ઝવેરચંદ મેઘાણી

~~~ દીકરાનો મારનાર (દિલાવરીની વાર્તા) ~~~
- ઝવેરચંદ મેઘાણી

દેવળિયા ગામના ઝાંપામાં ફાગણ વદ એકમના પ્રભાતે ધુળેટી રમાઈ રહી છે. વચ્ચે દરબાર મંદોદરખાનનો આઠ વરસનો દીકરો, અને કોરેમોરે ગામ આખાના હેડીહેડીના જુવાનો છે. આગલે દિવસે હુતાશણીનું પરબ હતું એટલે લીલા,પીળા ને કેસરિયા રંગમાં સહુ ગરકાવ હતા. તમામને અંગે પચરંગી છાંટણા દીપતા હતા. પણ આજ તો પડવો એટલે ઘેરૈયા માઝા છાંડી ગયા છે. ગાંડાતૂર બનીને એકબીજાને રોળવામાં ગુલતાન છે. ધુળેટીનું તો પરબ જ મૂળ ગાંડું-અને એમાંય ગામડાની ધુળેટીઃ કાળો કોપ!

"એલા ભઈઓ! કો'ક ઊજળે લૂગડે મે'માન વયો આવે."એક ઘેરૈયાએ પાદરમાં નજર નાખીને ચસકો કર્યો.

"એલા મે'માનને કોઈ છાંટશો મા!" બીજાએ મર્મમાં કહ્યું.

"અરે, મે'માનને કાંઈ રોળ્યા વગર રહેવાય! એ ક્યાંથી હાથ આવે?"

"સાચું! સાચું!... મે'માનને રોળો!... ગોઠય માગો!... રોળો!"એવા રીડિયા ઊઠયા, અને ઘેરૈયાએ મુસાફર સામે દોટ દીધી.

ધોળું બાસ્તા જેવું પાસાબંધી કેડિયું,પગને કાંઠે ત્રણ-ત્રણ ડોરણાંવાળી પકતી ચોરણી ઉપર બગસરાની ગરેડી કોરની પછેડીની ભેટ અને બગલમાં દબાવેલી એક ફાટેલતૂટેલ મ્યાનવાળી તરવાર, કેડે કોઇક કાળાંતરની જૂની કટારી એવો દાઢીમૂછના ઘાટા કાતરાવાળો મહેમાન ચાલ્યો આવે છે. વસંત ઋતુમાં વનવગડે આંબાના મોરમાંથી વછૂટતી ફોરમો લેતો લેતો,કેસૂડાંનાં ફૂલની ચૂંદડી જાણે વનરાઈએ ઓઢી લીધી હોય એવા શણગાર જોતો,છતાં પોતાને તો હુતાશણીનો જરાય હુલ્લાસ નથી એવો એ આદમી જે ઘડીએ ઘેરૈયાની લગોલગ આવ્યો તેવી જ ચીસ પાડી ઊઠયો કે"મને રોળશો મા! ભલા થઈને મને છાંટશો મા! તમારે પગે લાગું!"

પરોણે ના પાડી તેમ ઘેરૈયાઓને ઊલટાની વધુ ચાનક ચડી. બમણા-ત્રમણા ચડે ભરાઇને સહુ બોકાસાં પાડવા લાગ્યાં"હાં ખબરદાર! મે'માનને ઓળખાય જ નહીં એવા વહરા ચીતરી મેલો! લાવો મશ ને ગારો."

જોતજોતાંમાં તો ધૂળ ઊડવા મંડી ઘેરૈયાએ એકસામટી ઝપટ કરી. મહેમાન તો'જાળવી જાવ!' 'જાળવી જાવ!'કરતો પાછો હઠવા લાગ્યો. પણ જુવાનો'આંબું આંબુ!'થઈ રહ્યા,એટલે એ ગાંડા ટોળાને પોતાનાથી છેટું રાખવા મહેમાને પોતાની તરવાર કાખમાં દબાવી હતી તે એમ ને એમ મ્યાન સોતી આડી વીંઝવા માંડી. ઘેરૈયા ચસકા કરતા ઉપર પડવા જાય. પોતે બબ્બે કદમ પાછો હઠતો જાય ને'રે'વા દ્યો!' 'રે'વા દ્યો!'કરતો જાય. ધૂળની ડમરી ઊડે છે એટલે પોતે કાંઈ જોઈ શકતો નથી. એ રીડિયારમણ, એ ચસકા, એ કાલાવાલા,એ તરવારનાં ઝાવાં અને એ ધૂળની આંધીનો કોઈ અનોખો જ મામલો જામી પડયો. એમાં અચાનક ધબ દઇને કોઇક પડયું.

"અરે,ગઝબ થયો!... કુંવર પડયા! કુંવરને વાગ્યું!... કુંવર જોખમાણ!"એવી બૂમ ઊઠી.

મુસાફર ચોંક્યો. એ ભાન ભૂલી ગયો અને ભાગ્યો. ઊભી વાટે સીમાડે હડી કાઢી. શું થયું એ જોવા કે પૂછવાની વેળા ન રહી. પાછું વાળીને નજર નાખવાની પણ હામ નહોતી. પોતાના હાથમાં તરવાર પકડી છે એની શી દશા થઈ છે તે નીરખવાનું પણ ભાન નથી. કોઈ ગાંડો જાણે દોડયો જાય છે.

આંહીં ઝાંપામાં તો કેર થઈ ગયો છે. કુંવરને બરાબર ગળાની ભૂંગળી ઉપર તરવારનો વાઢ પડયો છે. લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું,અને ઘડી-બે ઘડીમાં તો એની નાડ રજા લેશે એવું થઈ ગયું.

