'' પંખી પર ફેંકેલો પથ્થર જયારે હૃદયને વાગે ત્યારે બની શકાય કલાપી - ડૉ હર્ષદેવ માધવ '' પરમ આદરણીય કવિરાજ શ્રી,અનિલભાઈ રાજવી કવિ કલાપીની 141-મી જન્મજયંતી મહોત્સવ તા: 24,25,26, જાન્યુઆરીએ બહુ આનંદપૂર્વક…

'' પંખી પર ફેંકેલો પથ્થર જયારે હૃદયને વાગે ત્યારે બની શકાય કલાપી - ડૉ હર્ષદેવ માધવ ''

પરમ આદરણીય કવિરાજ શ્રી,અનિલભાઈ
રાજવી કવિ કલાપીની 141-મી જન્મજયંતી મહોત્સવ તા: 24,25,26, જાન્યુઆરીએ બહુ આનંદપૂર્વક લાઠીમાં ઉજવાઈ ગયો, શ્રી,ગુજરાતી સાહિત્ય અકાદમી - ગાંધીનગર શ્રી, આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી, કલાપી તીર્થ સંગ્રહાલય - લાઠી દ્વારા આયોજિત પંચામૃત કાર્યક્રમની શુભ શરૂઆત નેક નામદાર ઠાકોર સાહેબ શ્રી, કીર્તિકુમારસિંહજી ગોહિલના વરદ હસ્તે દીપપ્રાગટ્ય કરીને કાર્યક્રમની શુભ શરૂઆત થઇ,

આ વર્ષથી રાજવી કવિ કલાપીની સ્મૃતિમાં રાજવી કવિ કલાપી એવોર્ડ આપવાનું શરુ થયું અને પ્રથમ એવોર્ડ, કવિશ્રી હર્ષદ ચંદારાણાંને તેમજ નાટ્યકાર શ્રી કાંતિ મડિયાની સ્મૃતિમાં કાંતિ મડિયા કલા-એવોર્ડ વરિષ્ઠ ચરિત્ર અભિનેતા શ્રી, શ્રીકાંત સોનીને લાઠીના ભામાશા અને હીરા-ઉદ્યોગપતિ શ્રી, મનજીભાઈ ધોળકિયાના શુભ હસ્તે એનાયત કરવામાં આવ્યો,

શ્રી, હર્ષદભાઈ ચંદારણાએ એવોર્ડની રાશી રૂ/-11,000 ની રકમ માં પોતાના તરફથી રૂ/-10,000 ઉમેરીને આયોજક શ્રી, આરધના ચેરીટેબલ ટ્રસ્ટને રૂ/-21000ની રકમ ભેટ આપી ટ્રસ્ટની પ્રવૃતિને અને આયોજકોને બિરદાવ્યા હતા

તેમજ હિન્દી ત્રી-માસિક વિશ્વાંજલિ મેગેજીનનું લોકાર્પણ શેઠ શ્રી, મનજીભાઈ ધોળકિયાએ કર્યું મેગેજીનના તંત્રીશ્રી, સુશીલ ઓઝાએ જણાવ્યું હતુ કે ગુજરાતના લોકપ્રિય કવિના જીવન કવન પર શ્રી, રાજેશ પટેલ દ્વારા લખાયેલા અભ્યાસ પૂર્ણ આર્ટીકલ દ્વારા હિન્દી ભાષી સાહિત્યપ્રેમીઓને કવિ કલાપીની પરિચય થશે અને કલાપીનું સાહિત્ય રાષ્ટ્રીય કક્ષાએ પહોચશે, તેમણે બહુ સરસ પ્રયાસ કરીને અંક પ્રગટ કર્યો છે.

અને લાઠીમાં શ્રી, કલાપીતીર્થ સંગ્રહાલયના સ્વપ્નદ્રષ્ટા અને કવિ શ્રી, પી.કે.ગઢવીસાહેબ તેમજ તીર્થના મુખ્યદાતા શ્રી મનજીભાઈ ધોળકિયાનું સમસ્ત લાઠીના નગરજનો વતી ઠાકોરસાહેબ શ્રી, કીર્તિકુમારસિંહજીના વરદ હસ્તે વિશિષ્ઠ સન્માન કરવામાં આવ્યું અને ઋણસ્વીકાર કરવામાં આવ્યો !!

ડો.ધનવંત શાહ લિખિત, રાજેશ પટેલ નિર્મિત સુરેશ જોશીના સંગીત સાથે વનરાજ ખસિયા દિગ્દર્શિત,અભિનીત '' રાજવી કવિ કલાપી '' નાટકનું મંચન થયું વિશાલ આકાશ નીચે 6000 - આસપાસની જનમેદની વચ્ચે લાઠીના આ રાજવીને ફરી જીવંત જોવાનો લ્હાવો મુખ્ય મહેમાન શ્રી, જનકકુમારસિંહજી ગોહિલ શ્રી,મહેન્દ્રસિંહજી ગોહિલ,રાજકુમારી શ્રી,ચંચલાબા તેમજ રાજવી પરિવાર અને શ્રી, ભરતભાઈ ડેર, પ્રો.ગુણવંતભાઈ વ્યાસ શ્રી, ભરતભાઈ એચ ડેર, શ્રી, દિનેશભાઈ ભૂવા, શ્રી, જીતુભાઈ ડેર,શ્રી, ભરતભાઈ બસિયા,શ્રી,વલ્લભભાઈ રીબડીયા શાયર, ડૉ મનોજ જોશી તેમજ અનેક નામી અનામી મહાનુભાવોએ લીધો નાટકની ખુબ ખુબ પ્રશંસા કરી, અને કલાપીજીને યાદ કર્યા

