Made in India
હમણા મુંબઈમાં અનેક જૂના દોસ્તો સાથે મહેફિલ જામી ગઈ છે. ગુજરાતી ભાષામાં મિત્રો અને મૈત્રી વિષે ખૂબ કોમ્પ્લીમેન્ટરી લેખો અને કવિતાઓ લખાઈ છે. પરંતુ કોઈ જૂના દોસ્ત વિષે જરા હટકે લખાયેલા લેખ બહૂ ઓછા જોવા મળે છે.હમણા વિખ્યાત પત્રકાર વિશ્વનાથ સચદેવ સાથે નિરાંતે બેઠો હતો ત્યારે અલકમલકની ખૂબ વાતો થઇ વિશ્વનાથ ક્વેટા ( પાકિસ્તાન } માં જન્મ્યા.શિક્ષણ પણ ક્વેટામાં લીધું.ભાગલા પડ્યા ત્યારે એમનો આખો પરિવાર ભારત આવી ગયો. વિશ્વનાથ પંજાબી માનુષ છે.ધર્મયુગ અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જૂથમાં તંત્રીપદ ભોગવી ચૂકેલા વિશ્વનાથ વિષે હમણા ગુલઝાર સાહેબે એક સુંદર લેખ લખ્યો છે. એ લેખમાં ગુલઝારે એક અનોખા ઢંગથી લખ્યું છે ટે વાંચવા જેવું છે.ગુલઝારે લેખનું શીર્ષક અનોખી અદાથી આપ્યું છે. " જિતના પુરાના ચાંદ ઉતના હી પુરાના હૈ મેરા દોસ્ત " વિશ્વનાથ વિષે ગુલઝાર લખે છે તે વાંચો.
" વિશ્વનાથજી મારા બહુ જ જૂના દોસ્ત છે." જૂના "નો અર્થ ઘસાઈ ગયેલો અને ફાટી ગયેલો દોસ્ત નથી.અમે બહુ જૂના દોસ્ત છીએ.ઘસાઈ ગયેલી ફાટેલી જોડી છીએ.અમે બંને જૂના જરૂર થઇ ગયા છીએ વિશ્વનાથ તડકામાં બેઠા રહ્યા એટલે એના વાળ સફેદ થઇ ગયા અને હું હવામાં બેઠો રહ્યો એટલે મારા વાળ ઊડી ગયા. પણ એના વાળ ડાઈથી કાળા છે. હું ક્યાં ડાઈ લગાવું ? મારા મોઢા ઉપર ? હું જયારે એને જૂના કહું છું એનો મતલબ એ છે કે " વી હેવ સ્ટૂડ ધ ટેસ્ટ ઓફ ટાઇમ " હવે તો અમે કોઈ જૂના હાર્મોનિયમ જેવા થઇ ગયા છીએ. બેસૂરું વાગે છે. ટ્યુનીંગ કરવી પડે છે.પણ મારા આ દોસ્ત સાથે એવું નથી કરવું પડતું. અમે જૂના છીએ પણ જૂની ગાડી જેવા નથી કે જે સ્ટાર્ટ થતી નથી જે નથી ધક્કા લગાવવા પડતા.કોઈ ચીજને જૂની કહીએ છીએ ત્યારે અનેક ઈમેજીસ નજર સામે આવે છે.જૂનો કુર્તો પણ યાદ આવી જાય કે કોણીએથી થોડોક ફાટેલો હોય. કે સિલાઈ વછૂટી ગઈ હોય.પણ મારા આ દોસ્ત સાથે એવું થયું નથી.અમે નેચરલ પોઝીશનમાં હોઈએ છીએ જૂની સાઈકલ પણ યાદ આવી જાય સાઈકલણી ચેન ઉતરી ગઈ હોય..પેડલ સાવ ઢીલાંપડી ગયા હોય .. ટાયરમાંથી હવા નીકળી ગઈ હોય..અમે જૂની સાઈકલ જેવા નથી. પૈડામાં હવા પૂરેપૂરી છે.જૂતા જૂના થાય છે તો એ પગને ડંખ મારતા થઇ જાય છે પણ મારો આ જુનો દોસ્ત એવું કઈ કરતો નથી.એના બધા જ દાત સલામત છે તો પણ..એ વાત અલગ છે કે એની કવિતાના મિસરા કટાક્ષમાં આખી સિસ્ટમને બટકા ભરીને કાટેછે.