આ એં પિતા ની છે વાત જે ૬૦ માં વર્ષે ખોઈ ચુક્યા છે એમના ૩૦ વર્ષ ના દીકરાનો હાથ. ખુબ નજીવી હતી એં વાત છતાંય કેમ એં મોત ને ભેટી ગયો આજ. એં આંસુ ની થોડી કરી છે મારા શબ્દો માં એની રજૂઆત. એં બીજું કોઈ નહિ પણ અમે મળતા રોજ આમ, એંકજ ઓફીસ માં સાથે કરતા અમે કામ. રજુ કરું છું એં પિતા ની વાત જેને હું જોઈ ચુક્યો છે બની આંસુ એમની આંખ.
મારી આંખ નો દુલારો, તું
 કેમ બની ગયો આકાશનો તારો.
 મારા કરતા પણ આગળ વધી ગયો, પણ
 ઉંમર પ્રમાણે વારો તારો નહિ મારો હતો.
તારા જન્મતા વેત ફરતો બની હું બાવરો, હવે
 મોતિયો બીજી આંખમાં પણ શરૂ થઇ ગયો છે મારો.
 મારા ઘડપણ નો તુજ એંક માત્ર હતો સહારો,
 તો કેમ એક ફોટા માં બેસવાનો લાવી દીધો તે વારો.
મારા એક હાથમાં રમતો ને એક હાથ માં જમતો, આજે
 કરચોલી વાળા હાથ આ કારમો ઘા કેવી રીતે સહેતો.
 વરસાદ માં છત્રી, ટાઢ માં ટોપી, ને ગરમી માં સદરો તું આપતો,
 હવે બદલાતી ઋતુ મારી જાત માટે શ્રાપ જેવો મને લાગતો.
“કઈ કામ હોય તો કહેજો” એવું રોજ મને તું કહેતો,
 આજે ખરેખર તારી જરૂર છે ત્યારે તું ક્યાં જતો રહ્યો?
 માન્યું તારા જેટલું હું વધુ નથી ભણી શક્યો, પણ
 જીવન ના ઉતર ચઢાવ સામે આજે પણ હું નથી ઝૂક્યો.
પૂજા આરાધના અને ઉપવાસમાં એવો તું વણાઈ ગયો,
 કે ધાન શું? તારી ભૂખ ભરે તું તો ધર્મ થી ધરાઈ જતો.
 અતુટ તારી શ્રદ્ધા થી તું કેવી રીતે વિચલિત થઇ ગયો,
 સમસ્યા નું હલ શોધવાને બદલે તું ખુદ એંક સવાલ બની ગયો.
જુવાન જોધ છોકરો છૂટી ગયો હાથ થી,
 છતાંય, એંક આંસુ ના નીકળ્યા આંખથી
 હબક થઇ ગયા પુછાયેલા સવાલ ના સાદથી, કે શું?
 આ એંજ હતો જેના પર મૈ મુક્યો વિશ્વાસ વધુ મારી જાતથી.
સઢ ફાટી જવાથી વાહન વળી જતું નથી,
 આંખ બંધ કરી દેવાથી અંધારું થઇ જતું નથી,
 મુશ્કેલીયો થી હારી મોતને વ્હોરનાર તું તો બચી ગયો,
 પણ, તારા પર નાભનારાઓ ને જીવતા જીવ તું મારી ગયો.
કેટલો કમનસીબ કહેવાય આ બાપ, જેને
 પુત્રનું અગ્નીદાન ને જેણે ગણ્યું એનું પાપ.
 ભલે ચિતા ને લીધી આપવા એને હાથ, પણ
 હાથ સાથે જાત ને પણ બાળી રહી છે એની આગ.
 
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com