મનને કેમ ફાવે બાંધવું...!!!
બહુ જરૂરી હોય છે ત્યારે કલમનું ચાલવું,
જ્યારે ને જ્યાં ઊગે અંદરની તરફમાં કૈં નવું.
સાધના કરવી પડે છે એકએક શબ્દોની અહિ,
રોજ કાગળ પર નથી હોતું સુખન*નું આવવું.
જેમ આવે કોઈ આફત,ના અચાનક આવ તું,
થાય સૂરજ એમ,ધીમે...ધીમે....તેજોમય થવું.
હોય મનમાં એ વિચારોને રજૂ કરવા પડે,
હાથ હો તો બાંધુ,મનને કેમ ફાવે બાંધવું.
પ્યાસ પ્યાલાની ને સામે આખું રેગિસ્તાન છે,
કેટલું આ ઝાંઝવાના નીર પાછળ…                      
Continue
                                           
                    
                                                        Added by Ashok Vavadiya on July 22, 2016 at 5:49pm                            —
                                                            No Comments                                                
                                     
                            
                    
                    
                      મોજે-મોજ ભીતરમાં...!!!
થતી શ્વાસોની શાને આવ...જા તું શોધ ભીતરમાં,
મને લાગે છે એનો પણ હવે તો બોજ ભીતરમાં.
રખે એવી ય પરિસ્થિતિ ઉભી થઇ જાય, એ માટે,
તળેટી પણ છે ભીતરમાં, અને છે ટોચ ભીતરમાં.
કરે જાઉં કરાવે એમ આ સઘળી ય ક્રિયાઓ,
હું સેવક, ને બની બેઠો એ મારો બોસ ભીતરમાં.
હવે મુશ્કેલ મારી મૂળ સ્થિતિમાં પરત ફરવું,
ઉતારી દીધી છે દર્દોની એણે ફોજ ભીતરમાં.
પહેલાં શ્વાસ કે આત્મા છુટો પડશે શરત માટે,
પહેલાં તો ઉછાળો આવી કોઈ ટોસ…                      
Continue
                                           
                    
                                                        Added by Ashok Vavadiya on July 22, 2016 at 5:30pm                            —
                                                            No Comments                                                
                                     
                            
                    
                    
                      હું જ છું પરવરદિગાર...!!!
આખરે તો હું જ એ આખી કથાનો સાર છું,*
જીત છું હું હાર પણ, ને હું જ તારણહાર છું.
ભેદ સઘળા તે બનાવ્યા આ જગતમાં ધર્મના,
શ્લોક હું, આયાત હું, ને હું જ તો નવકાર છું.
હું છું જડમાં,જીવમાં હું, હું કણેકણ વ્યાપ્ત છું,
તેજ હું, અંધાર હું, ને હું જ પાલનહાર છું.
હું સમય છું,હું પવન છું, હું જ પાણી છું અહીં,
હું જ છું આકારમાં, ને હું જ નિરાકાર છું.
હું છું પાલક,હું છું ચાલક, હું જ વિનાશક બનું,
થઇ અણુ…                      
Continue
                                           
                    
                                                        Added by Ashok Vavadiya on July 22, 2016 at 5:30pm                            —
                                                            No Comments                                                
                                     
                            
                    
                    
                      પાછા વળો...!!!
આ તરફ,કે એ તરફ પાછા વળો,
કોઈ પડશે નહિ ફરક પાછા વળો.
દ્વાર પર યમરાજ આવીને ઉભા,
સ્વર્ગ આપે કે નરક પાછા વળો.
પાપ ઊંડી ખીણ છે પાછા વળો,
પુણ્ય થઇ જાશે ગરક પાછા વળો.
જેમના હાથોમાં છે જીવન-મરણ,
એમના ચૂમી ચરણ પાછા વળો.
સત્ય છે ભઇ આવશે એ એક'દિ,
આજ સ્વીકારી મરણ પાછા વળો.
-અશોક વાવડીયા                                          
                    
                                                        Added by Ashok Vavadiya on July 22, 2016 at 5:30pm                            —
                                                            No Comments                                                
                                     
                            
                    
                    
                      ખુશી બસ વેંત છેટી છે.....
ભીતરની શાંત ઈચ્છાઓ જગાડી લે,
તું પણ ગાજરની પિપૂડી વગાડી લે.
દરદ સઘળાં પછાડી છોડી આવ્યા તો,
ખુશી બસ વેંત છેટી છે, અગાડી લે....
રમતમાં જિંદગી હારીને બેઠા હો,
વધારે આથી કોઈ શું બગાડી લે.
પ્રભુને નિત્ય પોઢાડે - જગાડે તું,
કદી તું માયલાને પણ જગાડી લે.
હજું જોઈ શકાશે બાળપણ તારું,
ફરી તું રીલ યાદોની વગાડી લે.
- અશોક વાવડીયા                                          
                    
                                                        Added by Ashok Vavadiya on May 15, 2015 at 2:19pm                            —
                                                            No Comments                                                
                                     
