GIR A note about journey to the gir forest including the discriptions and photos of some interesting palces in it.A try to make the reader to feel as if they have ventured into gir by themselves

. Being At Gir

વિરાટ વૃક્ષોની ગીચતા માંથી સારી જતા પથરાળ રસ્તા,સામા કાંઠાની ધરતીને સ્પર્શવાની race માં ઝુકી ગયેલી ઘટાઓ વડે ઢંકાઈ ગયેલી છીછરી નદી,આવી જ નદીની આરપાર બાંધેલ એક સાંકડો પૂલ, ક્યાંક વિચારોના ઊંડાણમાં ધકેલી દેતી નિષ્ઠુર શાંતિ તો ક્યાંક શાંતિને ચીરીને ઝબકાવી દેતી ક્રૂર ગર્જના.... આ બધુજ તમને કાં બચપણ માં વાંચેલું જંગલ નું વર્ણન કાં રોમાંચક સપનામાં નિહાળેલું જંગલ યાદ કરાવી જાય છે. તમારી અથવા તમે વાંચેલ વાર્તાઓના લેખકની કલ્પનાઓ ને આબેહુબ રીતે સાર્થક કરતા પુરાવા સમા જંગલ આપની આસપાસ પણ ફૂલે અને ફાલે છે -- ગીર ; વિવિધતા અને રોમાંચનો અનંત ખજાનો. ગીર. આ જંગલ સાસણના રસ્તાઓ પર તમારું સ્વાગત કરે છે તમારા વાહન આગળથી દોડી જતા નોળિયા અને ચંદન ઘો વડે! શરૂઆતના રસ્તાઓની બાજુમાંથી દોડી જતા સંકળા છીછરા ફાંટા અથવા વન્ય વૃક્ષોના વિસ્તારો રસિકો માટે photography ના સર્વોત્તમ સ્થળો સાબિત થાય છે તો અંતરિયાળ સડકોના "તટવર્તી" વિસ્તારો photography ને બાજુમાં મૂકી દુરથી કોઈ પ્રાણીના આવવાના ડર તથા દૂરદૂર સુધી કોઈ પ્રાણી ન હોવાની નિરાશા ની બેવળી મનોદશાને માણવા પ્રેરે છે. એશિયાઈ સિંહના આ એકમાત્ર ગઢમાં અમારી સફર શરુ થઇ મેંદરડા ગામ તરફ આવેલ check-post થી.forest authority ના gate માંથી દાખલ થતી વખતે જીજ્ઞાસા (જંગલ ને જાણવાની) અને અરમાનો (જંગલ વિષે બાંધેલા) સંતુલિત થઇ રહ્યા હતા. જે આનંદના પ્રવાહને મુક્ત રીતે વહેતો રાખવા માટે આવશ્યક હતું . વળી,આ જ સમયે ઘેરાઈ આવેલા વાદળો જંગલની સુંદરતાને વધુ ગાઢ બનાવતા હતા. જંગલની સુવાસમાં હવે ઠંડક પણ ભળી ગઈ.અમે રસ્તાના બંને તરફ પથરાયેલા ગીરના કુદરતી સૌંદર્યને નિહાળતા આગળ વધી રહ્યા.રસ્તા પર વાહન અને માનવ વ્યવહાર વધુ રહેતો હોવાથી આ જંગલ માં પ્રાણીઓ જોવા મળવાની સંભાવના ઓછી લાગતી હતી. gate પછી લગભગ 8-9 km નો રસ્તો આવા વાતાવરણ માંથી કાપ્યા બાદ સાસણની સરહદે પહોચ્યા. હવે સડકની sandwitch વૃક્ષાચ્છાદિત પ્રદેશો ના બદલે લાલ માટીવાળા ખેતરો વડે બનતી હતી. અને ઉત્સાહની દોડ હવે થોડો વિસામો લઇ રહી હતી. પણ ફક્ત બે પળ માટે.... સાસણમાં પ્રવેશતા પહેલા જ એક ચંદન ઘો બાજુના ખેતરો માંથી નીકળી રસ્તા ઉપર દોડી આવ્યું.