Made in India
કંગના રાનૌતના ઉપરા છાપરી બોલ્ડ ઇન્ટરવ્યૂ પછી બધે જ એની સ્ટોરી મસાલા પાનની જેમ ચાવવા લાગી છે. (મારા સહીત) બધા ને એના વિષે કંઈક ને કંઈક મત પ્રગટ કરવો છે. કોઈ ટ્રોલ કરે છે તો કોઈ બિરદાવે છે, કોઈ કોણ સાચું ને કોણ ખોટું ના વિચાર વિસ્તાર કરે છે, કોઈ ફિલ્મ પ્રમોશન માટેના હથકંડા કહે છે તો કોઈ બિચારી પર દયા ખાય છે. આ બધામાં મુખ્ય વાત એ છે કોઈ પણ કંગના કે હ્રિતિકને પર્સનલી નથી ઓળખતું (એટલીસ્ટ હું તો નથી જ ઓળખતી!!). એ બંને વચ્ચે જે કઈ પણ હતું કે નહોતું એના આપણામાંથી કોઈ સાક્ષી નથી. વકલાતની પ્રેક્ટીસ કર્યા વિના ડાયરેક્ટ એક્ઝામ આપીને તમે જજ બની શકો એ નિયમ મુજબ અત્યારે આપણે કોઈની અંગત જિંદગીના જજ બની બેઠા છીએ એ પણ કોઈ સાચી જાણકારી વગર. આપણી બીજાની જિંદગીમાં ખણખોદ કરવાની ટિપિકલ ભારતીય આદત મુજબ આપણને એટલો રસ પડ્યો છે આ પ્રણયગાથામાં કે કંગના અત્યારે ફેસબુક ઉપર ‘ટ્રેન્ડિંગ’ માં છે.
મુદ્દાની વાત એ છે કે કંગના એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખુબ ઓછા એવા આખા બોલા લોકોમાંની એક છે. જે એને સાચું લાગે છે એ કરવા માટે એ ક્યારેય પીછેહઠ નથી કરતી. પછી એ કરોડોની ફેરનેસ ક્રીમની એડવર્ટિઝમેન્ટ ઠુકરાવાની વાત હોઈ કે પછી કરણ જોહર જેવા ‘પહોંચેલા’ ડિરેક્ટર ના સગાવાદ પરનો આક્ષેપ હોય એ હંમેશા સ્પષ્ટવક્તા રહી છે. એ ઉપરથી એટલું તો કહી જ શકીયે તો અત્યારે જે કઈ પણ બન્યું એ સાવ નાટક તો ના જ હોય શકે. આદિત્ય પંચોલીથી માંડીને અજય દેવગણ સુધીના એના તમામ અફેર જગ જાહેર હતા. એ કઈ છુપાવીને ટિપિકલ સેલિબ્રિટી સ્ટેટમેન્ટ ‘નો કમેન્ટ્સ’ બોલે એવી વ્યક્તિઓમાંથી નથી એ તો પાક્કું છે. અત્યારે એ કદાચ પોતાનું જીવન ખુલ્લા પુસ્તક જેવું રાખવાની જ કિંમત ચૂકવી રહી છે.
એ પોતે સેલ્ફ એસ્ટાબ્લિશ્ડ એક્ટ્રેસ છે, કોઈ પણ પ્રકારના બૉલીવુડ બેકગ્રાઉન્ડ વિના એ પોતાની કાબિલિયત ના સહારે ઉપર આવી છે. જ્યાં આઉટસાઈડરને ફિલ્મ મળવામાં નવ નેજા પાણી ઉતરી જાય એવામાં એ અત્યારે સક્સેસફૂલ એક્ટ્રેસમાંની એક બની છે. બોલીવુડમાં હીરોઇનોને ફક્ત જ્યાં આઈ કેન્ડી તરીકે જ ફિલ્મમાં લેવામાં આવે છે. તનતોડ મહેનત છતાં મહેનતાણું હીરો કરતા ઓછું આપવામાં આવે છે, આવી ઇન્ડસ્ટ્રીમાં તેને ‘કવિન’ જેવી સોલો પરફોર્મન્સ મુવીને હિટ કરાવીને પોતાની આવડત નો પરચો તો આપી જ દીધેલો છે. હવે તેણે જાત જાતના ગતકડાં અપનાવીને પોતાની નોંધ લેવડાવાની જરૂર નથી રહી. એ પીઆર એજેન્સીનો સહારો લીધા વિના પણ સેલેબલ છે.
કંગનાંનો રજત શર્માથી માંડીને બરખા દત્ત સુખીનો કોઈપણ ઇન્ટરવ્યૂ જોઈએ તો એ સાવ સીધી રીતે પોતાના મુદ્દા મૂકી રહી છે, આપણે આપણા મિત્રને જે સહજતાથી સાચું કહી શકીયે બિલકુલ એવી જ સહજતાથી એ વાત મૂકે છે. પોતાની વાત માનવવા માટેનો ઉત્સાહ કે પોતાને સાચી સાબિત કરવાનો ઉભરો એ કોઈ પણ ઇન્ટરવ્યૂમાં દેખાતો નથી.
બૉલીવુડ અનેક બદીઓથી ખદબદી રહ્યું છે, પણ તળાવમાં રહીને મગર સાથે વેર કોણ કરે? નાના મોટા ઘણા કિસ્સાઓ સામે આવે અને પાછા પૈસા અને પાવરના જોરે દબાઈ જાય છે. ઘણા પરિસ્થિતિ સાથે સમાધાન કરી લે છે અને ઘણા આંખ આડા કાન કરી લે છે. પરંતુ આ બાઈ જુદી માટીની બની હોય એવું લાગે છે. બિન્દાસ,જે છે એ આ છે એવું કહેવા માટે જીગર જોઈએ. એ દોષી છે કે અન્ય કોઈ વ્યક્તિ દોષી છે એ વાજતે ગાજતે માંડવે આવવાનું જ છે પણ અત્યારે કઈ જ સાબિત નથી થયું ત્યારે એને ફક્ત એના બોલવા માટે સજા આપવી ઠીક નથી. પરંતુ ચૂપ રહેવાની સલાહો આમ પણ ભારતમાં સ્ત્રીઓને જ આપવામાં આવે છે. જો કોઈ આ નિયમનો દાયરો ઓળંગીને સાફ બોલવાની હિમ્મત દેખાડે છે તો ઉલટું એના પર આક્ષેપો વરસવા લાગે છે. કંગના એનું જીવતું જાગતું ઉદાહરણ છે…
ડરીને જીવવા કરતા હિંમતભેર મરી જવું શું ખોટું !!
-જાનકી રાવલ જાની
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com