Made in India
ભાવવિશ્વ
આપણે કવિઓ અને સાહિત્યકારો હમેશા પશ્ચિમના સાહિત્ય તરફ મુખારવિંદ રાખીને સર્જન કરતા હોઈએ છીએ. આ ફરિયાદ હું નથી કરતો પણ અરબી ભાષાના બહુ મોટા સર્જક અડોનીસ સાહેબ કરે છે જે સાચ્ચેસાચ વિચારણીય છે. 2003માં જોર્ડન ખાતે કાવ્યોત્સવ યોજાયો હતો એમાં કવિ યાંગ લિઆન સાથેની વાતચીતમાં (ઈન્ટરવ્યું ) અડોનીસે બહુ જ સ્પષ્ટ ભાષામાં કહ્યું હતું કે " અનેક કવિઓ પોતાના આંતરવિરોધથી ગ્રસ્ત છે.એક બાજુથી તેઓ પોતાની ભાષા અને પોતાની કવિતાની અદ્વિતીયતાને ટકાવી રાખવા મરણીયો જંગ ખેલે છે અને બીજી બાજુ પશ્ચિમના વિશ્વવ્યાપી બજારમાં સફળતા મળે એવી વાસના રાખે છે એટલે જ તેઓ માત્ર અનુવાદને જ લક્ષ્યમાં રાખીને સર્જન કરે છે. એ લોકોને બરાબર ખબર છે કે સફળતા પ્રાપ્ત કરવાનો આ શોર્ટકટ છે.આનું પરિણામ એ આવ્યું છે કે પશ્ચિમ બીજી ભાષાઓનું આલોચક બની ગયું છે. કવિઓ એ નથી સમજતા કે તમે તમારી જાતને પશ્ચિમમાં બદલી શકતા નથી." આ વાતચીતમાં યાંગ લિઆન જેવા બહુ મોટા ચીની કવિવર પોતાનું ધારદાર નિરીક્ષણ આપતા કહે છે તે ખાસ વાંચવા જેવું છે. "દરેક ચીજ અગાઉથી જ ચિહ્નિત છે. એની ઉપર લેબલ ચોંટાડેલું છે. કવિ જ્યારે એમ સમજે છે કે તે બહુ જ વિખ્યાત થઇ ગયા છે તેઓ એક ટ્રેડમાર્કની જેમ કોકાકોલા અને મેકડોનાલ્ડ જેમ પોતાની કવિતાનો ઉપયોગ કરે છે. તેઓ જે કાઈ વેચી રહ્યા છે તે યાતનાઓનો બનાવટી અનુભવ વેંચી રહ્યા છે. પશ્ચિમના સાહિત્યિક એજન્ટ કવિના બધા સોદાઓનું પ્રબધન કરે છે. ક્યારેક ક્યારેક એવું ફિલ થાય છે કે પશ્ચિમના એજન્ટો ચીનની યાતનાઓની સોદાબાજી કરવા લાગ્યા છે.આ સહુથી મોટી વિડંબના છે કે અરબી અને ચીની તેમ જ અન્ય દેશોની કવિતાનો કોઈ અવાજ નથી કારણકે એની યાતનાઓ પહેલેથી જ વેચાઈ ગઈ છે. યાંગ લિઆનની આ વાત સાથે સહમત થતા અડોનીસ એક બહુ મહત્વની વાત કરે છે તે ધ્યાનપૂર્વક વાંચવા જેવી છે. અડોનીસ કહે છે : " મેં પચાસ વર્ષ પહેલા લેબેનોન જતી વખતે સીરિયા છોડ્યું હતું એ વખતે ત્યાં ગૃહયુદ્ધ ચાલતું હતું પાણી અને વિજળી કાપી નાખવામાં આવી હતી એટલે ત્યાં જીવવું મુશ્કેલ બની ગયું હતું હું પેરિસ જતો રહ્યો આરબોનો સંસાર ફ્રાંસ અને અંગ્રેજી સંસ્કૃતિઓ થી પ્રભાવિત રહ્યો છે.. આજે હું ફ્રેંચ ભાષામાં નિબંધ લખી શકું છું અને ભાષણ પણ આપી શકું છું