Made in India
વાતાૅ
"શું પપ્પા, આવું છું ,"
સવારમાં ઓફિસે જવા પપ્પા એ બૂમ પાડી એટલે પ્રત્યુશ જલ્દીથી નાસ્તો છોડી પાર્કિંગ તરફ ભાગ્યો.
'અરે દીકરા નાસ્તો તો પૂરો કર "
" મોડું થઇ ગયું છે મમ્મી ,ને તે સિંહની ત્રાડ નહિ સાંભળી ?"
મમ્મી હસતાં હસતાં "બાય ,રોજ સાંભળું છું " રાજેશભાઈની સમય અને કામ પ્રત્યેની સભાનતા જગજાહેર હતી. આટલા મોટા બીઝનેસને શૂન્યમાંથી સર્જનાર શહેરમાં ખૂબ પૈસા ને નામ કમાઈ ચુક્યા હતા ,પ્રત્યુશને પણ એજ રીતે સજ્જ કરવાના પ્રયત્ન,પોતાની જાતને એવી ખોવી નાખી હતી કામમાં અને બસ જાણે સ્વ-સાબિતીની એક ધૂન લાગી હતી ,યુવાન દીકરાનાં બાલીશ વર્તન ને ભવિષ્યનાં ખતરા રૂપે ગણતા હતા પ્રત્યુશ ઓફીસથી નીકળી ફ્રેન્ડસ સાથે વીકેંડમાં ફાર્મ પર રહે .
"ઓહ ,આઈ જસ્ટ કેમ ઇન ફયુ મીનીટસ " કહી ફાર્મથી નીકળ્યો . નજીકનાં શોપિંગ મોલની મોબાઇલ શોપમાં જતાની સાથે ડેસ્ક પર એક સુંદર યુવતી હતી .
'હાય,નવાં છો અહિયાં ?"
"યા, જસ્ટ જોઈન્ટ બીફોર ૩ ડેય્સ."
"પ્રત્યુશ" ,તમારું નામ ?"
"ઈશના"
"નાઇસ નેમ, લાઈક યુ"
"થેન્ક્સ ,લેટ મી ચેક યોર મોબઈલ સર " થોડી વાર પછી ઈશના એ એક રિપ્લેસ મોબઈલ આપ્યો "સર ,૨-૩ ડેય્સ પછી તમારો ફોન ઓકે થાય એટલે રીંગ કરશું ,"
"ઓકે ,ફાઈન ક્યાં રહો છો ?"
" નજીકની સોસાયટીમાં જ રહું છું ,સ્ટડી ચાલે છે ,પાર્ટ-ટાઈમ આવું છું "
"નાઇસ ટૂ મીટ યુ ." પ્રત્યુસે ગીત ગણગણતા કાર સ્ટાર્ટ કરી ફાર્મ પર .
"હેઈ ડુડ.બહુ ખુશ છે ને ?કોઈ મળી ગયું કે શું ?"
"ના ના ,એવું કઈ નથી "પાર્ટી પછી તો રાતે બસ ઈશના નાંજ વિચારો .બે દિવસ પણ રાહ નહિ જોવાઈ ને પાછો ફોન કર્યો .
"હેલો ,ઈશના કેમ છો? શું થયું મારા ફોનનું ?"
"ઓહ ,યા પણ હજુ તો ૨ દિવસ પછી આવશે તમે જરા જલ્દી ફોન કર્યો ."
"સમજુ છું ,પણ શું કરૂં મારે બહુજ અરજન્ટ છે.તમે જરા ખાસ ફેવર કરોને ?"
"યા સ્યોર ."
"વેલ ,મારી ક્લબમાંથી મુવીની બે ટીકીટ આવી છે પણ મારો ફ્રેન્ડ આઉટ ઓફ ટાઉન છે તમારા મોલનાં થીએટરમાંજ છે , તમે આવો તો બહુ ગમશે .એકલા નહિ તો કોઈ ફ્રેન્ડ ને પણ લાવી શકો ."
ઓહ સર, થેન્ક્સ પણ ......"
"કેમ મારી કંપની નહિ ગમે ?"
" આઈ ફિલ સો ગ્રેટફુલ ,કે તમે કહ્યું "પણ નહીં અવાશે ."
"ઓકે .હું એકલો જોઈ આવીશ . મળવા આવું છું વેઇટ કરજો ."
"યુ આર મોસ્ટ વેલકમ સર" એક કલાક વહેલો ઓફીસથી નીકળ્યો ,રસ્તે પપ્પાનો ફોન .
"ક્યાં છે ?"
