Made in India
વિશ્વના મહાન ફિલસૂફો માં ગ્રીક ફિલસૂફ પ્લેટો (ઈ.સ પૂર્વે ૪૪૮-ઈ સ પૂર્વે ૩૪૮,એથેન્સ)ની પણ ગણના થાય છે.સોક્રેટીસ ના શિષ્ય અને એરીસ્ટોટલ ના ગુરુ પ્લેટો એ પોતાની ફિલસુફી રજુ કરવા માટે સંવાદ શૈલી નો સહારો લીધો હતો.એનું સૌથી મહત્વનું ગ્રંથ " The Republic"(આદર્શ નગર) ગણાય છે.એમાં ચર્ચા કરનાર પાત્રો માં સોક્રેટીસ મુખ્ય છે.અહી સંવાદો ભલે સોક્રેટીસ ના મુખે બોલાયેલ છે પરંતુ ફિલસુફી સંપૂર્ણ પણે પ્લેટો ની છે.વિશ્વના મહાન ગ્રંથો માં ધ રિપબ્લિક ની ગણના થાય છે.એમાંથી કેટલાક અંશો અહી રજુ કરું છું અને હું ઈચ્છું છું કે દરેક સાહિત્ય અને ફિલસુફી પ્રેમી આ ગ્રંથ પૂરે પૂરો વાંચે.
અહી રજુ કરેલા અંશો કદાચ બધા લોકો ને નહિ ગમે.દેશમાં હાલ માં જે સ્થિતિ છે એમાં આ વાત વધારે મહત્વ ની થઇ જાય છે.જોકે દરેકને મનપસંદ પાઘડી પહેરવાની છૂટ છે.......
******* ****** *****
ધર્મ કરતા અધર્મ કદી વધારે ફાયદાકારક હોઈ શકે નહિ....કોણે પ્રજા અને કોણે શાસનકર્તા થવું જોઈએ ?..ઉમ્મરે નાના હોય તેમના પર વડીલો એ રાજ્ય કરવું જોઈએ..અને એમાના સૌથી સારા હોય તેમણે શાસન કરવું જોઈએ......... દરેક પ્રકારની છેતરપીંડી ને આપણે જાદુ કહી શકીએ.....જે રાજ્ય નો શાસક ફિલસૂફ હોય એ રાજ્ય જ સુખી થઇ શકે.... ફિલસૂફો જ્યાં સુધી રાજ્યકર્તાઓ નહિ થાય ત્યાં સુધી રાજ્યોને અને વ્યક્તિઓને અનિષ્ટમાંથી આરામ મેળવવાનો નથી,તેમજ આપણું આ કાલ્પનિક રાજ્ય કદી અસ્તિત્વ માં પણ આવી નહિ શકે.......
જુલ્મી રાજ્ય કઈ રીતે ઉત્પન્ન થાય છે?- પ્રજાસત્તાકવાદના મૂળમાંથી એ નીકળે છે... જે રીતે મુડીવાદી રાજ્યનો નાશ થાય છે,તેવીજ રીતે પ્રજાસત્તાક રાજ્ય નો પણ નાશ થાય છે.સ્વતંત્રતાથી વિફરેલો અને ઉત્કટ બનેલો એનો એ રોગ પ્રજાસત્તાક રાજ્યને અભિભૂત કરી નાખે છે....શું રાજ્યોમાં કે શું વ્યક્તિઓના જીવનમાં ,સ્વતંત્રતા ની અતિશયતા ગુલામીની અતિશયતામાં જ પરિણમતી દેખાય છે ..... અને આ રીતે પ્રજાસત્તાક રાજ્યમાંથી સ્વાભાવિક રીતેજ જુલ્મી રાજ્ય અને સ્વતંત્રતાના સૌથી અંતિમ પ્રકારમાંથી ભારેમાં ભારે ઉત્કટ પ્રકારના જુલમ અને ગુલામી ઉત્પન્ન થાય છે..........