રાજવી કવિ કલાપીનું સમગ્ર જીવન વૃતાંત મુંબઈના વરિષ્ઠ પત્રકાર શ્રી, કિશોર વ્યાસ રચિત '' યાદી ઝરે છે આપની '' નવલકથાનું વિમોચન કલાપીના પ્ર-પોત્ર અને હાલના ઠાકોરસાહેબ શ્રી, કીર્તિકુમારસિંહજીના વરદ હસ્તે કરવામાં આવ્યું એકદમ સરળ,અને રસાળ શૈલીમાં આલેખાયેલી આ નવલકથા કલાપીના લાખો ચાહકોને બહુ આનંદ અને તેમના જીવન વિષે સાચી સમજ આપશે કોઈ કવિના જીવન પર લખાયેલી આવી સુંદર નવલકથા વિષે સોશિયલ મીડિયા પર બહુ ઇન્તેઝાર અને ઉત્કંઠા હતી,

આ નવતર પ્રયોગને બહોળો આવકાર મળશે જ અને ગુજરાતી સાહિત્યમાં ચોક્કસ સિમાચિહ્ન બનશે આ નવલકથાના વિમોચન પ્રસંગે શ્રી, હંસાબેન વ્યાસ, અભિનેત્રી શ્રી, કેયુરી શાહે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અને શ્રી,રાજેશ પટેલે કિશોરભાઈની સર્જન પ્રક્રિયા વિષે સુંદર છણાવટ કરી હતી તેમજ, શ્રી કિશોરભાઈ વ્યાસે પોતાનો કલાપી પરિવાર સાથેનો પારિવારિક નાતો અને ઐતિહાસિક આધારભૂત માહિતી સાથે કલાપીને પ્રસ્તુત કરીને પોતાના દાદાશ્રી, જીવરામ નથુભાઈ વ્યાસનું ( રમાબાના અંગત કામદાર ) તર્પણ કર્યાનો ભાવ પ્રગટ કર્યો હતો.

કવિશ્રી,પ્રવીણ ગઢવીના પ્રમુખસ્થાને એક શામ કલાપીને નામ કવિ સંમેલનનું સુંદર આયોજન થયું તેમાં સર્વશ્રી, હર્ષદ ચંદારાણા, શ્રી મનોહર ત્રિવેદી, પ્રણવ પંડ્યા, સ્નેહલ જોશી, ભરત વિંઝુડા, દિલીપ વ્યાસ મહેન્દ્ર જોશી, સ્નેહી પરમાર અને બીજા કવિઓએ સુંદર કેકારવ જેવું કાવ્યગાન કરી લાઠીના સાહિત્ય પ્રેમી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા શ્રી,પરેશ મહેતાનું લાજવાબ સંચાલન એક યાદગાર સંભારણું બની રહયુ !!

લાઠીના હાઇસ્કુલ અને કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ માટે કલાપીક્વીઝ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 50-વિદ્યાર્થીઓ સહભાગી થયા કલાપીના જીવનકવન વિવિધ પ્રશ્નોના સચોટ ઉતર આપી વિદ્યાર્થીઓ એ પોતાનો કલાપી - પ્રેમ પ્રદર્શિત કર્યો તેમને સૌને યાદગાર મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે લાઠીના રાજકુમારી અને કાગલ-સ્ટેટ મહારાષ્ટ્રના રાણી સાહેબ શ્રી,ચંચલાબા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી

કલાપી તીર્થ સંગ્રહાલયમાં કલાપીની મૂર્તિને પુષ્પાંજલિ અર્પણ કરીને કલાપી વંદના કરી કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી

આ પ્રસંગે કલાપી જન્મ જયંતી નિધિ ની સ્થાપના કરવામાં આવી હતી જમા રકમના વ્યાજમાંથી દર વર્ષે લાઠીમાં આવા સુંદર આયોજનો નિયમિત થયા કરે તે માટે શેઠ શ્રી,મનજીભાઈ ધોળકિયાએ માતબર રકમ લખાવીને શુભ શરૂઆત કરાવી છે તેમજ તેમજ શ્રી,વલ્લભભાઈ રીબડીયા શાયર, ઠાકોરસાહેબ શ્રી કીર્તિકુમારસિંહજી તેમજ રાજકુમારીઓ શ્રી, પ્રીયાબા અને સંયુક્તાબા તેમજ અન્ય મહાનુભાવોએ સહભાગી થઇ અનુદાન આપ્યું છે, આપ સૌ મિત્રોને પણ આ યોજનામાં સહભાગી થવાની અપીલ શ્રી, આરાધના ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી,ઇતેશ મહેતાએ કરી હતી

શ્રી,ગુજરાતી સાહિત્ય અકાદમી - ગાંધીનગર શ્રી, કલાપી તીર્થ સંગ્રહાલય અને,શ્રી આરાધના ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ઇતેશ મહેતાએ સૌ સાથી કાર્યકર મિત્રો તેમજ દાતાશ્રીઓ નો આભાર માન્યો હતો, અહેવાલ - રાજેશ પટેલ

ગઝલની દિવેટે મળે છે કલાપી,સતત તેલ રૂપે બળે છે કલાપી,ભૂમિ તેજ્વંતી આ કલાપીનગરની અખંડ દિપ થઇ ઝળહળે છે કલાપી - શ્રી, હર્ષદ ચંદારાણા

નીચેની લીંક માંથી કાર્યક્રમના બધાજ ફોટો આપ જોઈ શકશો :-
https://www.facebook.com/media/set/?set=a.685023271618298.107374183...

ખુબ ખુબ આભાર સાથે આપનો સ્નેહાધીન : રાજેશ પટેલ

Views: 161

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service