અમે તો ભૈ સહિષ્ણુ છીએ
નિદા ફાઝલી સુપુર્દે -ખાક થઇ ગયો છે નિદાની ઓબીચ્યુરી લખવા કલમ નથી ઉપડતી તમે વિચાર કરો સાહેબ નિદાની કિશોરવયમાં એનો આખો પરિવાર પાકિસ્તાન જતો હતો ત્યારે કાચી ઉમરના નિદાએ પરિવારને સ્પસ્ટ શબ્દોમાં જીદ કરીને કહી દીધું કે હું ભારત નહિ છોડું અને આખો પરિવાર કિશોર નિદાને એકલો મૂકીને પાકિસ્તાન જતો રહ્યો હતો. અમારી વચ્ચે અનેકવાર અસહિષ્ણુતા વિષે વાતો થતી હતી. અમે એવોર્ડ પાછા આપ્યા ત્યારે નિદાએ ફોન કરીને મારી સાથે લાંબી વાત કરતા વ્યંગવાણીમાં કહ્યું હતું કે આપણે બહુ સહિષ્ણું છીએ. દેખો, હજારો કિસાન આત્મહત્યા કરતે હૈ ફિર કુછ નહિ બોલતે, નોબેલ પ્રાઈઝ વિનર અમર્ત્ય સેનકો નાલંદા યુનીવર્સીટી સે હટાયા જાતા હૈ ફિર હમ કુછ નહિ બોલતે,કલબુર્ગી, દાભોલકર ઔર પાનસરેકી હત્યા હોતી હૈ ફિરભી સબ ચૂપ રહેતે હૈ સરકાર ચૂપ રહેતી હૈ, ઔરતો કો શનિ મંદિરમે પૂજા કી ઈજાજત નહિ મિલતી વો ભી હમ સહ લેતે હૈ, મહિલાકા પતિ ઉસકા પરમેશ્વર હોતા હૈ રાજનેતા ભી અનાપશનાપ બકવાસ કરતે હૈ,ક્રિમિનલ લોગ સત્તામે ચીપક કર બૈઠે હૈ ફિરભી હમ સહિષ્ણુ હૈ, દાલ-રોટી મહેંગી હો ગઈ હૈ ફિરભી હમ સહિષ્ણુ હૈ ન્યાયમૂર્તિકો કહેના પડતા હૈ કે ભ્રષ્ટાચાર દૂર નહિ હોતા તો ટેક્સ ભરના બંધ કરો લેકિન હમ સહિષ્ણુ હૈ, ટેક્સ ભરેંગે દલિતો કો મારા જાતા હૈ હમ ચૂપ રહેગે ક્યોંકી હમ સહિષ્ણુ હૈ,RSSને હિંદુધર્મ કા પ્રાઈવેટાઇઝન કર લિયા હૈ ફિરભી હમ સહિષ્ણુ હૈ, ઔર આમિરખાન ઔર શાહરૂખખાન અપને મનકી બાત ટીવી પર કહેતે હે તો ઉન્હેં દેશદ્રોહી કહકર હંગામા ખડા કર દેતે હૈ, ઐસે લોગ સત્તા પર બૈઠે હૈ કી વો ચાહતે હૈ કી જૈસા હમ સોચતે હૈ વૈસા હી તુમ સોચો " દેશ ફેશન-પરેડ કી કેટવોક સે નહિ ચલતા" નિદા ફાઝલીનું આ ભાવવિશ્વ હતું
નિદા યુવાન હતો ત્યારથી સત્તાની ખિલાફ બેધડક અવાજ ઉઠાવતો હતો એનો હું સાક્ષી રહ્યો છું. પ્રભુ જોશીએ લખ્યું છે કે " મુંબઈમાં એક કવિસમેલનનું ઉદઘાટન રાજનેતા નરસિંહરાવ કરી રહ્યા હતા ત્યારે પણ યુવાન નિદાએ એ જ મંચ ઉપરથી સત્તાની સાહિત્યમાં ઘુસણખોરીને વખોડતી કવિતા રજુ કરી હતી પણ નરસિંહરાવ પોતે સાહિત્યકાર હતા એટલે મામલો સંભાળી લીધો હતો નિદા એના અંતિમ દિવસોમાં સીરિયા અને ઈરાકમાં જે બની રહ્યું છે એનાથી બહુ વ્યથિત હતો. તે કહેતા હતો કે "ઇસ્લામી કટ્ટરવાદ અને હિંદુ કટ્ટરવાદ ભસ્માંસૂર છે આ દેશમાં 18.30 બાળકો પોતાના પાંચમાં જન્મદિવસ પહેલા જ મરી જાય છે, જ્યાં હજારો કિસાનો આત્મહત્યા કરવા માટે મજબૂર છે, જ્યાં સાંપ્રદાયિક હિંસામાં દરવર્ષે અનેક નિર્દોષો મરે છે,જ્યાં લોકવિરોધી નીતિઓથી અનેક લાખ લોકો પીડિત છે આવી હાલતમાં એક ગાય કેવી રીતે પ્રાથમિકતામાં આવી શકે ? ખુદા કે ઈશ્વર તરફથી જે જિંદગી મળી છે એ જ મોટો એવોર્ડ છે અને એ એવોર્ડ વિદ્યાર્થીઓ અને કિસાનો આત્મહત્યા કરીને ખુદાને પાછો આપી રહ્યા છે " નિદા ફાઝલીની આ વ્યથા હતી. નિદા કહેતો "ઇસ્લામી રાષ્ટ્ર કે હિંદુ રાષ્ટ્ર કે બદલે ઈન્સાનિયત રાષ્ટ્ર દેશકો બચા સકતા હૈ" અહીં મને આંબેડકરનું વિધાન યાદ આવે છે : " જો હિંદુરાષ્ટ્ર અસલિયત બની જશે તો એમાં મને લેશમાત્ર શંકા નથી એ આ દેશની સહુથી મોટી તબાહી હશે.સ્વતંત્રતા, ભાઈચારો અને બરાબરી માટે સહુથી મોટો ખતરો છે. આવું લોકતંત્રમાં નાં ચાલી શકે.હિંદુરાજ ને કોઈ પણ કિમત પર રોકવું પડશે " આ શબ્દો ભીમરાવ આંબેડકરના છે
નિદાનું દર્દ એની કવિતામાં દેખાય છે : "મુહ કી બાત સુને હર કોઈ, દિલ કે દર્દ કો જાને કૌન. આવાજો કે બાઝારોમે ખામોશી પહેચાને કૌન ? નિદા એક બીજા શેરમાં લખે છે :ખુદા કે હુક્મ સે શૈતાન ભી હૈ, આદમી ભી, વો અપના કામ કરેગા તુમ અપના કામ કરો " નિદાએ અંગ્રેજી સાહિત્યનુ ખૂબ પરિશીલન કર્યું હતું એટલે જ એનું ભાવવિશ્વને કોઈ ક્ષિતિજો નહોતી આ શાયર સંકુલ લાગતી અઘરી વાત પણ સાદા શબ્દોમાં કહેતા હતા નિદાની કવિતા દિમાગી પૈદાશ નહોતી, પણ હ્રદયમાંથી નીકળેલી ચીસ હતી. એ ચીસનો અનુવાદ નથી થઇ શકતો એના જ શબ્દોમાં એક શેરથી નિદાને અલવિદા " બદલા ન અપને આપકો જો થે વોહી રહે, મિલતે રહે સભી સે મગર અજનબી રહે
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com