ઈશ્વર કેવો છે નહીં, પણ કેવો હોવો જોઈએ...???

વિચારોનું Recycling

ઈશ્વર કેવો છે નહીં, પણ કેવો હોવો જોઈએ...???

ઈશ્વર કોણ છે??.. ઈશ્વર ક્યાં છે??.. વળી એ દેખાવે કેવા છે??…..એ શું કરે છે, કયાં રહે છે?.....કોની સાથે રહે છે??...એમનું સગુંવહાલું કોઇ છે કે??.....

આવા અઢળક સવાલોના જવાબમાં એક શબ્દથી લઈને ગ્રંથોના ગ્રંથ ભરી શકાય. આપણા પૂવૅજ ઋષિઓએ, મહાત્માઓએ, સાધુસંતોએ, ભગતોએ, ભકતોએ અને લખવૈયાઓએ થોકબંધ અને હકડેઠઠ લખ્યું છે મારા ભઇ !! એમણે લખેલા વેદો, ઉપનિષદો અને પુરાણો વાંચવા બેસીએ (અને નસીબજોગે સમજવા બેસીએ) તો વેદિયા કે પંડિતો તો તમે થતા થાવ, એ પહેલા માનસિક સંતુલન સાચવી શકો તો ય બસ છે. ઈશ્વરનાં બાળપણનાં ચમત્કારો, તેમને પ્રાપ્ત થયેલુ જ્ઞાન, ઈશ્વરીય રહેણીકરણી, તેમનો સમાજ તરફનો દ્રષ્ટિકોણ, ઈશ્વર બનવાની પ્રક્રિયા, ઈશ્વરને આવી પડેલી તકલીફો અને અંતે ઈશ્વરનું પરમતત્વમાં વિલિનીકરણ......

આ બધા મુદ્દાઓ (અને તેમાં પણ ઉપમુદ્દાઓ) પર તો વ્યક્તિ વ્યક્તિએ એટલી ઠોકમઠોક કરી છે કે સાચેમાં ઈશ્વર છે કે નહી ? અને છે; તો કેવો છે? કયાં છે? જેવા નક્કર સત્ય સ્વરુપે આ પ્રશ્નો ઉદભવે છે. હું કોઇ ઋષિઓ કે ધર્મગ્રંથોના વિરોધમાં નથી તે છતાં એટલું ચોક્કસ કહીશ કે તત્વચિંતકો અને પરમેશ્વરપ્રેમી સંતમહંતોએ ઈશ્વરને એટલો જટિલ અને અઘરો બનાવી દીધો છે કે સામાન્ય માનવીએ તો સમજવાનું બાજુએ મૂકીને ‘પથ્થર એટલા પૂજે દેવ’ કરવાનું યોગ્ય માન્યું છે. આ બુધ્ધિજીવીઓએ ઈશ્વરને એટલો આકરો કરી મૂક્યો કે સમજવા માંગતા માનવીએ ‘સંભવામી યુગે યુગે’ની પેઠે જન્મો લેવા પડે.

ઈશ્વરને લોકોએ ધમૅનો ધંધાદારી બનાવી દીધો છે. આ ધમૅ ચોક્કસપણે શું છે એ સમજ્યા વગર અક્કલમઠ્ઠા લોકો ધરમધિંગાણા કરતા ફરે છે. ઈશ્વર એ કોઇ ધમૅસેવક કે ધમૅરક્ષક કેવી રીતે હોઇ શકે?? ઈશ્વર એ તો કમૅમાં માનનારો છે. ધમૅમાં નહીં.......કૃષ્ણએ જ તો ગીતામાં ધમૅયોગ કરતા કમૅયોગ પર વધુ ભાર મૂક્યો છે! ઈશ્વરતત્વને લઇને, ધમૅકમૅને લઇને લોકોએ એટલી હો-હા મચાવી દીધી છે કે માનવી ધીરેધીરે ક્ષુબ્ધ થઇ ગયો છે. રીતિરીવાજો, હોમહવન, પૂજાપાઠ, મંત્રતંત્ર, ગ્રહનક્ષત્રોની આટીઘૂંટીઓમાં માણસ ઊંધેદાટ પટકાયો છે. મૂળિયાં શોધવા કરતા લોકોને વડવાઈઓ પર લટકવામાં મજા પડવા લાગી છે. આ બધાએ ઈશ્વરને એટલો પેચીદો બનાવી દીધો છે કે બધાએ જેમ ફાવે તેમ ઈશ્વરના નામે પોતાની મનમાની ચલાવે રાખી છે. ધમૅગુરુઓ પોતપોતાના ધમૅની ધજાઓ લઇને મૅરેથોનમાં દોડવા માંડવા છે. પોતાનો ધમૅ, પોતાનો ઈશ્વરને શ્રેષ્ઠ સાબિત કરવા લોકો ગળાકાપ સ્પધૉ કરવા માંડવા છે. ત્યારે એક પ્રશ્ન પર જો આપણે ફોકસ કરીએ કે ઈશ્વર કેવો છે એ નહી પણ ઈશ્વર કેવો હોવો જોઈએ??......

