Made in India
કાવ્યવિશ્વ
આજે ગઝલ વિષે થોડીક વાતો આપ સહુ મિત્રો સાથે કરવાનો શુભ ઈરાદો છે. ગુજરાતી ભાષામાં આજકાલ ગઝલો ખૂબ લખાય છે એ વિષે હું વાત કરવાનો નથી પરંતુ ગઝલના સ્વરૂપ વિષે થોડી વાતો કરવી છે ગઝલના મિજાજને સમજવાની મથામણ કરવી છે સામાન્યત: ગઝલના બહિરંગમાં રદીફ-કાફિયા અને છંદ ઊડીને હૈયે વળગે છે.પણ મિર્ઝા ગાલિબ જેવા શાયરને આ બહિરંગથી અકળામણ થાય છે. ગાલિબ આ અકળામણને એક શેરમાં વ્યક્ત કરતા લખે છે: " બક્દ્ર એ શૌક નહી જર્ફ -એ-તંગના-એ-ગઝલ, કુછ ઔર ચાહિયે વુંઆસત મેરે બયાં કે લિયે " અર્થાંત " મારા કથન માટે વિસ્તૃત માધ્યમ જોઈએ" મિર્ઝા ગાલિબના આ શેરને ઉર્દુ ગઝલની ઋચા માનવામાં આવે છે.ગઝલના પ્રથમ શેરને "મતલા" કહેવામાં આવે છે, જેમાં રદીફ-કાફિયા હોય છે. પરંતુ ગાલિબની કેટલીક ગઝલોમાં "મતલા" જોવા જ નથી મળતો ગાલિબ એક શેરમાં લખે છે : "હૈ કહા તમન્નાકા દૂસરા કદમ યારબ, હમને દશ્તે ઈમ્કા કો એક નક્શે પાયા" એ પછીતો મઝહર ઈમામ જેવા શાયરે રદીફ -કાફિયા વિનાની સ્વતંત્ર ગઝલ લખી હતી. બીજા કેટલાક શાયરોએ કાફિયા વિનાની ગઝલો લખી પણ એ નિશાન ચૂકી ગઈ.ગઝલ પ્રેમીઓને તો રદ્દીફ-કાફિયા સાથેની ગઝલો પસંદ પડી ગઈ. આ બધી સ્વરૂપ ચર્ચા છે. પરંતુ ગઝલ લેખનમાં છંદ્શાસ્ત્રનું મહત્વ તમે નકારી શકો નહિ.સ્વરૂપનો વિરોધ કરવાને બદલે અહમદ ફરાઝનો આ શેર વાંચવો જોઈએ : " મગર કિસીને હમે હમસફર નહી જાના,યે ઔર બાત હૈ કી હમ સાથ સાથ સબકે ગયે " ગઝલ કાવ્યસ્વરૂપની છંદો રચનાની હથોટી હોય તો જ અસરકારક પરિણામ નીપજે છે
ગઝલમાં શબ્દનું વજન મહત્વનું છે. દાખલા તરીકે " મોહોબ્બત "શબ્દમાં પાંચ માત્રા છે અને "મુહ્બ્બત "શબ્દમાં પણ પાંચ માત્રા છે પણ ઉર્દુ અને ફારસીમાં આ બેય શબ્દનું પૃથ્થકરણ શેરની પ્રકૃતિ પ્રમાણે કરવામાં આવે છે આ શબ્દનું પૃથ્થકરણ અરબી-ફારસી-ઉર્દૂ પ્રમાણે કરીએ તો "અર્કાત" "મફઉલાતું " "મફઉલુ " થાય એટલે કે 2+2+3 અથવા 2+3 એવી સાથ અથવા પાંચ માત્રા થાય છે.હવે આ બેય પૃથ્થકરણ શાસ્ત્ર્સમત છે.બીજું તમે હસરત મોહાનીએ 1913માં લખેલી આ ગઝલ તો સાંભળી જ હશે : "ચુપકે ચુપકે રાત દિન આંસુ બહાના યાદ હૈ " હવે આ ગઝલનું છંદ મુજબ પૃથ્થકરણ કરીએ તો "ચુપકે ચુપકે -રાત દિનઆ --સુબહાના -યાદ હૈ " જેવું પંક્તિ સ્વરૂપ હાથ લાગે છે માત્રાની આંકડાવારીમાં 7+7+7+5 માત્રા થાય છે પણ "ચુપકે ચુપકે "ઉર્દૂમાં આઠને બદલે સાત માત્રા ધારણ કરે છે.