Made in India
પ્રેમ પાસે જ આંખો છે. આંધળું જો કોઈ હોય તો એ મગજ છે. એકલો પ્રેમ જ સ્વસ્થ છે, કેમકે પ્રેમમાં જ જાતને સ્થિરતા મળે છે. દિમાગ બહુ તર્કબદ્ધ પ્રશ્નો પૂછે છે. દિમાગની પ્રશ્નો પૂછવાની રીતથી સાવધ રહેજો!
કેટલાક દિવસ પહેલા એક અજબ સમાચાર વાંચવા મળ્યા કે અમેરિકાના ઓરેગોન રાજયમાં એક માણસ પર ‘લવ-એટેક’ થવાથી એને કામચલાઉ લકવો થઈ ગયો. મેટ ફેરકિંગ નામના આ મહાશયના મનમાં જ્યારે પણ પ્રેમ સંબંધી વિચાર ઊઠે છે ત્યારે એનું મગજ એના આખા શરીરને ફ્રીઝ કરી દે છે. જોકે, એ પોતાની આસપાસના અવાજો સાંભળી શકે છે, ચીજોને અનુભવી શકે છે છતાં એ પોતાની આંખો ખોલી નથી શકતો કે પોતાના શરીરને હલાવી પણ નથી શકતો. નિષ્ણાતોનું કહેવું છે કે આ ભાઈને કેટાપ્લેકસીની સાથે સાથે નાર્કોપ્લેકસીની બીમારી પણ લાગુ પડી છે.
આ બીમારીમાં અચાનક ઊંઘના હુમલા આવે છે. અધૂરાંમાં પૂરું, બીજાઓ માટે પોતાના હૃદયની લાગણી વ્યકત કરતો હોય કે બીજા કોઈને પોતાને માટે ભાવ વ્યક્ત કરતા જુએ ત્યારે એને લકવો થઈ જાય છે. એણે અમેરિકાની એક સમાચાર ચેનલને કહ્યું કે આ બધી બાબતોને મારે ભારે સભાનતાથી અંકુશમાં રાખવી પડે છે. એના મગજનું હાઈપોથેલેમસ ક્ષેત્ર બગડેલું છે. તીવ્ર ભાવાવેગ એની અંદર સ્વીચ જેવું કામ કરે છે. આવું કેમ થયું છે તે જાણી શકાયું નથી.
જેવી રીતે આ એમેરિકન પર લવ-એટેક થાય છે એવી જ રીતે દુનિયાના ૯૯ ટકા લોકો પર હેટ-એટેક (ધૃણાનું આક્રમણ) પણ થાય છે. આધુનિક વિજ્ઞાન કે મનોવિજ્ઞાન એને બિલકુલ નિયંત્રિત નથી કરી શક્યાં. વ્યક્તિને વીજળીના ઝટકા અપાય તો એ થોડા અંકુશમાં આવે છે પરંતુ આ કોઈ સ્થાયી ઉપચાર નથી. હેટ-એટેકનો કોઈ કાયમી ઉપચાર ઘ્યાન દ્વારા જ થઈ શકશે. માનવતા પ્રત્યે નફરતથી ગ્રસ્ત અંગુલિમાલ જેવો માણસ ભગવાન બુદ્ધની નિકટતામાં નફરત અને હિંસાથી મુકત થઈ ગયેલો, એવી જ રીતે આ શકય બનશે. હવે જો દુનિયાને હેટ-એટેકથી મુક્ત કરવી હોય તો એના ઈલાજમાં પ્રેમની સહાય લેવી પડશે.
એ પ્રેમ સામાન્ય વ્યક્તિ ઓળખે છે એવો મોહ અને જાતીય આવેગોવાળો નહીં હોય, બલકે એવો પ્રેમ જે આ બંધનોથી મુકત છે પરંતુ આ પ્રેમ તો માત્ર ઘ્યાનસિદ્ધ લોકોનાં નસીબમાં જ હોય છે. આ પ્રેમ પ્રેમ છે, કોઈ લવ-એટેક નથી. લવ-એટેક અને હેટ-એટેક તો લોલકનું આ બાજુથી પેલી બાજુ સુધી પહોંચવું છે. આપણી ઘ્યાનવિહીન દુનિયામાં પ્રેમ સદા આત્યંતિકતાઓમાં ડોલતો રહે છે. કોઈના દિલમાં જ્યારે કોઈને માટે તીવ્ર આકર્ષણ જન્મે છે ત્યારે એની અંદર એવું રાસાયણિક પરિવર્તન થાય છે કે એને ચોતરફ પ્રેમ પ્રતિબિંબિત થતો દેખાય છે, દરેક હલચલમાં એને પ્રિયપાત્રનો પગરવ જ સંભળાવા લાગે છે.