એ જયારે સરકારની સિસ્ટમને બટકા ભારે છે ત્યારે સિસ્ટમના શરીર ઉપરથી દાંતના ઊંડા નિશાનના ડાઘ જતા નથી કે રુઝાતા નથી.પણ આજકાલ વિશ્વનાથ દાંતનો ઉપયોગ બહુ જ ઓછો કરે છે. બિચારા વેજીટેરીયન છે.વિશ્વનાથ મારા બહુ જ પુરાના દોસ્ત છે ખૂબ જૂના દોસ્ત..એને " એન્ટીક પીસ " તરીકે વેચી નાં દેવાય.પુરાની સભ્યતા પણ હોય છે.તહઝીબ પણ હોય છે.મૂલ્યોમાં શ્રદ્ધા પણ હોય છે.વિશ્વનાથને હું બચપણનો દોસ્ત કહું તો એ સ્કુલની ટી-શર્ટજેવો લાગશે. આજે એ ટીશર્ટ અત્યારે તો પહેરવા જઈએ તો ટૂકું પડે.જૂનો દારૂ પણ હોય છે જે વધારે મસ્તી આપે છે.અમારી દોસ્તીને હું પુરાની શરાબની ઉપમા આપી શકું છું. એ પછી બોટલ જ કેમ નાં હોય. વિશ્વનાથજીએ મને કલાકો સુધી દરવાજા પાસે દૂધની ખાલી બોટલણી જેમ ઊભો રાખ્યો છે ન્યુયોર્કણી એક હોટલમાં. મારો ડ્રેસ પણ સફેદ દૂધ જેવો એટલે હું દૂધની બોટલ જેવો જ લાગુ "
ગુલઝારે એક અલગ અંદાઝથી પોતાના એક જૂના દોસ્તને જે રીતે જોયા છે એમાં ભાષાની નવી તાજગી છે.વિશ્વનાથ સાથેણી દોસ્તીમાં મેં ફિલ કર્યું છે કે બહુ સલામતી લાગે. વિશ્વનાથ મારા માટે દોસ્ત નથી પણ એક અહેસાસ છે. પોતે કવિ પણ છે. હું તો વિશ્વનાથને મશ્કરીમાં અનેક વાર કહું છું કે યાર એક સારો કવિ પત્રકારિતાની ખોટી લાઈનમાં કેવી રીતે આવી ગયો ? વિશ્વનાથ માટે એક જ ઉપમા આપી શકાય કે વિશ્વનાથ એટલે વિશ્વનાથ.બાળા સાહેબ ઠાકરે માટે બહુ જ કડક સવાલો પૂછીને એડિટ લખે. સવાલો એવા પૂછે કે જેનો જવાબ આપતા બાલ ઠાકરે મૂંઝાઈ જાય તેમ છતાં વિશ્વનાથ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાંથી નિવૃત થાય ત્યારે બાળ સાહેબ ઠાકરે ખૂદ વિશ્વનાથને ફોન કરીને " સામના " ના તંત્રી તરીકે જોડાવાનું નિમંત્રણ આપે અને વિશ્વનાથ વિનયપૂર્વક એ નિમંત્રણનો અસ્વીકાર કરે.એ બહુ મોટી વાત છે. વિશ્વનાથ ખૂબ વાંચે. સત્તા પર કોઈપણ પક્ષ હોય એની ખુલ્લમખુલ્લા સમીક્ષા કરવામાં વિશ્વનાથ ક્યારેય દિલચોરી ના કરે.પોતે મોટા અખબારના તંત્રી હોય ત્યારે એમની હાથ નીચે કામ કરતા અનેક પત્રકારોને સરકારી ક્વોટામાંથી મુંબઈમાં ફ્લેટ અપાવે પણ પોતે સરકારી કવોટાના ફલેટથી હજાર ગાઉં દૂર રહે. પોતે લોન લઈને પોતાનું ઘર બનાવે. વિશ્વનાથને ઓળખવા માટે વી પી સિંહણી કાવ્યપંક્તિ પાસે જવું પડે : ' તુમ મુજે ક્યાં ખરીદોગે, મૈ મુફ્ત હૂં " તમે મને ખરીદશો નહિ, હું મફતમાં છું
"
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com