Made in India
આ છે રાત્રી ઝળહળતા સૂર્યપ્રકાશની. રાન વચાળે ઊભો રહી નીરખું મારું મકાન જેની દીવાલો છે ઝાંખી ભૂરા રંગની. જાણે કે હું તાજો તાજો જ ના મૃત્યુ પામ્યો હોંઉં અને ના જોતો હોઉં તે મકાનને એક નવી જ દૃષ્ટિથી.
તેણે જોયા છે એંશીથી પણ વધુ ઉનાળા. તેનાં કાષ્ટમાં આધાન થયું ચાર વાર આનંદનું અને ત્રણ વાર શોકનું. ઘરમાં રહેનારા કોઈનું મૃત્યુ થાય ત્યારે રંગાય છે ઘર ફરીથી. મૃતક પોતે તેને રંગે છે, રંગે છે તેને ભીતરથી; કોઈ પીંછી વિના.
ઘરની પેલી બાજુ ખુલ્લો વિસ્તાર. પહેલાં જે હતી…
ContinueAdded by Maharshi Mehta on December 30, 2015 at 11:50pm — No Comments
મારાં વસ્ત્રોમાંથી
પ્રસ્ફુટિત થાય નીલ આભા.
મધ્ય શિશિર.
ખણખણતી ખંજરી હિમની.
હું આંખ મીંચું છું.
એક મુલક સૂમસામ
ત્યાં એક તિરાડ
જેમાંથી, સીમાની પેલે પારથી
ચોરી છૂપીથી ઘુસાડવામાં આવે છે
મુએલાંને,
આણીમેર.
તોમસ ત્રોન્સ્ત્રમરની કાવ્યરચના Midwinter. તેનો અનુવાદ : મહર્ષિ મહેતા
Added by Maharshi Mehta on December 12, 2015 at 1:02pm — No Comments
આઘાત
જે છોડી ગયો હતો અલપઝલપ ઝબૂકતી પ્રલંબ ધૂમકેતુ પુચ્છ.
જે રાખતો આપણને આપણી ભીતર
જેનાં લીધે ટીવી પરનાં શબ્દ, ચિત્ર ભાસતાં અસ્ફુટ
બાઝતો જે ટેલીફોનના તાર પર
ટાઢાબોળ ટીપાં થઈને.
શિયાળાના તડકામાં હું હજુ પણ નીસરું મારી સ્કી પર
અને પસાર પણ થાઉં
ધીરે ધીરે તે કાંટ્યમાંથી,
જેનાં ઝાડ ઝાંખરાં પર બચ્યાં છે
હવે બહુ ઓછાં પાંદડાં.
તે તો લાગે જૂની ટેલીફોન ડિરેક્ટરીઓમાંથી ફાડેલાં પૃષ્ઠો જેવી,
જેનાં સઘળાં નામ…
ContinueAdded by Maharshi Mehta on December 5, 2015 at 8:56am — 3 Comments
નથી આ કઈં ધરા ધ્રુજી, આ તો આકાશકંપ.
ટર્નરને પણ તેનું ચિત્ર દોરવા, બાંધવું પડ્યું હોત તેને દોરડાંઓ વડે મુશ્કેટાટ.
એક હાથમોજું, તે જે હાથમાં પહેરાયું હતું તેનાથી
કેટલાય માઈલ દૂર, પસાર થઈ ગયું સડસડાટ
મારી પાસેથી હજુ હમણાં જ.
મેદાનની પેલી બાજુ આવેલા મકાન તરફ જવા
હું તોફાનમાં સામી છાતીએ આગળ વધું છું.
વાવાઝોડામાં હું ઊડાઊડ કરું છું આમથી તેમ.
લેવાય છે મારો એક્સ-રે, મારું અસ્થિપંજર છૂટા થવાની આપે છે…
ContinueAdded by Maharshi Mehta on November 28, 2015 at 11:29am — No Comments
રાતના બે-નો સુમાર. અજવાળી રાત.
