હલ્લો કોણ ?- પ્રજ્ઞા દાદભાવાળા

હલ્લો કોણ ?

નિખિલ સ્પીકિંગ

હા, નિખીલભાઈ, હું મુળચંદ બોલું છું.,મેં તમારો ફોટો જાહેરાતમાં જોયો,

તમે ટુક સમય માટે આવવાના  છો.ખરુંને ?

હા

હું સમજી ગયો ,બધા અમેરિકા થી લગ્ન કરવાજ ટુક સમય માટે આવે

હા…

મેં તમારો ફોટો જોયો ,પણ ખાસ ગમ્યો નહિ

બીજો કોઈ  સારો ફોટો મળે ખરો ?

ના

બધા એવા જ છે? એટલે તમે જેવા છો તેવા જ ફોટામાં  દેખાવ છો ?

હું ફોન મુકું છું મને કામે જવાનું છે. 

અરે એક મિનીટ સાંભળો ,પણ ફેસબુક પર બીજા કોઈ ફોટા છે ખરા ?  

નથી ?

હમમ..અચ્છા, તો વિચારવું પડશે !

કમાલ છો અમેરિકામાં રહો છો અને ફેસબુક પર ફોટા નથી ?

મારે જવું પડશે મીટીંગમાં, આવજો

ઓ ત્યાં પણ છોકરીઓ જોવો છો ?

ના ,કામની મીટીંગ છે !

બાજુમાં બેઠેલો મિત્ર બોલ્યો, કોણ હતું નિખિલ ?

અરે પપ્પાએ જાહેરાત મૂકી હતી લગ્ન માટે ,અને  આ ભાઈને મારો ફોટો નહતો ગમ્યો તેમ છતાં ફોન કરે છે. કમાલ  કરે છે યાર…

ઇન્ડિયાની છોકરી ને બહુ નખરા ! અને એના માબાપ ને તો શું કહેવું ?

ફરી ફોનની ઘંટડી વાગે છે.

હલ્લો બોલ  મમ્મી તે, આ જાહેરાતમાં મારો અમેરિકાનો નંબર શું કામ મુક્યો ?

જો બેટા તું કેટલા ટુકા સમય માટે  આવે છે ,માટે અત્યારથી તૈયારી થાય ને !

પણ બેટા તે પેલા મૂળચંદભાઈ નો ફોન કેમ કાપી નાખ્યો ? એમને એમની દીકરી માટે ફોન કર્યો હતો ?

પણ મમ્મી એને હું ફોટામાં નથી ગમતો તોય ફોન કર્યો હતો!

પણ બેટા વાત કરજે, એમ જ વાત આગળ વધે.

ભલે પછી વાત

ત્યાં તો ફરી ઘંટડી વાગી.

હલ્લો હું બોલું છું , તમારો ફોટો મેં ફરીથી ગીલોરી ગલાસથી જોયો ,પણ સાચું કહું તો પણ તમારો ફોટો અને તમે  મને ના ગમ્યા

તો ? હવે નિખિલ જરા અપસેટ થઇ ગયો.

હું એવો જ છું ,જેવો ફોટામાં દેખાવ છું  બોલો કઈ કહેવું છે ?

નાના કહેવાનું શું હોય ?

પણ તમે શું કરો છો  ? અને શું કમાવ છો ?

અમેરિકામાં માણસ ક્યાં કામ કરે છે એ પૂછવાનો રિવાજ નથી!

 નાના પણ ત્યાં ગયા છો તો કૈક તો કરતા હશો ને?

હા હું જોબ કરું છું?”

તમને ભવિષ્યની ચિંતા થતી નથી?”

આ જોબમાં તે શું વળે?

કમાલ કરો છો,કેવા સવાલ કરો છો? ચિંતા છે માટે જ જોબ કરું છું.

જુઓ હવે હું અહી કામ પર છું વધુ વાત કરીશ તો જોબમાંથી કાઢી મુકશે !

તો આવું સહી કેમ લો છો ? તમારી કંપની ખોલો ને ?

અચ્છા ત્યારે, પછી વાત કરશું।

તમારો લંચ બ્રેક માં ફોન કરીશ

નીખીલને મીટીંગમાં જવાનું હતું ,ઉતાવળે ફોન કાપી, ભાગ્યો.