."જરા ,મારા ફ્રેન્ડનાં મમ્મી હોસ્પિટલમાં છે ખબર લેવા જાઉં છું ."
"ઠીક છે ,"
"હાય , ઈશના નવા કયા મોબાઈલ લોન્ચ થયા છે વગેરે વગેરે..... વાતો કરી . એકાદ કોફીપીવા તો અવાય "
"સર મારે રીસ્પોન......."
"બસ જરા આ આસી.સભાળી લેશે હાફ અવર " ઈશના સાથે કેફેમાં બેસી કોફી પીતાં પીતાં બસ સામે જ જોઈ રહ્યો .
"તું બહુ જ ગમે છે મને "
'હમ .."
"હમ.. એટલે શું સમજુ ?"
"હું શું સમજાવું ?"
"એજ કે કેમ ગમે છે ?"
"પ્લીઝ ,કેમ આમ કરો છો ?તમારા મનની વાત મને કેવી રીતે ખબર પડે ?
"તો પૂછને ?" ઈશના આંખ ઢાળી બેસી રહી .
"અહીયાં તને બધા ઓળખતા હશે .બહાર મળવા આવશે?"
"ટ્રાય કરીશ".
"બે દિવસ પછી ફોન કરું .ગૂડ નાઇટ.મારે વાર છે ઘરે મૂકી જાઉં ?"
'થેન્ક્સ ,પણ હું મારું સ્કુટી લઈને આવી છું ."
'બગડી ગયું છે, એમ કહી પાર્કિંગમાં મૂકી દે " ઈશનાથી હસાઈ ગયું ,
"ઘરે જુઠું બોલતા શીખવો છો? "
"એમાં શું ,મેં પણ કેટલા ગપ્પા શરુ કરી દીધા છે." ને કારમાં મુકવાં જતાં ખૂબ વાતો કરી , ઈશનાનાં પપ્પાને પેરેલીસીસ થવાને લીધે જોબ છોડવી પડી હતી અને મોટોભાઈ એન્જીનીઅર થઇ થોડા વખત પર દુબઈ જોબ માટે ગયો હતો .મમ્મી ઘરે ટ્યુશન કરતા હતાં . ધીરે ધીરે સેટ થઇ રહ્યા હતા .
"મને બહુ ગમ્યું ,તું જે રીતે ઘરમાં સાથે કામ કરી ઉપયોગી થાય છે તે , પણ..... તું અહી કામ કરે છે એને બદલે મારી ઓફીસ જોઈન્ટ કર." પછી થોડું પોતાના વિષે જણાવ્યું . ને લાંબો સમય કારમાં બેસી વાતો કરતા રહ્યાં .
"વીચારી લઉં જરા " અને ઘર પાસે ઉતારતાં ,હાથ પકડી કહ્યું ,"હું તારા પ્રેમ માં છું "
"આટલું જલ્દી ? "
"કેમ,પ્રેમ માટે સમયની બધી પરીક્ષા આપવી પડે ?"
ના ,પણ ,છોડો ને હાથ ....ઓકે .. ગુડ નાઇટ " કહી ઈશના પસીને ભીંજાતી ,ઘરે દોડી ગઈ ."
દૂરથી હાથ હલાવી બાય કરી બંને એકદમ હળવા મૂડમાં છુટા પડ્યા .ઘરે જઇ સીધો રૂમમાં જઇ સુઈ ગયો .એકાદ કલાક પછી ફોન જોડ્યો ."ઈશના ,તારા વગર શું પિક્ચર જોવાનું ..."વગેરે વગેરે વાતો કરી .
પરીક્ષા નજીક આવી રહી હતી પણ એકદમ વિચારોમાં ખોવાયેલી ઈશનાનું મન પ્ર્ત્યુશનાં પ્રેમમાં તણાતું જતું હતું .પ્રત્યુશનાં ઘરે એના ગાયબ રહેવા પર પ્રશ્નો થવા લાગ્યા એટલે એક દિવસ મમ્મીને જણાવ્યું .
"મારી તો તું ખુશ રહે એવી બધી વાતમાં સંમતિ છે ,પણ મારાથી તારા પપ્પાને નહિ સમજાવાય"
પપ્પાને ધીરેથી વાત કરતા કહ્યું .,
" મારા એક ફ્રેન્ડની કઝીન એમ.બી એ . કરી રહી છે એને ઓફીસમાં પાર્ટટાઈમ આવવું છે . મારી સાથે ટ્ેઇન કરું .આઈ નીડ આસીસ્ટંટ એન્ડ શી ઇસ વેરી બ્રિલિએન્ટ ."
