-વિનય ઘાસવાલા-------

 

તમે ક્યારેય કોઈ એવો માણસ જોયો છે જેને ક્યારેય કોઈની જરૂર પડી ન હોય? માણસને બધા વગર ચાલે પણ માણસ વગર ચાલતું નથી. સંબંધ અને સમાજ એ વાતનાં જીવતાંજાગતાં ઉદાહરણો છે કે માણસ એકબીજા સાથે જોડાયેલા છે. માણસ થોડા દિવસો એકલો રહી શકે પણ કાયમ એકલો રહી શકતો નથી. માણસને સતત કોઈક જોઈતું હોય છે. કોઈ સાથે વાત કરવી હોય છે. કોઈ પાસે વ્યક્ત થવું હોય છે. ક્યારેક રડવા માટે કોઈના ખભાની જરૂર પડે છે. હસવા માટે ચહેરાઓ જોઈએ છે. દાદ માટે તાળીઓની જરૂર પડે છે. માણસ પડઘા સહન કરી શકતો નથી. માણસને પ્રતિસાદ જોઈએ છે. પડઘા એવી જ જગ્યાએ પડતાં હોય છે, જે ઇમારત ખાલી હોય છે. લોકો હોય ત્યાં પડઘા હોતા નથી, કોલાહલ હોય છે.

