Made in India
દોસ્તો, આજે ફરીથી ‘જસ્ટ ઈમેજીન’...
....તમે ઈન્ટરનેટની એક ખૂબ પ્રચલિત મીડિયા વેબસાઈટના એડિટર છો. મિનીટ-ટુ-મિનીટ દરેક પ્રકારના સમાચારોની વર્ષા તમારા કોમ્પ્યુટર પર, ટેલીવિઝન પર, મોબાઈલ પર, આઈ-પેડ પર. તમારી કારના રેડીઓ પર થતી જ રહે છે.
તમે એવા ડિજીટલ વર્લ્ડ સાથે સતત વાંચન, લેખન અને મનન સાથે એક સૂત્રે સંકળાયેલા છો કે જેમાં માત્ર સુતી વખતે જ (કદાચ) અળગા રહી શકો એવી ‘કોન્સ્ટન્ટ અપડેટ’ થતી જિંદગી છે.
ને એક દિવસ...અચાનક...
તમારા દિમાગમાં વિચારનો એક કીડો સળવળે છે....તમે તમારી જાતને કહો છો:
“ જા! મારા સ્વાહાલા... આ બધાંજ ડિજીટલ ડિવાઈસીસને તિલાંજલિ આપી સાવ અલ-મસ્ત જીંદગી ગુજાર. આ બધું જ છોડીને એક અલગારી દુનિયા વસાવ. જ્યાં કોઈ મોબાઈલ ન હોય, કોઈ ટીવી કે નેટ-સર્ફિંગ ન હોય. કોઈ ઈ-મેઈલ, ટ્વિટર કે સોશિયલ મીડિયા પરનું સ્ટેટસ અપડેટ ન થાય.......હા ! માત્ર વૈચારિક કામ ચાલુ રહે એ માટે ક્યારેક (કોઈ પણ પ્રકારના નેટ કનેક્શન વિનાનું) લેપટોપ વાપરી શકાય. અને દોસ્તો અને સ્વપરિચિતો સાથે ટૂંકમાં અને ખપ પુરતી જ વાત ઘરની ફોન-લેન્ડલાઈન પરથી કરી શકાય.”
બાકી દુનિયા જાવે...તેલ લેણે...બોલે તો અપણે કુ ક્યા?....રે’ણા હે તો બસ...”મૈ ઔર મેરી તન્હાઈ’ કે સાથ!
............તો દોસ્તો તમારો કેવા હાલ થાય?- (એક દોસ્તને પૂછ્યું તો કહ્યું કે ‘હું તો એક વિકમાં જ સાવ વીક થઇ મરી જાઉં. યાર !!!! જીવી જ કેમ શકાય?)
પણ સાચે જ...આવી ઘટના બરોબર..એક વર્ષ પહેલા ૩૦ મી એપ્રિલ ૨૦૧૨ના દિવસે બની હતી. સુપર ટેકનોલોજીકલ સમાચારોની સેવા આપતી સાઈટ: ધ વર્જ.કૉમના એડિટર પૌલ મિલર સાથે.
પૌલે આ રીતે એક વર્ષ સુધી લાંબો ડીજીટલ ઉપવાસ કરવાની નિયત કરી. એ જોવા માટે કે માણસ આ બધી સેવાઓ વિના (પહેલા તો) જીવી શકે છે?- અને જો હા ! તો કઈ રીતે? અને તેની માનસિક અને શારીરિક અસર શું થાય છે?
આજે બરોબર એક વર્ષ પછી પૌલ મિલર તેની એડીટીંગ જોબ પર પાછો ફરી રહ્યો છે. અને મીડિયાના અનેક માધાંતાઓ તેની આ એક વર્ષની (ઈન્ટરનેટ વિનાની) હાઈબરનેટ વાળી (બેકાર દેખાતી) લાઈફ વિશે જાણવા બેકરાર થયા છે.
૩૬૫ દિવસમાં કેટલાંય અવનવા સમાચારો અને ઘટનાઓથી આઉટ-ડેટેડ રહેલો મિલર તેની ઈન્ટરનેટ દુનિયામાં પાછો ફરશે ત્યારે શું શું નવું જાણશે?!?!?!?! તેના હજારો...હજારો ન વંચાયેલા ઇમેઇલ્સ, SMSs,થી ભરેલું મોબાઈલ ઈનબોક્સ ખુલશે ત્યારે શું જાણશે?.....આઆઆઆઆઅહ! કેવી કલ્પના કરી શકાય?
ખૈર, તે તેની શરૂઆતનો ‘ડિજીટલ મજૂર દિન’ કઈ રીતે ઉજવવાનો છે એ વિશે તો અફકોર્સ મને પણ પછી જ જાણવા મળશે. ત્યારે અપડેટ તમને મળશે. So, Come… What ‘May ‘ Says!
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com