Made in India
આવ એકલતા ને ટાળી જોઈએ
રોઈ પ્રથમ આસું ખાળી જોઈએ
ગહન સાગર જેમ તેપણ હોઈ કે ?
આયના પર નીર ઢાળી જોઈએ
દાદ સાથે રોશની છો હો ભલે
શેર લખવા રાત કાળી જોઈએ
ખેલ પૂરો આપણોયે થઇ ગયો
એક બીજા ને દૈ તાળી જોઈએ
કોઈ બીજા ના અભરખા આપણે
એક ઝૂલો ને પડાળી જોઈએ
રાજેશ ઉપાધ્યાય
Added by RAJESH UPADHYAYA on June 17, 2013 at 8:47am — No Comments
શબ્દ તારા પથ્થર ની લકીર પણ
છે ઉપાયો તેમના અકસીર પણ
કોણ રેશે પાસ અંત સુધી ભલા
સાથ છોડી ને જવાનું શરીર પણ
યાદ હું તને કેમ ના આવું સદા
ભૂલ્યા નથી અમેય લગીર પણ
શૂન્યતા છે હજુયે તારા પાત્ર માં
પૂછતો મુજને ગયો એ ફકીર પણ
કરગરી રહ્યો હતો માંગણ અને
હાથ જોડી ને ઉભો અમીર પણ
ઉપડી કલમ અને સ્મરણ માં હતા
મીરતુલસીગાલિબ અનેકબીરપણ
----રાજેશ ઉપાધ્યાય
Added by RAJESH UPADHYAYA on April 21, 2013 at 4:30am — No Comments
આંખ આગળ રણ હશે તો ચાલશે
વાત આગળ પણ હશે તો ચાલશે
એ સનમ તુજને ભૂલી જવા ને
કોઈ પણ કારણ હશે તો ચાલશે
-----રાજેશ ઉપાધ્યાય
Added by RAJESH UPADHYAYA on April 14, 2013 at 8:56am — No Comments
યાદ રહે એક વાત પ્રિયે
પ્રથમ મિલન ને ટાંકણે
ચારે દિશા લઇ સિમટી
વિસ્તરી જવું છે આપણે
-----રાજેશ ઉપાધ્યાય
Added by RAJESH UPADHYAYA on April 7, 2013 at 11:30am — No Comments
પા પા પગલી ભરતો આવે રવિવાર
ને તરુણ શો જાય તરત સરકી
સાત દિ ની જંખના ઉમટી પડે
ને તું લહેર શી જાય જરા ફરકી
Added by RAJESH UPADHYAYA on April 1, 2013 at 8:30am — No Comments
ગુલાબી ને રાતો રંગ ચડ્યો છે
હુંફાળી મૌસમ ને સંગ ચડ્યો છે
શિશુ ને યુવાનો ને વૃદ્ધોય સાથે
ચહેરે ચહેરે ઉમંગ ચડ્યો છે
----------------રાજેશ ઉપાધ્યાય
Added by RAJESH UPADHYAYA on March 27, 2013 at 8:21am — No Comments
સવેળા સાંજ સંવારી લ્યો
ઉદાસી મ્હોરા ઉતારી લ્યો
હોઠો થી આછું મલકાઈ ને
મિલનની પળને વધાવીલ્યો
--------- રાજેશ ઉપાધ્યાય
Added by RAJESH UPADHYAYA on March 26, 2013 at 10:26am — No Comments
નથી આમાં કોઈ મારી કરામત
કરી લીધી છે જાત સાથે જ ચાહત
બીજો પ્રણય આ ન સમજતા મારો
કરી રહ્યો છું હૃદય ની મરામત
Added by RAJESH UPADHYAYA on March 24, 2013 at 12:09pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service