હું આળસુ ઉડાઉ લોકોના વર્ગનો ઉલ્લેખ કરવા માંગતો હતો ,જેમાના વધારે શુરવીર હોય તે નેતાઓ થાય છે અને વધારે બીકણ અનુયાયીઓ થાય છે- એજ જેમને આપણે કેટલાક ડંખવાળા અને બીજા ડંખ વગરના ભમરાઓ ની સાથે સરખાવતા હતા.......મુડીવાદી રાજ્ય માં હોય છે એના કરતા પ્રજાસત્તાક રાજ્યમાં સ્વતંત્રતા ને લીધે સૌથી પહેલા ભમરા ઉલટા વધારે પેદા થાય છે .... અને પ્રજાસત્તાક રાજ્યમાં અવશ્ય એ વધારે ઉગ્ર બને છે .એમ કેમ ?કારણ મુડીવાદી રાજ્યમાં એમનો અધિકાર લઇ લેવામાં આવે છે તથા એમને હોદ્દામાંથી હાંકી કાઢવામાં આવે છે ,અને તેથી એમને (જરૂરી) શિક્ષણ મળતું નથી કે તેઓ નું બળ વધતું નથી ;જયારે પ્રજાસત્તાક રાજ્યમાં તો રાજ્યની સમસ્ત સત્તામાં લગભગ તેઓ જ ઘુસેલા હોય છે.અને એમના જેઓ વધારે ઉગ્ર હોય છે તેઓ વધારે બોલે છે અને બધું કરે છે ,ત્યારે બાકીના ભમરા ભાષણો કરવાના જાહેર સ્થળો ની આજુબાજુ ગણગણાટ કર્યા કરે છે અને વિરોધી પક્ષની તરફેણમાં એક શબ્દ સરખો પણ ઉચ્ચારાવા દેતા નથી ,આથી પ્રજાસત્તાક રાજ્યમાં ભમરાઓજ લગભગ બધો કારભાર કરે છે ....
સામાન્ય સમૂહ ની સાથે જેને કશો સંબંધ હોતો નથી એવો એક બીજો વર્ગ પણ હોય છે ..વણિક લોકોની પ્રજામાં જે અવશ્ય સૌથી વધારે ધનવાન તથા સુવ્યવસ્થા વાળો હોય છે તે વર્ગ...સૌથી વધારે નીચોવી શકાય એવા એ લોકો હોય છે અને ભમ્રાઓને એમાંથી સૌથી વધારે પ્રમાણમાં મધ મળી રહે છે ....આને ધનવાન વર્ગ કહેવામાં આવે છે ,અને ભમરાઓ તેમના પર નિભાવ કરે છે ..........
ત્રીજો વર્ગ પોતાના હાથે મજુરી કરીને રહેતા લોકો નો છે ; એ કઈ રાજનીતિજ્ઞ પુરુષો નથી ,અને પોતાનો નિભાવ થઇ શકે એવી કઈ બહુ મૂડી પણ એમની પાસે હોતી નથી.એકત્ર થાય ત્યારે સંખ્યાની દ્રષ્ટિ એ આ વર્ગ સૌથી મોટો છે ,તથા પ્રજાસત્તાક રાજ્યમાં એ વર્ગ પાસે સૌથી વધારે સત્તા હોય છે.... પણ વળી એ ટોળું ભાગ્યેજ એકઠું મળે છે સિવાયકે એમને થોડા પૈસા મળે એમ હોય.....