"ઓકે ," અને ઈશના ઓફીસમાં આવી ગઈ . ઈશના પ્રત્યેનું આકર્ષણ સ્માર્ટ રાજેશભાઈથી લાંબો સમય છૂપું નહિ રાખી શક્યો પ્રત્યુશ . ઘરે જતા કારમાં કહ્યું ,રાતે શાંતિથી વાત કરવી છે મારે ,જમીને રૂમમાં આવી જજે .
" આ શું ચાલી રહ્યું છે બધું ?"
"પપ્પા વી આર ઇન લવ"
"શું બકવાસ કરે છે ? આ બધું નહિ ચાલે " ઘણા આર્ગ્યુમેન્ટ બાદ રાજેશભાઈ ઇશનાનાં ફેમીલીને મળવા તૈયાર થયા .
" બોલાવ એ ઈશના મહેતાનાં પેરેન્ટ્સને મારે વાત કરવી છે."
"એના પપ્પા તો નહિ આવી શકે ,એના મમ્મીને કહીશ " રાજેશભાઈ ઓફીસની કેબીનમાં બેસી ફોન પર વાત પતાવી ત્યાંતો એક અવાજ સંભળાયો
"સર આવું કે ?મારા મમ્મી આવ્યા છે "
"હા મોકલ એમને " અને ,એમને જોઈ રાજેશભાઈ,
"ઈશ્મત કુરેશી ,તમે અહી ?"
"ઓહ રાજેશભાઈ ,દુનિયા ખરેખર બહુ નાની છે ,આ રીતે મળશું વિચાર્યું નહોતું ,ઈશના મારી ને સંદીપ મહેતાની દીકરી છે "
રાજેશભાઈને આંખ સામે બરોડાની ફાઈન આર્ટમાં ભણતાં ત્યારનું મિત્રવર્તુળ, સંદીપ મહેતા કેમિકલ વેપારીનો દીકરો , પ્રખ્યાત ગઝલકાર ઇન્તેખાબ કુરેશીની દીકરી ઈશ્મત સાથેના પ્રેમલગ્ન, અને બધાએ મળી કરેલો સપોર્ટ , ગઝલની મહેફીલો ,પોતાનો સાધારણ સંજોગોને કારણે વત્સલા સાથે થયેલો પ્રેમભંગ અને સંદીપ -ઈશ્મતનું હેરાનગતિને કારણે અજાણ્યા શહેરમાં ભાગી જવું .પોતે કાકાને ત્યાં આવી જમીનના ધંધામાં જોડાયા .બધું એક મિનીટમાં આંખ સામે ફરી વળ્યું .
"મારું નામ ઈલા મહેતા છે અને હજુ બાળકોને પણ કંઈ જણાવ્યું નથી .હું અનાથાશ્રમમાં હતી અને અમે પ્રેમલગ્ન કર્યા હતા એવું જ કહ્યું છે "
"તમે શાને માટે બોલાવી હતી .મારી દીકરી બરાબર કામ તો કરે છે ને ?અમે પાંચ વર્ષથી જ સુરતમાં સેટ થયા છે .સંદીપને ગુજરાતની ધરતી માટેનો પ્રેમ અમને ફરી અહી લઇ લાવ્યો .મારું ગુજરાત જ સલામત છે એમ કહે છે .એના પેરેલીસીસને લીધે થોડી તકલીફ ચાલી રહી હતી, પણ હવે બધું ઠીક થઇ રહ્યું છે ."
"બસ આતો .......આમજ જરા પ્રત્યુશ અને ઈશના ખૂબ નજીક આવી ગયા છે અને પ્રત્યુશ મારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી .હું નાં કહીશ તો પણ એ કોઈ પણ હિસાબે એની સાથે જ લગ્ન કરવા માંગે છે."
"સમજી શકું છું ,તમે તમારા દીકરા માટે જોયેલા સપનામાં મારી દીકરીને આડખીલી રૂપ નહિ બનવા દવું "
"ના ના ,એવું નથી વિચારતો ગઈકાલનાં મારા વિચારોમાં અને આજે ખૂબ પરિવર્તન છે .પ્રેમ માટે આખું જીવનનો તમારો સંઘર્ષ અને પ્રેમ પામ્યા વગરની મારી સફળતા .વિશ્વાસ રાખજો આપણાં બાળકોને આમાનું કઈ સહન કરવાનું નહિ આવે "
અને ઈશ્મત એટલે કે ઈલા આનંદિત હર્દયે" આભાર" કહી ઝડપથી આંસુ ભરેલી આંખે ઘરે જવા નીકળી ગઈ .
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com