Made in India
આ ઋતુ ચક્રના સર્જક કોણ ? તો જવાબ મળે..સૂર્યની પૃથ્વી દ્વારા લંબગોળાકાર કક્ષામાં થતી પરિકમ્મા. જાણવી છે પૃથ્વીની ગતિ?…એક મિનિટમાં ૧૭૬૦ કિ.મી.ની ઝડપ. વાતાવરણ, જે પૃથ્વીની સપાટીથી ૨૦૦ માઈલના ઘેરાવે , આપણી સેવામાં હાજર છે. આ ૨૧ ટકા ઑકિજન , ૭૮ ટકા નાઈટ્રોજન અને બીજા એક ટકામાં કાર્બન ડાયક્સાઈડ, હીલિયમ..વગેરેથી બનેલું હવાનું વાતાવરણ ભેજ ધારણ કરે , ને વરસાદની રૂપે દેવદૂત બની ,આવી પહોંચે ત્યારે સૌ લીલાછમ થઈ જાય. પ્રકૃતિ સાથેનો આપણો સંબંધ ભીતરમાં આનંદ પ્રગટાવે છે. આ હવા ગતિ પકડે એટલે થાય પવન. સાગર પટે , ઉષ્ણતામાનના ફેરફારોને લીધે, તે વેગ પકડે. વાદળોને લઈને તે જમીન બાજું વહેતા થાય. આ હવાની શક્તિ કયા સ્કેલમાં મપાય?…જાણવું છે?….બ્યુફોર્ટ સ્કેલ(આયરીશ રોયલ નેવી ઑફિસરની યાદમાં …. Beaufort scale).
3/2
V= 0.836 B m/s……સાગરની સપાટીથી ૧૦ મીટર ઊંચાઈએ આ ઈક્વીવેલેન્ટ સ્પીડ , થી ચેતવણીના સૂરો ગાજે. B = ૯.૫ એટલે ૨૪.૫ મ/સેકન્ડની ગતિ. એટલે કે લોવર લીમીટ..૧૦ Beaufort scale.
જ્યારે પવન ૦.૩ મી/સેકન્ડ થી ૧ કિ.મી. / કલાક હોય તો …શાન્ત. હવે વંટોળ ઊઠે , હરિકેન થાય ત્યારે આ સ્કેલ ૧૨ નંબર બતાડે ને સ્પીડ હોય…૧૧૮ કી.મી./કલાક.
આવી છે મજાની મોસમી વાતું…સૂરજદેવ પ્રકૃતિને ઝૂલાવે અને પ.પૂ. રામશર્મા આચાર્યજીએ કહ્યું છે એ યાદ આવે…જીવનનાં તમામ રૂપો , એક પરમ દિવ્ય ચેતનાના સૂત્રમાં મણિઓની જેમ પરોવાયેલા છે..ગૂંથાયેલા છે.
મોસમ એતો ભાઈ વાયરાની વાતું…..રમેશ પટેલ(આકાશદીપ)
અંબરને આંગણ તવ ડાયરા સુજાણું
મોસમ એતો ભાઈ વાયરાની વાતું
બાથભરી સાગરને આભલે અડાડી
તું ઠાલવતી, ડુંગર ટોચડે મીજાજ
નાદમહીં નૂપુરી, ખેલવે તું ઝરણાં
વૈભવ આ વાસંતી વાવટે ખુશહાલ
ભાળું જ રીસામણ આ પાનખરનું રાતું
મોસમ એતો ભાઈ વાયરાની વાતું
સૂરજની શાખે બદલી જ રંગી વાનાં
સૂસવતા શિશિરના વાયરા વંઠેલ
હિમતણી હેલીએ લાગતી જ સમાધિ
કુદરતના આ સરવાળા છૂપાછૂપી ખેલ
ષટરસે ઘોળાતી જીંદગીની જાતું
મોસમ એતો ભાઈ વાયરાની વાતું
રમેશ પટેલ(આકાશદીપ)
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com