વાહનોની અવરજવરમાં તે ક્ષણવાર અટવાયું પણ camera લઇ car માંથી નીચે ઉતરતા સુધીમાં તો તે રસ્તાની બીજી તરફ આવેલા તેના દરમાં રસ્તો કરી ગયું. ભિંગળાવાળી ત્વચા અને ચાલવાની રીતથી તે discovery પર જોયેલા કોમોડો ડ્રેગન ના કુલનું હોવાનું લાગ્યું. સાસણનો ગ્રામ્ય પ્રદેશ પસાર કરી અમે Gir National Park ની મુખ્ય office "ગીર સદન " પહોચ્યા. રસ્તામાં કેટલાક રહેવાની સગવળવાળા કહેવાતા resort પણ જોવામાં આવ્યા. હવે બપોરના 11 વાગી ચુક્યા હોવાથી અભયારણ્યમાં પ્રવેશ બંધ થઇ ચુક્યો હતો.તેના ફરી ખુલવાનો સમય 3 વાગ્યાનો જણાવવામાં આવ્યો. વચ્ચેના 4 કલાકનો સમય ગીરમાં venturing કરવામાં વિતાવવાનું નક્કી થયું.જંગલના ઊંડાણ માં વણજોયેલા સ્થળોને ખુંદવાના ઈરાદા થી U-turn લઇ અમે નીકળી પડ્યા.થોડી જ વાર માં એક વહેણ જોવા મળ્યું.સૌરાષ્ટ્રમાં અધિક્ત્તમ જોવા મળતા પાળ જેવા એક ડેમ ના કારણે તેનો પ્રવાહ સર્જાયો હતો.ગામના કેટલાક બાળકો તેમાં સ્નાન લેતા હતા તો કેટલીક સ્ત્રીઓ ત્યાં કપડા ધોઈ રહી હતી.નજર પહોચી ત્યાં સુધીમાં ક્યાય તેની પહોળાઈ 10-12 foot કરતા વધુ ન હતી તો ઊંડાઈ તો કોઈ પણ સ્થળે 3-4 foot કરતા વધુ હોવાની કોઈ જ સંભાવના ન હતી.મોટા ભાગે તો એક પુખ્ત મનુષ્યના પગ નો પંજો ડૂબી શકે તેટલું જ તેનું સ્તર હતું.અગાઉ પણ આવા વહેણ ની મજા લીધી હોવાથી આ વહેણ માં ઉતારવામાં પણ રસ જાગી આવ્યો.વહેણ નો પ્રવાહ વારંવાર નાના મોટા ફાંટાઓ માં વહેચાતો અને ભળતો જતો હતો.આવા જ બે ફાંટા ની વચ્ચે રહેલા એક ખડક પર અમે બેઠક જમાવી.ત્યાં એક હબસી જેવો દેખાતો છોકરો નજરે ચડ્યો.પણ પહેલા તો તેને genetic mutation result સમજી વધુ ધ્યાન ન આપ્યું.પણ જયારે થોડે દૂર આવા જ દેખાવ વાળી બે સ્ત્રીઓ જોવા મળી ત્યારે તેમના હબસી જેવા હોવાની વાત માં દિલચશ્પી જાગી.થોડી વાતચીત કરતા ખબર પડી કે ગીરમાં વસેલા ગામોમાં એક ગામ એવું પણ છે જ્યાં સદીઓ થી હબસી લોકોની વસ્તી છે.અહી તેઓ સીદી લોકો તરીકે ઓળખાય છે.જંબુરા ગામમાં તેમની વસાહત છે.જ્યાં વારતહેવારે સીદી લોક-નૃત્ય અને નાટકોના કાર્યક્રમો પણ થાય છે .ગીરના જંગલોની ગીચતા અને રોમાંચ વડે હું ક્યારનો african જંગલોની કલ્પના કરવવા પ્રયાસ કરી રહ્યો હતો પણ જયારે આ જ ગીર માં એક african culture પણ પલતું હોવાનું જાણવા મળ્યું ત્યારે અચરજ ચરમસીમાએ પહોચી ગયું હતું. --વહેણ ઓળંગવાનો એક સરળ માર્ગ પસંદ કરી અમે સામા કાંઠે પહોચ્યા.આ એક સામાન્ય ચઢાવવાળો વિસ્તાર હતો.ચઢાણની પેલે પાર ક્યારેક પ્રાણીઓ આવતા હોવાનું જાણવા મળ્યું હતું.પણ જીજ્ઞાસા હજી "કહેવાતી" સમજદારી કરતા ક્યાય વધુ બળવત્તર હતી.