લોકો હમેશા કોઈકને પોતાના માથે નેતા તરીકે સ્વીકારી લે છે ,અને એને મોટો બનાવ્યેજ જાય છે..... જે મૂળમાંથી જુલમગાર ઉત્પન્ન થાય છે તે આ જ અને બીજું કોઈ નહિ.જયારે એ જમીન ની બહાર ફૂટેલો દેખાય છે ત્યારે પહેલવહેલા તો એ પાલક તરીકે દેખા દે છે...પછી પાલક જુલમગાર કેવી રીતે થવા માંડે છે ?.. બીજા બલીના આંતરડાઓ સાથે ભેળાઈ ગયેલ એક પણ નરબલી ના આંતરડાઓ ના ટુકડાઓ નો જે કોઈ સ્વાદ લે તેને વરુ નો અવતાર આવે છે .... લોકોનો આ પાલક એમના જેવો હોય છે ,આખો પ્રાકૃત જન સમૂહ એની આજ્ઞાને આધીન હોય છે તેથી સગાઓ ના લોહી રેડતા પણ એ અટકતો નથી ,ખોટા અપરાધો લાદવાની મનગમતી પધ્ધતિની મદદથી ,આખા ને આખા માણસો ગુમ કરી દેતો તથા અપવિત્ર હોઠ અને જીભથી પોતાના પુરવાસી બંધુઓનું લોહી ચાખતો એ તેમને કોર્ટમાં ઘસડી જાય છે અને એમનું ખૂન કરે છે,કેટલાક ને એ મારી નાખે છે અને બીજાઓ ને એ દેશનિકાલ કરે છે,અને એજ વખતે બધા દેવા ફોક કરવાની તથા જમીન વહેંચી લેવાની એ સુચના કરે છે.અને આ પછી એનું ભાવી કેવું થશે?શું એના દુશ્મનો ના હાથે એનો નાશ નહિ થાય,અગર માણસ મટીને શું એ વરુ એટલેકે જુલમગાર નહિ બને ?...... (સોક્રેટીસ એ ) કહ્યું ધનવાન લોકો ની સામે પણ પક્ષ ઉભો કરનાર પણ આજ છે.આ જ.થોડા વખત પછી એને હાંકી કાઢવામાં આવે છે ,પણ એના દુશ્મનોના વિરોધ છતાં પુખ્ત જુલમગાર તરીકે એ પાછો આવે છે....હેર્મુસ (ગ્રીસ નું એક સ્થળ) ના કાંકરિયાળ કિનારે એ નાસે છે અને જરા પણ થોભતો નથી ,પોતે બીકણ છે એની એને શરમ પણ આવતી નથી.... કારણ કે જો એને શરમ આવતી હોય તો તે કદી ફરી શરમાવવું ન પડે એવુજ કઈ કરે ને ! પણ જો એ પકડાઈ જાય તો મુઓ જાણો....
તે હવે પોતાના ભાર થી " સાદા ભોળાને મદદ કરતો " જણાતો નથી ,પણ કેટલાય માણસોને ઉથલાવી પાડનાર - પોતાના હાથમાં લગામ રાખીને રાજ્યમાં રથ માં ઉભો થાય છે - હવે જરા જેટલોય પાલક નહિ પણ કેવળ જુલમગાર!
. .... અને જે રાજ્યમાં આના જેવું પ્રાણી પેદા થાય છે ,તેનો તથા એ માણસના સુખનો પણ હવે આપણે વિચાર કરીશું..... પહેલાતો પોતાની સત્તા ના શરૂઆતના દિવસોમાં એ ખુબ હસમુખો હોય છે અને જે કોઈ મળે તે દરેકને સલામો ભરે છે ,જે જાહેરમાં તેમજ ખાનગી માં વચનો આપ્યા કરે છે એવાને જુલમગાર જાણવાનો છે!-દેવાદારો ને તે (દેવામાંથી ) મુક્ત કરતો તથા લોકો ને તેમજ પોતાના અનુયાયીઓને જમીન ની વહેંચણી કરતો અને દરેક પ્રત્યે એટલો તો માયાળુ અને ભલો થવા પ્રયત્ન કરતો..... પરંતુ પરદેશી દુશ્મનો ને કાં તો જીતીને કે એમની સાથે સંધી કરીને એમને પતાવી દીધા પછી ,એમના તરફથી કોઈ પણ પ્રકારનો ભય રહ્યો ન હોય ,ત્યારે લોકો ને નેતાની જરૂર પડે તે ખાતર એ હરહમેશ કોઈ ને કોઈ પ્રકારનો વિગ્રહ ઉભો કરે છે......... કર ભરી ભરી ને લોકો ગરીબ થઇ જાય અને આ રીતે પોતાની જરુરીયાતો મેળવવામાં જ એમને પોતાનો બધો વખત ગાળવાની ફરજ પડે અને તેથી પોતાની સામે કાવત્રા કરવાનો સંભવ ઓછો થાય એ પણ શું એનો બીજોજ હેતુ નથી ? એ સ્પષ્ટ છે.અને એમાનો કોઈપણ સ્વતંત્ર થવાનો ઈરાદો રાખે છે , તથા એ પોતાના અધિકારની સામે થવા માંગે છે એવો એને શંશય જાય તો દુશ્મનો ની દયા પર ફેંકી એવાઓ ને નિકાલ કરવાનું એ કોઈ સારું બહાનું શોધી કાઢે છે.અને આ બધા કારણોને લીધે જુલમગાર ને હરહમેશ કોઈ ને કોઈ લડાઈ ઉભી કરવી પડે છે...... પછી એ લોકોમાં અપ્રિય થવા માંડે છે, એ આવશ્યક પરિણામ છે.....ત્યારબાદ એને ઉભો કરવામાં જેમને મદદ કરી હતી અને જેમની પાસે હજી પણ થોડી ઘણી સત્તા રહેલી છે તેમના કેટલાક એને પોતાને તથા આપસમાં પોતાના અભિપ્રાય દર્શાવે છે,અને જેઓ વધારે બહાદુર હોય તેઓ જે બની રહ્યું છે તે માથામાં વાગે એવું ચોખ્ખે ચોખ્ખું કહે છે..........
