Made in India
https://akshitarak.wordpress.com/2015/03/11/daal-par-nu-pahelu-suman/
phoolchhab newspaper > navrash ni pal column > 11-03-2015
શક્યતાનાં દ્વાર ખુલ્લાં હોય તેથી શું
પહોંચવા ઇશ્વર સુધી નકશો બતાવી દે !
– મનહર ગોહિલ ‘સુમન’.
‘શિયાળો, ચોમાસું, ઉનાળો – કોઇ પણ ઋતુ હોય આ વરસાદ મૂઓ લોહી પી જાય છે. ટાઈમ – કટાઈમ જેવી કોઇ શિસ્ત જ નથી રહી એનામાં ! મન ફાવે ત્યારે વરસી પડવાનું. હજુ પરમ દિવસ આખો દિવસ ઉકળાટમાં વીત્યો હતો તો હું પાંચ કિલોનું મોટુંમસ તરબૂચ લઈ આવી અને બીજા દિવસે તો આ માવઠું. ઘરમાં કોઇ હવે એને અડશે પણ નહીં. શું, ક્યારે, કેટલું ખાવું કશું જ સમજ પડતી નથી. એમાં ઠેર ઠેર સ્વાઈન ફ્લૂનો કાળૉ કેર ને ડર બવર્તે છે !’
ત્રણ બર્નરના ગેસ પર એક બાજુ દાળ ઉકળતી હતી, બીજા બર્નર પર ફ્લાવર – બટેટાંનું શાક રંધાઈ રહ્યું હતું અને ત્રીજા બર્નર પર રોટલી સીઝી રહી હતી. એ બધી ગરમી કરતાં અનેક ઘણી ગરમી સ્વાતીના મનમાં ફેલાતી હતી. એ ગરમી હતી ટેન્શનની ! છેલ્લાં બે વર્ષથી ડહાપણની દાઢનો દુઃખાવો નજરઅંદાજ કરતી હતી પણ કાલે રાતે એ દુઃખાવાએ એને આખી રાત સૂવા નહતી દીધી અને ઉજાગરાએ એની કામ કરવાની સ્પીડ ઓછી કરી નાખીને મગજના વિચારોની સ્પીડ વધારી કાઢી હતી. વિચારોનું વાવાઝોડું મગજમાં અંધાધૂંધ ચાલી રહ્યું હતું.
એની નજર સામેથી છેલ્લાં બે વર્ષની ફિલ્મ પસાર થવા લાગી.
આજથી બે વર્ષ પહેલાં ડહાપણની દાઢ આવતી હતી ત્યારે એ ત્રાંસી હતી અને એના કારણે મોઢામાં છોલાતું હતું ,ખાવામાં ઘણી તકલીફ પડતી હતી. એણે યોગેશ – એના પતિને આ બાબતે વાત કરી હતી પણ એ એના કામમાં બીઝી હોવાથી એણે સાંભળ્યું – ના સાંભળ્યું કરી દીધું હતું. સ્વાતી શરીરે તંદુરસ્ત હતી. એને ક્યારેય તાવ સુધ્ધાં ના આવે. બે વર્ષના લગ્નજીવનમાં આ કદાચ એની પહેલી શારિરીક તકલીફ હતી અને એણે એવી આશા રાખી હતી કે યોગેશ એના પર ધ્યાન આપે, પોતે યોગેશની બિમારીમાં જેમ એનું ધ્યાન રાખે, વાતચીત કરે એવી રીતે એ પણ પોતાનું ધ્યાન રાખે. દરેક માનવીને એના પ્રિયપાત્ર પાસેથી હૂંફની અપેક્ષા તો હોય જ ને ?
બે મહિના વીતી ગયા, સ્વાતી થોડા થોડા દિવસે યોગેશને પોતાની દુખતી દાઢ વિશે યાદ કરાવે ને, ‘હા, આપણે ડોકટરને બતાવી દઈએ’ પર વાત પતી જાય. શબ્દોની સાંત્વના ક્રિયામાં પરિવર્તીત થવાનો સમય આવે એની રાહ જોવામાં ને જોવામાં સ્વાતી થાકી ગઈ હતી. એ દાઢના લીધે બીજા દાંતની તંદુરસ્તી પર પણ અસર થવા લાગી હતી.