પણ કવિતા તો હું અરબીમાં જ લખું છું. ભાષા મારી માં છે. એક વ્યક્તિ માટે બે માં રાખવી સંભવ નથી અનેક પિતાઓ હોઈ શકે છે પણ માં તો એક જ હોય છે કેટલાક કવિઓ વિદેશી ભાષામાં કવિતા લખતા હોય છે તે બહુ ભયંકર છે ઈસ્લામ ધર્મનો ઈતિહાસ દોઢ હજાર વર્ષ જૂનો છે પંતુ અરબી ભાષા તો ઇસ્લામ ધર્મની સ્થાપના થઇ એ પહેલા પણ હતી જ. અલબત્ત કેટલાક શબ્દો બહુ જૂના થઇ ગયા છે અને બીજા નવા શબ્દોએ જન્મ લીધો છે. અભિવ્યક્તિની પ્રણાલિકાઓ બદલી ગઈ છે.સામ્યવાદની જેમ ઇસ્લામ ધર્મ પણ રાજકારણ અને અર્થશાસ્ત્ર સાથે સંબંધ રાખે છે પણ સરમુખત્યારો (તાનાશાહ )ની વાત કર્યા વિના આપણે ઇસ્લામની વાત કરી શકીએ નહિ. ઇસ્લામી તાનાશાહ અને રાજકારણના તાનાશાહ એક સરખું જ વિચારે છે " અરબી ભાષાના બહુ જ મોટા કવિ અડોનીસનું આ દર્શન છે અડોનીસ અરબી ભાષાના બહુ જ મોટા કવિ છે. સિરિયામાં જન્મેલા આ કવિ પ્રબળ ધર્મનિરપેક્ષ વલણ ધરાવે છે. આરબ પ્રજા અડોનીસને "કાફર પયગંબર " કહીને ઓળખે છે. અડોનીસે આધુનિક ક્રાંતિનું નેતૃત્વ કર્યું હતું જેનો પ્રભાવ અરબી કવિતાઓ ઉપર પડ્યો હતો અડોનીસ હમેશા કહેતા હતા કે " સૈનિક તાનાશાહી તમારા માનસને નિયંત્રિત કરશે પરંતુ ધાર્મિક તાનાશાહી તમારા મન અને શરીરને પણ નિયંત્રણમાં રાખશે અડોનીસે અત્યંત ગુસ્સાથી એક વિધાન કર્યું હતું " અમેરિકન સૈનિકો ઈરાકી શબો ઉપર પેશાબ કરતા, આ એ જ લોકો છે જે પોતાને આરબોને મુક્ત કરાવવા માટે ઈરાકમાં આવ્યા છે જેથી તેઓ જીવતા આરબો ઉપર પેશાબ કરી શકે " ( ગાર્ડિયન 27 જાન્યુઆરી 2012 ) સાહેબ , આપણે આવા કવિઓના ભાવવિશ્વથી બિલકુલ અજાણ્યા છીએ.એટલે આપણું ગુજરાતી સાહિત્ય જૂથવાદનો ભોગ બની ગયું છે. મને તો એવું ફિલ થાય છે કે બધા સર્જકો વધુ પડતા એડલ્ટ બની ગયા છે બાળકનું વિસ્મય ખોવાઈ ગયું છે જેનામાં બાળક હજી જીવે છે એનો ઉપહાસ થાય છે. છોકરું છે એમ કહી હસી કાઢે છે. દેખાવ એવો કરે કે અમને સત્ય મળી ગયું છે તમે શું ફાફા મારો છો ?અરે ભાઈ સાહેબો, સત્યને એમ તો લાગવા દો કે મને કોઈ શોધી રહ્યું છે ? અરબી ભાષાના એક બીજા કવિ આ જ વાત કરે છે તે અહીં સાથે વાંચવા જેવી છે આ કવિ નું નામ નિજાર કબ્બાની છે બહુ મોટા ગજાના કવિ છે એની કવિતા હવે વાંચો કવિતાનું શીર્ષક છે " એણે મને હજાર વાર ફાંસીએ લટકાવ્યો છે "