...... અને જો જુલામ્ગારે રાજ્ય કરવું જ હોય તો તેણે એમનો નિકાલ કરી નાખવો જોઈએ; થોડી પણ શક્તિવાળો કોઈ માણસ, શું પછી ભલે એ એનો મિત્ર હોય કે દુશ્મન હોય પરંતુ એ જીવતો હોય ત્યાં સુધી એ જંપી શકે જ નહિ....... અને તેથી પોતાની આજુબાજુ કોણ શુરવીર છે ,કોણ ઉદારચરિત છે,કોણ વિવેકી છે,કોણ ધનવાન છે એ બાબત એને તપાસ રાખવી પડે છે.કેટલો સુખી માણસ-કારણકે એ બધાનો દુશ્મન છે,અને એની મરજી હોય કે ન હોય તોપણ રાજ્ય ને રેચ આપ્યાની જેમ એ બધાને સાફ ન કરી દે ત્યાં સુધી એમના વિરુદ્ધ નો કોઈ ને કોઈ પ્રસંગ એને શોધી કાઢવો પડે છે...... વૈધો શરીરને રેચ આપે છે એ પ્રકારનો એ નથી, કારણકે તેઓ ખરાબ તત્વો ને કાઢી નાખે છે ,અને સારા ને રાખે છે,પણ આ એનાથી ઉલટું કરે છે.જો એને રાજ્ય કરવું જ હોય તો એનાથી બીજું કરી શકાય જ નહિ એમ હું માનું છું...... કેટલાય ખરાબ લોકો ધિક્કારતા હોય,અને એમની વચ્ચે રહેવાની ફરજ પડે અથવા બીજી બાજુ મૃત્યુ - એ તે કેવો ધન્ય વિકલ્પ! હા, એ સિવાય ત્રીજો વિકલ્પ નથી........... જુલમગાર તે કેવું ધન્ય પ્રાણી હોવું જોઈએ ,એણે બીજોઓને મારી નાખ્યા અને પોતાના વિશ્વાસુ મિત્રો તરીકે અવને સ્વીકારે છે!......
...... સારા લોકો એને ધિક્કારે છે અને એના સંગ થી દુર રહે છે.
..... નગર રાજ્યમાં જો દેવદ્રવ્યના પવિત્ર ભંડારો હશે,તો તે જપ્ત કરીને એ ખર્ચવા માંડશે; અને માણસોની માલમિલકત જપ્ત કરવામાં આવી હોય તેટલા પૂરતા જે કરો તેને લોકો ઉપર નાખવા પડ્યા હોય તેને તે ઓછા કરી શકે છે................જુલમગાર બળજબળી કરશે? શું એનો બાપ એની સામે થાય તો એને મારશે!.......ખરેખરો જુલમ તો આ જ .......કહેવતમાં કહ્યું છે તે પ્રમાણે સ્વતંત્ર પુરવાસીઓની ગુલામીની ઉલમાંથી બચવા લોકો ગુલામો પર ગુજારતા જુલમ રૂપી ચૂલ માં પડે છે ; આવી રીતે તમામ વ્યવસ્થા અને વિવેકમાંથી છટકી જઈને ગુલામીના સૌથી વધારે કઠોર અને કડવા રૂપમાં સ્વતંત્રતા સરી પડે છે....