પલકમાં તો માણસો ડેલીએ દોડયા. કાવા કસુંબામાં આખો ડાયરો ઘેઘૂર છે. દરબાર મંદોદરખાન જાતના હતા મોલેસલામ,પણ અસલ તો રાઠોડ રજપૂતની ઓલાદ. એક જ ગામડાનો ધણી વાટકીનું શિરામણ કહેવાય પણ પેટ બહુ મોટું એટલે ફૂલની સુવાસ પામીને જેમ ભમરા વીંટાય તેમ કારીગરો, નટવાઓ, કવિઓ,ગાવણાં-બજાવણાં કરનારાઓ તમામ મોટી આશાએ આજ વરસ દિવસના ઊજળા પરબ ઉપર દેવળિયાની ડેલીએ સમાતા નથી. ત્યા રંગમાં ભંગ પડયોઃ રાડ ગઈ કે કુંવરને માર્યો.

રૂપિયા બે હજારની રોઝડી ઘોડીઃ ભાગતાં હરણાની સાથે ભેટા કરનારી. સાથળ હેઠે તરવાર દબાવીને રોઝડીને ડચકારી જાણે તીર છૂટયું.

મહેમાન દોડયો જાય છે ત્યાં ડાબા સંભળાણા થંભી ગયો. પાછો ફરીને જોતાંની વાર જ જાણી લીધું કે પોતાનો કાળ આવી પહોંચ્યો. હવે પોતે પગપાળો તે ભાગીને કેટલેક જશે? આમેય મરવું તો છે જ,માટે હવે ચીંથરાં શીદ ફાડવાં?
ઊભો રહ્યો. બોલીને તો કાળને અટકાવાય એવું રહ્યું નથી. ખુલાસો કરવાનો વખત નથી રહ્યો. એટલે સામા ઊભા રહીને આ મુસાફરે પોતાની તરવાર પોતાને જ ગળે માંડી.

અસવાર એ સમસ્યાને સમજી ગયો, એણે રોઝડીને થંભાવી આઘેથી પૂછયું.
"કોણ છો?"

"ચારણ."

"શા માટે આવ્યો'તો?"

"કાળનો બોલાવ્યો. ભેંસ્યું બધી મરી ખૂટી... છોકરું છાશરાબ વગર રોવે છે...નો'તો આવતો પણ ચારણ્યે ધકેલ્યો-મંદોદરખાનની વાસના માથે."અવાજ તૂટક તૂટક નીકળે છે.

"કુંવરને તેં માર્યો?"

"ઈશ્વર જાણે!"ચારણે આભ સામો હાથ કર્યો"મને ખબર નથી. હું તો એટલું જ જાણું છું કે મારે ડેલીએ આવવું હતું. ચીંથરાં પહેર્યાં હશે તો ભૂંડો દેખાઇશ એમ માનીને ભેળી લૂગડાંની એક કોરી જોડય હતી તે ગામ બહાર બદલાવી. ઘેરૈયા મને રોળવા આવ્યા. મેં એમાંથી ઊગરવા મ્યાનમાં બીડેલી તરવાર વીંઝી. મ્યાન ક્યારે નીકળી પડયું તેની મને એ ધૂળની આંધીમાં ખબર નથી રહી."

આટલી વાત થાય છે ત્યાં તો પછવાડે ગોકીરા સંભળાયા. કાળી ચીસો પાડતું ગામ આખું હલકીને ચાલ્યું આવે છે.

મંદોદરખાને રોઝડીને માથેથી રાંગ છાંડી, પોતાની તરવાર આઘેરી ફગાવી દીધી અને પછી સાદ કર્યોઃ"ગઢવા, આંહી આવ. આ લે."

"શું?"

"આ મારી ઘોડી આપું છું. ચડીને ભાગવા માંડ."

મંદોદરખાન દોડયો. ચારણને બાવડે ઝાલીને રોઝડી પર બેસાર્યો. અને વાંસેથી રોઝડીને ડચકારી.

પૂંછનો ઝુંડો માથે કરતી ઘોડી ગઈ. જોતજોતામાં તો અલોપ થઈ.

"માળો લોંઠકો આદમી! મને જીતવા ન દીધો, ને ઘોડી લઈ ગયો!"

"અરે, રાખો રે રાખો,બાપુ!" વસ્તીએ ખીજાઈને કહ્યું: "ઠાલા મૂરખ શું બનાવો છો અમને?સાત ખોટનો એક દીકરો-એના મારાને ઊલટો ભગવ્યો?"

"લ્યો, હવે જાતી કરો."દરબારે શાંતિથી જવાબ વાળ્યો.

"જાતી શું કરે! એને પાતાળમાંથી પણ ગોતી કાઢશું."

"ભાઈ!"મંદોદરખાન બોલ્યાઃ"તમે તે કાંઈ દીવાના થયા?એણે શું મારા દીકરાને જાણીબૂઝીને માર્યો'તો?એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે મરે છે, જાણો છો?કોડભર્યો એ મારે ઉંબરે આવ્યો. અને દૈવગતિએ દીકરો મર્યો એ તો ખુદાતાલાની મરજી! હું આજ ઊજળે દિવસે મારા સીમાડા માથે સામી હત્યા વહોરું? હાલો,બેટાની મૈયત કાઢીએ."

હસતે મુખે બાપે દીકરાને દફનાવ્યો.

Views: 163

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service