ભારતીય છંદશાસ્ત્રમાં આવી આવી લવચિકતા નથી ઉર્દૂ એ ભારતીય ભાષા છે એટલે એના અનેક છંદ ભારતીય છંદશાસ્ત્ર અનુસાર વાપરવામાં આવ્યા છે.ઉર્દૂ ભાષાનું વ્યાકરણ હિન્દી પ્રમાણે છે પરંતુ છંદશાસ્ત્ર અરબી-ફારસી અનુસાર છે પરંતુ એ ભૂલવા જેવું નથી કે અરબી-ફારસી છંદશાસ્ત્રમાં પણ ઘણો તફાવત છે. ફારસીની મૂળ ભાષા "પહેલવી"છે અને એની મૂળ ભાષા "અવેસ્તા "છે હવે "અવેસ્તા " એ ઇન્ડો-આર્યન ભાષા છે પણ આશ્ચર્યની વાત છે કે વૈદિક છંદશાસ્ત્ર અને અરબી છંદશાસ્ત્ર " ઉચ્ચારાનુંગામી "છંદશાસ્ત્ર છે.વૈદિક સામગાનમાં ઋચાની સંપૂર્ણ અક્ષર સંખ્યા વેદકાલીન છંદનું પરિણામ છે.આ વૈદિક છંદોના ચરણમાં એક કે બે અક્ષર ઓછા હોય અથવા એક કે બે અક્ષર વધારે હોય શકે છે વૈદિક યુગના છંદ ફક્ત અક્ષર સંખ્યા ઉપર નિર્ભર છે એમાં "ગણો "નું વિધાન નથી અરબીમાં " મફઇલુન"સપ્તમાંત્રિક છે અને "મફાઅલુંન "તેમ જ "મફાઇલુ "ની ફક્ત છ માત્રા છે.આ બન્ને રૂપને શાસ્ત્ર્સમત ગણવામાં આવ્યા છે.મજાની વાત તો એ છે કે વેદઋચા ઉચ્ચાનુંગત છે અને પવિત્ર કુરાનની તિલાવત પણ ઉચ્ચાનુંગત છે. વેદ અને કુરાનમાં ઘણું સામ્ય છે પણ લોકોમાં વિષમતા છે ગઝલમાં "તગજ્જુલ" અનિવાર્ય છે. ગઝલના પ્રત્યેક શેરમાં "રંગે -તગજ્જુલ " એટલે કે "પ્રસાદગુણ "હોય તો શેરિયત ( કાવ્યત્વ ) આપોઆપ પ્રગટે છે. આ બધી ગઝલની ગહન ચર્ચા છે અંતમાં એક મજાની વાતથી આ ગહન પીરિયડ પૂરો કરીએ
દિલ્હીના બાદશાહ બહાદુરશાહ "ઝફર"ને અંગ્રેજોએ 1857માં પકડીને રંગૂન મોકલી દીધા હવે બહાદુરશાહની ચોકી કરતો અંગ્રેજ સૈનિક ઉર્દુ ગઝલનો જાણકાર અને પ્રેમી હતો. આ સૈનિકે બહાદુરશાહને ચીડવવા માટે એક શેર કહ્યો : "દમે દમમે દમ નહી, અબ ખૈર માંગો જાન કી, અય ઝફર બસ હો ચૂકી શમશીર હિન્દુસ્તાન કી " અર્થાંત "ઝફર હવે તું તારા પ્રાણની કાળજી રાખ, હિન્દુસ્તાનની તલવારો બહુ થાકી ગઈ છે "પણ બહાદુરશાહ ઝફર કાઈ ગાંજ્યા જાય એવા નહોતા એણે તરત જ એક સામો શેર ફટકારીને પેલા અગ્રેજને જડબાતોડ જવાબ આપ્યો : "હિન્દીઓમે બૂ રહેગી જબતલક ઈમાનકી, તખ્તે લંડન પર ચલેગી તેગ હિંદુસ્તાનકી"ઝફર"નો આ શેર એના છંદોવિધાનને કારણે ચોટદાર બન્યો છે.
Comment
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com