Made in India
આજે ફેસબુકની દુનિયા જાણે વિચિત્ર બિમારીમાં હોય એવું લાગે છે. ભાઈ-બેનનાં પ્રેમથી છલકાતી લવલી દુનિયામાં આજે એક ડોકીયું મારું પણ લગાવી આપું
રક્ષાનું બંધન બાંધીને આજે ઘણી બહેનોએ તેમના વીરાની દુઆ કરી હશે. અમુક આજની જ્યોતિષી મુસિબતવાણી ને સાંભળીને સાંજે વીરાની રક્ષા માટે પ્રાર્થના કરશે. આ સમયમાં જેને બેન નથી તેમનું દિલ જાણતું હશે. કે કાસ મારી પણ કોઈ બેન હોત. ક્યારેક કુદરતની કરામતમાં પણ ખાટાશ દેખાઈ આવે,
હોસ્ટેલમાં રહેતા ને જે બેનને કે ભાઈને રજા ન મળી શકી હોય ને એ પણ આવા અણમોલ દિવસે એ લોકો ને જ્યારે દુર તેના ગામથી રાખડી આવે ને તેની રાહ જોતો ભાઈના દિલમાં જે ખુશી દેખાઈ આવે તેનું વર્ણન જ ના કરી શકાય.
છેલ્લા ૧૦ વર્ષથી હું હોસ્ટેલમાં રહું છું. ૧૦ માંથી બહું ઓછીવાર મારે બેનને રક્ષાબંધનનાં દિવસે મળી શકાયું છે. પણ હા, બેનના પ્રેમની વાત મારા મોઠે ના થઈ શકે. મારાથી નાની છે પણ મમ્મીની કમી જરાય મહેસૂસ કરવા જ ના દે. વીકમાં ૨ ફોન આવે.
કેમ છે ભાઈ...? મજામાં ને..? કંઈ કામ હોય તો કેજે..?
આવું ભાઈ બેન ને કહે તે સાંભળ્યું હશે પણ બેન ભાઈને કહે એ વાતનો જરૂરથી અંદાજા બહારની વાત કેવાય. મારા માટે મારી બેન ફ્રેન્ડથી પણ વધારે છે. તે પણ હોસ્ટેલમાં ને હું પણ હોસ્ટેલમાં. કાલે રાત્રે ફોન આવ્યો કે ભાઈ મારે રજા નહી પડે. મારાથી તો બોલતી બંધ થઈ ગઈ. પણ તેને ખ્યાલ ન આવવા દીધો તેમ કહ્યું "કશો વાંધો નહી ચકું. ફરી મળીશું." હું મારી બેનને લાડથી ચકુ કહું છું, તેનું નામ વિલાસ છે. આ વખતે તે રાખડી પણ ના મોકલી શકી. કાલે રાતથી મારું મન નથી લાગતું એટલે કશુ લખાતું પણ નથી.
ત્યારે એમ થયું કે આ એક પર્વ પર જો બેન ને ના મળી શકાય તેવી પરિસ્થિતિમાં પણ જો દિલમાં લાગી જતું હોય તો જેને બેન નથી તેની કેવી પરિસ્થિતિ હશે..? આ વિચારમાં આજે થોડી હિમ્મત કરી. મનને મનાવ્યું ને આપની પહોંચે પહોંચ્યો. આવા વિચારોની દુનિયામાં થોડી કહાની યાદ આવી ગઈ
ત્રણ વર્ષથી એટલે કે જ્યારથી વિલાસ પોતાની સંભાળ રાખવાની ક્ષમતા ધરાવતી થઈ ત્યારથી મારી દરેક વાતોની સમજણપૂર્વક કાળજી રાખે. મમ્મીના ગયા પછી ૬ મહિના સાથે રેવું પડ્યું હતું. ત્યારે તેને મારી નાની નાની વાતનું ધ્યાન રાખ્યું. સવારે ઉઠવાથી લઈને સાંજે સુવા સુધીની કાળજી રાખતી. સમયે સમયે જમવાનું બનાવી રાખે, સવારે ઉઠાડી ને પાણી ગરમ કરી તેને તૈયાર રાખે. તેને લેપટોપમાં બહુ ખ્યાલ તો ના આવતો ત્યારે પણ શોખ ઘણો એટલે નવરી થાય એટલે થોડી વાર લેપટોપમાં ગેઈમ રમે. તે જ્યારે ગેઇમ રમે ત્યારે જે તેના ચહેરા પર ખુશી આવે તેને જોઈને મને પણ ખુશી મલતી.
આજે રક્ષાબંધનનાં દિવસે તે હાજર નથી અને તેની રાખડી પણ ન મળી શકી. પરંતું તેનો ફોન આવી ગયો એટલે વિના ધાગાનો પ્રેમ મળી ગયો ને "ખુશ રહો.."ની શબ્દશૈયાની રાખડી મળી ગઈ. એ જ મારા માટે મોટી ખુશી છે. મારા મતે રક્ષાબંધન એટલે...
"જ્યાં બેન છે ત્યાં ભાઈ નથી ને જ્યાં ભાઈ છે ત્યાં બેન નથી. છતાં બંનેનાં હ્રદયમાં વગર ધાગાનો, શબ્દથી રચાયેલો પ્રેમાળ પૂલ અને બેન દ્રારા બનેલું શબ્દોનું હુંફાળું કવચ એટલે રક્ષા કવચ."
આટલું જ મારા તરફથી. સર્વે વડીલો અને મિત્રોને રક્ષાબંધનની શુભકામનાઓ....!!
- વિકાસ કૈલા...
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com