અમે એ ચડાવ સર કરી ગયા.દરમિયાન,દેખાવમાં કરચલા જેવો અને સ્પર્શમાં welvet જેવ લગતા લાલ રંગના જીવડા જોવા મળ્યા.અલબત્ત,કદ માં આંગળીના ટેરવા કરતા મોટા નહિ.તેના હલનચલન મુજબ તેના શરીર પર લાલ રંગ નું વિતરણ બદલાતું રહેતું હતું.કદાચ લોહીના પ્રવાહના કારણે .ત્યાર પછીની સફરમાં આ જીવડા વારંવાર જોવા મળ્યા. વેલ,ચઢાણ પર પહોચ્યા પછી વાતાવરણ તદન જુદુ હતું.દૂરદૂર સુધી ફક્ત વૃક્ષોની હરોળો જ જોવા મળતી હતી.હજી થોડા જ ડગલાં પાછળ સુધી માનવ સંસ્કૃતિનો વિસ્તાર રહેલો હોવાનો અંદાજ પણ ન આવે તેવી ચીર શાંતિ હતી.મોટાભાગના વૃક્ષો પર હજી વસંત વસી ન હતી.પાંદડા ડાળીઓ પર ઝુલવાના બદલે મુળિયા પાસે શુષ્ક ચાદર બનીને પથરાયા હતા.પાંદડા વિનાના વૃક્ષો કઢંગા છતાં વીસ્મય્જન્ય હતા.તેમના આકારો અને વક્રતામાં ભરપુર વૈવિધ્ય હતું.અહી વન્ય પ્રાણી નો ભેટો થવાની સંભાવનાની ગણતરી કરતા અમે આગળ વધતા રહ્યા.હજુ સુધી કોઈ જ પ્રાણી જોવા મળ્યું ન હતું.પરંતુ,થોડે આગળ એક સુકાઈ ગયેલો પટ જોવા મળ્યો.તેની આસપાસ નીલગાય જવા પ્રાણીઓ ની અવરજવર પુરવાર કરતા પુરાવા પણ મળ્યા.વરસાદી દિવસોમાં આવા પટમાં મોટા પ્રમાણ માં પાણી નિકાલ પામતું હોય છે.પટની સાથે સફર ખેડતા થોડા અંતર બાદ તે ગાઢ ઝાડીઓ અને લીલા વૃક્ષોવાળા વિસ્તારમાં આગળ વધતો જણાયો.આ બધું જ વન્ય પ્રાણીઓના વસવાટના એંધાણ આપતું હોવાથી વધુ આગળ જવામાં સલામતી અંગે શંકા જાગી. આખરે,સારી એવી રખડપટ્ટી થી થોડા અંશે તૃપ્ત થયેલી જીજ્ઞાસાએ નમતું જોખ્યું અને અમે car તરફ પાછા વળ્યા. car માં બેસીને જ ફરવાનું હોય તો સલામતી અંગે કોઈ પ્રશ્ન જ ન રહે. ધીમી ગતિએ હંકારી રહેલી car માં આ ચર્ચા ચાલી રહી હતી.એટલામાં જ પાકી સડક ની ધાર પરથી વૃક્ષો વચે સારી જતો એક માટીયાળ રસ્તો દેખાયો.હાલમાં જ ચાલી રહેલી ચર્ચા એ રસ્તા પર હંકારી જવાની ઈચ્છાનું સમર્થન કરતી હતી.--અને અમે તેની વાટ પકડી.શરૂઆતમાં રસ્તો પ્રમાણ માં ખુલ્લો હતો.કેટલાક વાડીના માલિકોએ પોતાની વાડી સુધી પહોચવા માટે આ રસ્તો બનાવ્યો હશે.જ્યાં સુધી રસ્તો હોવાનું અનુમાન આવ્યું અમેં વધતા રહ્યા.અંતે,તે તીવ્ર ઢોળાવ પર રચાયેલ વરસાદી પાણી ના નિકાલ માર્ગ માં ફેરવાઈ ગયો.હવે car લઈને આ માર્ગ પર જવું અશક્ય હતું.કદાચ અગાઉ જોયેલ પટ અહી થી જ શરુ થતો હતો.પરંતુ આ છેડે ગીચતા અને લીલોતરી પેલા વિસ્તાર કરતા ક્યાય વધુ હતી.આથી ઢોળાવ ઉતારવાનું જોખમ ખેડવાને બદલે અમે car માંથી ઉતરી બીજી તરફની ઉંચાણ વાળી જગ્યા એ જવાનું પસંદ કર્યું.car માંથી ઉતરતા જ થોડે દુર ઝાડીઓમાંથી ખરી ગયેલા પાંદડાઓનો તીવ્ર ખખડાટ સંભળાયો.