ગુન્હો થઇ ગયો,ગુન્હો થઇ ગયો,
ક્યારો તુલસી નો બાળકી તણો જનમ્યો,
ને મમતા ની લાલસા માં ગુન્હો થઇ ગયો,
ફૂટ્યું બાળકી તણું બીજ કુદરત થાકી,
ને કુદરત થી પણ અજાણ્તાજ ગુન્હો થઇ ગયો,
ગુન્હો થઇ ગયો,ગુન્હો થઇ ગયો,
છાતી કેરું ધાવણ ના મળ્યું,
અહીં મળ્યું દૂધ ભરી સરિતા,
ના મુજ્હ નસીબ ધાવણ જનેતા,
દૂધ પીતી કરવા તે અવતારી જનેતા,
રુદન મારું કલરવ તણું સાંભળી,
થઇ કડવાશ સહુ ના કાન માં,
કલરવ કેરી નિખાલસતા વચ્ચે ગુન્હો થઇ ગયો,
ગુન્હો થઇ ગયો,ગુન્હો થઇ ગયો,
ના મંગત હું ઢીંગલી પપ્પા,
ના બનાવટ હું ઘોડો દાદા,
ના મંગત હું ખોલો દાદી,
ના બીજું કઈ પણ એ મમ્મી,
લીધો જન્મ મેં તુજ કુખે થી,
માફ કર મને ,ગુન્હો થઇ ગયો,
ગુન્હો થઇ ગયો,ગુન્હો થઇ ગયો,
કોયલ કેરા મધુ ગીત જગાડી,
વસંત ફેલાવત હું પાનખર ભગાડી,
ગર્ભ થાકી તુજ્હ પાનખર બની હું,
બીક તને કેમ મ્લાગે મારી,
તારાજ સવાશે મારો શ્વાસ,
ગર્ભ માજ મુઝ હસ્તક શું ગુન્હો થઇ ગયો,
ગુન્હો થઇ ગયો,ગુન્હો થઇ ગયો,
મોટી દીદી ચાર વરસ થઇ,
એને સહુની પ્રેમ તરસ રહી,
એક વખત કર લાડ માવતર થઇ,
પુકાર પ્રેમ થી લાડો એને કહી,
છીએ અમે કુદરત ની મરજી,
જન્મ લઇ તુઝ કુખે,શું ગુન્હો થઇ ગયો.?
ગુન્હો થઇ ગયો,ગુન્હો થઇ ગયો,
વધતો ભાર સ્વશો નો દઈ,
એ કુદરત તું પણ ખોવાઈ,
વેઠ લખી નિયતિ એ પણ અહી,
તરછોડે સહુ અસ્ત્રી કહી,
જ્હેલતી સદા ધરતી કેરો ભાર,
છતાં કહેવાવું સાપ નો ભરો થઇ,
ખુમારી થી જીવવાની લાલશા વચ્ચે,
શું ગુન્હો થઇ ગયો,?
ગુન્હો થઇ ગયો,ગુન્હો થઇ ગયો,
કઠણ કાળજે જનેતા થીકી જન્મી,
ને માં ને પણ લાગશે ગુન્હો થઇ ગયો,
તું પણ વગોવાઇ,હું પણવાગોવાયી,
દીકરા ની લાલશા માં અવતારી દીકરી,
મહિનાઓ ની વેદના સહી તે,
એટલોજ તારો ગુન્હો થઇ ગયો,
થોડો થયો તારાથી,ને થોડા થયો મારાથી,
પુરુષ પ્રધાન ના નાપુસક્વેડા વચ્ચે,
સ્ત્રી ને માવતર થી ગુન્હો થઇ ગયો,
છેદ છળ ને બળાત્કાર અહીં,
દિવસો વીતે માંડ માંડ અહીં,
માર પિત દે સાસરિય અહીં,
ગોન્ધે ઘરમાં,કુવે દેડકો કહી,
પડકાર નહોતો મારા અવાજ માં,
એટલોજ મારો ગુન્હો થઇ ગયો,
દેતું કોઈ ભાલ નહિ અહીં,
કાળો કાળ નો કેર વરસે અહીં,
ખુશીમાં સહુની રેહતી ખુશ અહીં
છતાં ના લૂછે આંસુ કોઈ અહીં,
પડકાર નો દીધો દિલના તોફાનમાય,
એટલોજ મારો ગુન્હો થઇ ગયો,
ખુશ છે મારી એકલતામાં સહુ,
વેદના સ્ત્રી કેરી કોને જઈ કહું,
બનાવ્યો મેં માનવી શાને કાજ,
કુદરત પણ રડતી કે ગુન્હો થુઈ ગયો,
બનાવ્યો મેં માનવી શાને કાજ,
કુદરત પણ રડતી કે ગુન્હો થુઈ ગયો,
ગુન્હો થઇ ગયો,ગુન્હો થઇ ગયો,
ક્યારો તુલસી નો બાળકી તણો જનમ્યો,
ને મમતા ની લાલસા માં ગુન્હો થઇ ગયો,
ફૂટ્યું બાળકી તણું બીજ કુદરત થાકી,
ને કુદરત થી પણ અજાણ્તાજ ગુન્હો થઇ ગયો,
ગુન્હો થઇ ગયો,ગુન્હો થઇ ગયો UNKNOWN. COPY PASTE KARELU CHE.
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com