજ્ન્સી સાથે કરતા પહેલાં, તે એજન્સી પાસે લિફ્ટની મરામત કરવાં અંગેનું ઓથોરાઇઝેશન છે કે નહીં તેની ખાત્રી કરી, ઓથોરાઇઝેશનની નકલ મેળવી લેવી.
5. ઓરીજીનલ સ્પેર પાર્ટસ વાપરવાનો જ આગ્રહ રાખવો.
6.સસ્તી નહીં, પરંતુ સારી અને અનુભવી ટેકનિકલ સ્ટાફ ધરાવતી એજન્સી પાસે જ મરામત કરાવવાનો આગ્રહ રાખવો.
7. યોગ્ય મરામતના અભાવે જો કોઇ અકસ્માત થાય તો સોસાયટીનાં પ્રમુખ/સેક્રેટરીની જવાબદારીનો પ્રશ્ન ઉપસ્થિત થઇ શકે છે. અને સોસાયટીએ અકસ્માત ભોગ બનનાર ને વળતર આપવા પડ્યાં ના પણ દાખલા બન્યાં છે. જેથી સોસાયટીએ બિલ્ડર પાસે લિફ્ટ નો ચાર્જ લેતાં પહેલાં લિફ્ટ્ની ગુણવત્તા અને સેફ્ટી અંગે ખાત્રી કર્યાં પછી જ ચાર્જ લેવો.
8. લિફ્ટમાં બાળકોને કોઇપણ સંજોગોમાં રમવા દેવા નહીં. લિફ્ટના દરવાજાને જોરથી બંધ ના કરતાં હળવેથી બંધ કરવાં અંગે સોસાયટીનાં દરેક મેમ્બરને સુચના આપવી.
9. સોસાયટીનાં દરેક સભ્યએ નિયત કરેલ માસિક મરામત ચાર્જ નિયમિત આપવો. સોસાયટી પાસે જરૂરી ફંડનાં અભાવે લિફ્ટ્ની મરામત સમયસર થતી નથી અને સસ્તી અને લેભાગુ વ્યક્તિ પાસે મરામત કરાવવાની સોસાયટીનાં હોદ્દેદારોને ફરજ પડે છે. જે ક્યારેક ગંભીર અક્સ્માત નોંતરી શકે છે.
તમારી લિફ્ટમાં લિફટ સેફ્ટી અંગેના નવા નિયમો પ્રમાણે નીચે મુજબની સેફ્ટી છે કે નહીં તેની ખાતરી કરી લેવી તથા જો નીચે મુજબની સેફ્ટી ના હોય તો સંબંધિત એજન્સી પાસે સેફટી કરાવડાવી લેવી.
લિફ્ટનો કોઇપણ દરવાજો ખુલ્લો હોય ત્યારે કોઇપણ સંજોગોમાં લિફ્ટ ચાલવી જોઇએ નહીં. લિફ્ટ ફલોર પર આવે ત્યારે જ બહારનો લેંડીંગ ડોર ખુલવો જોઇએ.
લિફટ્નાં ખાડામાં કોઇ કચરો નાંખવો નહીં. ખાડામાં પાણી નહીં ભરાઇ તેવી વ્યવસ્થા કરવી. લિફટ વેલમાં બલ્બની વ્યવ્સ્થા કરવી.
આપણે એક હાથે વપરાતાં વાહનો જેવાં કે મારૂતિ, હુંડાઇ આઇ-10, ફોર્ડની સર્વિસ ઓથોરાઇઝડ સર્વિસ સેન્ટર પર નિયમિત રીતે અચુક કરાવી છીએ પરંતુ જેને અનેક લોકો મનફાવે તે રીતે વાપરે છે એવી લિફ્ટ્ની સર્વિસ અંગે ગંભીર બેદરકારી દાખવીએ છીએ અને જરૂર પડે ત્યારે સસ્તી તથા લેભાગુ એજન્સીઓને શોધીએ છીએ. શા માટે ? આપણાં જ બાળકો આ લિફ્ટમાં મુસાફરી કરે છે. ભવિષ્યમાં જો કોઇ અક્સ્માત થશે તો જવાબદાર કોણ ? પ્રમુખ, સેક્રેટરી કે સમગ્ર સોસાયટી ? જરા વિચારો.
ચીફ ઇન્સપેકટર ઓફ લિફ્ટસ એન્ડ એસ્કેલેટર્સ
દક્ષિણ ઝોન
વડોદરા
Tags:
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service