જીવન એટલે
જીવન એટલે ચેકલીસ્ટ
નાનાં કાર્યો,
નાની મહેચ્છાઓ,
નાનાં ધ્યેયો,
અને
માઈક્રો મીની ઈચ્છાઓ નું ચેકલીસ્ટ.
કાલે કરશું ,
પૈસા આવશે ત્યારે ,
મોટો બનીશ ને ત્યારે,
રાજાઓ મળશે ત્યારે ,
બસ
આ કરુંજ છું ....
આ બધામાં પેલી નાની માઈક્રોમીની ઈચ્છાઓ રહી જાય છે. કાલે ચાલવા જઈશ, જાતને શોધીશ, ઉગતા સૂર્યને મળીશ ..... પણ કામ છે !
લોનાવલામાં ધુમ્મસમાં રમીશ પણ રાજા જ ક્યાં છે ?
દરેક ઓફીસમાં થોડી રાજાઓ મળતીજ હોઈ છે.
વાપરો ..... શું કરશો એ રાજાઓનું ?
રિટાયર્મેન્ટમાં અમુક દિવસ જ રજા લીધીનું સર્ટિફિકેટ દીવારે મઢાવશો ?
પૈસા આવશેને તો હું ગોવા જઈશ ....
બચત ઉપરાંત એક ટ્રાવેલ ફન્ડ બનાવો થોડાં પૈસા બચાવતા રહો ...
સમય કોઈની રાહ નથી જોતો ....
આજે જે સમુદ્રના પાણીમાં રમવાની તમને મજા આવે છે કાલે એજ પાણીમાં તમને સૂગ ચઢશે !
આજે જે ધુમ્મસ તમને રોમાન્ટિક કરે છે કાલે એમાંજ શ્વાસ લેવાના વાંધા પડશે ..
વિચારો,
એક સરકારી કર્મચારીએ બધ્ધી રાજાઓ બચાવીને જાત્રાએ જવાનું વિચાર્યું ....
સમય આવ્યો, કામકાજી વર્ષનો છેલ્લો મહિનો અને ઇન્સ્પેકશન આવી ગયું.
સામાન્ય છે પણ વિચારો આખા વર્ષમાં નાની નાની ત્રણ યાત્રા કરી હોત તો દર ત્રણ મહિને હવાફેર અને પરિવાર સાથે વિતાવેલો કિંમતી સમય એ બોનસ.
અમારી યુરોપની ટ્રીપમાં ૬૦વર્ષની ઉપરના બધા રિટાયર્ડ લોકો આવ્યા હતાં.બસ યુરોપ જવું છે પણ ના ઉમંગ, ના ઉત્સાહ કે નહિ તાકાત. આખું જીવન મહેનત કરીને પાછલી જિંદગીમાં ખરચશું એવું જવલ્લેજ બને છે.
અમૂક પિતા કાર્યમાં એટલા મશગૂલ હોઈ કે પુત્ર કે દીકરી કેટલાં વર્ષના એ યાદ જ નથી હોતું.
મારા પપ્પાની પૈસા ઓકતી ડિસ્પેન્સરી એમને મારા જન્મ પછી બંધ કરી, કારણ એમણે મને મોટી થતી જોવી હતી.
આપણે નાની નાની ખુશીઓને પ્રાધાન્યજ નથી આપતાં, મોટાની લાઈમાં નાનું ગુમાવી દઈએ છીએ.
દરેક માણસે પોતાના જીવનનું ચેકલીસ્ટ બનાવવું જોઈએ..
નાની મોટી બધી ઈચ્છાઓને સમય, પૈસા અને તબિયતના હિસાબેે પ્રાથમિકતા આપવી જોઈએ ...
નાનાં પૈસા અને નાની મજા થતાં રહે તો જીવનમાં એક આનંદ રહે છે.
કાર્ય હોઈ કે આનંદપ્રમોદ આ ચેકલીસ્ટ હંમેશા આગળ વધવાની પ્રેરણા આપે છે.
એક ઈચ્છા કે ધ્યેય પત્યું એટલે ટીક કરી આગળ વધો.
જેટલી ટીક વધારે, એટલો સંતોષ વધશે, કારણ
એક ટીક એટલે એક ધ્યેય પ્રાપ્તિ
એક ટીક એટલે એક ઈચ્છાનું નિરાકરણ અને કંઈક કર્યાની સિદ્ધિ.
જીવન એટલે ચેકલીસ્ટ અને
ચેકલીસ્ટ એટલે સમથિંગ ટુ લૂક ફોરવર્ડ .....
અચીવ માઈલસ્ટોન્સ ટુડે એઝ
ધેર માઇટ નોટ બી ટુમોરો યુ હેવ પ્લાન્ડ ફોર.
Kshitij thi kshitij sudhi
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com