ગુસ્સો તો ખુબ આવ્યો પણ મગજ શાંત કરી મીટીંગ સરસ  પતાવી બહાર આવ્યો.

અને ત્યાં ફરી ફોનની ઘંટળી વાગી

અને નિખિલ બબડ્યો આ મમ્મી પણ!

હલ્લો હું બોલું છું ,વાત કર…. .

હલ્લો મેં ખુબ વિચાર કર્યો..

તમારો ફોટો સારો નથી પણ તમારા મમ્મી કહે છે માટે તમે સારા લગતા જ હશો ઘણીવાર ઘણાના મોઢા ફોટોજનિક ન હોય,પણ કહું છું શું તમે આખી જિંદગી નોકરી જ કરશો ? તો પછી ઘર કેમ ચાલશે ?

 નિખિલ ખુબ ખીજાણો અને હું આખી જિંદગી નોકરી જ કરવાનો છું,જુઓ હું તમને ગમતો નથી તો ફોન શું કામ કરો છો..  .?, અને તે પણ તમારી અડધી રાત્રે ,તમને ઊંઘ નથી આવતી અને મારી મમ્મીના ફોનથી વાત કરો  છો ,એને તો સુવા દયો ?

અરે ભાઈ  તમારા લગ્ન ની વાત થી એમની ઊંઘ ઉડી ગઈ છે.

સારું મારી મ્મીને આપો તો પ્લીઝ ?

એ મારા માટે ચા બનાવે છે ,કઈ કામ હતું ?

ના,… તો પપ્પાને આપજો

તમારા પપ્પા તો બહાર ગામ ગયા છે…..

સારું  તો આવજો,નિખીલે ફોનને ગુસ્સામાં બંધ કર્યો 

નિખિલ ને થયું મેં મમ્મીને સમજાવી હતી, મને ઇન્ડીયામાં  રહેતી છોકરી નથી જોઈતી,આ મમ્મી પણ….. મને ઈમોશનલ બ્લેક મેલ કરે છે.અને પપ્પાને તો કહી કહેવાતું નથી !

શું કરું ?

હજી તો ઇન્ડિયા  પોહંચીયો નથી,ત્યાં જઈશ પછી શું થશે ?

કામ પતાવી નિખિલ ઘરે પોહચી ટીવી જોતો હતો ત્યાં ફરી ફોન આવ્યો ?

હલ્લો  કિરીટ તમારી જાહેરાત જોઈ ?ક્યારે આવો છો ?તમને જોવા હોય તો ક્યાં મળશો ?પાછા બુક થઇ જશો તો અમે રહી જશું

નિખિલ બોલ્યો ,હું તમને ફોન કરીશ.

આવજો ?

બસ હવે તો હદ થઇ ગયી! નિખિલ મનોમન બબડ્યો.

ત્યાં ફરી ઘંટળી વાગી !

મમ્મી બોલ ?

હું બોલું છું ,તમારા મમ્મીએ હમણાં મને ફોન આપ્યો છે,મેં ખુબ વિચાર કર્યો ,માણસનો ફોટો સારો ન હોય તો શું થયું તમે દિલના તો સારા છો ને ,મેં મારા મિત્રને પુછ્યું કે તમે શું કહો છો ?

નિખિલ સ્પીકર પર ફોન રાખી પીઝા ખાતો ટીવી જોતો રહ્યો.

મારો મિત્ર કહે  સાચી વાત છે વિચાર કરવા જેવો ખરો !એટલે ફોન કર્યો, જમતા હોય તેવું લાગે છે ,

હા પીઝા ખાવ છું.

અરર,શું થાય જ્યા સુધી રાંધનારી ન આવે ત્યાં સુધી તો આવું જ થાય ..

લ્યો જામી લ્યો પછી ફોન કરીશ.

ભલે ,નિખિલને ગુસ્સો આવતો હતો

વાંધો ન હોય તો એક વાત પૂછવી છે? તમારે ગાડી છે ખરી ?

હા

કઈ છે?

સેકોન્ડહેન્ડ ટોયોટા

શું થાય , નોકરી કરો છો એટલે નવી કે સારી ગાડી ક્યાંથી પરવડે ?

