Made in India
બસ મારે યાદ રાખવુ છે કે અત્યારે મારા મા હુ જ છુ. અરિસાની સામે હુ જોવ તો મને હુ જ દેખાવ. અને રોડ પર ચાલતો હોવ તો હુ મને જ યાદ કરુ. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ …? આ દુનિયા મા એક કરતા વધારે પ્રોબ્લેમ્સ હોય જ નહિ અને એ પ્રોબ્લેમ પોતાને ભુલવાની જ છે. જ્યારે માણસ પોતાની જાતને ભુલી જાય છે, ત્યારે એને બધી જ પ્રોબ્લેમ્સ થતી હોય છે. વી હેવ ટુ ઇમેજીન વી આર ગોડ. ધેર ઇઝ નો ગોડ, ઓર એવરી હ્યુમન ઇઝ ગોડ. જાતને ભુલી જવી એટલે એક્ઝામ નુ વાંચતી વખતે યાદ ના રહેવુ, જાત ને ભુલવી એટલે પોતાનુ મન ગમતુ કામ કરીને બીજા કામોમા અટવાવુ, જાત ને ભુલવી એટલે રડવુ નહિ…… પણ જાતને ભુલવી એટલે એવુ હસવુ કે જે બીજા માણસો જોવે એટલે આપણો ચહેરો એને અજીબ લાગે અને એ આપણા હાસ્ય પર ભદ્દુ હસે, જાતને ભુલવી એટલે કોઇ આપણાથી સારુ કામ કરતુ હોય ત્યારે જલન થવી.
જાતને ભુલવી એટલે ભીડ મા જવુ, એકાંત એ તો જાતને શોધવાનો મેળો હોય છે, એકાંત ત્યારે જ તમને અકળાવે જ્યારે તમે પોતાને ભુલ્યા હોવ, બાકી એકાંત ઇશ્વર ને પામવાનુ અને પોતાના માટે ઇશ્વર બનવાનુ પરફેક્ટ સ્થળ છે. એકાંત તો આંખો ભરી ભરી ને પીવુ જોઇએ કારણ કે એકાંત ક્યારેય એકલુ મહેસુસ થવા દેતુ નથી. પણ એકાંત ને આપણે ત્યાં અંધારાની ઉપમા આપવામા આવી છે, એકાંત શબ્દ આવે એટલે બધાની સામે એક અંધારી ઓરડી જ આવે, ખરેખર તો એકાંત એટલે અંજવાળુ જ્યા બધા જવાબ મળતા હોય છે, પણ એકાંત મા એકલા પડી રહેવુ પણ મુશ્કેલ હોય છે. એકાંત મા જો જાત ભુલી ગયેલા હોઇએ તો ઘણા બધા હુમલા થતા હોય છે, પહેલો હુમલો તો કામદેવ નો હોય… તો ક્યાર્રેક કોઇ ની યાદો ના માથાના દુખાવો, ક્યારેક ગાંડપણ પણ લાવી શકે એવા અણધાર્યા અટેક્સ આવતા હોય છે. પણ એ ત્યારેજ બની શકે કે જ્યારે તમે કઇક ભુલ્યા હોવ, કે આપણે કોણ છીએ..?
અહિ નામ ની વાત છે જ નહિ, અહિ પોતાની અંદર ની તાકાત જે આપણી આત્મા સાથે જોડાયેલી છે એની વાત છે. કારણ કે અહિ એવા ઘણા લંગરીયા હોય છે એ એમ કહીને હાલતા થતા હોય છે કે મારુ નામ તો હુ ભુલ્યો નથી, હુ તો ફલાણો ઢીકડો છુ. આપણી જાત આપણા થી ઘણી જ નજીક હોય છે, એ ક્યારેક થોડીક થોડીક ક્ષણો માટે આપણ ને ટ્રેઇલર બતાવી ને ચાલી જતી હોય છે. પણ પુરેપુર મુવી રીલીઝ એજ થવા દેતી નથી. પણ હા આ મોમેન્ટસ કોઇ મુશ્કેલ પરિસ્થિતિ મા જ આવતી હોય છે, જ્યારે આંસુઓ સથવારો આપવા આવે ત્યારે જ કદાચ જાત પણ સથવારો આપવા આવતી હોય છે. પણ આપણે….? હા આપણે જ ક્ષણભંગુર… જે એક રીતે સારી વાત અને એક રીતે બવ દુખદ વાત છે. દુખની વાત લખવી તો મને પણ ઓછી ગમે છે. પણ કદાચ આંસુ તો ઘણા ને ગમતા જ હોય છે. કારણ કે એ સુખ અને દુખ બન્ને વખતે કામ લાગે છે. પણ અંદર જે ફીલીન્ગ્સ હોય એને તમે ક્યાં ઉકરડે નાખવા જશો.. એ તો દુખમા ભયંકર જ લાગશે… અને એ થશે ત્યારે રીવર્સીબલ વાક્ય જ કહી શકાય, કાંતો આપણે જાત ભુલ્યા છે એટલે આવુ થાય છે. અને આવુ થાય છે એટલે આપણ એ માનવુ કે આપણે જાતને ભુલ્યા છીએ.
અંતે ફરી ફરી ને તો આ જાત પાસે જ આવવાનુ હોય છે. આપણે અહિ શામાટે છીએ તો એમ કહી શકાય કે આપણે બધાને એક જ વસ્તુ જીંદગી મા જોઇએ એ છે હેપ્પીનેસ પણ એ કેવી રીતે આવશે. એ બીજા મા ડુબી જઇને તો નહિ જ આવે, કોઇને યાદ કરીને આવી શકે. આ ક્ષણભંગુર હેપ્પીનેસ જીવી લેવી જોઇએ. બટ વ્હાય આર વી હીઅર… વી આર હીઅર ટુ એન્જોય એવરીથીંગ ધેન વી હેવ ટુ ડુ ધેટ થીંગ્સ ધેટ ગીવ અસ ગોર્જીયસ મોમેન્ટસ…. ત્યારેજ ખુશીયો ના વાદળ ઉપર ચડીને વરસશે.. હા આપણે દુવા કરવી હોય તો એક જ વસ્તુ ની કરવી જોઇએ કે મને એવા મોકા મળે કે હુ મારુ મનગમતુ કામ કરી શકુ, અને સાથે એવુ સતબુધ્ધી પણ મળે કે હુ એ મોકા ને જડપી શકુ. કારણ કે મોકા ક્યારેક મળતા હોવા છતા એ દેખાતા નથી.
બટ વ્હાય આર વી હીઅર… આપણે અહિ કેમ અને શામાટે…? ઇશ્વર ને ગોતવા માટે અને એને પામવા માટે નહિ, એ ડેસ્ટીનેશન નથી… એ રસ્તા મા આવતુ પાણીનુ પરબ છે, જ્યા આપણે પાણી પીને, ટાઢા છાંયડે બેસીને થાકોડો ઉતારવાનો છે, ડેસ્ટીનેશન આપણી પોતાની જાત જ છે, જે આપણી સાથે જ છે, છતા આપણે એને ભુલ્યા છીએ…….
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com