Here i am presenting my another exclusive poem
"Hu jivta shikhyo chhu"
Means
"I have learned to live"
Again its about to find out the moral of life.
Hope you all will enjoy it.
"હું જીવતા શીખ્યો છું"
આંસુઓની ખારાશ હાસ્યની મીઠાશમાં જીરવતા શીખ્યો છું,
હવે મને લાગે છે કે હા "હું જીવતા શીખ્યો છું"!!
ભાગ્યની થપાટો ઝીલીને હવે અડીખમ ટકી રહેતા શીખ્યો છું,
હવે મને લાગે છે કે હા "હું જીવતા શીખ્યો છું"!!
ખોટી લાગણીના બંધનો તોડી મુક્ત આકાશમાં વિહરતા શીખ્યો છું,
હવે મને લાગે છે કે હા "હું જીવતા શીખ્યો છું"!!
સમય જોઈને નિયત બદલતા લોકોને ઓળખતા શીખ્યો છું,
હવે મને લાગે છે કે હા "હું જીવતા શીખ્યો છું"!!
આધુનિકતાની આડશમાં વિસરાતા મૂલ્યોને પારખતાં શીખ્યો છું,
હવે મને લાગે છે કે હા "હું જીવતા શીખ્યો છું"!!
દંભી લોકોના અભિપ્રાયોથી ભાગવાને બદલે ફગાવતા શીખ્યો છું,
હવે મને લાગે છે કે હા "હું જીવતા શીખ્યો છું"!!
પ્રેમને ખાતર ક્યારેક લાગણીઓને દફનાવતા પણ શીખ્યો છું,
હવે મને લાગે છે કે હા "હું જીવતા શીખ્યો છું"!!
ક્યારેક ગુસ્સાને ગળીને ક્ષમા ખાતર માફી માંગતાં શીખ્યો છું,
હવે મને લાગે છે કે હા "હું જીવતા શીખ્યો છું"!!
જીવનમાં ક્યારેક વિજય મેળવવા હારતાં પણ શીખ્યો છું,
હવે મને લાગે છે કે હા "હું જીવતા શીખ્યો છું"!!
અહમને ઓગાળીને મતભેદોથી થતા ટકરાવને રોકતા શીખ્યો છું,
હવે મને લાગે છે કે હા "હું જીવતા શીખ્યો છું"!!
નાનકડી કડીઓને જોડીને ક્યારેક મોટી વસ્તુ હાંસલ કરતા શીખ્યો છું,
હવે મને લાગે છે કે હા "હું જીવતા શીખ્યો છું"!!
સમયને પારખીને ઘણી વાર પોતાનું પણ જતું કરતા શીખ્યો છું,
હવે મને લાગે છે કે હા "હું જીવતા શીખ્યો છું"!!
વિખરાયેલા સંબંધોને ફરીથી સમેટીને નવી માળાં ગૂંથતા શીખ્યો છું,
હવે મને લાગે છે કે હા "હું જીવતા શીખ્યો છું"!!
સંજોગોને વશ થઈને ક્યાંક પ્રસંગો વિસારતા પણ શીખ્યો છું,
હવે મને લાગે છે કે હા "હું જીવતા શીખ્યો છું"!!
દરેક વાતને અનુસરવાને બદલે તેને જાતે જ મુલવતા શીખ્યો છું,
હવે મને લાગે છે કે હા "હું જીવતા શીખ્યો છું"!!
ઘેટાંના ગાડરિયા પ્રવાહને ત્યજીને કૈક નવું વિચારતા શીખ્યો છું,
હવે મને લાગે છે કે હા "હું જીવતા શીખ્યો છું"!!
આંખો આંજતા અજવાળાને છોડીને અંધારામાં રહેતા શીખ્યો છું,
હવે મને લાગે છે કે હા "હું જીવતા શીખ્યો છું"!!
ને પોતે જ ઘડેલા નીતિ મુલ્યોને જીવનમાં ઉતારતા શીખ્યો છું,
હવે મને લાગે છે કે હા "હું જીવતા શીખ્યો છું"!!
અવગણતો જે પડકારોને પહેલા હવે બાથ ભરીને લડતાં શીખ્યો છું,
હવે મને લાગે છે કે હા "હું જીવતા શીખ્યો છું"!!
જિંદગીના દરેક પડાવ પર સ્વયંને જ "મોહિત" કરતા શીખ્યો છું,
હવે મને લાગે છે કે હા "હું જીવતા શીખ્યો છું"!!
~~~~~~~""મોહિત""
MOHIT CHAUDHARI
Read
Review
And just enjoy it
And keep smiling
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com