Made in India
ગુજરાતી ગઝલને આધુનિકતા બખ્શનાર કવિ મર્હુમ જનાબ આદિલ મન્સૂરીનો આજે જન્મદિવસ છે. કવિ મરે છે પરંતુ કવિનાં શબ્દો અમર છે. આદિલસાહેબ ભલે શરીરદેહે આપણી વચ્ચે નથી પરંતુ શબ્દદેહે તેઓ હંમેશા આપણી સાથે જ છે. FROM - TAHA MANSURI ....
આ સાથે આદિલ સાહેબ ની મને ગમતી અમુક ગઝલો
અહી મૂકી છે આપ સૌને ગમશે !
--------------------------------------------
તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે,
મરણ આવે છે ત્યારે જિંદગીનું મૌન બોલે છે.
મિલનની એ ક્ષણોને વર્ણવી શકતો નથી જ્યારે
શરમભારે ઢળેલી આંખડીનું મૌન બોલે છે.
વસંતો કાન દઇને સાંભળે છે ધ્યાનથી એને,
સવારે બાગમાં જ્યારે કળીનું મૌન બોલે છે.
ગરજતાં વાદળોન ગર્વને ઓગાળી નાખે છે,
ગગનમાં જે ઘડીએ વીજળીનું મૌન બોલે છે.
ખરેખર તે ઘડી બુદ્ધિ કશું બોલી નથી શકતી,
કે જ્યારે પ્રેમની દીવાનગીનું મૌન બોલે છે.
સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઇને ‘આદિલ’,
જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.
==============================
જયારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે
પહેલા પવનમાં કયારે હતી આટલી મહેક
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે
ઘૂંઘટ ખૂલ્યો હશે અને ઊઘડી હશે સવાર
ઝૂલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.
ઊતરી ગયા છે ફૂલોના ચહેરા વસંતમાં
તારા જ રૂપરંગ વિશે વાત થઈ હશે
‘આદિલ’ને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે
https://www.youtube.com/watch?v=iYPGYKvZsTo
=========================
નદી ની રેત મા રમતુ નગર મળે ના મળે ,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ના મળે.
ભરી લો સ્વાસ મા ઍનિ સુગંધ નો દરિઑ,
પછી આ માટી ની ભીની અસર મળે ના મળે.
પરીચીતો ને ધરાઈ ની જોઈ લેવા દો,
આ હસતા ચહેરા આ મીઠી નજર મળે ના મળે.
ભરી લો આંખ મા રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ના મળે.
રડીલો આજ સંબંધો ને વીંટળાઈ ને અહીં,
પછી કોઈ ને કોઈની ખબર મળે ના મળે.
વાળવા આવ્યા છે તે ચહેરા ફરશે આંખો મા,
ભલે સફર મા કોઈ હમસફર મળે ના મળે.
વતન ની ધૂળ થી માથુ ભરી લાઉ 'આદિલ'
આ ધૂળ પછી ઉમ્ર-ભર મળે ના મળે.
https://www.youtube.com/watch?v=2R2k7q2E1F0
============================
લાગણીને આમ ના વિસ્તાર વચ્ચે આવશે
આપણા હોવાપણાનો ભાર વચ્ચે આવશે
આંગણુ સંબંધનું કોરુ રહી જાશે અગર
એક દિ વરસાદ મૂશળધાર વચ્ચે આવશે
વચ્ચેની દિવાલ કેવી પારદર્શક છે હજી
પણ સમય વિત્યે સમયનો ક્ષાર વચ્ચે આવશે
તું બધું છોડીને ચાલી તો નીકળ પહેલા પછી
ડગલે ને પગલે ભર્યા ભંડાર વચ્ચે આવશે
કોના કોના આંગળાની છાપ છે ગરદન ઉપર
દોસ્તોના નામ વારંવાર વચ્ચે આવશે
આ ગઝલના આયનાઘરમાં કદમ મૂકો અને
ગુર્જરી સોળે સજી શણગાર વચ્ચે આવશે
આ ગઝલ ’આદિલ’ હ્દય સોંસરવી ઉતરી જાય પણ
પંડિતોને પાઘડીનો ભાર વચ્ચે આવશે
==============================
- આદિલ મન્સૂરી
VIDEO Link about Adil Mansuri -
https://www.youtube.com/watch?v=8DviwMGfHd0
ગઝલ પઠન માટે -
https://www.youtube.com/watch?v=WviSWI_9HWs
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com