યુટોરેન્ટ એપ્લિકેશન ડેટાનો ખજાનો
ટેક-ટોનિક - સ્મિથ સોલેસ
વેકેશનમાં લોકો ઇન્ટરનેટ કે ટીવીનો વધુ ઉપયોગ કરે છે. બાળકોને વીડિયોગેમ ને ટીનેજ છોકરાં-છોકરીઓ વિવિધ સોન્ગ્સ ડાઉનલોડ કરતાં વધારે જોવા મળે છે. આજકાલ સમય જ એવો હાઇટેક છે કે લોકોને વધારે ને વધારે ટેક્નોલોજીમાં ઇન્ટરેસ્ટ પડે છે. પણ બધાને એટલું બધું સર્કિગ કરવું પડે છે કે એક ગીત ડાઉનલોડ કરીને ઉતારવું હોય તો ૨૫-૩૦ વેબપેજ ખોલવાં પડે ને પાછું બધી જગ્યાએ એટલાં બધાં ડાઉનલોડનાં બટન જે તે વેબપેજ પર આપેલાં હોય છે કે જેથી તમારા ગમતાગીતને કે વીડિયોગેમને ઊતરતા કંટાળો આવી જાય, આ જ વસ્તુ સહેલાઈથી ને જરૂર કરતાં વધારે ઝડપથી મળી જાય તો કેવું? મઝા પડી જાયને કેમ? તો આજે અહીંયાં યુટોરેન્ટ નામના એપની માહિતી આપેલી છે, જેનાથી તમે સહેલાઈથી ફોનમાં અને કમ્પ્યુટરમાં હોલસેલના પ્રમાણમાં ને વગર પૈસા ચૂકવે ડાઉનલોડ કરી શકશો.
યુટોરેન્ટનો ઉપયોગ
સૌ પ્રથમ ફોનમાં આ યુટોરેન્ટ એપ ડાઉનલોડ કરવા માટે તમે એન્ડ્રોઇડ ફોન કે નોકિયા જેવા સામ્બિયન ફોનમાં આ એપ જે તે સ્ટોરમાંથી (એન્ડ્રોઇડમાં ગૂગલ માર્કેટ અને નોકિયામાં ઓવીઆઈ સ્ટોર પરથી) ડાઉનલોડ કરી શકો છો. જો ત્યાં પણ તમને ન મળે તો તમારે મોબાઇલ૯.કોમ પર તમારું ઇ-મેલ રજિસ્ટર કરીને તેમાં લોગઇન થઈને મેળવી શકો છો અથવા ગૂગલ પર સર્ચ કરીને પણ આ એપ ઉતારી શકો છો. ત્યારબાદ ગૂગલ પર શોધતા હોય તેમ શોધીને ગીતો કે વીડિયો ઉતારી શકો છો. કમ્પ્યુટર માટે પણ આ જ રીતનો પ્રોગ્રામ આવેલો હોય છે.
યુટોરેન્ટ શું છે?
ટૂંકમાં કહીએ તો ડિસેમ્બર ૬ના રોજ લુડવિગ નામના ડેવલપરે બનાવેલી આ સિસ્ટમ નબળા કમ્પ્યુટર પર પણ સારી રીતે કામ કરવાની શક્યતા રાખે છે. બસ, આ યુટોરેન્ટનો (કે બીટ ટોરેન્ટનો) એક લોકલ પ્રોગ્રામ ઉતાર્યા પછી તમે યુટોરેન્ટની બધી ડાઉનલોડ કરેલી ફાઈલો કમ્પ્યુટરમાં કે મોબાઈલ ફોનમાં સેવ કરી શકો છો. કોઈ પણ ગેમ ઉતારતા કે ફાઇલ ઊતરતા તે સૌ પ્રથમ એક સાદી ફાઈલ આપે છે જે તમે કમ્પ્યુટરમાં ઉતાર્યા બાદ તેના પર ક્લિક કરતા તે ટોરેન્ટ ફાઇલના ડેટાને ઉતારે છે. આ ડેટા ૧૦થી વધારે સી.ડી જેટલો પણ હોય છે તેથી ફોનના સ્ટોરેજ પ્રમાણે જ ડાઉનલોડ કરવું વધારે યોગ્ય રહેશે. એટલે આ રીતે જો આ એપ ડાઉનલોડ કરવી હોય તો ઉપરોક્ત વેબસાઇટ્સમાંથી તમને મળી રહેશે. વળી, ડાઉનલોડિંગમાં આવતા અવરોધોથી પણ અળગા રહી શકાય છે.
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com