                            
                    
                    
                      ઈશ્વર રજામાં હોય છે...!!!
હોય છે, ત્યારે મજામાં હોય છે,
જ્યારે મન ઈશ્વર નશામાં હોય છે.
એટલે ફરકે છે કાયમ ટોચ પર,
વાસ ઈશ્વરનો ધજામાં હોય છે.
જ્યારે પણ આવી ચડે છે આપદા,
ત્યારે બસ ઈશ્વર રજામાં હોય છે.
કોઈનું આવી ગયેલું હોય છે,
કોઈનું સુખ આવવામાં હોય છે.
કોઈનું આગળ રવાના થઈ ગયું,
કોઈનું દુઃખ, બસ જવામાં હોય છે.
ક્યાં મજા છે માંગવામાં એટલી,
જેટલી કંઈ આપવામાં હોય છે.
- અશોક વાવડીયા                                          
                    
                                                        Added by Ashok Vavadiya on May 15, 2015 at 2:09pm                            —
                                                            No Comments                                                
                                     
                            
                    
                    
                      હિસાબો થાય છે...!!!
આખરી શ્વાસે તકાજો થાય છે,
પાપપુણ્યોના હિસાબો થાય છે.
જેટલા આપો જવાબો જાતને,
એટલાં સામે સવાલો થાય છે.
થઈ શકયા ના જે ઉઘાડી આંખથી,
બંધ આંખોથી પ્રવાસો થાય છે.
શું છે ? આ જીવનમરણ, એ જાણવા,
રોજ સ્વપ્ને રાતવાસો થાય છે.
જીવ માફક સાચવો એને છતાં,
જીવ ! મરણ આવ્યે પરાયો થાય છે.
સૌ વિચારો જેમનાં પણ હો બુલંદ,
એમની વાતે રિવાજો થાય છે.
-અશોક વાવડીયા                                          
                    
                                                        Added by Ashok Vavadiya on March 18, 2015 at 12:20pm                            —
                                                            2 Comments
                                                
                                     
                            
                    
                    
                      કોઇને કે'તા નહીં...!!!
આપણે મળ્યા નું કારણ કોઇને કે'તા નહીં,
છેક ભીતરનું છે તારણ કોઇને કે'તા નહીં.
પૂછશે અઢળક સવાલો,આપણા જીવન વિશે,
મૌન મુખથી હોય ધારણ કોઇને કે'તા નહીં.
રૂબરૂની આપણી વાતોને અંગત રાખવા,
લાગશે માથે ય ભારણ કોઇને કે'તા નહીં.
એટલા માટે મને પણ મોતનો ડર ના રહ્યો,
તેમનું પણ શક્ય મારણ કોઇને કે'તા નહીં.
સ્વસ્થ જીવન જીવવા કાજે, તમામે દેવળે,
કર્યું છે થોડું મેં ઝારણ, કોઇને કે'તા નહીં.
પામવાં વૈકુંઠના…                      
Continue
                                           
                    
                                                        Added by Ashok Vavadiya on November 15, 2013 at 11:13pm                            —
                                                            No Comments                                                
                                     
                            
                    
                    
                      કોશિશ જે તનતોડ કરશે,
તેઓને આ જીત મળશે.
એક ડગ તો માંડો દિશામાં,
ચીલો આપો આપ પડશે.
રાખો હૈયે હામ અઢળક,
પથરા સાગર માંય તરશે.
ઉથલાવ્યો જો હોય, સૂરજ,
પાછળ પાછળ લોક ફરશે.
"રોચક" સૂત્ર, કર "મહેનત",
પરસેવાના લાડુ જમશે.
~અશોક વાવડીયા,《રોચક》♡
# છંદ=અષ્ટકલ+રમલ ૧૫
ગાગાગાગા ગાલગાગા
                                           
                    
                                                        Added by Ashok Vavadiya on May 15, 2013 at 9:30pm                            —
                                                            No Comments                                                
                                     
                            
                    
                    
                      નામ ગમતા, કામ ગમતા. ગોકુળીયા, ગામ ગમતા. ચાર ઇશના, ધામ ગમતા. શબરી ને તો, રામ ગમતા. સૌ ને સુંદર, શામ ગમતા. પ્રેમ છલક્યા, જામ ગમતા. થાય સસ્તા, દામ ગમતા. શરદીમાં તો, બામ ગમતા. એક "રોચક", આમ ગમતા. ~અશોક વાવડીયા,《રોચક》♡ # છંદ=રમલ ૭ ( ટૂંકી બહેર ) ગાલગાગા
                                           
                    
                                                        Added by Ashok Vavadiya on May 5, 2013 at 1:57pm                            —
                                                            2 Comments
                                                
                                     
                            
                    
                    
