Made in India
વસુધા વધાવે વર્ષારંભ…..Happy New Year…સુસ્વાગતમ-૨૦૧૪.
વિધવિધ પ્રસંગો…ધમાલ-કમાલ કે આફત-આનંદનો સરવાળો એટલે વર્ષનું સરવૈયું. જીવનની રાહના પથ, સરળ અને ઉબડ-ખાબડ હોવાના જ. ઈશ્વરે મનુષ્યને સર્વ શ્રેષ્ઠ જીવ બનાવ્યો છે. મા ણસ સદગુણોના આધારથી જે આત્મ વિશ્વાસ કેળવે, તે જ વિઘ્નો સામે લડવા શક્તિ આપે.સફળતા તો પચાવવી પડે ને નિષ્ફળતા સામે મનોબળથી ઝઝૂમવું પડે. જ્યારે અહંકાર માનસ પર કબજો જમાવે, ને ધૃષ્ટતા પ્રવેશે ત્યારે પતનની ખાઈ અટ્ટહાસ્ય કરે. સૂરજદેવની સમયના રથ પરની અવિરત સવારી થકી , આ યુગોના યુગો ઈતિહાસ ધરી રહ્યા છે. અગ્નિ તત્ત્વમાં ઉજાશ અને તેજ છે. સૂરજ દેવતા જ આ સૃષ્ટિની લીલાના યશભાગી છે. એમના આગમનથી ચૈતન્ય શક્તિનો પ્રભાવ દ્રષ્ટિ ગોચર થાય છે. મનુષ્યની ભીતરમાં પરોઢે જે પાવનતા ઝીલાય છે, એ થકી સ્વાર્થ પરમાર્થની ઊર્જા ઝીલાય છે…એજ જીંદગીમાં વિવેક જગવે છે. આ વિવેક થકી, ઈ. વિ. 2૦14ના નૂતન પ્રારંભે, પરમ શક્તિને પ્રાર્થીએ કે …આ વસુધા રિધિ-સિધ્ધિથી સંપન્ન બને ને સૌને મંગલમય જીવન શક્તિ પ્રદાન કરે.
સંકલન- રમેશ પટેલ(આકાશદીપ)
This picture was submitted by Jayadev Mohapatra…Thanks
વસુધા વધાવે વર્ષારંભ……રમેશ પટેલ(આકાશદીપ)
વસુધા વધાવે વર્ષારંભ
સુસ્વાગતમ ધરીએ સ્નેહ ભીંના
રજની ઝગમગતી નગર ચોક
……વાગ્યા જ ડંકા રે બારના
નભમાં છવાયા આતશ રંગ
સુસ્વાગતમ ધરીએ સ્નેહ ભીંના
સમય રથ પર પધાર્યા સૂરજ
……મીઠા કલરવ ઓવારણા
પુનિત પરોઢે ઊડે ગુલાલ
સુસ્વાગતમ ધરીએ સ્નેહ ભીંના
કનક કટોરીએ ભરું ઉમંગ
વ્હાણા વાયા આનંદના
નવલા વર્ષે હો જીવન સમૃધ્ધ
સુસ્વાગતમ ધરીએ સ્નેહ ભીંના
રમેશ પટેલ(આકાશદીપ)
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com