Made in India
સત્ય જેને હર પળે સમજાય છે,
જિન્દગી એની પ્રકાશિત થાય છે.
અંત શું, આરંભ શું કહેવાય છે ?
જિન્દગી બસ સ્વપ્નવત્ જીવાય છે.
ના રહ્યું કોઈ સગું કહેવા સમું,
દ્વાર પર કોના ટકોરા થાય છે ?
ઓળખી લીધા બધા ચહેરા અમે,
ભેદ ભીતરના હવે પરખાય છે.
આંગણે જે આવતા પ્રાતઃ થતાં,
રાત સપનોમાં હવે ડોકાય છે.
ઓલવાતી શગ વિશે તો શું કહું,
એક ઝબકારો અને બુઝાય છે.…
Added by Pravin Shah on June 29, 2016 at 9:30am — No Comments
ગઝલ- જિંદગી
કેટલી ઓછી ગણી છે આપણે,
જિંદગીને ખુદ હણી છે આપણે.
મોતને બસ દુરથી જોયા કર્યું,
જિંદગીને અવગણી છે આપણે.
છે હૃદય, પણ લાગણી એમાં નથી,
જિંદગી, ફોગટ ગણી છે આપણે.
ના ઝરૂખો, ગોખ કે ના ઓસરી,
જિંદગી કેવળ ચણી છે આપણે.
બીજ રોપ્યું, નીર સીંચ્યું કોઈએ,
જિંદગી કેવળ લણી છે આપણે.
સાવ બરછટ પોત કહેવાયું પછી,
જિંદગી કેવી વણી છે આપણે.
-Pravin શાહ
Added by Pravin Shah on June 16, 2015 at 4:29pm — No Comments
એક પ્યાસી ક્ષણ વિશે લખજો ગઝલ,
ઓસના કામણ વિશે લખજો ગઝલ.
સ્થાન એનું વિશ્વમાં નહિવત હશે,
ધરતીના કણકણ વિશે લખજો ગઝલ.
સાગરોના તટ વિશે તો શું લખો !
ભીતરી કો રણ વિશે લખજો ગઝલ.
આમ તો છે જિન્દગી ઘટના ભરી,
શૂન્યતાની ક્ષણ વિશે લખજો ગઝલ.
પ્રેમ તો છે વેદની ઋચા સમો,
આપણી સમજણ વિશે લખજો ગઝલ.
આપણા સંબંધ તૂટે રોજ અહીં,
કાયમી સગપણ વિશે લખજો ગઝલ.
- પ્રવિણ શાહ
Added by Pravin Shah on January 3, 2015 at 3:34pm — No Comments
હોઠ પર ચૂપકી લગાવી લે,
આંખ પરથી પરદો હટાવી લે
નહીં મળે આવા વ્હાલના મોતી,
શુષ્ક છે પાંપણો, સજાવી લે.
કંઇ ન આપે, સિવાય એક ઠોકર,
રસ્તે પથ્થર પડ્યો, ઉઠાવી લે.
હર પળે ઉમ્ર તો વધતી ચાલી,
આવતી ઇચ્છાને વધાવી લે.
શબ્દ આવી ઉભા છે તારે દ્વાર,
એક સારી ગઝલ લખાવી લે.
-Pravin Shah
Added by Pravin Shah on November 16, 2014 at 3:30pm — 1 Comment
હસે રસ્તા
પંથ લાંબો ટૂંકા પડે રસ્તા,
પગ લથડતા દેખી હસે રસ્તા.
ક્યાંક ભૂલા પડાય અધવચ્ચે,
રાહબર સંગ હો, મળે રસ્તા.
વક્ર, રેતાળ કે ઉબડખાબડ,
ધ્યેય કાજે સરળ બને રસ્તા.
હોય પુરતો પ્રકાશ તો સારું,
બાકી…
ContinueAdded by Pravin Shah on November 11, 2014 at 11:43am — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service