Made in India
કોઈના વિરહ માં ઝુરાપો ભોગવ્યા બાદ જ તેની કિંમત સમજાય છે, આજે મને પણ એ કિંમત સમજાય ચુકી છે, બેન્જામીન ફ્રેન્કલીન ની દતક પુત્રી (કેમકે એનું અવતરણ તો થયેલું જ હતું ફક્ત બેન્જામીન ભાઈએ શોધી કાઢી હતી) એવા વીજળીદેવી આજે અમારા એરિયા પુરતા કોપભવનમાં બિરાજમાન થયેલા હતા. પુરા ૭ કલાકના મનામણાં બાદ વીજળીદેવીને અમોના પરસેવાથી નીતરતા કપાળો પર દયા આવતા પાછા સિંહાસન આરૂઢ થઈ નિર્જીવ એવા ફ્રીઝ, પંખા, ટ્યુબલાઈટો વગેરે ઉપકરણોમાં એમના શક્તિપ્રપાત દ્વારા શ્વાસ પૂર્યા હતા. અહોભાવથી અમારું મન આનંદના હિલોળે ચડ્યું હતું, વાણી ગદગદિત થઈ ઉઠી હતી. મન નાછૂટકે એમની પ્રસંશાના ઉદગારો કાઢવા મજબુર બન્યું હતું. કે હે વીજળીદેવી આપ આવો પ્રકોપ અમો ભક્તો પર ના દેખાડો, ૭ કલાકમાં અમો ઝોમ્બી જેવું વર્તન કરતા થઈ ગયા હતા તો આપ જયારે અમોને છોડીને ચાલ્યા જશો તો અમો નોધારા મૃત્યું પામી જશું. આપ સદાય હસતા રમતા રહો એવી શુભકામના, જય હો વીજળીદેવીની…
હાસ્ય લેખ સમાપ્ત.. આંખ ઉઘાડો લેખ પ્રારંભ.
ગાંધીજી કહેતા કે “તમે જે કુદરત પાસેથી લો છો તે તેને પરત આપવું જોઇએ. કુદરતને વધુમાં વધુ વાપરી નાખવી તે વિકાસ નથી પરંતુ કુદરતને સાચવવી, જાળવણી અને ઉત્પાદન કરવું તે વિકાસ છે.”
આપણે પ્રકૃતિ પાસેથી એટલું બધું લઈ લીધું છે કે હવે પાછા ફરવાનો મોકો પણ આપણે ગુમાવી બેઠા છીએ, કુદરતે આપેલી બધી જ અમુલ્ય અને ફ્રી વસ્તુઓ જેવી કે વીજળી , પાણી, ખનીજ, જંગલો, નદીઓ, સમુદ્ર, જમીન બધી જ વસ્તુઓનો આપણે થાય તેટલો (દુર)ઉપયોગ કરી લીધો છે. હવે આ પ્લેનેટ પાસે દેવા માટે ફક્ત આવતા ૫૦ વર્ષ સુધી ચાલે એટલા જ કુદરતી સંસાધનો બચ્યા છે. ગ્લોબલ વોર્મિંગ ને લીધે વધતું જતું તાપમાન અને કાર્બનની પેદાશમાં થયેલો ધરખમ વધારાને લીધે હિમાચ્છાદિત ધ્રુવોમાંથી બરફની તોતિંગ શીલાઓ છૂટી પડી ઓગળવા માંડી છે. તાજેતરમાં જ કેનેડાની મોટી નદીઓમાંની એક કાશ્કાવુલ્શ નદી એ પોતાના વહેણથી વિપરીત દિશામાં વહેવા લાગી જે ૧૫,૦૦૦ સ્કેવર મીટર નો વ્યાસ ધરાવતા કાશ્કાવુલ્શ ગ્લેશિયર પીગળવાને કારણે બન્યું હતું. આ ફક્ત શરૂઆત છે, અસહ્ય તાપ, અસહ્ય ઠંડી અને અતિશય વરસાદ દ્વારા કુદરત પોતાનો વિરોધ નોંધાવતી રહી છે પરંતુ આપણે આંખ આડા કાન કરી આપણે શું ના તકિયા કલામ મુજબ આડેધડ કુદરતી સંસાધનોનો ઉપયોગ જારી રાખ્યો છે. પૂરમાં મૃત્યુ પામનારા લોકો કે તાપમાં મારી જનારા ઢોર-ઢાંખર પર દયા ખાઈને સંતોષ માની લેવાથી કઈ જ નહિ વળે. આપણે પોતે જ આ વિનાશને નોતર્યો છે.દુનિયાભરના તમામ વૈજ્ઞાનિકો દ્વારા દર વર્ષે ચેતવણીઓ આપવામાં આવે છે પર હમ નહિ સુધરેંગે ના નારા સાથે આપણે આગળ વધતા જ જઈએ છે. ઘરમાં જરૂરિયાત ના હોવા છતાં વ્યક્તિદીઠ વાહનો હોય, પશ્ચિમના કાચની બિલ્ડીંગ્ઝના રવાડે ચડી બધે કાચની બિલ્ડીંગો ઠોકી દીધી છે, જેટલો વધુ કાચ એટલી વધુ ગરમી અને એ ગરમીને ઓછી કરવા કેબીને કેબીને એ.સી (પશ્ચિમી દેશો ભૌગોલિક રીતે જ ઠંડા હોવાથી ગરમી ટકાવી રાખવા ફરજીયાત કાચની બિલ્ડીંગો બનાવે છે, પરંતુ એનું આંધળું અનુકરણ કરીને આપણે ઘનચક્કરવેડા આદર્યા છે.)