                      સહુ pair સૌની એ નકલો કરે છે,
 ધરમ આડશે ધૂતનારા ચરે છે.
બચાવો તમારી રીતે લાજ અબળા,
 ગલીએ ગલીએ નરાધમ ફરે છે.
જો છલકાય ઘડુલો,છે પાપે ભરેલો;
 પછી એ ગમે ત્યાં કમોતે મરે છે.
મળી જાય કોઈ સવાશેર સામે,
 કે તન ટાઢથી લાગશે થર-થરે છે.
કહેતા ફરે, આપણી છે હકૂમત,
 વધારી ને ભાવો, પછી સુખ હરે છે.
જે ધારેલ કામો ન થાયે કદી તો,
 સમીપે એ ઇશ, માનતાઓ ધરે છે.
 ar
 શું કરવા હિસાબો હવે પાપ પુણ્યે,
રધુ નામના ક્યાં એ પથ્થર તરે છે.
~અશોક…
                      Continue
                                           
                    
                                                        Added by Ashok Vavadiya on April 27, 2013 at 12:44pm                            —
                                                            2 Comments
                                                
                                     
                            
                    
                    
                      ફરવું હતું કારણ વગર...!!!
પ્રેમમાં પડવું હતું કારણ વગર,
ભીતરે ભળવું હતું કારણ વગર.
અડચણો છોડી,દિવારો પાર જઇ,
આપ ને મળવું હતું કારણ વગર.
તાગ, પાણીનો, ભલે ના હાથમાં,
સાગરે, તરવું હતું કારણ વગર.
થૈ ઉતાવળ પાનખરને પામવા,
પાન થઇ ખરવું હતું કારણ વગર.
ઘૂંટ "રોચક" નાં ભરી પ્રેમો તણા,
મસ્ત થઇ ફરવું હતું કારણ વગર.
-અશોક વાવડીયા,《રોચક》♡
#છંદ=રમેલ ૧૯
ગાલગાગા ગાલગાગા ગાલગા                      
Continue
                                           
                    
                                                        Added by Ashok Vavadiya on April 22, 2013 at 4:00pm                            —
                                                            3 Comments
                                                
                                     
                            
                    
                    
                      ભણતર કરો...!!!
શબ્દો થી શબ્દોનું તમે ચણતર કરો,
એવી જ રીતેથી ગઝલ ઘડતર કરો.
છુંદો, રદ્દીફો, કાફિયા ને પ્રાસથી,
સુંદર મજાનું ટોટલી જડતર કરો.
લખતા ગઝલ જ્યારે તમે નિષ્ફળ જશો,
જાગો પ્રયાસો કાયમી નવતર કરો.
એવી વિષમ પરિસ્થિતિઓ પણ આવશે,
જે પણ નહીં સમજાય તે પડતર કરો.
છે અટપટી"રોચક"છતા,ગમતી ગઝલ,
ને સમજવા થોડું સતત ભણતર કરો.
-અશોક વાવડીયા,《રોચક》♡
# છંદ=રજઝ ૨૧
ગાગાલગા ગાગાલગા ગાગાલગા૨૧                                          
                    
                                                        Added by Ashok Vavadiya on April 17, 2013 at 5:48pm                            —
                                                            No Comments                                                
                                     
                            
                    
                    
                      બટકી જાશે...!!!
સંધ્યા ટાણે,રવિ ક્ષિતિજે છટકી જાશે,
ચંદ્ર છે નાજુક, જાળવ,અટકી જાશે.
શમણાં સુંદર લાગે, તારી યાદોના,
રાત્રી લાગે છે છાની ભટકી જાશે.
નંબર આપી દે સઘળા શમણાંઓને,
કોઈ શમણું ડાળેથી બટકી જાશે.
ક્ષણની દૂરી, સાલોની લાગે ત્યારે,
આંખોમાં કણની માફક ખટકી જાશે.
"રોચક"જગ જીતીને આવીએ જ્યારે,
અંગત, આવીને ઉલટા પટકી જાશે.
-અશોક વાવડીયા,《રોચક》♡
# છંદ=અષ્ટકલ રર
ગાગાગાગા ગાગાગાગા ગાગાગા                                          
                    
                                                        Added by Ashok Vavadiya on April 16, 2013 at 3:28pm                            —
                                                            No Comments                                                
                                     
                            
                    
                    
                      તરી પણ જવાના...!!!
પ્રથાઓ પ્રમાણે મરી પણ જવાના.
જુદું, નામ રોશન કરી પણ જવાના.
ભલે આવતું તે'દિ જોયું જશે પણ,
અમે મોતથી ક્યાં ડરી પણ જવાના ?
જરા પાનખર આવતાં, પીપળાના,
બધા,પાન સાથે ખરી પણ જવાના.
છે સંબંધ વરસો પુરાણા, તણખલે,
એ સાગર,સલામત,તરી પણ જવાના.
છો અથડાય"રોચક" સતત એ કિનારે,
વળી તે જ પાછા ફરી પણ જવાના.
-અશોક વાવડીયા,《રોચક》♡
# છંદ=મુત્કારિબ ૨૦
લગાગા લગાગા લગાગા લગાગા                                          
                    
                                                        Added by Ashok Vavadiya on April 13, 2013 at 2:33pm                            —
                                                            1 Comment