Made in India
૨જી ઓક્ટોબર..પૂજ્ય મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ. ગુજરાતના પોરબંદર મુકામે શ્રી કરમચંદ ગાંધી પિતાશ્રી અને માતુશ્રી પૂતલીબાઈના આ સંતાને , મા ભારતીને આઝાદીનું ગૌરવ બક્ષવા જન્મ લીધો. બાળપણમાં અંધારાથી ડરતા, આ બીકણ મોહનને , ઘેર કામમાં મદદ કરતી રંભાબાઈએ , બીખ ના લાગે તે માટે ‘રામ રામ’ બોલવાની શીખ દીધી.
શ્રીરામજીને હૃદયે ધારણ કરી , તેમણે એક ચાવી શોધી લીધી..તે ચાવી એટલે ‘સત્ય એજ પરમેશ્વર’ ગાંધીજીએ સત્યાગ્રહના હથિયારને , અહિંસાના એરણે ઘડ્યું ને , આવડા વિશાળ બ્રીટીશ સલ્તનતને , અડગ મનોબળથી પડકારી. સત્યની સાધના થકી , જે રાજનીતિનો પથ તેમણે કંડાર્યો , તે પર કરોડો લોકોની દેશભક્તિ જાગી. ગાંધીજીનું જીવન એટલે સત્યની આરાધના. સમાજના દરેક વર્ગને આ યુગપ્રવર્તક વ્યક્તિત્ત્વે મોહી લીધા…રેંટિયાથી ખાદીપ્રેમે, ગ્રામસેવાથી કે દારૂબંધીથી, હરિજનસેવાથી અસ્પૃસ્યતાનિવારણની એ સઘળી વાતો આચરણમાં મૂકીને એક શ્રેષ્ઠ વિચાર જગતને આપ્યો કે હિંસા દ્વારા મેળવેલ વિજય એ પરાજય સમાન છે. આજના હિંસાથી ગ્રસ્ત વિશ્વને જો સુખી થવું હશે તો ગાંધી વિચાર ઝીલવો પડશે…એ ભાવ સાથે આ યુગપુરુષને તેમના જન્મદિને નમન કરીએ.
રમેશ પટેલ(આકાશદીપ)
(Thanks to webjagat for this writeup and picture)
અહિંસાના ઓ મંદમંદ પવન તું,
થઈ ઝંઝાવાત જગે રમ્યો
વીર ગુર્જર બાળ ગાંધી મહા,
માનવતાનો પૂજારી થઈ ધસ્યો
વિશ્વ વંદ્ય ગાંધી….રમેશ પટેલ(આકાશદીપ)
છંદ-શાલિની
મા ગુર્જરી, ધન્ય તું છે સુભાગી
તારા ખોળે, પ્રગટ્યો વિશ્વ ગાંધી
દ્રવે હૈયાં, દૈન્ય નિસ્તેજ લોકો
દેખી દુઃખી, ભારતીની ગુલામી
અંગ્રેજોની, યાતના ત્રાહિમામા
છેડી ક્રાન્તિ, રાહ તારી અહિંસા
જાગ્યું જોશે, શૌર્ય તારી જ હાકે
આઝાદીની, ચાહ રેલાય આભે
ગાંધી મારો, શાન્ત વંટોળ ઘૂમે
ગર્જે છોડો, જાવ છે દેશ મારો
ઝંઝાવાતો, દે દુહાઈ જ પૂઠે
તોડી બેડી, રાષ્ટ્રપિતા અમારા
હિંસા ભર્યું, વિશ્વ આજે રડે છે
સંતાણી છે, બંધુતા માનવીની
દીઠી ગાંધી, રાહ તારી જ સાચી
વિશ્વ વંદ્ય, ઓ વિભૂતિ મહા તું
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com