એક જ ક્ષણ માં સૌની નજર અવાજના ઉદગમના સચોટ સ્થળે જડાઈ ગયી.અમને ઝડપથી દોડી જતું એક સસલું જોવા મળ્યું.ઉત્સાહમાં ભળેલો સાહજિક અને ક્ષણિક ડર નો થડકો ખંખેરી અમે આગળ વધ્યા.આગળ જતા વધુ કેટલાક સસલા અને ચિત્તલ નો ભેટો થયો.નજીકમાં સૌથી ઊંચા લગતા એક ટેકરા પર જંગલ ની આહલાદકતા માણતા અમે બેસી રહ્યા.--કદાચ કોઈ વન્ય પ્રાણી ના આવવાની રાહ માં. બપોરના 2 વાગ્યા જવો સમય થઇ જતા ગીર ના મુખ્ય આકર્ષણ એવા એશિયાઈ સિંહ ને નિહાળવા સફર ફરી શરુ કરી.માર્ગમાં Gir Information center તથા અન્ય પ્રાદેશિક દુકાનો માં તપાસ કરતા જાણવા મળ્યું કે સિંહ જોવા મળવાની સંભાવના Gir National Park કરતા દેવળિયા ખાતેના Gir interpretation Park માં વધુ છે. GIP સાસણ થી 12km દૂર આવેલ છે.અમે દેવળિયા તરફ કૂચ આરંભી.અહીં મખ્ય રસ્તો પોતે જ,સાસણ પાસે રસ્તા થી દૂર પહોચી જોયેલા જંગલો જેટલા જ ગીચ જંગલો માંથી પસાર થતો હતો.દર થોડા અંતરે શિંગડાવાળા તેમજ શિંગડા વગરના હરણ,નીલગાય વગેરે ના ટોળા રસ્તાની ઘણી નજીક જોવા મળતા હતા.હરણ ના આવા જ એક ટોળા ના photographs લેવા અમે થોભ્ય।.જોગાનુજોગ ,આ જ સ્થળે કોઈ સિંહ એ જંગલ તરફ "ભૂલા પડેલા"એક બળદનો શિકાર કર્યો હતો.બળદના કંકાલ તંત્ર ના બધા હાડકા 1m જેટલી ત્રિજ્યામાં છુટા છવાયા પડેલા હતા.દરેક હાડકા હજી તેના મૂળભૂત રૂપ માં જ હતા,જે શિકાર નજીકના ભૂતકાળમાં જ થયો હોવાની ચાડી ફૂંકતા હતા.શિકાર નહિ તો શિકાર ના અવશેષો જોઇને જ અમે સિંહરાજ ના શિકાર દ્રશ્યની thrill અનુભવી શક્ય।. 3 વાગ્યા પહેલા અમે GIP પહોચી ચુક્યા હતા.અહી જાણવા મળ્યું કે ગીરનું વન ફક્ત એશિયાઈ સિંહ જ નહિ અન્ય 2000 જતી ના પતંગિયા તથા કેટલીયે જાતિના પક્ષીઓ અને સર્પો નું આશ્રય સ્થાન છે.સિંહની કેટલીક દુર્લભ અને રોમાંચક તસ્વીરો પણ અહી જોવા મળી. અંતે,forest authority ની bus માં બેસી અમે સિંહ ની મુલાકાતે ઉપડ્યા.બધા જ bus યાત્રીઓ માં નાના બાળકો જવું કુતુહલ હતું.GIP ની ઉંચી grills વડે સુરક્ષિત કરેલા વિશાલ જંગલમાં દાખલ થતા જ આમ થી તેમ દોડી જતા નીલગાય અને હરણ ના ટોળા તથા તેમની આસપાસ મંડરાતા વિવિધ બગલા નજરે ચડવા માંડ્યા.હકીકતે,આ પ્રાણીઓમાં હવે પહેલા જવી દિલચશ્પી નહતી અનુભવતી.સુકી ઝાડીઓ અને વૃક્ષોની આરપાર નજર ફક્ત સિંહ ને જ શોધતી હતી.આખરે ઇન્તજાર નો અંત આવ્યો.સૂર્યના આકરા તાપથી બચવા બે શાર્દૂલરાજ વૃક્ષની ઢળેલી ઘટાઓ વડે બનેલી બખોલ માં વિસામો કરી રહ્યા હતા. The Great Asiatic Lions... ઝૂ માં જોયેલ બંધક સિંહ કરતા ક્યાય વધુ કદાવર અને ભવ્ય.