Made in India
ખેડૂત ખેતી કરે,પણ તેનું આખું ખેતર સારું હોય તેવું હોતું નથી.ખેતરનો થોડો ભાગ હંમેશા નબળો હોય છે.હર વર્ષ ખેડૂતને એ ભાગમાંથી પાકનું વળતર ઓછું મળતું હોય છે.છતાં ખેડૂત એ ભાગને ધિક્કારીને કાઢી નાખતો નથી.પરંતુ એ ભાગમાં હરવર્ષ વધારે ખાતર,પોષક તત્વો અને સારી માટી નાંખે છે. સારી રીતે જમીનને ખેડીને ઉપરતળે કરે છે.ખેડૂત જયારે ખેતરમાં જાય છે ત્યારે નબળા ભાગ પાસે બેસે છે,એની માટી હાથમાં લે છે અને તેને વહાલ કરે છે.બીજા આખા ખેતર કરતાં એ ભાગ પાછળ વધારે મહેનત કરે છે.આખા ખેતર કરતાં તેને એ ભાગ વધુ ગમવા માંડે છે.અમુક સમય પછી ખેડૂતની માવજત અને વહાલથી એ ભાગ બાકીના ખેતર જેવો બની ખેતરમાં ભળી જાય છે.
આપણી દરેક શાળામાં અને દરેક વર્ગમાં અમુક બાળકો સામાન્ય રીતે નબળા હોય છે.શિક્ષક કંઈ પણ શીખવે તે તેઓ શીખી શકતા નથી.આપણે તે બાળકોને ધિક્કારવા માંડીએ છીએ.પરંતુ ખામીને ધિક્કારવાથી તે ખૂબી બની જતી નથી.ખેડૂત જેમ ખેતરના નબળા ભાગને વહાલ કરે,માળી જેમ અવિકસિત છોડને ચાહે,દાક્તર જેમ દર્દીના દર્દ સાથે ઓતપ્રોત થાય છે,તેમ આપણે પણ બાળકની ખામીઓને ચાહીએ તો તે ખામીઓ ખૂબીઓ બની જાય.
શાળાઓમાં પ્રવેશોત્સવ,રમતોત્સવ,ગુણોત્સવ,વાર્ષિકદિન,રાષ્ટ્રીય પર્વો વગેરે ઉજવવામાં આવે છે.આ સમયે શાળાનું મેદાન અને વર્ગોની સફાઈ કરવામાં આવે છે.કોઈ ખૂણે ખાંચરે થોડોક કચરો કે ઝાંળા હોય તો ખાસ તકેદારી રાખીને સાફ કરવામાં આવે છે.આખી શાળાને રંગરોગાન કરી સુઘડ બનાવી દેવામાં આવે છે.પરંતુ શાળામાં અમુક બાળકો જે નબળા છે તેના તરફ કોઈનું ધ્યાન જતું નથી.શાળાના કોઈ ખૂણે થોડોક કચરો કે પત્થરો પડ્યા રહેશે તો મોટું નુકસાન નહિ થાય;પરંતુ એક કે બે બાળક નબળા રહેશે તો તેઓનું ભાવી ધૂંધળું બની જશે.શાળામાં બગીચો,મેદાન,વરંડો અને વર્ગો બાળકો માટે છે.બાળકને શીખવામાં સરળતા રહે તે માટે તે વ્યવસ્થા હોય છે.બાળકને સારી શાળા બનાવવા માટે ઘરેથી બોલાવતા નથી,પણ શીખવા માટે બોલાવીએ છીએ.બાળક માટે શાળા છે શાળા માટે બાળક નથી.
આપણી પ્રાર્થનાસભાઓ પ્રદર્શન બની ગઈ છે.શાળામાં જે હોશિયાર બાળક હોય તેને જ તેમાં કંઈક રજુ કરવાની તક મળે છે.તેમાંય ઉપલા ધોરણમાં ભણતા બાળકો દ્વારા જ તેનું મહદઅંશે સંચાલન થાય છે.પહેલા બીજા ધોરણના કે નબળા બાળકોને તક મળતી નથી.જયારે કોઈ અધિકારી આવવાના હોય,વાલી સંમેલન હોય ત્યારે તો ખાસ વ્યવસ્થિત બાળકો દ્વારા જ પ્રાર્થના સભા રજુ થાય છે.જો આવા ખાસ પ્રસંગોએ નબળા બાળકોને તક ના અપાય તો તેઓને ક્યારે પ્રોત્સાહન મળે ? પ્રાર્થના સભામાં કોણ શું રજુ કરશે તે ફક્ત શિક્ષક પર જ નિર્ભર છે.શિક્ષણમાં આટલા ધરખમ ફેરફાર કરાયા પછી એવા કેટલા કાર્યક્રમો છે કે જેમાં શિક્ષક ન ઈચ્છે તો પણ બાળકને તેમાં ભાગ લેવાનો મોકો મળે ?ફક્ત એક “આજનો દિપક”. જો બાળક તોફાની હોય,ભણવામાં નબળો હોય,અનિયમિત હોય,શિક્ષકને તે બાળક પ્રત્યે અરુચિ હોય તો પણ “આજના દિપક” માં બાળકનો વારો આવે છે! “આજના દિપક” જેવા કાર્યક્રમો જેટલા વધુ ગોઠવી શકાય તેટલું આપણું શિક્ષણ શ્રેષ્ઠ બનાવી શકાય.આવા કાર્યક્રમો જ આપણી ખરી મૂડી છે.
બાળકને સ્વતંત્ર રહેવું ગમે છે, બે ત્રણ વર્ષના નાના બાળકો આપણા ઘરે હોય છે.ઘરે તેઓ દોરડાં,કુરડીઓ,શીશીઓ,પાંચીકા,નળીઓ, દોરા વગેરેનો સંગ્રહ કરે છે.આ બધી વસ્તુઓ ભેગી કરી યોગ્ય જગ્યા પસંદ કરી તેઓ ઘર ગોખલે રમતાં હોય છે.તેના પિતાનું આલીશાન ઘર હોવા છતાં તેઓને પોતે અલગ બનાવેલ ઘરથી જ સંતોષ થાય છે.કારણ કે તે ઘર પોતે બનાવેલું અને પોતાનું હોય છે.પોતાના નાના ઘર પાસે જઈ ઘર સાથે વાતો કરવી,ગીતો ગાવા,રમવું તેઓને સહજ હોય છે.આજ તેઓની દુનિયા છે.ગુણોત્સવ ‘ઉપચારાત્મક વર્ગ’’ અને “પ્રજ્ઞા” ના મૂળમાં આજ અભિગમ છે.
માટેજ પ્રિય શિક્ષકો કવિ સુન્દરમ કહે છે કે,
હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની,
ને અસુંદર રહી તે સર્વને,
મુકું કરી સુંદર ચાહી ચાહી…!!
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com