Made in India
અમદાવાદ નો પોશ વિસ્તાર તો ના કહી શકો, પણ હા , જાગતો વિસ્તાર જરૂર કહી શકો. જો કે, સમગ્ર અમદાવાદ જ ૨૪ કલાક જાગતું રહે છે. પણ અહી મધ્યમ વર્ગીય પરિવારો અને વિદ્યાર્થીઓ વધુ રહે છે. નજીકમાં જ BRTS stop છે. ચારે બાજુ food hubs અને ઉંચી ઈમારતો. જ્યાં તમને પ્રકૃતિથી ખાસ્સા દૂર હોવાનો અનુભવ થાય.
આવી આ જગ્યા પર મને રોજ એક મોર નો અવાજ સંભળાય છે. મારી સવારની ઊંઘ હોય કે દિવસ દરમિયાન ની વણનોતર્યી ઊંઘ , એ આ અવાજ સાથે જ ઉઘડે. મારી બારી માંથી હું રોજ એ આવતા અવાજ ને સાંભળું, જોવાનો પ્રયાસ કરું, પણ ઈમારતો સિવાય કશું ના દેખાય.
"ક્યાં હશે આ મોર ? " રોજ ની આ ઉત્સુકતા મારી.
એ મોર મારા માટે એક અજાણ્યા શુભચિંતક જેવો છે. એના અવાજ માત્ર થી એક positivity નો સંચાર થાય છે જીવન માં. લાગે કે , ક્યાંક નજીક જ સંતાઈ ને એ મને ઢંઢોળવાનું કામ કરે છે. લાખ ચિંતાઓ વચ્ચે એનો અવાજ એક આશા બની ને આવે છે.
હું સજાગ થઇ જાવ છું. વર્તમાન માં જીવવા લાગુ છું. એને સાંભળતા- સાંભળતા મારા શ્વાસ-ઉચ્છવાસ સાથે તાલમેલ સાધી શકું છું. મારું meditation છે એ મોર.
આ ભાગતી - અથડાતી - પછડાતી જીંદગી વચ્ચે , પ્રતિકુળ વાતાવરણ માં , જો એ આટલું હોંશ થી રહી શકતો હોઈ તો હું કેમ નહી ? આપણે કેમ નહી ?
એ મોર ને તો ખબર નહી ક્યારે ગોતી શકીશ, પરંતુ અત્યારે તો તમારી સમક્ષ , મારા શબ્દો થકી એનો આભાર વ્યક્ત કરવાનું મન થયું .
ના દેખાય, બસ સંભળાય
મારું શાંત જીવન ,
એના અવાજ માત્ર થી હરખાય ...
ભરી દે ઉલ્લાસ ચારે કોર ,
એવો છે , મારી બારી નો મોર ...
- ફોરમ રૂપારેલિયા
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com