આજે બપોરે હું સૂતો હતો. પણ અચાનક ઉઠ્યો ત્યાં તો ગુજરાત ઇતિહાસ બદલાઈ ગયો. ગુજરાતની રાજનીતિમાં એક ઔર મુખ્યમંત્રી નું રાજીનામુ. ધડાકો કર્યો બેન એ તો........
વર્ષો પહેલા (2001 પહેલા ) ની ગુજરાતની રાજનીતિ તદ્દન અસ્થિર હતી....ગુજરાત જ્યારથી અલગ રાજ્ય બન્યું ત્યાર થી 1980 સુધી એક પણ મુખ્યમંત્રી 5 વર્ષ પૂર્ણ કરી શક્યું નાં હતું.
આજે જેમ મોદી સરકાર 75 વર્ષનો નિયમ લઈને આવી છે એમ જ વર્ષો પેલા કૉંગ્રેસના અધ્યક્ષ કે. કામરાજ પણ આવો " કામરાજ પ્લાન " લઈને આવેલા અને એને જ ક્યાંય ને ક્યાંય પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા નો ભોગ લીધેલો. જીવરાજ ભાઈ એ સતા છોડી દેવી જોઈએ એવા દેખાવો થયેલા ને કંટાળેલા મુખ્યમંત્રી એ છોડી પણ દીધી....આ પહેલું સ્વ- બલિદાન હતું.
પછી તો આવું ચાલતું જ રહ્યું.....જેમ કે.....મોંઘવારીના મુદે થયેલ નવનિર્માણ આંદોલન એ ચીમનભાઈ પટેલ નો ભોગ લીધેલો. જો કે કેન્દ્રના હાઇકમાન્ડ ઇન્દિરાગાંધી આમ પણ તેમાથી ખફા તો હતા જ.
માધવસિંહ સોલંકીએ 1980 થી 1985 સૌ પ્રથમ વાર 5વર્ષ પૂર્ણ કર્યા .ને હાશકારો અનુહવ્યો......જો કે તેનો સમય પણ બહુ વિવાદિત રહેલ, અનામત વિરોધી આંદોલન અને KHAM થિયરી ( ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ ) થી તેની સરકાર બદનામ થયેલી. અંતે અનામત વિરોધી આંદોલન ના લીધે તેને પણ રાજીનામુ પડેલ..
વી.પી.સિંહ એ રાજીવગાંધી ની બોફોર્સ માં સંડોવણીની જાણ લોકોને કરેલી આથી એક સમયે 1989 માં લોકસભામાં કૉંગ્રેસની હાર થતા શરમ થી પાણી પાણી થયેલ ગુજરાતના મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ એ પણ રાજીનામુ આપેલ.
પછી રાજીનામા નો દોર બહુ ચાલ્યો. ભાજપ જયારે પહેલી વાર સતા પર આવેલ ત્યારે કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવાયેલા. પણ ભાજપના નેતાઓ એ શંકરસિંહ વાઘેલા નેતૃત્વમાં કેશુભાઈઓનો વિરોધ કરેલો.ભાજપ માં જ હજુરીયા- ખજૂરીયા એવા ભાગ પડયા. ને અંતે કેશુભાઈ પણ રાજીનામાનો ભોગ બન્યા.
ખજૂરીયા ગ્રુપના મુખ્ય મંત્રી સુરેશ મહેતા વખતે તો એટલા અસંતુષ્ટ લોકો હતા કે એને મંત્રીમંડલ માં 41 જેટલા પ્રધાનો ને સ્થાન આપવું પડેલું.. જે જમ્બો પ્રધાનમંડળ તરીકે પ્રખ્યાત હતું.....
પણ બાપડા સુરેશ મહેતા પણ પક્ષના આંતરિક વિખવાદ નો ભોગ બનીને રાજીનામુ આપી ભાગી ગયા....
ને ત્યારે શંકરસિંહ બાપુ એ રાજપા પક્ષ બનાવીને નવું મેદાન માર્યું...પણ તે પણ 1 જ વર્ષમાં રાજીનામુ આપી ઘરને વાટ પકડી ચાલતા થયા....
એ પછીના દિલીપ પરીખ તો એટલા કંટાળેલા કે એને રાજ્યપાલને વિધાનસભા ને બરખાસ્ત કરવાનું કહ્યું. ને દુખતા હૃદયે રાજીનામુ આપ્યું....
પણ 1998 ની ચૂંટણી એ ફરી ભાજપને ભવ્ય વિજય આપાવ્યો..ને કેશુ ભાઈ ફરી મુખ્યમંત્રી બન્યા. પણ 2001 ના ભૂકંપ સાથે એની સરકાર પણ ધ્રુજી ગઈ. ને ધરાશાયી થઇ. બીજી વાર રાજીનામુ જંગલની વાટ પકડવી પડી.
પછી એક નવો જ ચેહરો પ્રવેશે છે. નરેન્દ્ર મોદી.........
રાજકીય અસ્થિરતા નું વેળ વાળતા હોય એમ, 2001 થી સતત 2014 સિદ્ધિ પોતાનો ગઢ મજબૂત કર્યો... અને " વિકાસ વિકાસ વિકાસ " નાં નામ પર તે ગાંધીનગરથી છેક દિલ્હી પહોંચી ગયા.
ને અમુક લોકોના અણગમા છતાં, પ્રથમ મહિલા મુખ્યમંત્રી - આનંદીબવન બન્યા. આવ્યા ત્યારથી જ એ રાહુ કેતુ લઈને આવ્યા હોય એમ લાગ્યું. ગુજરાતમાં વિવિધ આંદોલનો નો માહોલ શરુ થયો. પાટીદાર આંદોલન થી લઈને દલિત અત્યાચાર સુધીની ઘટનામાં તે સાક્ષી રહ્યા પણ ખાસ પ્રભાવ પાડી શક્યા નહિ.
આજે ફરી ઇતિહાસ દોહરાયો.......બેન ગયા....હા સાચે જ ગયા. ( થોડા સમય પહેલા - " બેન જાય છે" એવા પોસ્ટર વાઇરલ થયા હતા ). ગયા તો ખરા પણ એ પણ ડિજિટલ રીતે.....ફેસબૂક પર રાજીનામુ આપી ને તેણે " Digital India " ને દિલથી સહકાર આપ્યો છે.....
હવે રાજનીતિ શું વળાંક લેશે ??? ભાજપની સાચી કસોટી હવે છે.....એક બાજુ દેશ લેવલ પર ગુજરાત એક વર્ષથી અંધાધૂંધી થી ગાજે છે....ને બીજી બાજુ રાજનીતિમાં અસ્થિરતા.....
હવે નવો ચેહરો....કોણ ???? શાહ, રૂપાણી, રૂપાલા કે પછી કૈક નવું જ સ્વરૂપ ??? એ જ પ્રતીક્ષા.....ને એ ગુજરાનઈ રાજનીતિમાં સ્થિરતા લાવી શકશે ?? એ સૌથી મોટો પ્રશ્ન છે....
- વિવેક ટાંક
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com