" દોસ્ત અને દુશ્મન મારા ઉપર ઈલ્ઝામ લગાવે છે કે હું શહરિયાર જેવો છું ( અરેબિયન નાઈટ્સમાં શહરિયારનું એક પાત્ર આવે છે એને એની પત્નીએ દગો દઈ દીધો છે એટલે શહરિયાર પાગલ થઇ ગયો છે ) અરે ભાઈ ઈલ્ઝામને એકઠા કરીને રાખવા જેમ જૂની ટપાલ ટીકીટો અને બાકસમાં દિવાસળીઓ હોય. ઈલ્ઝામને જૂની તસ્વીરોની જેમ દીવાલ પર ટાંગો એ લોકો કહે છે કે હું નાર્સિસીસ છું. ઈડિયટ છું. સેડીષ્ટ છું. જેમ છબી મધે એમ મારા ઉપર આરોપ માંધતા જ જાય છે જેથી તેઓ સાબિત કરી શકે કે તેઓ ભણેલા ગણેલા છે અને હું પથભ્રષ્ટ અભણ છું. મારી ગવાહીને કોઈ નહિ સાંભળે કારણકે ન્યાયાધીશ પક્ષપાતી છે બીજા સાક્ષીઓને લાંચ અપાઈ ગઈ છે. મને તો કેસ ચલાવ્યા વિના જ અપરાધી ઘોષિત કરી દીધો છે મારા બચપણને કોઈ સમજતું નથી. મારી માસુમીય્તને કોઈ સમજતું નથી. હું બરફની દિવાલોવાળા શહેરમાંથી આવું છું. મેં ક્યારેય ગુલાબનું ફૂલ ખરીદ્યું નથી કે નથી ખરીદી કોઈ શાયરીની કિતાબ હું કોઈ માફિયા નથી મને લેશમાત્ર એવી ઉમીદ નથી કે કોઈ ઇન્સાનને બેકસુર સાબિત કરવાની। હું બહુ જ ઊંચા અવાજે એ કહેવા માગું છું કે મેં શહરિયારનો માર્ગ પસંદ કર્યો નથી હું હત્યારો નથી. મેં ક્યારેય કોઈ છોકરી ઉપર તેજાબ નથી ફેંક્યો હું એક કવિ છું, જે બહુ ઊંચા અવાજે લખે છે, અને ઊંચા અવાજ ને પ્રેમ કરે છે હું એક નીલી આંખો વાળો બાળક છું. આ બાળકો વગરના શહેરના દરવાજે મને ફાંસીએ લટકાવી સેવામાં આવ્યો છે " નિજાર કબ્બાનીને એ વાતનું અહીં આશ્ચર્ય છે બાળકો વિનાના આ શહેરમાં મારી માસુમિયતને ક્યાં સંતાડવી ? 21 માર્ચ 1923 માં દમાંસ્ક્સમાં જન્મેલા આ કવિ ડીપ્લોમેટ કતા. સીરિયાના વિદેશ વિભાગમાં એમને અનેક દેશોમાં કોન્સલ જનરલ તરીકે સેવા આપી હપી હતી. સીરીયન કવિતાઓમાં નીજારની આગવી મુદ્રા છે.આ બધા સમર્થ કવિઓના ભાવવિશ્વને સમજવાની ખાસ ખાસ જરૂર છે બાકીતો લર્નર અને સ્કોલર વચ્ચે ઘણો તફાવત છે. લર્નર કાયમ ભૂલો જ શોધતો હોય છે અને સાચો સ્કોલર પોઝિટીવ દાર્શનિક હોય છે. તે અખિલાઈમાં જોતો હોય છે. આપણી પાસે લર્નરનો ટોળા છે પણ સાચા સ્કોલરો દુર્લભ છે. આજનો યુગ એવો છે કે કવિ કશું જ કરી શકે નહિ પરંતું બોલી તો શકે ને ? આપણે ત્યાં કોઈ બોલવા ટાણે બોલતું જ નથી " ન બોલ્યા માં નવગુણ "
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com