Made in India
‘બધિર’ અમદાવાદી
ધીંગાણાનો બૂંગિયો વાગે અને શુરાઓને શૂર ચડે એમ અમિતાભ બચ્ચનની કંપનીએ ગુજરાતી ફિલ્મ બનાવવાનો ઈરાદો જાહેર કર્યો ને અમારા બચ્ચન પ્રેમી બચ્ચુભા ઉર્ફે બચ્ચનસિંહ બાપુને એકદમ જ એક્ટિંગનું શુર ચડી ગયું! પહેલાં તો એ એમના કેડિયું, ચોયણી અને ભેટીયું ડ્રાય-ક્લીન કરાવવા આપી આવ્યા. પછી અમિતાભની જુદી જુદી ફિલ્મના ડાયલોગ ભેગા કરીને એક ફિલ્મ લખી નાખી અને એમના ચાકર મેરામણની સાથે અમિતાભના ડાયલોગ પર રીહર્સલો પણ ચાલુ કરી દીધા! આ બધું સ્ક્રીન પર આવશે ત્યારે તો જોવા- સાંભળવા મળશે જ પણ એ પહેલાં એની એક ઈન્ની -મિન્ની ઝલક પેશે ખિદમત હૈ....
ફિલ્મ: ચારસોની ચોયણીને નવસોનું નાડું, હાલ ગોરી તને ગરબે રમાડું!
કથા, પટકથા, સંવાદ: બચ્ચન સિંહ બાપુ!
(બચ્ચુભા એ કયો ડાયલોગ ક્યાંથી તફડાવ્યો છે એ ખબર પડે એ માટે અસલ ડાયલોગ અહીં સાથે રાખ્યા છે)
· અઇસે તો આદમી લાઈફ મેં દો હી ચ ટાઈમ ભાગતા હૈ, ઓલિમ્પિકકા રેસ હો યા પુલીસકા કેસ હો – અમર અકબર એન્થની.
“મેરામણ, જીવતરમાં માણહને બે જ કારણથી ભાગવું પડે – કુદરતનો કોલ હોય કે બાયડીનો મિસ-કોલ હોય”!
· હમ જહાં ખડે હોતે હૈ, લાઈન વહી સે શુરુ હોતી હૈ – કાલીયા.
“મેરામણ, બાપુ લેનમાં હઉથી આગળ્ય અને હંધાય ઈમની પાછળ્ય હોય સે ઈમ અમથું નથ થાતું! ભળકડે જાણ ભોજીયો ભ’ઈયેય ન હોય તાણ બાપુ આઈ ન લેનમાં પેલ્લા ઉભા ર’ઈ જાય સે”!
· ડોન જખમી હૈ તો ક્યા, ડોન ફિરભી ડોન હૈ – ડોન.
“મેરામણ, બાપુ છોલાણા છે, મરાણા નથ! રોવાનું બંધ કર્ય”.
· ડોનકા ઇન્તજાર તો ગ્યારહ મુલ્કકી પુલીસ કર રહી હૈ – ડોન.
“અગિયાર અગિયાર ગામના લેણિયાત બાપુનું પગેરું દાબે સે મેરામણ, ભાગવા માટે ભુંઈ હુંહરું ભોયરું ગોતવું પડશે”!
· ડોન કો પકડના મુશ્કિલ હી નહિ નામુમકીન હૈ – ડોન.
“મેરામણ, ઈમ બાપુ આઉટ થાય એમ નથ, આતો ઓલ્યા સપઈડા ‘ટેમ્પ્લીસ’માં આઉટ કરી જાય સે”!
· ખુશ તો બહોત હોંગે તુમ! જો આજ તક તુમ્હારે મંદિરકી સીડીયા તક નહિ ચડા વો આજ તુહારે સામને હાથ ફૈલાયે ખડા હૈ! – દિવાર.
“મોજ કર મેનેજર, જે માણહ પાંચ-પાંચ વરહથી તારા પહેલવાનોના હાથમાં નથ આવ્યો ઈ આજ લોનનો હપ્તો રોકડમાં ભરવા આઈવો સે! મોજ કર તું આજ”!
· અમાં મીલા લો હાથ, સિકંદરને જિંદગીમે બહોત કમ લોગો સે હાથ મિલાયા હૈ – મુકદ્દર કા સિકંદર.
“મેરામણ, આભડી જાય ઈ એરુ કહેવાય અને ભાઈબંધને ભેરવે ઈ ભેરુ કહેવાય. બાપુને ભેરુ ઓછા ને એરુ ઝાઝા છે... આવ ભેરુડા, ભેટી પડ”!
· અગર કીસીને હિલને કી કોશિશ કી તો ભુન કે રખદૂંગા – શોલે.
“આ ગધનાવ ને ભડાકે દેવાની ધમકી તો દઈ દીધી, પણ આ બેનાળીની બે ગોળિયુંથી બાવી જણા ને ઢાળું ક્યમનો”?
· તુમ્હારા નામ ક્યા હૈ બસંતી – શોલે.
“શું નામ રાઈખા સે સતી”?
· મૂછે હો તો નથ્થુલાલ જૈસી વરના ન હો – શરાબી.
“મૂછોના માંડવાતો મરદના મોઢે શોભે રાણી, ઘૂમટો તાણો તમારી મુશ્યું દેખાય સે”!
· જીગરકા દર્દ કહીં ઉપર સે માલુમ હોતા હૈ? – શરાબી.
“મેરામણ, દલડાના દર્દની તપાશ્યના રૂપિયા આંઠસે થાય સે મારા વાલા”!
· ન મૌત આતી હૈ ના તુમ આતી હો લેકિન જોહરાબાઈ તુમ બહોત અચ્છા ગાતી હો – મુકદ્દર કા સિકંદર.
“મેરામણ, આ જોહરા બાયે ગીત ગાયું કે ગાળ્યું કાઢી ઈ ગધની ખબર્ય નો પડી, પણ બોવ મજો આવી ગ્યો”!
· જબતક બૈઠને કો કહા ન જાયે શરાફત સે ખડે રહો – જંજીર.
“જોઇ ને બેહજે કોડા, ખુરશીનો ટાંગો તૂટલો સે...”
· આજ ભી મૈ ફેંકે હુએ પૈસે નહિ ઉઠાતા – દિવાર
“મેરામણ, રામ કે ભૂત”?
----x-----x-----
Read Article on divyabhaskar.com
Comment
વાહ બધીર ભાઇ મજા આવિ ગઇ.....
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com