...... સ્વભાવ કે ટેવ અથવા બંનેની અસરને લીધે જયારે માનસ દારૂડિયો,માંનોવીકારવાળો અને વિષયાંધ બની જાય ત્યારે શબ્દના સાચા અર્થમાં જુલમગાર પેદા થાય છે..........જુલમગારો ખરેખરી સ્વતંત્રતા કે મિત્રાચારી કદી અનુભવી શકતા નથી ... અને એવા માણસોને શું ખરેખર હરામી ન કહી શકાય? એ બાબતે પ્રશ્ન જ ન હોઈ શકે......... સ્વભાવ થી જ જેનામાં જુલમ્ગાર નો અંશ સૌથી વધારે પ્રમાણમાં છે તેવો શાસનકર્તા તે આ છે , અને એ જેટલું વધારે જીવે છે તેટલો એ વધારે જુલમગાર થાય છે..........
.... અને જે દૃષ્ટમાં દૃષ્ટ છે ...તે શું સૌથી વધારે દુખી પણ નહિ હોય?.....હા અચૂક .....જુલ્મી રાજ્યવ્યવસ્થા કંગાળ માં કંગાળ પ્રકારની છે અને એક રાજાનું શાસન સુખીમાં સુખી છે ....
જે નગર રાજ્યમાં જુલમ્ગાર નું શાસન હોય તેને તમે શું કહેશો સ્વતંત્ર કે પરતંત્ર ?... બીજું એકે નગર રાજ્ય એનાથી વધારે પૂરેપૂરું પરતંત્ર ન હોઈ શકે....
જુલમ ગારની અંદર જે આત્માં રહેલો છે તેનામાં પોતાની જે કઈ ઈચ્છા હોય તે પ્રમાણે આચરવાની ઓછામાં ઓછી શક્તિ હોય છે ,એને કોઈ ને બગઈ કરડતી જ હોય છે તથા તેનામાં કલેશ અને પશ્ચ્યાતાપ ભરેલા જ રહે છે.....જુલમગાર ના શાસન નીચેનું નગર રાજ્ય ધનવાન છે કે ગરીબ? ગરીબ ....
જે જુલમગાર માણસમાં (અધમ) ઈચ્છાઓ તથા મનોવીકારનું તોફાન મચેલું હોય છે તેના કરતા બીજા કોઈ માણસમાં તમને આ જાતનું દુખ વધારે પ્રમાણમાં મળી આવશે ખરું ?અશક્ય ........
બધા માણસો કરતા એ (જુલમગાર ) ઘણોજ દુખી છે .....એના સમસ્ત આત્માનું નિરીક્ષણ કેમ કરવું એ જો તમે જાણતા હો તો તમને ખબર પડશે કે એનામાં ખરેખરું દારિદ્ર રહેલું છે;આખી જીન્દગીભર એને ભય લાગ્યા જ કરે છે,.... એને તાણ આવતી હોય છે ....સત્તા મળવાથી એ ઉલટો વધારે દૃષ્ટ થાય છે : પહેલા હતો તેના કરતા એ વધારે ઈર્ષ્યાળુ વધારે વિશ્વાશ્ઘાતી,વધારે અધર્મી,વધારે મિત્રહીન અને વધારે અપવિત્ર થાય છે અને અવશ્ય એ એવો છે જ;દરેક પ્રકારના દુર્ગુણમાં એ મગરૂરી લે છે,અને એની સામગ્રી પણ પૂરી પાડે છે,અને પરિણામ એ આવે છે કે એ પરમ દુખી થાય છે તથા એ બીજા બધાને પોતાના જેટલાજ દુખી કરે છે ....પોતાના દુઃખમાં થી મુક્ત થવા કરતા બીજા કશામાં વધારે સુખ નથી .....જુલમગાર એટલે સુધી જાય છે કે ખોટા સુખની હદને પણ એ ઉલ્લંઘી જાય છે ;નિયમ તથા બુદ્ધિના પ્રદેશમાંથી એ નાસી છૂટેલો હોય છે ,અને જે કેટલાક ગુલામી સુખો એના ઉપગ્રહો જેવા છે તેની સાથે એ વસે છે .....
(આ અંશો ગુજરાત વિદ્યાસભા ,અમદાવાદ થી પ્રસિદ્ધ થયેલ ગ્રંથ " પ્લેટો નું આદર્શ નગર " અનુવાદક : શ્રી પ્રાણજીવન વી.પાઠક , માંથી સાભાર લીધેલ છે.)
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com