મનહર ઉધાસ સાહેબ ને જન્મદિવસ ની ખુબ જ શુભકામનાઓ,

તમને મનહર ઉધાસ સાહેબે ગયેલી કઈ ગઝલ ગમે છે ?

છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા.
- ‘સૈફ’ પાલનપુરી
એમાના એક એવા ગાયક શ્રી મનહર ઉધાસ સાહેબ ને જન્મદિવસ ની ખુબ જ શુભકામનાઓ, જેમ જગજીત સિંહ ઉર્દુ અને હિન્દી ગઝલો ને લોકો સુધી પહોચાડી એવી જ રીતે ગુજરાતી ગઝલો માં મનહર ઉધાસ નું યોગદાન અત્યંત મહત્વ નું છે, આ સાથે મનહર ઉધાસે ગયેલી ગઝલો નું એક લીસ્ટ પણ આપ સૌની સમક્ષ મુકું છું અને આશા છે કે આપને ગમશે ! આમાં આપની મનપસંદ ગઝલ કઈ ? અને હા આમાં ના હોય તો કોમેન્ટ કરી ને મોકલો 

~ @ Gazals 

1.શાંત ઝરૂખે વાટ નિરખતી
રૂપની રાણી જોઇ હતી
મેં એક શહજાદી જોઇ હતી…… ~ સૈફ પાલનપુરી 

2.હું નથી પૂછતો, ઓ સમય! કે હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલાં?
એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઇએ તારે આખર જખમ કેટલાં? -
- શૂન્ય પાલનપુરી

3.જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઇ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઇ હશે | પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેંક, રસ્તામાં તારી સાથે મુલાકાત થઇ હશે || ~ આદિલ મન્સૂરી 

4. એ જ બગીચો,એ જ છે માલી, એ જ ઉષા-સંધ્યાની લાલી,
કૈફ છલોછલ પુષ્પની પ્યાલી, કોયલ બુલબુલ ડાલી ડાલી,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે, કિંતુ મારી લીલા ક્યાં છે.
~આસીમ રાંદેરી 

5.નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

- આદિલ મન્સૂરી

6. આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.
- આદિલ મન્સૂરી

7.એક દી’ એમણે પોતે જાતે કહ્યું,
‘સૈફ’ આજે જરા મારુ વર્ણન કરો.
મારા વિશે જરા થોડા રૂપક કહો,
થોડી ઉપમાઓનું આજ સર્જન કરો.
- સૈફ પાલનપુરી

8. હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.
- અબ્બાસ અબ્દુલઅલી ‘મરીઝ’

9. ઓ હૃદય ! તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને ?
જે નથી મારાં બન્યાં, એનો બનાવ્યો છે મને !
– બરકત વિરાણી ‘બેફામ’

10.ચાલ મળીએ કોઇ પણ કારણ વિના,
રાખીએ સંબંધ કંઇ સગપણ વિના.

- બાલુભાઇ પટેલ

11. તમને સમય નથી અને મારો સમય નથી
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી ?

- બાપુભાઈ ગઢવી

12.જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે,
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતિક્ષા કિનારે કિનારે.
- અબ્બાસ અબ્દુલઅલી ‘મરીઝ’

13.સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું,
હું પોતે મને પોતાને દેખાઈ રહ્યો છું.
~- સૈફ પાલનપુરી

14. કહું કેમ, મુજને ગમો છો તમે,
દિવસ રાત દિલમાં રમો છો તમે !
- શિવકુમાર “સાઝ” 

15. સુંવાળો છે શીતળ પવન આજ રાતે,
પ્રસારે છે ખુશ્બુ ચમન આજ રાતે,
રુપેરી છે આંખો ગગન આજ રાતે,
ખીલે કાં ન કુદરતનું મન આજ રાતે;
ન કાં હોય એ સૌ મગન આજ રાતે,
કે લીલાનું થાશે મિલન આજ રાતે.
~આસીમ રાંદેરી 

16.મારી એ કલ્પના હતી કે વીસરી મને,
કીંતુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને,
ભૂલી વફાની રીત ના ભૂલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને.
- આસીમ રાંદેરી

17. જીવન સ્વપ્ન છે એ જ જૂનાં પરંતુ, નવેસરથી એવી મરામત કરી છે;
શિકલ બદલી ગઈ છે આ ખંડેર કેરી તમે પણ કહેશો કરામત કરી છે.
- અમૃત ‘ઘાયલ’

18. કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા,
આપણે જ્યારે જીવનમાં એકબીજાના હતા.
- આદિલ મન્સુરી