શાંતિ પણ એક હદથી વધુ સહન થતી નથી. શાંતિનું મહત્ત્વ એટલા માટે છે, કારણ કે બધે અશાંતિ છે. આપણી પાસે જે ન હોય એ આપણે શોધતા રહીએ છીએ. વિચાર કરો કે આપણી પાસે કોઈ માણસ જ ન હોય તો? ક્યાં જવું? કોને મળવું? તૈયાર પણ કોના માટે થવું? સીન મારવા અને ઇમ્પ્રેશન જમાવવા પણ માણસની જરૂર પડે છે. આ માણસની આપણને માણસ જેટલી પણ કદર હોય છે?સંબંધો સુખનો પર્યાય હોય છે. વર્ચ્યુઅલ વર્લ્ડ અને સોશિયલ મીડિયા પણ સંબંધોનું જ એક હાઇટેક પરિણામ છે. માણસ સ્ટેટસ અપડેટ કર્યા કરે છે. મેં આમ કર્યું. મેં આ જોયું. મેં આવું કંઈક ફીલ કર્યું. એકેય લાઇક્સ કે કોમેન્ટ મળવાની ન હોય તો કયો માણસ પોતાનું સ્ટેટસ અપડેટ કરે? કોઈને કંઈ ફેર પડતો ન હોય ત્યારે કંઈ કરવાનો પણ કોઈ મતલબ રહેતો હોતો નથી. રિસ્પોન્સ વગરના રિલેશન વધુ અઘરા બની જતાં હોય છે. ગમે એવો મોટો કાર્યક્રમ હોય અને ઓડિયન્સમાં કોઈ ન હોય તો? માનો કે ઓડિયન્સ પણ હોય, પરંતુ એમાંથી એકેય ઓળખતો ન હોય તો? કોઈ રિસેપ્શનમાં જઈએ અને કોઈ જાણીતું ન હોય ત્યારે માણસને બધાની વચ્ચે પણ સાવ એકલું લાગતું હોય છે. માણસ હોટલમાં એકલો જમવા કે મલ્ટિપ્લેક્સમાં એકલો મૂવિ જોવા પણ જઈ શકતો નથી. માણસ વગર માણસને ન ચાલે. કેવું છે, તોપણ માણસ માણસની કદર કરી શકતો નથી. માણસને સૌથી મોટી ઝંખના માણસની હોય છે.
ઘરમાં કોઈ ન હોય ત્યારે ઘર પણ ખાવા દોડતું હોય છે. એક માણસ પોતાની બોટ લઈને દરિયામાં ફરવા નીકળ્યો. દરિયામાં તોફાન આવ્યું. બોટ ફંગોળાતી ફંગોળાતી દૂર સુધી પહોંચી ગઈ. એક ભયંકર મોજું આવ્યું અને બોટ ઊંધી વળી ગઈ. એ માણસને તરતાં આવડતું હતું. તરતાં તરતાં એ એક કિનારે જઈ પહોંચ્યો. તેને ખબર પડી કે આ તો એક નાનકડો ટાપુ છે. ટાપુ પર એ ગયો. એક સરસ મજાનો મહેલ હતો. મહેલમાં તમામ પ્રકારની સુવિધા હતી. ખાવા-પીવાની કોઈ કમી ન હતી. એ માણસને હાશ થઈ. તાજોમાજો થઈ એ ટાપુ પર ફરવા ગયો. થોડી વાર તો મજા આવી પણ પછી તેને ખબર પડી કે આ ટાપુ ઉપર તો એકેય માણસ નથી રહેતો! માણસ વગર માણસ દિવસેય ગભરાઈ જાય! અહીં તો કોઈ નથી! હવે શું કરવું? એકલો એકલો એ માણસ ગાંડા જેવો થઈ ગયો. એક રાતે એ સૂતો ત્યારે એણે ભગવાનને પ્રાર્થના કરી કે, હે ઈશ્વર, કમ સે કમ આજે મને એવું સપનું આપજે જેમાં મને કોઈ માણસ દેખાય! એકલું રહેવું અઘરું છે કે અશક્ય, એ ઘણી વાર નક્કી થઈ શકતું નથી. રાતે સપનામાં એને એક માણસ દેખાયો. માણસને જોતાંવેંત જ એ તેને વળગી પડયો. એ માણસે એને દૂર હડસેલ્યો કે તરત જ એની ઊંઘ ઊડી ગઈ! એનાથી બોલાઈ ગયું કે મારી સાથે કંઈક વાત તો કરવી હતી! એટલિસ્ટ મારી સાથે ઝઘડવું હતું! સાવ આવી રીતે મને એકલો પાડી દેવાનો?
માણસને સુખમાં માણસની વધારે જરૂર પડે છે કે દુઃખમાં? માત્ર સુખ કે દુઃખમાં જ નહીં, દરેક સ્થિતિમાં માણસને માણસની જરૂર પડે છે. આપણે દુઃખની ઘડીએ પહોંચી જતાં હોઈએ છીએ પણ સુખનું શું? સુખમાં તમને કોણ સાંભરે છે? એક દીકરીએ એને ગમતા યુવાન સાથે લવમેરેજ કર્યા. ઘરના લોકો નારાજ હતા. દીકરી સાથે સંબંધો કાપી નાખ્યા. હવે તારી સાથે અમારે કોઈ સંબંધ નથી. તું તારા રસ્તે, અમે અમારા રસ્તે. સમય જતો ગયો. દીકરી પપ્પાની લાડકી હતી. પપ્પા યાદ આવતાં હતા પણ સામેથી કોઈ પ્રતિસાદ મળતો ન હતો. દીકરીએ એક દીકરીને જન્મ આપ્યો. ઘરે ખબર મોકલ્યા તોપણ કોઈ જવાબ ન મળ્યો. દીકરી પાંચ વર્ષની થઈ ગઈ. પિયરમાંથી પ્રેમનું કોઈ ઝરણું ન વહ્યું. અચાનક એ નાની દીકરી બીમાર પડી. ખૂબ સારવાર છતાં એને બચાવી ન શકાઈ. દીકરી અવસાન પામી. પિતાને ખબર પડી કે દીકરીની દીકરીનું અવસાન થયું છે. આખરે એનાથી ન રહેવાયું. પિતા દીકરીના ઘરે ગયા. નાનકડી બેબીનું ડેડબોડી પડયું હતું. પિતાએ કહ્યું કે બેટા, તારી દુઃખની આ ઘડીમાં હું તારી સાથે છું. દીકરી ધ્રૂસકે ધ્રૂસકે રડતાં રડતાં બોલી કે પપ્પા સુખના સમયે તમે ક્યાં હતા? દીકરીનું ડેડબોડી હાથમાં આપીને કહ્યું કે આને જ્યારે હું નાના... નાના... બોલાવતી હતી ત્યારે એ એવું સરસ કાલું કાલું બોલતી હતી, મારી આંખો ભીની થઈ જતી કે નાના હોય તો કેવા ખુશ થાય. એ દીકરીને કહેવા લાગી કે બોલ તો, નાના... એ હવે બોલતી ન હતી! જુઓ, આજે એ કંઈ નથી બોલતી! એ બોલતી હતી ત્યારે તમે કેમ ન આવ્યા? એ બોલતી હતી ત્યારે પણ આંખો ભીની થઈ જતી હતી અને આજે પણ આંખો ભીની છે. પપ્પા, તમે ત્યારે હોતને તો... એ પછી દીકરી કંઈ ન બોલી શકી. આંસુના મતલબ પણ દરેક ક્ષણે અલગ અલગ હોય છે. કંઈ તકલીફ પડે તો હું બેઠો છું. એવું કહેવાવાળા તો ઘણાં હોય છે પણ તકલીફ ન હોય ત્યારે ન હોય તો વધુ તકલીફ પડતી હોય છે!
તું ત્યારે હોત તો તને ખબર પડત કે અમે બધાએ કેવું એન્જોય કર્યું હતું! આવું કોઈ કહે ત્યારે તમને એવું થાય છે કે તમે થોડુંક સુખ ગુમાવ્યું? દુઃખની ક્ષણોમાં જ નહીં, સુખની પળોમાં પણ સાથે હોવામાં સંબંધની સાર્થકતા છે. તમે દુઃખ વખતે તો હોવ છો પણ સુખ વખતે તમે ક્યારેય એવો મેસેજ કર્યો છે કે સુખની આ પળમાં હું તારી સાથે છું? સંવેદનાઓ દરેક સ્થિતિમાં સજીવન રહેવી જોઈએ. કોઈ એક ઘટના કે એક પ્રસંગ માટે સજીવન થાય એ સંવેદના અધૂરી હોય છે. 'વાહ' માં જેટલી સંવેદનાઓ ખીલે એટલી જ સંવેદના 'આહ'માં ઊઘડવી જોઈએ. સંવેદનાઓ 'કંટ્રોલ્ડ' ન હોય, સંવેદનાઓ તો અવિરત હોય. સતત વહેતી રહે એ જ સાચી સંવેદના. તમારી વ્યક્તિને સુખમાં પણ તમારી જરૂર હોય છે. પોતાની વ્યક્તિની પડખે ક્યારે ઊભું રહેવું એ નક્કી ન કરો, પોતાની વ્યક્તિને હંમેશાં એવું પ્રતીત થાય કે તમે દરેક સમયે તેની પડખે જ છો એ જ સાચો પ્રેમ, એ જ સાચો સ્નેહ અને એ જ સાચો સંબંધ!
 

છેલ્લો સીન:

Views: 116

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service