કુદરતી આવાસ માં ઉછરેલા આ સિંહ વનરાજ ની સાચી ગરિમા ધરાવતા હતા.તેમની બેસવાની રીતમાં અદ્દલ મહારાજાઓ જેવો ભભકો હતો.આદર્શ રીતે કલ્પેલી કેશવાળી જવી જ સુઘડ તેની કેશવાળી પવન ના જોરે વિખેરતી રહેતી હતી.અને આમ છતાં સિંહના ભવ્યતા અને ભયાનકતાને વધારવામાં મુખ્ય આભુષણ સાબિત થતી હતી.મુસાફરોની bus ને જોઇને તેની ઘાતક આંખો થોડી થોડી વારે ઝીણી થતી હતી.એવામાં,જાણે photographars ને bonus આપવાનો ઇરાદો હોય એમ તેને વિશાળ જડ્બૂ પહોળું કરી ઉપરાછાપરી 3 બગાસા ખાધા.આમ તો વનરાજ ની દરેક હલચલ તેમને તાકી રહેલા મુસાફરો માં ઉત્સાહનું મોજું જગાવી જતી હતી પરંતુ આ ક્ષણ સૌના માટે અવિસ્મરણીય હતી.કેટલાય પ્રાણીઓને આવકારીચુકેલું તેનું વિશાળ જડબું,કાતિલ દાંત અને બહાર તરફ લટકતી લાંબી જીભ,જે અગ્ર ભાગેથી ઉપર તરફ વળેલી હતી.હજી થોડી વાર પહેલા જ ,GIP ની photo gallery માં આવી જ મુદ્રામાં મુકેલ સિંહનો photo જોઇને અમે આ ક્ષણ જોવાનો મનસૂબો રચી રહ્યા હતા.આ બધામાં તેમના વિષેની સૌથી નોંધનીય બાબત હતી તેમનું બિન્ધાસ્ત્પણું.પંચતંત્ર થી લઈને animated movies સુધીની જંગલ ને લગતી રચનાઓમાં જંગલના રાજાની પદવી ધરાવતા વનરાજને મન ભરીને નિહાળ્યા બાદ bus આગળ વધી.જ્યાં ભેટો થયો જંગલ ની મહારાણી અને શિકારની બાબતમાં નર સિંહ કરતા ક્યાય વધુ ચપળ સિંહણોનો.અલબત્ત,સિંહણો વધુ ઘેરી ઝાડીઓની આડશમાં બેઠેલ હોવાથી તેમને વધુ સારી રીતે જોઈ ન શકાઈ .આમ છતાં તેની નજર માં કાયમી ક્રુરતા અને અકળામણ સ્પષ્ટ રીતે જણાઈ આવતા હત।. મન અને memory card બંને ને છલકાવી દે તેટલી તસ્વીરો કેદ કરી અમે ગીરમાંથી વળતી સફર શરુ કરી.પરંતુ આ વખ્તે GNP માંથી પસાર થતો એક કેડી માર્ગ પસંદ કરવામાં આવ્યો હતો.forest check પર નજીવી formalities પતાવતા અમને આ માર્ગ પર હંકારવાણી પરવાનગી આપી દેવામાં આવી.ખરું જોતા ગીર ની સફરમાં આ અમારી નવી શરૂઆત હતી.કારણ કે આ વખતે રસ્તો ગીર ના કેન્દ્રિય વિસ્તારની સૌથી નજીક હતો.અત્યાર સુધી કાપેલ દરેક રસ્તા પર at least દિવસ ના સમયે સિંહ ના આવવાની સમભાવના નહીવત હતી.જયારે આ રસ્તા માટે તે સાવ નકારી શકાય તેવી તો ન જ હતી.અહી સંપૂર્ણ સુકાયેલા વૃક્ષોની હરોળ ના બદલે સુકા તથા લીલા વૃક્ષોનું મિશ્રણ જોવા મળતું હતું.ઠેકઠેકાણે 'સડક ના કિનારે' પાણી ના નાના -મોટા સંગ્રહ જોવા મળતા હતા.મોટાભાગના દરેક ઝરણા પાસે નીલગાય કે હરણ જવા પ્રાણીઓ જોવા મળતા હતા.પરંતુ આ પ્રાણીઓ પહેલા જોયેલા પ્રાણીઓ કરતા વધુ નિર્ભયપણે હરતા ફરતા હતા.