ટ્રેન થોભી છે એક ખુલ્લા મેદાનની વચ્ચે.
દૂરનાં શહેરની બત્તીઓનાં તેજ-બિંદુ ટમટમે ક્ષિતિજે ઠંડાંગાર.
જેમ માણસ સ્વપ્નમાં એટલો ગરકાવ થઈ જાય કે
તેમાંથી બહાર આવ્યા પછી તેને યાદ પણ ન રહે
કે તે તેમાં હતો;
અથવા મંદવાડમાં કોઈ એવું પટકાય કે પસાર થતા દિવસો
ભાસે તેને, ટમટમતાં તેજ-બિંદુ સમાં,
જાણે તેજ-બિંદુનું ઝુંડ ક્ષિતિજે,
ક્ષીણ અને ઠંડુંગાર.
ટ્રેન ઊભી છે સાવ જ…
ContinueAdded by Maharshi Mehta on November 21, 2015 at 9:02am — No Comments
નીલ આકાશનો
પડઘાતો, એંજિન - ઘેરો, કાન ફાડી નાખતો અવાજ.
અમારો મુકામ સમુદ્રની વચ્ચોવચ,
આ સતત કંપતી, ધ્રૂજતી એવી અમારી કામ કરવાની જગા
જ્યાં મહાસાગરનાં ઊંડાણમાં
પ્રસ્તર ખૂલી પણ શકે અચાનક
ને ટેલિફોનો મારવા લાગે ફુંફાડા.
રમણીયતા પર નજર નાખવાનું બને અલપ ઝલપ
માત્ર બાજુમાંથી પસાર થતાં
ઉતાવળે ઉતાવળે.
ખેતરનાં મબલખ મોલ,
પીળા વહેળામાં ભળેલા અગણીત રંગ.
મારા મસ્તકમાં રહેલી ઉદ્વિગ્ન પ્રતિછાયા ખેંચાય…
ContinueAdded by Maharshi Mehta on November 14, 2015 at 10:15am — No Comments
ગોરંભાયેલા એક દિવસના અંતે,
મેં છેડી હાયડનની એક રચના
અને મારા હાથે અનુભવ્યો થોડો ગરમાવો.
પિયાનોની કળો છે તૈયાર.
તેની સુખદાયીની મોગરીઓ કરે આઘાત.
ઓજસ્વી, લીલોછમ, અને નીરવતાથી પરિપૂર્ણ ધ્વનિ.
ધ્વનિ તો એમ વદે, અસ્તિત્વ છે
મુક્તિનું
અને કોઈક છે જે ભૂપને વેરા નથી ભરતું.
મારા હાયડન ગુંજામાં હાથ ઘાલીને
ડોળ કરું છું હું
પરિસ્થિતી વિષે સ્થિતપ્રજ્ઞ હોવાનો.
હું ફરકાવું મારો હાયડન વાવટો.
સંકેત…
ContinueAdded by Maharshi Mehta on November 7, 2015 at 10:50am — No Comments
વસંત પડી છે ત્યજાયેલી.
ઘેરી મખમલી ખાઈ
સરકતી મારી બાજુમાં થઈને
પરાવર્તિત કર્યા વિના કશુંપણ.
ઝગમગે છે
માત્ર પીળાં ફૂલો.
મારૂ વહન કરે મારો પડછાયો,
જે રીતે કાળી પેટીમાં વહન થાય વાયોલિનનું.
જે એક વાત હું કહેવા ચહું
ઝબકીને ચાલી જાય મારી પહોંચની બહાર
નાણાં ધીરનારની દુકાનમાં રહેલી રૂપાંની જણસની માફક.
કવિ : તોમસ ત્રોન્સ્ત્રમર અનુવાદ : મહર્ષિ…
ContinueAdded by Maharshi Mehta on October 31, 2015 at 2:25pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service