Made in India
અહંકાર સે જાત હૈ, ધન ધર્મ ઔર વંશ
દેખા નહિ તો દેખ લો, રાવણ, કૌરવ, કંસ
દુનિયાના બધાજ પક્ષીઓ અને પ્રાણીઓમાં મોર સૌથી સુંદર છે, હાથી સૌથી બળવાન છે, સિંહ સૌથી શક્તિશાળી છે પરંતુ આ બધામાંથી કોઈ પક્ષી કે પ્રાણી પોતાના વિશષ્ટ ગુણનું અભિમાન લઈને ફરતું નથી, પોતાનું કુદરતી જીવન જીવ્યા કરે છે. પણ માનવી એવું પ્રાણી છે જે દરેકે દરેક વસ્તુનું અભિમાન કરે છે. રૂપનું, ગુણનું, કુળનું, સત્તાનું, સંપત્તિનું, જ્ઞાનનું એમ અનેક અભિમાનના પોટલા માથે લઈને માણસો ફરતા હોય છે. પણ એ અભિમાન ના જોરમાં માણસ ભૂલી જાય છે કે, તેની સફળતા કોઈ પણ ક્ષેત્રે હોય તેમાં અનેક લોકોનો ફાળો હોય છે. સોનાનો શિખર લોકો જુએ છે પણ પાયાનો પત્થર જેમ દેખાતો નથી તેવી રીતે અભિમાની મનુષ્ય બીજાના ઉપકાર ભૂલી જાય છે. રાવણ પોતાની સોનાની લંકા અને અમાપ શક્તિ ને કારણે ભાન ભૂલ્યો, જે ઈશ્વરની પરમ કૃપા થી રિદ્ધિ - સિદ્ધિ પ્રાપ્ત થઇ તે વિસરી ગયો પરિણામે બધું ખોવાનો વારો આવ્યો. કૌરવ અને કંસે પણ આ રીતે અભિમાન કર્યું અને તેમનું શું પરિણામ આવ્યું તે જગજાહેર છે. કૌરવો એ ધર્મ ખોયો, શ્રી કૃષ્ણને બદલે અક્ષૌહિણી સેના પસંદ કરી અંતે કુરુક્ષેત્રમાં નામશેષ થયા. કંસના અંતની સાથે તેના વંશનો જ અંત આવી ગયો.
અહંકાર શબ્દ ને સમજવાની જરૂર છે. તેનો અર્થ છે. અહમ-કાર। હું કૈંક છું એમ નહિ પણ મારા સિવાય બીજું કોઈ નથી તેવો અહમ પેદા થઇ જાય છે. લોકોના વાણી, વર્તન માં તેમનો આ અહંકાર ડગલે ને પગલે છલકે છે. સોના ચાંદીના ઘરેણા, બ્રાન્ડેડ કપડા, ઈમ્પોર્ટેડ ગાડી સહીત સમૃદ્ધિનું હરતું ફરતું પ્રદર્શન બનીને લોકો ફરે છે. કોઈ બોલાવે તો એવા ભાવ સાથે જુએ જાણે તેના પર ઉપકાર કરતા હોય! એક અભિમાન ભક્તિનું પણ હોય છે. મારા જેવો કોઈ ભક્ત નથી, મારા જેવો કોઈ દાનેશ્વરી નથી, અને મારા જેવો કોઈ સેવક નથી તેનો પણ લોકો અહંકાર બતાવે છે. કોઈ પણ ધર્મસ્થાનક કે મંદિર માં જઈને નિરીક્ષણ કરશો તો આવા મહાન ભક્તો અને સેવકો દેખાઈ આવશે. ઈસ્ત્રી ટાઈટ સફેદ કપડા પહેરીને ગળામાં સોનાની સાંકળી અને હાથમાં સોનાની ઘડિયાળ ચમકાવતા અક્કડ ચાલે ચાલતા ભક્તિની ભવ્યતા નું દર્શન કરાવતા આવા લોકોને જોઇને પ્રશ્ન થાય કે આતે ભગવાનનું દર્શન કરવા આવ્યા છે કે પોતાનું દર્શન આપવા? પાછુ દર્શન કરવા માટે સાધારણ ભક્તોની જેમ લાઈનમાં થોડું ઉભા રહેવાય? વી.આઈ.પી. ભક્તો ભગવાનના દરબારમાં પોતાના દરબારીઓ સાથે ડાયરેક્ટ પ્રવેશ મેળવે!
ભગવાનના કહેવાતા સેવકો પણ કંઈ ગાંજ્યા જાય તેવા નથી હોતા! ચ્હા કરતા કીટલી વધારે ગરમ હોય તેવો તાલ હોય છે. શ્રીનાથજીના મંદિરમાં ઝાપટીયાં જોયા છે? મુંબઈના કોઈ અતિ પ્રચલિત મંદિરમાં કોઈ તહેવારને દિવસે જઈને જોજો, ચાલો જલ્દી, જલ્દી કરો ના નારા લગાવતા આ સ્વયં સેવકો (અર્થાત સ્વયં બની બેઠેલા સેવકો મારા ભાઈ!) સામાન્ય ભક્તોને એવા ધક્કા મારે કે ભગવાનના દર્શન તો ઠીક, ઝલક પણ નજરમાં ન વસી શકે. તેમના વર્તનની તોછડાઈ ભગવાનના મહત્વના સેવક હોવાનો અહંકાર છલકાવે છે. આ જ સ્વયં સેવકો કોઈ પ્રસિદ્ધ, પામતો પહોંચતો વી.આઈ.પી. ભક્ત આવે ત્યારે ઓળઘોળ થઇ જાય.
ભક્તિ તો નમ્રતા શીખવે, સેવક તો મૌન રહે. પણ અહંકારી લાખોનું દાન કરીને પોતાના નામની તકતી લગડાવે અને ડાયલોગ ફટકારે 'બધી ભગવાનની કૃપા છે!' અરે જલારામ બાપાએ તો સેવા માટે પોતાના પત્ની અને સંતાનને સમર્પિત કરી દીધાં તો'ય અભિમાન નહોતું કર્યું તું શેનો ગાજે છે? તેંતો પારકાના ઘરમાં ખાડો કરીને પોતાનું ઘર ભર્યું છે! ભક્ત કવિ રહીમે કહ્યું છે ને, "એરણ કી ચોરી કરે, કરે સુઈ કો દાન' .
કવિ મકરંદ દવે એ સરસ વાત કરી છે 'અહમ રે અહમ તું જાને મરી, પછી મારામાં બાકી રહે તે હરિ'
ઈશ્વર મને સંભાળી લેશે એમ માને તે ભક્ત અને હું બધું સંભાળું છું એમ માને તે અહંકારી. નરસિહ મહેતાએ એટલેજ તો ગાયું છે 'હું કરું, હું કરું એજ અજ્ઞાનતા, શકટ નો ભાર જ્યમ શ્વાન તાણે' ગાડા નીચે ચાલતું કુતરું એમ માને કે મારા થકી ગાડું ચાલે છે તે જ અહંકાર. ભક્તિના મંદિરમાં પ્રવેશ કરવો હોય તો અહંકારના પોટલા બહાર ઉતારીને પ્રવેશ કરવો પડશે. જ્યાં શક્તિ પ્રદર્શન થાય ત્યાં ભક્તિનું દર્શન શક્ય નથી.
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com