Made in India
તા. ૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૩, વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રિલિજીયસ (વૈશ્વિક સર્વધર્મ પરિષદ), શિકાગો, અમેરિકા
અમેરિકી બહેનો અને ભાઈઓ,આપના આ સ્નેહપૂર્ણ અને જોરદાર સ્વાગતથી મારું હૃદય અપાર હર્ષથી ભરાઈ ગયું છે. હું આપને દુનિયાના સૌથી પૌરાણિક ભિક્ષુઓ (સંન્યાસીઓ) તરફથી ધન્યવાદ આપું છું અને હું આપને બધા જ જાતિ-સંપ્રદાયના લાખો કરોડો હિન્દુઓ તરફથી ધન્યવાદ આપું છું. મારા ધન્યવાદ એ વક્તાઓને પણ છે, જેમને આ મંચ પરથી કહ્યું છે કે, દુનિયામાં સહનશીલતાનો વિચાર પૂર્વના દેશો તરફથી ફેલાયો છે. મને ગર્વ છે કે, હું એક એવા ધર્મથી છું જેને દુનિયાને સહનશીલતા અને સાર્વભૌમિક સ્વીકૃતિના પાઠ શીખવ્યા છે. અમે ફક્ત સાર્વભૌમિક સહનશીલતામાં જ વિશ્વાસ નથી રાખતા, પણ અમે વિશ્વના બધા જ ધર્મોનો સત્યના સ્વરૂપે સ્વીકાર કરીએ છીએ. મને ગર્વ છે કે, હું એક એવા દેશમાંથી છું જેને આ ધરતી પરના બધા દેશોએ સતાયેલાને આશરો આપ્યો છે. મને એ જણાવતા ગર્વ થાય છે કે, અમે અમારા હૃદયમાં એ ઈઝરાઈલીઓની શુદ્ધતમ સ્મૃતિઓ બચાવીને રાખી છે, જેમના મંદિરોને રોમનોએ તોડીને ખંડેરો બનાવ્યા છે અને ત્યારે તેઓએ દક્ષિણ ભારતમાં આશરો લીધો. મને એ વાતનો ગર્વ છે કે, હું એક એવા ધર્મથી છું જેને મહાન પારસી દેશના અવશેષોને આશરો આપ્યો અને અત્યારે પણ તેને પ્રોત્સાહન આપે છે. ભાઈઓ, હું આપને એક શ્લોકની કેટલીક પંક્તિઓ સંભળાવવા માગું છું, જેને હું બાળપણથી યાદ રાખું છું અને વારંવાર યાદ કરું છું અને જે કરોડો લોકો દ્વારા દરરોજ બોલવામાં આવે છે. "જેમ વિભિન્ન ધારાઓની ઉત્પત્તિ વિભિન્ન સ્રોતોથી થાય છે, તેમ મનુષ્ય પોતાની ઇચ્છાને અનુરૂપ અલગ અલગ માર્ગ અપનાવે છે, જે જોવામાં ભલે સીધો અથવા તો વાંકોચૂંકો લાગે,પણ બધા ભગવાન સુધી જાય છે." વર્તમાન સંમેલન જે આજ સુધીની સૌથી પવિત્ર સભાઓમાંની એક છે. જે ગીતામાં બતાવેલ એક સિદ્ધાંતનું પ્રમાણ છે. "જે પણ મારા સુધી આવે છે, ચાહે કોઈપણ સ્વરૂપે, હું તેના સુધી પહોંચું છું. બધાં જ મનુષ્ય જુદા જુદા માર્ગ પર સંઘર્ષ કરે છે, જેનો અંત મારામાં જ છે." સાંપ્રદાયિકતા, કટ્ટરતા અને તેના ભયાનક વંશજ, ધર્મનો હઠાગ્રહ લાંબા સમયથી પૃથ્વીને પોતાની મુઠ્ઠીમાં જકડેલ છે, તેને પૃથ્વીને હિંસાથી ભરી દીધી છે. કેટલીય વાર પૃથ્વી લોહીથી લાલ થઈ છે. કેટલીય સભ્યતાઓનો વિનાશ થયો છે અને કેટલાય દેશ નષ્ટ થયા છે.
જો આ ભયાનક રાક્ષસ ના હોત તો આજે માનવ સમાજ ઘણો જ ઊંચે હોત, પરંતુ હવે તેનો સમય પૂરો થઈ ગયો છે. મને પૂર્ણ આશા છે કે, આજે આ સંમેલનનો શંખનાદ બધા ધર્મહઠાગ્રહીઓ, જુદા જુદા ઝઘડાઓ જે તલવારથી હોય કે કલમથી હોય અને દરેક મનુષ્ય એક જ લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે જે વચ્ચેની દુર્ભાવનાઓનો વિનાશ કરશે.
સ્વામી વિવેકાનંદજીએ હિન્દુ ધર્મના પ્રચાર-પ્રસાર માટે યુરોપ અને અમેરિકામાં કરેલ પ્રયત્નો માટે સૌ હિન્દુઓ તેમના ઋણી રહેશે.
ઊઠો, જાગો અને ત્યાં સુધી ના રોકાશો જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત ન થાય. બ્રહ્માંડની બધી જ શક્તિ પહેલેથી જ આપણી છે, પણ આપણે જ એવા છીએ કે પોતાની આંખ પર હાથ રાખીને કહીએ છીએ કે, કેટલો અંધકાર છે. કોઈની પણ નિંદા ના કરો. જો આપ મદદ માટે હાથ લાંબો કરી શકો છો, તો જરૂર કરો, જો નથી કરી શકતા તો પોતાના હાથ જોડીને આપણા ભાઈઓને આશીર્વાદ આપો અને તેમને તેમના માર્ગ પર જવા દો. ક્યારેય એવું ન વિચારો કે આત્મા માટે કશું અસંભવ છે. એવું વિચારવું તે પાપ છે. જો કોઈ મોટું પાપ હોય તો તે એ કહેવું કે, તમે નિર્બળ છો અથવા અન્ય નિર્બળ છે. જો ધન બીજાના ભલા માટે મદદ કરે તો તેનું મૂલ્ય છે, અન્યથા તે ફક્ત માટી જ છે. તેનાથી જેટલો ઝડપી છુટકારો મળે તેટલું સારું છે. એ વ્યક્તિએ અમરત્વ પ્રાપ્ત કરી લીધું છે કે, જે સાંસારિક કોઈ વસ્તુથી વ્યાકુળ નથી થતી. જ્યાં સુધી તમે તમારી જાત પર વિશ્વાસ નથી કરી શકતા ત્યાં સુધી તમે ભગવાન પર પણ વિશ્વાસ નહીં કરી શકો. વિશ્વ એક વ્યાયામ શાળા છે, જ્યાં તમે તમારી જાતને મજબૂત બનાવવા માટે આવ્યા છો.
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2025 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com