"EDUCATION DEMAT ACCOUNT"
"એજ્યુકેશન ડિમેટ એકાઉન્ટ"
આજે એક નવી શાળા સ્થાપિત કરવાની છે. જ્યાં LKG, HKG (હું નાનો હતોત્યારે બાલ મંદિર કહેવાતું અને હજુ પણ જેને બોલવામાં પ્રોબ્લેમ થાય છે તે બાલમંદિર જ કહે છે.) કે પેલા ધોરણ, બીજા ધોરણ ના સર્ટીફીકેટ નહિ આપવામાં આવેબલકે તે ધોરણના શેર નાં સર્ટીફીકેટ આપવામાં આવશે !!!! હેં હેં ???
હા, હા ભાઈ સાચું જ કહું છુ જે પ્રમાણે આપણે શેર બજારમાં રોકાણ કરીએ છે તેવીજ રીતે અહિયાં પણ વધારેમાં વધારે રોકાણ કરીને બેનીફીટ મેળવો। બોસ બધાબોલ આપના આજે બાઉન્સ જાય છે કઈક સમજાય એવી રીતે વાત કરો???
GSEB =BSE
CBSE =NSE
અલગ-અલગ સ્કુલ એટલે BSE અને NSE માં લીસ્ટેડથયેલ કંપની!!!
ઓકે ઓકે. આપને શેર બજારમાં એકાઉન્ટ ઓપનીગ કરાવવું હોય તો તેનુંફોર્મ ભરવું પડે, અમુક ડોક્યુમેન્ટ જમા કરવા પડે,1 વર્ષનો કા તો લાઈફ ટાઈમએકાઉન્ટ નો ચાર્જ પે કરવો પડે તે જ પ્રમાણે આ શાળામાં પણ તમારે ફોર્મ ભરવુંપડશે, ડોક્યુમેન્ટમાં જન્મનું પ્રમાણપત્ર આપવાનું રહેશે અને LKG કે HKG નાશેર માં રોકાણ કરવા માટે 1 વર્ષનો (અહિયાં લાઈફ ટાઈમની સ્કીમ લાગુ નહી પડેકેમ કે કાઈક તો ફર્ક હોય ને ભાઈ જાન) ચાર્જ પે કરવાનો રહેશે . સેમ એઝ પેલાધોરણ, બીજા ધોરણ અને આગળના ધોરણમાં એમ કરતા-કરતા દસમાં ધોરણનાંશેર માં થોડુક રોકાણ વધી જશે (આમ તો દર વર્ષે જેમ સ્કુલની ફી વધે છે આગલાધોરણમાં જવા માટેની તેમ અહિયાં પણ આગળના વર્ષમાં જતા રોકાણની કિંમતવધવાની જ ને ભાઈ, સાચું ને). જેમ દસમાં ધોરણમાં વિદ્યાર્થી આવી જાય અનેતેને 90PR, 95PR, 99PR નું રીઝલ્ટ આવે તેમ અહિયાં પણ દસમાના શેરમાંરોકાણ કર્યા બાદ જે પહેલા પદ્ધતિ હતી તે જ પ્રમાણે 90% (ટકા), 95% નોબેનીફીટ (નફો યાર!)..
બરાબરને આપણે શેર બજારમાં શેર ખરીદ કરીએ ત્યાર બાદ તેમાં નફો મળેએમ અહિયાં પણ નફો તો મળે જ ને દોસ્તો। અલબત, શેર બજારમાં આપ શેર નેવહેચી શકો છો તે જ પ્રમાણે અહિયાં પરીક્ષા લેવાય અને એનો નફો મળે અત્યારસુધીના રોકાણ નો!!!!
હવે દસમાંમાં સારો નફો તો તો વિદ્યાર્થી સાયન્સ લેશે અને તેના શેરમાંરોકાણ સૌથી વધારે, જો ઓછો નફો હોય તો કોમર્સ લેશે, અને જો વધારે ઓછોનફો હોય તો આર્ટસ (વિદ્યાર્થીઓને અત્યારે એવું લાગી રહ્યું છે કે આર્ટસ એટલેસૌથી ઓછુ રોકાણ) ..
માનો કે સાયન્સ કોઈએ લીધું અને "બી" ગ્રુપ પસંદ કર્યું તો જો બારમાં ધોરણમાંસારો નફો મળે અને એમબીબીએસ (MBBS) માં જાય તો તેમાં તો સૌથી વધારેમાંવધારે રોકાણ અને સૌથી વધારેમાં વધારે નફો પણ મળવાનો જ ને, જે પ્રમાણેઅત્યારે મળે છે તે પ્રમાણે!!!!
ત્યાર બાદ કોમર્સમાં વિદ્યાર્થી ને સારો નફો મળે એટલે વિદ્યાર્થીઓને CA અનેબીજો ઓપ્શન BBA, BCA
નાં શેરમાં રોકાણ કરવાનો હોય છે . તો CA નાં શેરમાં જો પહેલી વારમાં નફો મળીજાય તો સારું બાકી દર વર્ષે થોડું-થોડું રોકાણ કરવાનું જ!!! હા આર્ટસમાં પણ ફૂલનહી તો ફૂલની પાખડી જેટલું રોકાણ તો ખરું જ.
અરે મહત્વની વાત તો કહેવાની રહી જ ગઈ જેમ અત્યારે બાળકો શાળાએ ગયાહોય એટલે ઘરમાં બધાને હાશકારો બોલી જાય તેમ આ શાળાએ તો ક્યારેય પણવેકેશન જ નહિ આવે એટલે ઘરમાં બધાને શાંતિ.
તો હવે આટલું બધું વિચારાય?
પ્રવેશ ચાલુ છે,પ્રવેશ ચાલુ છે,પ્રવેશ ચાલુ છે। અલગ-અલગ શેર ખરીદી, રોકાણકરો અને મેળવો મહતમ નફો।
જેમ શેરીએ-શેરીએ શેર બજારની ઓંફીસો ખુલતી હોય છે તેમ અત્યારેશેરીએ-શેરીએ શાળાઓ ખુલે છે તે જોતા આવી એકાદ પણ શાળા સ્થાપિત કરવીજોઈએ...
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com