ભારતના જ વૈજ્ઞાનિક અને યુનો ની આંતરરાષ્ટ્રીય સંસ્થા આઈ.પી.સી.સી ના અધ્યક્ષ રાજેન્દ્ર પચૌરી એ આપેલી ચેતવણીઓ પણ આપણા બહેરા કાને અથડાઈ નથી. કેમ કે આ દેશમાં પ્રિયંકા ચોપરા એ ત્રિરંગાના કલરનો સ્કાર્ફ કેમ પહેર્યો એ વધુ મોટી ન્યુઝ છે. એની વે દેશમાં વધતા જતા પાણી, હવા તેમજ જમીનના પ્રદુષણ તથા તેની દુરગામી જીવલેણ પરિણામોથી આજે સામાન્ય માણસ પણ વાકેફ છે . પરંતુ આપણા સાશકોના પેટનું પાણી પણ નથી હાલતું એ દુર્ભાગ્યની વાત છે. અનાજ તથા ફળોની કથળતી જતી ક્વોલિટી, ઝેરી ધુમ્મસ (દિલ્લી યાદ આવ્યું !!), પ્રદુષિત પાણી તથા પાણીજન્ય રોગો આ બધું જ દાવાનળ ફાટવા પહેલાના સાયરનો છે. આઈ.પી.સી.સી એ આ બાબતને લગતી ભયાનક ચેતવણી એ કરી છે કે જો હવામાં પ્રદુષણ ફેલાવતા વાયુઓને છોડતા બંધ અથવા માર્યાદિત નહિ કરવામાં આવે તો ભારતમાં જળસ્ત્રોતો લગભગ સુકાઈ જશે. સદીના અંત ભાગ સુધીમાં અન્નના ઉત્પાદન પણ ગંભીર ખોટનો સામનો કરશે. હવે જો પાણી અને અન્ન બંને વસ્તુઓ જે માનવજાતના સર્વાયવલ માટે અત્યંત મહત્વની છે એના પુરવઠામાં ઓટ આવી તો શું પરિસ્થિતિ સર્જાય શકે છે એ સમજવું એ કઈ રોકેટ સાયન્સ જેટલું અઘરું નથી. હવામાનમાં આવનારા આ ધરખમ ફેરફારથી સામાજિક અને આર્થિક વિકાસ ભાંગીને કક્કડભૂસ થઈ જવાનો છે. (માનવીની ભવાઈ નવલકથા ના વાચી હોય તો વાચી લેજો, એમાં ટ્રેલર દેખાય જશે.)
“કયામત સે કયામત તાલ” અને “અકેલે હમ, અકેલે તુમ” જેવી સુપરહિટ ફિલ્મોના ડાયરેકટર મન્સુર ખાન સાહેબ મુંબઈની ભીડભાડ છોડી કુન્નુરમાં આવેલા એમના ફાર્મ પર રહે છે, જ્યાં તેમનું ચીઝ ફાર્મ પણ આવેલું છે. મન્સુર સાહેબે પીક ઓઈલ થીયરી (કિંગ હુબેર્ટ દ્વારા સંસોધન આધારિત સત્ય થીયરી) નો ઊંડો અભ્યાસ કર્યો અને અન્ય લોકો સાથે પણ વિચાર વિમર્શ કરી એમણે એક પુસ્તક લખ્યું ‘ધ થર્ડ કર્વ’. આ પુસ્તકના કેન્દ્રવર્તી વિચારમાં વૃદ્ધિના અમર્યાદિત દર તથા કુદરતી સંસાધનોના માર્યાદિત હોવા પર પ્રકાશ ફેકતા જણાવ્યું છે કે વિશ્વના દેશોના અર્થતંત્રોએ વિકાસની આંધળી દોટમાં પ્રકૃતિનું નિકંદન કાઢી નાખવામાં કઈ જ બાકી નથી રાખ્યું. ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યાઓ આ જ લોભી વૃત્તિઓની બાયપ્રોડક્ટ છે. લેખકના મતે વૈકલ્પીક ઉર્જા અને ટેકનોલોજી પણ આ સમસ્યાનો સચોટ ઉપાય નથી. ભારતીય સંસ્કૃતિમાં આલેખાયેલા સંતોષ અને કુદરતનું જતન કરવાની શૈલી અપનાવી માનવ પોતાનું જીવનધોરણ પર્યાવરણને અનુરૂપ બનાવીને હાનીરહિત અર્થતંત્ર અને ઉર્ધ્વગામી સમાજની રચના ઉપર ચાલતો થાય તો અને તો જ ફેરફારો શક્ય છે.
ભૂતાન અથવા ભારતના પુદ્દુચેરીનું ઓરોવીલે આવી જગ્યાઓ આપણા માટે ખરેખર પ્રેરણાદાયી બની શકે એમ છે, કેમ કે તેઓ તેમના હેપીનેસ ઇન્ડેક્સ મુજબ ચાલે છે. મધ્યપ્રદેશે પણ હેપીનેસ મીનીસ્ટ્રીની દરખાસ્ત કરી આ બાબતે પહેલ કરેલ છે. વિકાસ અને વૃદ્ધિ માણસથી વિશેષ નથી એ આપણે હવે સ્વીકારવું જ રહ્યું.
અતિની કોઈ ગતિ નથી. પૃથ્વીને બચવાના હજુ ૫% ચાન્સીસ છે, બાકી મૌતકા ઇન્તઝાર, બધા જ પ્લાન ઠેરના ઠેર રહી જવાના છે.
પ્રકૃતિ પોતાનો રસ્તો કરી જ લેશે.
-જાનકી રાવલ જાની
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com