કેવો ઈશ્વર આપણને ગમે?  કેવા ભગવાન સાથે આપણે નિખાલસ રહી શકીએ?....

એના પર બે મિનીટ વિચાર તો કરો....

ગણિતના અઘરા દાખલા આપણને ફાવતા નથી તો અઘરો ઈશ્વર કેવી રીતે ફાવે? …..પથ્થરો કે આરસપહાણમાં કોતરેલો, સોને−ચાંદીએ મઢેલો, મલ્ટીપલ મોઢાવાળો, ગંભીર મુખમુદ્રાવાળો ઈશ્વર આપણને ગમે? ...કદાચ એ કલાકૃતિ ગમે...પણ શું પથ્થર અને મૂતિૅમંત આકૃતિ સાથે આપણી આત્મીયતા સધાય?..જો તમારો જવાબ હા હોય તો સૉરી ટુ સે પણ તમે પથ્થરને જ પ્રેમ કર્યો છે. ઈશ્વરને નહી..... તમે ઈશ્વરને નિર્જીવરુપે માણ્યા છે. સજીવરુપે નહી... કૃષ્ણ સ્વયં વિભૂતીયોગમાં કહે છે કે હું તો નિરાકાર છું.  તો તમે કયા પથ્થરિયા આકારના મોહમાં પડ્યા? આપણને રહીરહીને ઈશ્વર પથ્થરોમાં જ કેમ દેખાણા? આ પવનમાં, પક્ષીઓનાં કલરવમાં, પાંદડાઓનાં ફરફરાટમાં, ભમરાના ગુંજારવમાં, નદીઓના ખળખળાટમાં, અસીમ આકાશમાં, ફૂલોના પમરાટમાં, સમુદ્રના તરંગી મોજાઓમાં, ચંદ્રની શીતળ ચાંદનીમાં, શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં, રાતના કાળામેશ અંધકારમાં, સૂરજના કૂણા તડકામાં, પાંદડે ઝામેલા ઝાકળમાં કેમ ઈશ્વર ના દેખાણા? નરસિંહ મહેતાને તો ત્યાં જ દેખાણા. એટલે જ તો એમણે કહ્યું

“પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઇ ફૂલી રહ્યો આકાશે.......”

તો પછી ઈશ્વર કેવો હોવો જોઈએ??

ઈશ્વર સુપરમેન કે શકિતમાન જેવો નહીં, પણ સાદા માણસ જેવો B હોવો જોઈએ.

ઈશ્વર આકૃતિમાં નહીં, પ્રકૃતિમાં અને પ્રવૃત્તિમાં હોવો જોઇએ. એ ખીલીએ ટીંગાય નહીં, એ છોડની કૂંપળે કૂંપળે ખીલતો હોવો જોઇએ. એ જડ નહીં, પણ હા......સતત વહેતું જળ છે, જળમાં ખીલતું કમળ છે. એ અનુભૂતિમાં હોવો જોઇએ. આભૂષણોમાં નહીં!

