Made in India
પ્રિય મમ્મી,
8 GB ની PEN DRIVE માં, થોડી જગ્યા ઓછી પડી. નહિ તો, મારું આખું બાળપણ એક ફોલ્ડર માં નાંખી ને, અહીં સાસરે લઇ આવી હોત. પણ, મારું બાળપણ તો તારા ખોળા માં જ રહી ગયું.
તારા ખોળામાં, હું માથું મૂકીને સુઈ જતી, એ સમય સોનાનો હતો. અને એટલે જ , એ ચોરાઈ ગયો. સોનાની વસ્તુઓ પહેલેથી જ હું સાચવી શકતી નથી. ગમે ત્યાં ખોવાઈ જાય છે. ઘરે હતી ત્યારે તો, તું મને શોધી આપતી. સાસરે આવ્યા પછી,
મારી જ જાત મને મળતી નથી, તો બીજી વસ્તુઓ તો ક્યાં થી મળે ?
...તું રોજ સવારે, મારા માથા ઉપર હાથ ફેરવીને મને ઉઠાડતી. હવે મારે, ALARM મુકવું પડે છે. જે સાડી તું પહેરતી, એ જ સાડી હવે ALARM ને પહેરાવું છું. પણ તો ય ખબર નહિ કેમ ? ALARM એટલા પ્રેમ થી ઉઠાડી નથી શકતું. એ તારી સાડી નો નહિ, ALARM નો PROBLEM છે.
આજે પણ રડવું આવે છે, ત્યારે તારી જૂની સાડી નો છેડો આંસુઓ સામે ધરી દઉં છું. આંસુઓ ને તો મૂરખ બનાવી દઉં, પણ આંખો ને કેવી રીતે બનાવું ? આંખો પણ હવે, INTELLIGENT થઇ ગઈ છે.
તેં મને TRAIN કરી, એવી જ રીતે, મારી આંખો ને પણ તેં જ TRAIN કરી છે. એટલે મારી આંખો, જાહેર માં રડતી નથી.
મમ્મી, જયારે પણ VEHICLE ચલાવું છું, ત્યારે પાછળ બેસીને હવે કોઈ મને સૂચના નથી આપતું કે ‘ધીમે ચલાવ’. ‘ધીમે ચલાવ’ એવું કહેવા વાળું હવે કોઈ નથી, એટલે ‘ફાસ્ટ’ ચલાવવાની મજા નથી આવતી.
મમ્મી, મારા ઘરથી મારા સાસરા સુધી જતા રસ્તા માં, એક પણ U-TURN આવ્યો નહિ. નહિ તો, હું તને લેવા ચોક્કસ આવી હોત.
લગ્ન પછી ઘરથી સાસરા તરફ જતી વખતે, જે ગાડીમાં બેસી ને હું વિદાય પામી હતી, એ ગાડી ના ‘REAR-VIEW MIRROR’ માં લખેલું હતું કે ‘ OBJECTS IN THE MIRROR ARE CLOSER THAN THEY APPEAR’. બસ, એ જ અરીસા માં છેક સુધી મેં તારો ચેહરો જોયા કર્યો. ત્યારે, મને એવી પણ જાણ નહોતી કે જે રસ્તો મને ઘર થી સાસરા તરફ લઇ જાય છે, એ જ રસ્તો પાછો સાસરે થી ઘર તરફ લઇ જશે કે કેમ ?
મમ્મી, કેટલાક રસ્તાઓ ONE-WAY હોય છે. એવા રસ્તાઓ ઉપર હું આગળ નીકળી ગઈ છું. કોઈ ને મારું સરનામું પૂછવાનો અર્થ નથી કારણ કે મારી SURNAME અને સરનામું, બંને બદલાઈ ગયા છે. પણ એ રસ્તાઓ ઉપર WRONG SIDE માં DRIVE કરી ને પણ, તને મળવા હું ચોક્કસ આવીશ. કારણ કે , મારું DESTINATION તો તું જ છે, જ્યાંથી મેં મારી ઝીંદગી ની JOURNEY ની શરૂઆત કરી હતી.
મમ્મી, મારું DESTINATION અને મારી DESTINY બંને તું જ છે.
હું નાનપણ થી જ મારી દુનિયા નો સ્પેલિંગ ‘UWORLDU’ લખું છું. કારણ કે MY WORLD STARTS WITH YOU AND ENDS IN YOU.
મમ્મી, સાસરે આવ્યા પછી મારી દુનિયા બદલાઈ નથી. કારણ કે, મારી દુનિયા તો તું છે.
લી. મમ્મી ની દિકરી
Comment
SUPERB
AWESOME.
@ DOLLY, THANKS FOR SUCH A HEART TOUCHING POST.
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2025 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com