Made in India
તું એટલે સાવ અમસ્તી અમસ્તી ઘટી ગયેલી કોઈ રસપ્રદ ઘટના.....
તું એટલે મારી ઇચ્છાઓ પૂરી કરતો ખરતો તારો...
તું એટલે ત્રિકોણનો પેલો ચોથો ખૂણો.....
તું એટલે વહેતા આંસુંને પોંછવા લંબાતો હાથ...
તું એટલે મારા મનના કિનારાને પજવતો તોફાની દરિયો....
તું એટલે શરદ પૂનમ ની પૂર્ણિમા ની શીતળ ચાંદની ....
તું એટલે મઝધાર માં મને મળેલી એકલી અટૂલી નાનકડી નાવડી .....
તું એટલે મારા માટે મારી જોડે ચાલતો એવો પડછાયો જે અંધારા માં પણ મારો હાથ પકડી ને ચાલશે....
તું એટલે કશુક એવું કે જેને હું 'તારું' કે 'મારું' કહેવા કરતા "આપણું" કહેવાનું પસંદ કરું....
તું એટલે સપનામાં સજેલા મારા અધૂરા અરમાનો...
તું એટલે કાવ્ય ની જુગલબંદી ની ઈચ્છા વખતે યાદ આવતો(તી) મિત્ર...
તું એટલે સાવ અવિરત ચાલતો મારા હૃદય નો ધબકાર..........
તું એટલે ઉનાળાની ગરમીમાં રાગ મલ્હાર ની આશા...
તું એટલે મારી ડાયરીમાં સચવાયેલ ગુલાબની પાંખડી...
તું એટલે મારી લટો ને પજવતો પવન...
તું એટલે કાગળો સાથે રમતી મારા વિચારોની શાહી...
તું એટલે મારી લાગણીની અભિવ્યક્તિ...
તું એટલે મારા શ્વાસ ને ટકાવી રાખતો વિશ્વાસ...
તું એટલે મને મારા જ હોવાપણા નો આભાસ....
તું એટલે ગુમ થયેલા મારા ચિત્ત નું એકજ ઠેકાણું ...
તું એટલે મારા હોઠે સ્મિત અને ગાલે ખંજન...
તું એટલે મારા 'બ્લેક એન્ડ વ્હાઈટ; જીવન માં પોરવાતા અઢળક રંગ....
તું એટલે અન્ય કશાંયની સાથે તારી સરખામણી ન કરી શકવાની મારી વિવશતા......
તું એટલે અદ્વિતીયતા....
તું એટલે એકમાત્રતા.....
તું એટલે મારા જીવન ની અંગત ડાયરી.....
તું એટલે મારી જીવન ની ચોપડી નું મનગમતું પાનું...
તું એટલે ભગવાને સાંભળેલી મારી એ પ્રાર્થના..
તું એટલે કિશન ની વાંસળી નો સુર..
તું એટલે મારી સંપૂર્ણતા નું અર્ધું અંગ..
તું એટલે દિવસના દરેક ગીતની પહેલી પંક્તી. . .
તું એટલે મારી થાકેલી દરેક રાતની છેલ્લી ઈચ્છા. . .
તું એટલે મારી કવિતા ની પ્રેરણા નો સ્ત્રોત...
તું એટલે મારા જીવનનું અવ્યાખ્યાયિત પદ..
તું વતા તારા સંજોગ.... મારે મન છપ્પનભોગ..!!
Comment
superb....
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com