19. આપણા બેના મનમાં જેઓ પાપની અગ્નિ ભરતા’તા,
કેવા નીચા લોક હતા જે ઊંચી વાતો કરતા’તા.
~અજ્ઞાત 

20.નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે,
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે.
~'બેફામ' (ચિરાગ ઝાઝી ની ફરમાઇશ )

21. દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે … દીકરો મારો
- કૈલાસ પંડિત

22. એમનો ચેહરો અરે ! ફૂલ ત્યાં પાણી ભરે! 
- કૈલાસ પંડિત

23. સામાં મળ્યાં તો એમની નજરો ઢળી ગઈ,
રસ્તા મહીં જ આજ તો મંઝીલ મળી ગઈ.
~ આદિલ મન્સૂરી (તાહા મન્સૂરી ની ફરમાઇશ )

24. હૃદયના દર્દની તમને જરા જો કલ્પના આવે,
કસમથી આપની જીભે સદા સો સો દુઆ આવે.
~ ‘કામિલ’ વટવા 

25. તમારાં અહીં આજ પગલાં થવાનાં, ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની ય નીચી નજર થઈ ગઈ છે.
- ગની દહીંવાલા

26. થાય સરખામણી તો ઉતરતાં છીએ,
તે છતાં આબરૂને દીપાવી દીધી.
એમના મહેલને રોશની આપવા,
ઝૂંપડી પણ અમારી જલાવી દીધી.
~- બરકત વીરાણી ‘બેફામ’ (મારા ભાઈ ધર્મેશ ની પ્રિય ગઝલ )

27. ભૂલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને એ જ તો ભૂલી ગયા મને.
- કૈલાશ પંડીત

28. ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો.
- નાઝીર દેખૈયા
(પ્રશાંત સોમાની ની ફરમાઇશ અને મારી પ્રિય ગઝલ માની એક )

29. કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.
- અમૃત ‘ઘાયલ’

30. કંઇ ક્યારનો આમ જ મુગ્ધ બની, આ મીનાબજારે ઊભો છું
લાગી છે કતારો નજરોની, નજરોની કતારે ઊભો છું
- અમૃત ઘાયલ

31. ગુસ્સે થયા તો લોકતો પથ્થર સુધી ગયા
પણ દોસ્તોના હાથતો ખંજર સુધી ગયા.
~- અમૃત ‘ઘાયલ’

32.મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,
મારા ગયા પછી જ મારી વાત થઈ હશે.
- કૈલાશ પંડીત

33. ચમન તુજને સુમન, મારી જ માફક છેતરી જાશે,
પ્રથમ એ પ્યાર કરશે, ને પછી જખ્મો ધરી જાશે.
~- કૈલાશ પંડિત (મારી પ્રિય ગઝલ માની એક)

34. હતું કેવું સંબંધોનું એ વળગણ યાદ આવે છે,
હતું કેવું સરળ સીધું એ સગપણ યાદ આવે છે.
- વિનય ઘાસવાલા

35. એ નહીં આવે કદી વરસાદમાં
આગ લાગી ગઈ સખી વરસાદમાં.
- અદી મિરઝા

36. સાંજના ડૂબી જતાં સૂર્યને
કે પછી જોયા કરું છું તને.

હું જવા નીકળું તમારે ઘેર ને
બારણાં ખુલ્લા મળી આવે મને 
~- કૈલાશ પંડીત

37. હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો,
નામની સાથે સાથે સાજન, સરનામું પણ ખાસ લખી દો
- અરુણ દેસાણી

38. આંખો રડી પડી અને રેલાય છે અવાજ
છે બંધ હોઠ તોય વહી જાય છે અવાજ
- મહેંક ટંકારવી

39. ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી
- બરકત વીરાણી ‘બેફામ’

40. પ્રેમના પુષ્પો ભરીને રાખજો,
દિલ દીધું છે, સાચવીને રાખજો.
- અદી મિરઝા

41. ફૂલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે
અને રૂઝાયેલાં ઝખમ પણ યાદ આવી જાય છે
- સૈફ પાલનપુરી

42. છલકતી જોઇને મોસમ તમારી યાદ આવી ગઇ.
હતી આંસુથી આંખો નમ, તમારી યાદ આવી ગઈ.
- વિનય ઘાસવાલા

43. છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા.
- ‘સૈફ’ પાલનપુરી

44. એક દી સર્જકને આવ્યો, કૈં અજબ જેવો વિચાર
દંગ થઈ જાય જગત, એવું કરું સર્જન ધરાર

- શૂન્ય પાલનપુરી

45. પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.
- શૂન્ય પાલનપુરી

 

Views: 617

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service