એ સાધનમાં નહીં, સાધનામાં રહેલો છે, એ ધરમમાં નહીં, પરમમાં વિરાજમાન છે. એ ગ્રંથ, ગ્રંથિ કે ગરથમાં નહીં....વિશ્વ, શ્વાસ અને વિશ્વાસમાં છે.. એ પાણા(પથ્થર)માં નહીં, કોઇની તરસ છિપાવતા પાણિયારે છે. એ ‘ઘન’ પદાર્થ નહીં, ‘વાયુ’ની જેમ વિચરતો છે... એ તો શૂન્યથી શરુ થાય છે અને આપણે એને આંકડાઓમાં ખોળીયે છીએ. એ વેદમાં નહીં, કોઇની વેદનામાં વ્યથિત છે. એ નિયતિમાં નહીં, માણસની નિયતમાં વિશ્વાસ ધરાવે છે. એ પિંડમાં નહીં, પંડમાં વસે છે.એ ચિત્રમાં નહીં, ચરિત્રમાં વસે છે. એ પ્રસિધ્ધિમાં નહીં, સિધ્ધિમાં વસે છે.એ શબ્દમાં નહીં, શબ્દાર્થમાં વસે છે. એ ખંડમાં નહીં, અખંડમાં વસે છે..

એ સાદ પાડવાથી આવતો હશે પણ વિષાદમાં તો રુંવાડે Vરુંવાડે પ્રગટે છે. એ શ્લોકની ઋચામાં નહીં, માનવીની ઋજુતામાં વ્યાપે છે. એ તૂટીને ખરી પડે છે પાનખરમાં અને કૂંપળે કૂંપળે ફૂટે છે વસંતમાં!!

એને અગરબત્તીનાં ધૂમાડા  ગૂંગળાવે છે. એ તો ફ્રેશ હવાનો ચાહક છે. એ તો મેલમાંથી ગણેશ અને જેલમાં કૃષ્ણ તરીકે જીવે છે. એ મરણયાત્રાનો નહીં, સ્મરણયાત્રાનો પથિક છે. એ દ્રશ્યમાં નહીં, દ્રષ્ટિમાં છે. એને કોઇનાં ઉધ્ધારમાં રસ નથી, એને જીર્ણોધ્ધારમાં રસ છે.N એ ધાર બનીને નહીં, એ ધારા બનીને વહે છે. એ યજ્ઞાગ્નિમાં કરતાં પ્રેમાગ્નિમાં વધુ ચોખ્ખીરીતે દેખાઇ આવે છે. એ દીવડાની વાટમાં જ્યોત થઇને નહીં, પ્રિયપાત્રની વાટ (પ્રતિક્ષા)માં ભડકે બળે છે. એ પૂર્ણ, સંપૂર્ણ હોવા છતાં, માનવીની અધૂરપમાં છે. એની અધૂરી આશા, અધૂરી આકાંક્ષાઓમાં છે. એ વેરણ, રણમાં પણ તોરણ બાંધી શકે છે. એ હદમાં નહીં, અનહદમાં રમે છે. એ વૃક્ષ પર ફળરુપે પછી પહેલા જમીનમાં ફળદ્રુપ બનીને રહે છે. એ જીવતો નથી હોતો....એ સ્વયં જીવન હોય છે.

એની સાથે કોઇપણ વાત પ્રાર્થનામાં જ  કેમ થાય? એની સાથે સંવાદ Bન થઇ શકે? જરુર થઇ શકે.. એની જોડે ઝઘડી પણ શકાય આપણી ભાષામાં !! (જરુરી નથી કે એ સંસ્કૃત જ સમજે). એનું જો સાંભળી શકાય તો એને સાંભળાવી પણ શકાય ને?? કેમ પેંડા અને નાળિયેર જ એને ધરાય.... એની જોડે પાણીપુરી ન ખાઇ શકાય ??? કૉફી ન પી શકાય?? એવો સ્વાદબુઠ્ઠો આપણો ભગવાન થોડી હોય??