‘જે થવું હોય એ થાય પણ યોગેશ સામેથી નહી બોલે ત્યાં સુધી હવે હું એક અક્ષર નહીં કહું. એ લઈ જશે તો જ ડોકટર પાસે જઈશ. આટલી કાળજી પણ ના રાખી શકે તો માણસો લગ્ન શું કામ કરતાં હશે ?’
મનોમન ચાલતા આ સંવાદોથી યોગેશ તો બેખબર એના કામકાજમાં વ્યસ્ત હતો. આ સમયગાળા દરમ્યાન યોગેશને હાઈપર એસીડીટી, સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ જેવી તકલીફોમાંથી પસાર થવું પડ્યું પણ એ પોતાના ટાઈમટેબલ વ્યવ્સ્થિત કરીને ડોકટરને રેગ્યુલર કનસલ્ટ કરીને એમાંથી તરત બહાર આવી જતો. એનું કામ ખોટકાય તો ઘરનું અર્થતંત્ર ખોરવાઇ જાય અને એ તો કોઇ કાળે ના પોસાય. પોતાની તબિયતની કાળજી માટે એનો સ્વાતી પાસે કોઇ જ આગ્રહ નહતો. હા, સ્વાતી પોતાની રીતે એની પ્રેમાળ કાળજી લેતી એ યોગેશને બહુ જ ગમતું પણ એ કાળજી માટે કોઇ દુરાગ્રહ નહતો સેવતો. સ્વાતી એના સ્વભાવથી મજબૂર. ઘરના કોઇ પણ સદસ્યને સહેજ પણ તકલીફમાં એ ના જોઇ શકે.
યોગેશ પોતે પોતાની બિમારીઓ અને ટેન્શનમાંથી જાતે બહાર આવવા ટેવાયેલો હતો એથી એને સ્વાતી એની પાસેથી શું અપેક્ષા રાખતી હૌય એવી સમજ જ નહતી પડતી અને સ્વાતી પોતાની અપેક્ષાઓની જાળમાં વધુ ને વધુ ઉલઝાતી જતી હતી. આજે તો દુઃખાવાના કારણે એનું મોઢું પણ નહતું ખૂલતું. શારીરીક તકલીફ કરતાં પ્રિય વ્યક્તિની ઉપેક્ષા એને વધુ દુઃખ પહોંચાડતી હતી, પણ એનો કોઇ ઉપાય નહતો. વિચારો ને વિચારોમાં જ સ્વાતીના હાથ પર ફુલીને ગોળ થઈ ગયેલી રોટલીની ઝાળ લાગી અને એની વિચારધારા તૂટી ગઈ.
‘ઉફ્ફ..’ મીન્ટવાળી ટૂથપેસ્ટ લઈને તરત જ એણે દાઝેલાં ભાગ પર લગાવી દીધી. હાશ, હવે ફોડલો નહીં પડે. ત્યાં જ સ્વાતીના મગજમાં ચમકારો થયો. જો એણે દાઢના દુઃખાવાની પણ સમયસર સારવાર કરાવી લીધી હોત તો આજે એના કારણે બીજા જે બે દાંત સડવા આવ્યાં છે એ તો બચી જાત ને ! આટલી વાત માટે યોગેશની રાહ જોઇને બેસી રહી એ કેટલી મોટી મૂર્ખામી કરી ! યોગેશને આ વાતોની સમજ જ નથી પડતી તો એને સમજાવવાનો શું ફાયદો ? પોતાની જાતની પોતે સંભાળ રાખવા જેટલી કેપેબલ તો છે જ ને ? જો એ આખા ઘરના સ્વાસ્થયની સારસંભાળ વ્યવસ્થિત રીતે લઈ શકતી હોય તો પોતાની જાત માટે આવી ઉદાસીન કેમ ? યોગેશ એની તકલીફ સમજશે અને એની સારવાર કરાવવા લઈ જશે ત્યાં સુધીમાં તો એ કદાચ સાવ બોખી થઈ જશે. તરત જ નિર્ણય લઈને એણે પોતાની સખી સુરાહીને ફોન કર્યો અને એના ડેન્ટીસ્ટનો નંબર લઈને એમને ફોન લગાવ્યો.
અનબીટેબલ ઃ રસ્તો કોઇ સુઝાડે, ચાલવું તો જાતે જ પડે !
-sneha patel
Comment
nice
રસ્તો કોઇ સુઝાડે, ચાલવું તો જાતે જ પડે ! Truth
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com