Made in India
વહેલી સવારની કોફી પીતા પીતા વિખ્યાત અમેરિકન કવિયત્રી માયા એન્જેલો યાદ આવી ગઈ છે. 4 એપ્રિલ 1928ના દિવસે જન્મેલી આ કવિયત્રી આફ્રિકન મૂળની અમેરિકન છે. માયા એન્જેલોએ આત્મકથારૂપે ખૂબ લખ્યું છે. માયાની કવિતાઓમાં પણ એક ભયાનક ચીસ સતત તમને સંભળાયા કરે છે. માયા એન્જેલો એટલે અસ્તિત્વ ટકાવી રાખવાના સંઘર્ષની સાક્ષાત મૂર્તિ . એક સર્જક બનવા માટે માયાએ ખૂબ કિમત ચૂકવી છે. પોતે એક વેશ્યા તરીકે દેહ પણ વેચ્યો છે. નાઈટ ક્લબમાં ડાન્સર તરીકે અનેક વર્ષો કાઢ્યા છે.પિમ્પ ( દલાલ ) તરીકે વેશ્યાઓને ગ્રાહકો પહોંચાડવાનું કામ પણ માયા એન્જેલો કરી ચૂકી છે. માયા એન્જેલોની શિશુઅવસ્થા પણ ખૂબ જ સંઘર્ષમય હતી. તમે વિચાર કરો કે જેની જિંદગી આટલા ભીષણ સંઘર્ષોની વચ્ચે વીતી હોવા છતાં એની વાણીમાં કે વર્તનમાં કોઈ જાતની કડવાશ દેખાતી નથી. માયા એન્જેલો પોતે એમ માનેછે કે લોકોની યાદદાસ્ત બહુ ટૂંકી હોય છે. લોકો નામ ભૂલી જાયછે ,તમે શું કહ્યું એ પણ ભૂલી જાય છે. તમે દુનિયામાં શું શું કર્યું એ પણ ભૂલી જવાય છે.પણ people will never forget how you made them feel. તમે લોકોને શું ફિલ કરાવ્યું છે એને લોકો ક્યારેય ભૂલતા નથી. રાજનેતાઓના ભાષણો ભૂલાઈ જશે વાદવિવાદો ભૂલાઈ જશે પણ કવિતાને લોકો ભૂલી શકશે નહિ કારણકે કવિતા લોકોને ફિલ કરાવે છે. કવિતા એક અહેસાસ કરાવે છે. માયા એન્જેલો પોતાની ઓળખ આપતા માત્ર એટલું કહે છે :" I'm a woman Phenomenally. Phenomenal woman, That's me.” માયા એન્જેલો હમેશા કહેતી હતી કે તમે કોઈ બીજાના કાળા વાદળોમાં ઇન્દ્રધનું બનો. માયા એન્જેલોનું ભાવવિશ્વ એવું છે કે એમાં શેડ્કઢી જિંદગીનો ધબકાર સંભળાય છે. માયા સમજે છે કે ફેક્ટ એ સત્ય નથી હોતું “There's a world of difference between truth and facts. Facts can obscure truth. તમે એકલા જ પૂરતા છો. તમારે બીજા પાસે કાઈ સાબિત કરવાનું નથી. માયા એન્જેલોનું આ ભાવવિશ્વ છે. માયા એન્જેલોની પ્રતિભા બહુમુખી છે. ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં માયાએ પટકથા લેખન અને દિગ્દર્શન કર્યું છે. કાળી મહિલાઓ ફિલ્મોમાં આવે એ માટે માયાએ જમીન તૈયાર કરી છે. માયા અભિનેત્રી પણ હતી. માયાએ પોતાની યુવાવસ્થાના સ્મરણો I Know Why the Caged Bird Sings નામના વિખ્યાત પુસ્તકમાં લખ્યા છે. માયાનું આ પુસ્તક અમેરિકામાં ઘેર ઘેર પહોંચી ગયું આ પુસ્તકનો એક અંશ માયા એન્જેલોના શબ્દોમાંજ અહીં પ્રસ્તુત છે " મારી માતાનો પ્રેમી મિસ્ટર ફ્રીમેન અમારી સાથે રહેતો હતો. હું એને બરાબર ઓળખતી નહોતી દેખાવમાં તે સ્થૂળકાય હતો. તે જયારે ખાલી બનિયન પહેરીને ઘરમાં ફરતો ત્યારે એની છાતી જોઇને મને ખૂબ શરમ લાગતી હતી મારી માતાથી ઉમરમાં એ બહુ મોટો લાગતો હતો. મને ખબર નથી કે મારી માં એનામાં શું જોઈ ગઈ હતી. મેં મનોમન નક્કી કરી નાખ્યું હતું કે આ સેન્ટ લૂઇસ મારો પોતાનો દેશ નથી મારી માં અમને બધાને સર્વ સુખ અને સુવિધાઓ આપવા માટે સક્ષમ હતી એનો અર્થ એમ પણ થાય કે કોઈને પટાવીને અમારી જરૂરિયાતો પૂરી કરતી હતી. જોકે એ પોતે વ્યવસાયે નર્સ હતી. મારી માં નર્સ હતી છતાં એણે પોતાના વ્યવસાયને સ્વીકાર્યો નહોતો મારી માં એ કેસીનોના જુગારખાનામાં પોકર રમીને વધારાના પૈસા ભેગા કરી લીધા હતા. મિસ્ટર ફ્રીમેનને તો પોતાની જરૂરીયાત પૂરી કરવા પૂરતો જ ઘરમાં રાખ્યો હતો. મા ની જરૂરીયાત શું છે એની મને ખબર પડતી નહોતી ફ્રિમેન દક્ષિણ પેસિફિક યાર્ડમાં ફોરમેન હતો. ફ્રિમેન ઘરમાં આવીને કિચનમાં માંએ ઢાંકી રાખેલું લંચ ખાઈ લેતો અને ખુરશી ઉપર બેસીને માની રાહ જોયા કરતો હતો. ફ્રિમેન અખબાર તો વાંચતો જ નહિ આખો દિવસ માની રાહ જોતો ખુરશીમાં બેસી રહેતો હતો. મોડી રાતે અમારા સુવાનો સમય થતો ત્યારે બહાર કારનો અવાજ સાંભળીને ફ્રિમેન ખુરશીમાંથી એવી રીતે ઊભો થતો કે જાણે ઊંઘમાંથી ઉઠ્યો હોય. મમ્મીના સેન્ડલનો ટક ટક ટક અવાજ સંભળાતો મમ્મીની ચાવી દરવાજામાં ફરતી અને બારણું ખૂલતું એ વખતે ફ્રિમેન એની આદત મુજબ મમ્મીને પહેલો સવાલ પૂછી ચૂક્યો હોય : " હાય ડાર્લિંગ, તારો સમય સારો ગયો ?" ફ્રિમેનનો આ સવાલ હવામાં અધ્ધર લટકી રહેતો અને મમ્મી સોફા પર પર્સ ફેંકીને ફ્રિમેનને બાથ ભરીને લાંબુ ચુંબન લેતી પછી તે લિપસ્ટિકવાળા ભીના હોઠે મારી અને મારી બહેન બેલી તરફ ફરીને પૂછતી:" તમે હોમવર્ક કર્યું નથી ? ચાલો, તમે તમારા રૂમમાં જાઓ. પ્રાર્થના બોલો અને સૂઈ જાવ " અમારો આ નિત્યક્રમ હતો એક રાતે તો ફ્રિમેન મારી પથારીમાં ઘૂસી ગયો. મારા શરીર ઉપર હાથફેરો કરવા લાગ્યો હું સફાળી જાગી ગઈ. સમજ નાં પડી કે આ બધું શું થઇ રહ્યું છે ? ફ્રિમેન ધીમેકથી બોલ્યો : " રીટી, ચૂપચાપ સૂતી રહે હું તને કાઈ નુકસાન નહિ કરું "એને મને આલિંગન આપ્યું એનો ડાબો હાથ મારી છાતી ઉપર ઝડપથી ફરતો હતો. એ વખતે મને મમ્મીએ કહેલા શબ્દો અને શિખામણ યાદ આવી ગઈ. મમ્મીએ એક વાત મારા દિમાગમાં બરાબર ઠસાવી દીધી હતી કે " બેટા, તારા પગ હંમેશા સીધા રાખવા અને કોઈને પણ તારી " પોકેટ બુક " દેખાડતી નહિ " માયા એન્જેલોની આ કેફિયત વાંચીને દિમાગમાં સન્નાટો છવાઈ જાય છે. અમેરિકાની આ અત્યંત પ્રતિભાશાળી સર્જક- લેખિકાનું જીવન ખુલ્લી કિતાબ જેવું છે માયાને અનેક માંન- સન્માનો મળી ચૂક્યા છે. માર્ટિન લ્યુથર કિંગ જેવા મહાન નેતા પણ માયાની પ્રતિભાથી પ્રભાવિત થઈને એને સન્માનિત કરી ચૂક્યા છે અત્યારે માયા 85 વર્ષની વયે અમેરિકાની ફોરેસ્ટ યુનીવર્સીટીમાં પ્રોફેસર છે માયા એન્જેલોએ સ્રીઓને કેટલીક ટીપ્સ આપીછે તે ખાસ વાંચવા જેવી છે. માયા લખેછે : " દરેક સ્ત્રી પાસે એક એવો દોસ્ત હોવો જોઈએ કે જે એને હસાવી શકે અને રડવામાં એને મદદ કરે દરેક સ્ત્રીને એની ખબર હોવી જોઈએ કે નોકરી ક્યારે છોડી દેવી જોઈએ દરેક સ્ત્રીએ એકલું કેમ રહેવાય તે શીખી લેવું જોઈએ " તાજેતરમાં પ્રેસિડેન્ટ ઓબામાં માયા એન્જેલોને સન્માનિત કરી ચુક્યા છે
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com