અને ઘર છે કે નહિ ?

ના અપાર્ટમેન્ટમાં મારા દોસ્ત સાથે રહું છું.

જોયું આપણા દેશની બહાર કેવી હાલત છે ?

હવે નિખિલ ખીજાણો

હજી કઈ પૂછવાનું બાકી છે ?

તમને મારો ફોટો ગમતો નથી,

ગીલોરી કાચમાંથી પણ ગમતો નથી,

હું નોકરી કરું છું એ ગમતું નથી,

તો ફોન શું…. કામ કરો છો ?

નિખીલભાઈ તમારી વાત સાચી છે પણ એમ વિચાર્યા વગર થોડું  ના કહી દેવાય ?

સારું હવે મને સુવા દયો તો સારું ?

આવજો..

નીખીલને થયું હું ઇન્ડિયા ન જાવ તો સારું !

મમ્મીને કહી દઈશ નથી પરણવું !

માંડ માંડ સુતો.

સવારે ઉઠી ચા બનાવી ન્હાવા ગયો ત્યાં ફોનની ઘંટી વાગી

પછી ઉપાડીશ મોડું થાય છે.મનોમન બોલ્યો 

ગાડીમાં બેઠો ત્યાં ફોન આવ્યો !

નીખીલે ઉતાવળમાં નંબર જોયા વગર જ ઉપાડ્યો

હલ્લો મેં મારી પત્ની સાથે વાત કરી ,એને પણ તમારો ફોટો જોયો ,પણ સાચું કહ્યું એમને પણ ન ગમ્યો. 

તો આ કહેવા ફોન કર્યો હતો ?

ના ,મારા પત્નીએ કહ્યું દેખાવ તો સમજ્યા પણ ,મારી પત્ની કહે તમારું ઘર ભાડાનું ,કાર પણ જૂની ,તો ઘરમાં નોકર તો ક્યાંથી હોય ?આપણી દીકરીએ ક્યારેય રસોઈ કે બીજા કામ કર્યા નથી ,અમારે ત્યાં તો ડ્રાઈવર ,રસોયો ,નોકર ચાકર બધા છે. તો તમે શું કરશો ?

હલ્લો હું કઈ નથી, મારી પાસે કઈ નથી, મારો ફોટો તમને ગમતો નથી, માટે હવે ફોન નહિ કરતા ,હું યોગ્ય મુરતિયો નથી સમજ્યા ! અને હું ડ્રાયવીંગ કરું છું વધુ વાત નહિ થાય નહી તો પોલીશ પકડશે!

શું વાત કરો છો ?આની પહેલા તમને પોલીશે પકડ્યા છે ? અને ક્યારેય જેલમાં ગયા છો ?

મહેરબાની કરી બીજા કોઈને શોધો….કટ

અને નિખીલે ફોન કાપી નાખ્યો.

કમાલનો માણસ છે ,શું ચીટકું છે.મારી મમ્મીનો ફોન વાપરે છે,હું ગમતો નથી ,મારી પાસે ઘર નથી ,કાર નથી નોકર નથી ડ્રાઈવર નથી તો પણ ફોન શું કામ કરે છે ?મને સમજાતું નથી 

હજી ઓફીસ દુર હતી, નીખોલે દેશી  રેડિયો સાંભળવા ચાલુ કર્યો.

મમ્મી ઓ મમ્મી તું કબ સાસ બનેગી ……

ત્યાં ફરી રીંગ વાગી.

હલ્લો મેં મારી બેન  સાથે વાત કરી મને કહે છોકરો સારો હોય તો શું વાંધો ,લગ્ન થશે બધું થઇ પડશે ,તમને ખબર છે એમને પણ ફોટો ન ગમ્યો ,મને કહે ઘરમાં કુતરો લઇ આવીએ તો પણ સમય જતા વ્હાલો લાગે ,આ પણ ગમવા માંડશે માટે આવું માગું જતું ન કરાય.

પણ હું શું કહું છું,તમારી ઉમર ઘણી મોટી છે.

તે અત્યાર સુધી તમે લગ્ન કેમ ન કર્યા ?કોઈ સાથે પ્રેમ હતો અને તૂટી ગયો ?જુઓ હું ઘણો મોર્ડન છું ,બધા જુવાનીમાં ભૂલ કરે ,તમે પણ કોઈ ભૂલ ન્હોતી કરી  ને ?