સમજદાર લોકો એને પ્રેમરોગનું નામ આપશે. સામાન્ય રીતે બધા લોકો જીવનમાં ક્યારેક ને ક્યારેક કોઈને કોઇ રૂપે આ રોગથી ગ્રસ્ત થાય જ છે. અમુક સમય પછી એમને કોઈ તીવ્ર ઝટકો લાગે છે અને તેઓ એનાથી મુક્ત થઈ જાય છે. કેટલાક તો વળી પ્રેમમાં નિષ્ફળ જવાથી કે અપેક્ષાઓની પૂર્તિ ન થવાથી લગભગ પાગલ જેવી અવસ્થાએ પહોંચી જાય છે, વિક્ષિપ્ત થઈ જાય છે. આ ગાંડપણ કે વિક્ષિપ્તતાનો કયાં કોઈ ઈલાજ થઈ શકે છે? મજનૂ મહાશયનો ક્યારેય કોઈ ઈલાજ કરી શકયું છે?
મજનૂનો પ્રેમ તો અસાધારણ પ્રેમ હતો. ઓશો કહે છે કે સાધારણ પ્રેમમાં શું થાય છે? કોઈ ખાસ વ્યક્તિમાં તમને કંઈક એવું દેખાવા લાગે છે, જે અત્યારસુધી બીજા કોઈનામાં નહોતું દેખાતું. તમને ક્યારેક વિચાર આવ્યો છે કે પ્રેમીજન બીજાઓને પાગલ કેમ લાગે છે? એક વ્યક્તિ બીજીના પ્રેમમાં ડૂબે તો તમે હસશો. તમે કહેશો કે એ પાગલ છે, નાસમજ છે. વાતને સમજ, ભાનમાં આવ, આ શું કરી રહ્યો છે?
પ્રેમી પર આખી દુનિયા હસે છે, કેમકે આખી દુનિયા અંધ છે અને પ્રેમને નેત્ર અને દ્રષ્ટિ મળી ગયાં છે. એને કંઇક એવું દેખાય છે, જે બીજા કોઈને નથી દેખાતું. ‘હમ ખુદા કે કભી કાયલ ન થે, ઉનકો દેખા તો ખુદા યાદ આયા.’ પ્રેમી પહેલી વાર કોઈ સાધારણ વ્યક્તિમાં કોઈ ગેબી ઝલક મેળવી લે છે, પરમાત્માનાં દર્શન કરી લે છે. તમે જેના પારાવાર પ્રેમમાં પડો છો એનામાં જ તમને પરમાત્માની થોડી અમથી ઝલક પહેલી વાર મળે છે.
સંત પલટૂ એક પદમાં કહે છે :
પ્રેમબાન જાકે લગા સો જાનેગા પીર
સો જાનેગા પીર, કાહ મૂરખ સે કહીએ
અને એ જ પદમાં અંતે તેઓ કહે છે:
જિનકર હિયા કઠોર હૈ પલટૂ ઘસૈં ન તીર
પ્રેમબાન જાકે લગા, સો જાનેગા પીર.
જેમના હૃદયમાં પ્રેમનું તીર ભોંકાયું છે, જે પ્રેમબાણથી વિંધાયો છે, કેવળ એ જ એવા કોઈ બીજાની પીડા સમજી શકે છે. કઠોર હૃદયવાળા, મૃત દિલવાળા લોકો તો મહાકાયર છે. તેઓ પોતાના દિલને બચાવતા ફરે છે. તેઓ પોતે તો પ્રેમથી વંચિત રહે જ છે અને બીજાના પ્રેમને પણ નથી સમજી શકતા, પછી ભલેને એ મોટા વિજ્ઞાની કે મનોવિજ્ઞાની કેમ ન હોય! પ્રેમનું એક રૂપ તથાકથિત સમજદારોની દુનિયામાં આંધળું મનાય છે, પરંતુ એ પ્રેમની પાસે જ સાચી આંખ છે, સાચી પુષ્ટિ છે. ‘સપના યહ સંસાર’ના એક પ્રવચનમાં ઓશો સમજાવે છે: મગજ કહેશે કે હૃદય આંધળું છે, પ્રેમ આંધળો છે.
મગજે સદા આ જ કહ્યું છે. હસવું તો મગજ પર જોઈએ, કેમકે પ્રેમ પાસે જ આંખો છે. આધળું જો કોઈ હોય તો એ મગજ છે. એકલો પ્રેમ જ સ્વસ્થ છે, કેમકે પ્રેમમાં જ જાતને સ્થિરતા મળે છે. જો સ્વસ્થ કંઈ હોય તો તે છે પ્રેમ. જો કોઈ વિક્ષિપ્ત હોય તો એ છે મગજ પરંતુ મગજ સવાલો એવા મોટા ઉઠાવે છે કે એ હોશિયાર લાગે છે. એ બહુ તર્કબદ્ધ પ્રશ્નો પૂછે છે. દિમાગની પ્રશ્નો પૂછવાની રીતથી સાવધ રહેજો!
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com