"આપણે ભરોસે આપણે હાલીયે,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીયે"
પ્રહલાદ પારેખની બહુ જાણીતી કવિતા આપણે ભરોસેની શિર્ષક પંક્તિ યુવાનો માટે બહુ 'રિલેવન્ટ' છે. મંઝિલ પ્રાપ્ત કરવા માટેની કેડી પર જયારે જતા હોઈએ ત્યારે એ કેડી પર ચાલનાર બહુ ઓછા હોય છે આથી કેડી પર એકલા જ જવું પડે છે.ઘણીવાર એટલી નાની કેડી હોય છે કે એમાં કોઈ એક વખતે એક વ્યક્તિ ચાલી શકે છે અને ક્યારેક કેડી પર જનાર બધાની મંઝિલ એક જ હોય ત્યારે 'કોમ્પિટિશન'ના નામે કોઈ કોઈની મદદ કરવા તૈયાર નથી થતું કેમ કે બધાને વહેલા પહોંચવું હોય છે કોઈને સાથે જવામાં રસ નથી હોતો ત્યારે કોઈનાં ભરોસો રાખી બેસવાથી એક જ વસ્તુ મળે જેને કોઈ નિષ્ફળતા કહેશે તો કોઈ સ્વાર્થી દુનિયા કહેશે તો કોઈ નિરાશ થઈ પાછો ફરી જશે અને કોઈ માઈ નો લાલ હશે જે આ વખતે તક મળી છે એમ સમજી આગળ નીકળી જશે એ પણ પોતાના ભરોસે.
'ફિનિક્સ' જેમ રાખમાંથી બેઠું થાય અને ફરી નવજીવન પ્રાપ્ત કરે તેમ જીવનમાં પોતાની સાથે રહી અને નિષ્ફળતાની રાખમાંથી બેઠા થઈ સિદ્ધિની રાહ પકડવાની છે એ તો નક્કી છે હવે આ રાહમાં આપણી જોડે આપણે કોઈને લેવા હોય તો લઇ શકાય પણ એના ભરોસે તો ન આખી રાહ ન કપાય.એટલી તૈયારી કરી લેવી જો આપણી સાથે ચાલનાર રાહમાં આવતા turn પર વળાંક લઈ લે તો પણ આપણે ફરક ન પડવો જોઈએ.
યુવાનીનું બળ બે સોનેરી બાહોમાં ભરી નીકળી પડવાથી ક્યારે પણ લજામણીના છોડ જેવા સંવેદનશીલ નહીં બનીયે કે જે માત્ર કોઈના સ્પર્શથી પોતાની લીલા સંકેલી નહીં લે એ તો પેલા રણના છોડ જેમ બનશે જેને ભલેને પાણી ન આપો તો પણ એકદમ હર્યું ભર્યું રહેશે અને પોતાની સાથે થોડા કાંટા રાખશે જેથી યોગ્ય વ્યક્તિ સિવાય કોઈ એને સ્પર્શ ન કરી શકે આમેય થોડો ફુંફાળો રાખવામાં કાંઈ ખોટું નથી તો જ દુનિયા આપણે ગળતાં પહેલા બે ઘડી વિચારસે.
"કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે
કોણ લઈ જાય સામે પાર?"
એ જ કવિતાની અન્ય પંકિતઓમાં પણ ચરમસીમા બતાવી છે.કોની તાકાત છે કે તમને ડુબાડી જાય અને જો પ્રયત્ન કરતા કદાચ નિષ્ફળતાની ડૂબકી મારવી પડે તો પણ ઉગારવા કોણ આવશે? કોઈ નહીં આવે ભાઈ આપણે જ આપણું ગોઠવવું પડશે. બીજાની તકલીફમાં રોવાનો ટાઈમ કોઈને નથી. રોવું આપણે પડે થોડા આસું પણ સારવા પડે તો થોડું છોલાવું પડે પણ ઉઠ્યા વગર આરો નથી સુતા રહેવાથી કોઈ પગ કચડીને ચાલ્યું જશે એની પીડા જીરવવી પડશે. પીડા જ જો જીરવવી હોય તો શા માટે કોઈનો ભરોસો કરીયે.
ભરોસો ભાંગે ત્યારે ભાંગવા કરતા ખુદ ભાંગી જવું સારું.આ ભાંગફોડ પછી જોવા નવી મળતી સવારનો સૂર્યોદય એક નવી જ તાજગી આપી જાય છે અને આ તાજગી કોઈ દિવસ બીજાના ભરોસે નથી જ મળતી પોતાની જીદગી જીવવામાં જ બીજાને અસંતોષ હોય તો તમારી જીદગી ખાખ જીવશે. બે ઘડીનું આશ્વાસન આપી રસ્તો બદલી ચાલી જશે અને જો ત્યાં આપણે ઉભા રહી ગયા તો મૂર્ખાઈ આપણી જ કહેવાય.
સાચી ખુમારી તો જ કહેવ%
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com