ના ,હવે તમે મને સવાલ પૂછવાનું બંધ કરશો 

તો પણ લગ્નનો  વિચાર આટલો મોડો કેમ આવ્યો ?

જુઓ મેં લગ્નનો વિચાર માંડી વાળ્યો છે, મારે લગ્ન કરવા જ નથી !

તો આ જાહેરાત ..?

મેં હમણાં તમને કહ્યુંને મેં વિચાર બદલી નાખ્યો છે હું કોઈ પણ છોકરી સાથે લગ્ન કરવાનો નથી,બસ ફોન મુકો,

તમે કારણ વગર ખીજાઈ ગયા,મેં સાંભળ્યું છે કે સેન્ફ્રાન્સીસકો માં આજકાલ છોકરા છોકરા સાથે લગ્ન કરે છે?એ સાચું છે ?  

આવું કૈક…નથી ને . કૈક ગડબડ  હોય તો પહેલાથી જ કહી દયો 

હા છે ,બોલો ?

તમારી છોકરી આટલા વર્ષ સુધી કેમ કુવારી છે ?

પૂછો એને ?

જવાબ કેમ નથી આપતા ?અને હું તમને ગમતો નથી તો  પણ ફોન કેમ કરો છો?

તમે નકામા ઉકળી પડ્યા ભાઈ ! જુઓ હું છોરીનો બાપ છું.

જેવા તેવા ને થોડી વળગાડાય

તો હવે હું કહું છું  સાંભળી લ્યો તમારી દીકરી સાથે મને લગ્ન નથી કરવા,ફરી મને ફોન નહિ કરતા  

અરે પણ આમ ઉતાવળે જોયા વગર ના ન પાડો ભાઈ…..   

અને નિખીલે ઓફીસ પાસે જોરથી બ્રેક મારી,ફોન કાપી કાઢ્યો,

ઉતરતા જ સામે થી બોસ આવતો હતો નિખિલ પરાણે હસ્યો.

બોસ બોલ્યા બધું બરાબર છે ને ?

પરાણે હસતા બોલ્યો હા બધું બરાબર છે ?

ક્યારે જાયછે ઇન્ડિયા લગ્ન કરવા ?

નિખીલને હવે લગ્ન નામથી કંટાળો આવ્યો ,છતાં પરાણે બોલ્યો

બસ ટુંક સમયમાં,

મનમાં બોલ્યો મારે પરણવું જ નથી.

અને ઇન્ડિયા તો નહિ જ જાઉ,શું માથાનો દુખાવો છે ? વેરી ઈરીટેટીંગ

કેબીનમાં આવી બેગ મૂકી કોફી લેવા ગયો,

અને શાંતિથી કોફી પીવા બેઠો.

ત્યાં એક છોકરી આવી, કોફી લઇ તેના ટેબલ તરફ આવી

વાહ અમેરિકાની છોકરી કેવી સરસ છે ? મન ફ્રેશ થઇ જાય.

અને એ બોલી હું અહી બેસી શકું ?

સ્યોર !

ત્યાં ફોનની ઘંટડી વાગી …

નિખિલ ચમક્યો!

ઓં આ મારો ફોન નથી  તમારો ફોન વાગે છે .

હલ્લો ,હા આપું 

લ્યો વાત કરો…તમારા માટે છે !

મારો માટે ફોન છે.?  તમારો  ફોન ? મારા માટે ?

અરે તમે મને ઓળખો છો?

નિખીલે ફોન લીધો.

હલ્લો  અવાજ સાંભળતા નિખિલ ચોક્યો. એક બાજુ જઈ  દાત કચકચાવતા બોલ્યો પાછો અહી શું  કામ ફોન કર્યો ?

સાંભળો, મારી છોકરીએ પણ તમને ફોટામાં જોયા પણ ન ગમ્યા

પણ. વ્યક્તિગત.સારા લાગો છો.

એની વે દીકરી મીનાક્ષી..ને તમે મળ્યાને ?

કેવી લાગી ?.  

પ્રજ્ઞાજી      

 

    

Views: 352

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service