જે આ સ્થળો તેમના કાયમી આવાસની નજીક હોવાની પુષ્ટિ કરે છે. ગીરના વિસ્મયજનક વનમાં અમારી સફર પૂરી થવા આવી હતી પણ હજી સુધી જંગલ નું અભિન્ન અંગ ગણાતી નદી ક્યાય જોવા ન હતી મળી.પણ હવે ,સાસણ થી GNP થઇ વિસાવદર જતા 14km લાંબા જંગલ માંહ્યલા આ માર્ગ પર થોડી જ મજલ કાપ તા હરેણ નદી એ અમારો માર્ગ કાપ્યો.નદી પર બાંધેલ સંકડો અને નાનકડો પૂલ પસાર કરતી વખતે નદી અને તેની આસપાસ તેને વિકસાવેલ ઘનઘોરતાની અજાયબી ને અમે મુગ્ધ બનીને જોઈ રહ્યા.6 વાગતા પહેલા વિસાવદર વાળા છેડેથી જંગલ માંથી બહાર નીકળી જવું કાયદાકીય રીતે ફરજીયાત હોવા છતાં આ સ્વપ્નસૃષ્ટિ ને થોડી વાર માણી લેવાની લાલસાએ car ને break લગાવી .હરેણ નદીએ વિકસાવેલ નજરો દરેક વાર્તા માં વર્ણવેલ અને દરેક સપના માં જોયેલ જંગલ નદી ને અદ્દલ મળતો આવતો હતો.નદીથી થોડા જ ડગલા દૂર બે વૃક્ષોની ઘટાઓ એ કુદરતી રીતે જ કમાન આકાર પ્રવેશ-દ્વાર વાળા મંડપનું સર્જન કર્યું હતું.તપતા સુરજની હાજરીમાં પણ આ મંડપમાં નું અંધારું કોઈ સિંહ ની બખોલની બહાર ઉભા હોવાનો અનુભવ કરાવતું હતું.વળી મંડપ ની પાસે જ પડેલું ચિત્તલ ના જડબા નું હાડકું રોમાંચને બમણો કરી ગયું.બીજી તરફ,હરેણ પોતાના પટ માં ઊંડાણ કર્યા વગર જાણે વૃક્ષોના રચેલા છાપરાઓ નીચે થી ટટ્ટાર રીતે અવિરત વહેતી જતી હતી.કિનારે ઊભા રહી દૂર સુધી નજર લંબાવતા તે ડાબી તરફ વળાંક લેતી જણાતી હતી.વળાંક પાસે તેની એક તરફના વૃક્ષો તેની સામા કાંઠા ના વૃક્ષો પાછળ સંતાતા જતા હતા.આ દ્રશ્ય,વૃક્ષો રૂપી પડદા જાણે વળાંક પછીના કુતુહલમય જંગલ ને ઢાંકી દેતા હોય તેવી લાગણી જન્માવતું હતું. કિનારે બેસી રહી શીતળતા,શાંતિ અને સુંદરતા ના ત્રીભેટા ને માણવા મન ઉત્સુક હતું.અલબત્ત,હરેણ નદીના નીર ની માફક સમયનો પ્રવાહ પણ અવિરત વહેતો હતો.અમારે હરેણની ટૂંકી મુલાકાત થી સંતોષાઈ આગળ વધવું પડ્યું.

 વિસાવદર check post હવે ફક્ત જુજ km ના અંતરે હતી.રસ્તામાં ગીર નો નકશો મન સામે ધરી વિચારતા ખ્યાલ આવ્યો કે હકીકતે,આજે ખુન્દેલ વિસ્તાર ગીરના કુલ વિસ્તારના માત્ર 40% જેટલો જ હતો.બીજો 60%વિસ્તાર હજી બાકી છે.અને આ સાથે જ આવતા પ્રવાસનું સ્થાન પણ નિશ્ચિત થઇ ચુક્યું...ગીર!અહી સરહદી વિસ્તાર માં મોર તથા ઢેલ ની સંખ્યા વધુ હતી.આથમણા સમયના તેમના મીઠા ટહુકાં ને ગીર તરફથી અલવિદાનો સાદ ગણી લગભગ 5.30ની આસપાસ અમે check post cross કરી ગયા.--અલબત્ત,પાછા આવવાના વાયદા સાથે ....



                 

 

Views: 569

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service