એ આપણી ભેગો મૂવી જોવાય આવે ને અને પાછો ફિલ્મીગીતોય ગાતો હોવો જોઇએ. વળી મન થાય તો ગમે તેવો, ઠેકડા મારતો ડાન્સ પણ કરતો હોવો જોઇએ. એ તો વખત આવેN આપણા પતંગની ફિરકીયે પકડે ને કારમાં લૉન્ગ ડ્રાઇવ પર બાજુની સીટ પર બેસી લોકોની ઠેકડીય ઉડાડે.       

આપણો ઈશ્વર કેમ પર્વતો, ગુફાઓ, મંદિરો, મસ્જિદો, ગોખલાઓમાં કે મૂર્તિઓમાં પેઠો રહે? એટલો સાંકળો કે સંકીર્ણ છે આપણો ઈશ્વર?? એ તો વ્યાપક છે, સચરાચરમાં છે.... એ તો આપણી જોડે સવાર સવારમાં પ્રભાતિયાં ગાતો મોર્નિગવોક પણ કરે ને જીમમાં વર્કઆઉટ પણ કરે ,એ આપણી ભેગો બાઇક પર ઓફિસે આવે ને આપણી ભૂલ પર બોસની ગાળોયે સાંભળે.

આપણી ખુશીમાં એ હરખપદુડો થઇને પેંડા વેંચે.... આપણા લગનમાં એ અણવર હોવો જોઇએ. જે આપણને ભયાનક રડતો જોઇ કસકસતું આલિંગન આપી દે અને ખોટે રવાડે ચડેલો  જોઇ તમતમતો તમાચો ચોડી દે !

એ મુગટ અને પિતાંબર નહીં, પણ જીન્સ ટી-શટૅમાં આપણી ભેગો ફરતો હોય! કોઇ મસલામાં ફક્ત સલાહ જ ન આપે, નિર્ણય કરાવવામાં આપણી મદદ કરે અને પછી એની જવાબદારીમાં પણ સાથ આપે....એ છેલ્લી ઘડી સુધી આપણને મહેનત કરવા પ્રેરે... અને છતાંયે હારી જઇએ તો હિંમત હારવા ન દે. આપણા આંસુ એ હથેળીમાં સંજોવી રાખે.....

એ તો આપણા જેવો જ થોડો મસ્તીખોર અને ઇગોઇસ્ટીક હોય!! એને કોઇ વાતે ખોટુ લાગે તો પાછો રુઠીય જાય અને આપણે એને મનાવવો પડે. એને કયારથી છપ્પનભોગ અને અન્નકુટ ભાવતા હશે એ ખબર નહીં પણ મને  ખબર છે ત્યાંસુધી એને તો વિદુરની ભાજી અને સુદામાનાં પૌઆમાં જ રસ પડેલો!!

એ સતત તમારી જોડે જ રહેતો હોય, અને છતાંયે કયારે વિખૂટા પડો તો તમારા જેટલી જ પીડા એને પણ થાય, એ તમારા જ શ્વાસથી જીવતો હોય. તમારા હ્રદયના ધબકારા એનામાંથી જ ધબકતા ધબકતા તમારા સુધી પહોંચ્યા હોય!! એ આંખો બંધ કરતા જ તમારી સામે આવીને ઉભો રહે. એ તમારા થકી, તમારા માટે જીવતો હોય..ટૂંકમાં કહું તો એ તમારામાં જ જીવતો હોય!

આવો જિંદાદિલ, ઈશ્વર તમને ગમે કે નહીં??

 

ચાલો જોઇએ આ બાબતે યુવાનો શું વિચારે છે. મુંબઇમાં રહેતો ધવલ પરીખ કહે છે “ હા, હું ઈશ્વરમાં માનું છુ. મારા મતે ઈશ્વર નિરાકાર, પવિત્ર અને વ્યાપક રીતે ફેલાયેલો છે. મને લાગે છે હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, ઇસાઇ, શીખ આ બધા ઈશ્વરરચિત નહીં પણ માનવરચિત છે. ઈશ્વર સત્યમાં છે કે નહીં એની મને ખબર નથી પણ હા, એ વ્યક્તિની માન્યતા પર આધાર રાખે છે.

-બાદલ પંચાલ

 

 

 

 

Views: 250

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service